KTurtle/C2/Introduction-to-KTurtle/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | KTurtle ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:07 | આ ટ્યુટોરીયલ માં હું તમને KTurtle સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ. |
00:14 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું , |
00:17 | KTurtle વિન્ડો |
00:19 | એડિટર, કેનવાસ |
00:21 | મેનુ બાર, ટુલબાર |
00:24 | આપણે આ વિષે પણ શીખીશું, |
00:26 | Turtle ખસેડવું |
00:28 | લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
00:32 | triangle દોરો. |
00:34 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું. |
00:47 | KTurtle શું છે? |
00:49 | KTurtle મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે. |
00:53 | આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે. |
00:59 | KTurtle ડાઉનલોડ માટે http://edu.kde.org/kturtle/ ઉપર ઉપલબ્ધ છે. |
01:12 | KTurtle પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે. |
01:18 | બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે. |
01:22 | કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે. |
01:27 | કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે. |
01:31 | આપણે KTurtle, Synaptic Package Manager ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ. |
01:36 | Synaptic Package Manager ઉપર વધુ માહિતી માટે, |
01:40 | http://spoken-tutorial.org વેબસાઈટ ઉપર Ubuntu Linux ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો. |
01:46 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
01:50 | Dash home ઉપર ક્લિક કરો. |
01:52 | સર્ચ બારમાં KTurtle ટાઇપ કરો. |
01:55 | અને KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
01:59 | એક લાક્ષણિક KTurtle વિંડો આ પ્રમાણે દેખાય છે. |
02:02 | આ Menubar છે. |
02:04 | ટોચ પર મેનુ બારમાં, |
02:06 | તમને આ મેનુ આઈટ્મ્સ મળશે |
02:08 | File, Edit, Canvas, Run, Tools, Settings અને help વિકલ્પો. |
02:17 | ટુલ બારમાં, તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો. |
02:23 | Editor ડાબી બાજુ પર છે, જ્યાં તમે TurtleScript આદેશો ટાઈપ કરી શકો છો. |
02:30 | એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો File અને Edit મેનુમાં મળશે. |
02:37 | એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે. |
02:42 | સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું. |
02:46 | File પર જાઓ > Examples પસંદ કરો. |
02:50 | અહીં હું flower પસંદ કરીશ. |
02:53 | પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે. |
02:58 | કોડ રન કરવા માટે Menu bar અથવા Tool bar માંથી Run બટન પર ક્લિક કરો. |
03:04 | બીજી રીત છે, એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો. |
03:10 | અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી / પેસ્ટ કરો |
03:13 | ઉદાહરણ તરીકે: અન્ય 'KTurtle' ફાઇલોમાંથી |
03:18 | કેનવાસ જમણી તરફ છે, જ્યાં Turtle તમારા ડ્રોઇંગ બનાવે છે. |
03:24 | કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર Turtle ડ્રોઈંગ દોરે છે. |
03:32 | ટુલ બાર પર Run વિકલ્પ, એડીટરમાં આદેશોનું execution શરૂ કરે છે. |
03:39 | તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે. |
03:43 | Full speed(No highlighting and inspector), |
03:46 | Full speed, |
03:48 | Slow, Slower, |
03:51 | Slowest અને Step-by-Step |
03:55 | Abort and pause વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે. |
04:03 | હવે ચાલો આ કોડ Run કરીએ. |
04:06 | Turtle કેનવાસ પર એક flower દોરે છે. |
04:11 | જયારે તમે નવી KTurtle એપ્લિકેશન ખોલો છો ત્યારે, |
04:15 | Turtle મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે. |
04:19 | હવે ચાલો Turtle ખસેડીએ. |
04:22 | Turtle ત્રણ પ્રકારથી ફરી શકે છે: |
04:25 | તે આગળ ખસી શકે છે. તે પાછળ ખસી શકે છે. |
04:29 | તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે. |
04:32 | તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે. |
04:38 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે. |
04:44 | ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ. |
04:48 | એડિટરમાં, નીચેના આદેશો ટાઇપ કરો : |
04:52 | reset |
04:55 | forward 100 |
04:58 | turnright 120 |
05:02 | forward 100 |
05:07 | turnright 120 |
05:11 | forward 100 |
05:15 | turnright 120 |
05:18 | નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે. |
05:23 | આ લક્ષણ highlighting કહેવામાં આવે છે. |
05:26 | કમાંડના વિવિધ પ્રકારો, અલગ રીતે પ્રકાશિત થાય છે |
05:31 | જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે. |
05:36 | હું હવે કોડ સમજાવીશ. |
05:38 | reset કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. |
05:42 | forward 100 ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે. |
05:49 | turnright 120 ટર્ટલને 120 ડિગ્રી વિપરિત દિશામાં ફરવા માટે કહે છે. |
05:56 | નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે. |
06:03 | હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. |
06:06 | હું Slow સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે. |
06:16 | અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે. |
06:19 | ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ. |
06:26 | ચાલો repeat કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ. |
06:30 | હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ. |
06:33 | સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ. |
06:38 | તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો: |
06:41 | reset |
06:44 | canvassize space 200,200 |
06:51 | canvascolor space 0,255,0 |
07:00 | pencolor space 0,0,255 |
07:08 | penwidth space 2 |
07:12 | repeat space 3 છગદિયા કૌશ અંદર { |
07:19 | forward 100 |
07:23 | turnleft 120
} |
07:27 | ચાલો હવે હું કોડ સમજાવું. |
07:30 | reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે. |
07:34 | canvassize 200,200 કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
07:42 | canvascolor 0,255,0 કેનવાસને લીલું બનાવે છે. |
07:48 | 0,255,0 એ RGB મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે અન્ય 0 થી સુયોજિત થયેલ છે. |
08:03 | આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે. |
08:07 | pencolor 0,0,255 પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે. |
08:14 | RGB મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે. |
08:20 | penwidth 2 પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે. |
08;27 | repeat કમાન્ડ નંબર અને છગડીયા કૌંશમાં કમાન્ડોની યાદી સાથે અનુસરવામાં આવે છે. |
08:33 | આ છગડીયા કૌંસ અંદર કમાન્ડો સ્પષ્ટ કરેલ નંબર દ્વારા પુનરાવર્તન કરે છે. |
08:39 | અહીં forward 100 અને turnleft 120 કમાન્ડો છગડીયા કૌંસ અંદર આવેલ છે. |
08:47 | repeat કમાન્ડ ૩ નંબર દ્વારા અનુસરવામાં આવે છે, કારણ કે ત્રિકોણની 3 બાજુઓ છે. |
08:54 | આ કમાન્ડ loop માં 3 વખત રન થશે.. |
08:59 | ત્રિકોણની 3 બાજુઓ દોરવામાં આવેલ છે. |
09:02 | ચાલો હવે કોડ રન કરીએ. |
09:05 | હું પ્રોગ્રામના એકઝીક્યુશન માટે slow વિકલ્પ પસંદ કરીશ. |
09:09 | કેનવાસનો રંગ લીલો બની જાય છે અને ટર્ટલ એક ત્રિકોણ દોરે છે. |
09:20 | હવે ફાઈલ સંગ્રહો. |
09:23 | File મેનુ > Save As પસંદ કરો. |
09:27 | Save As સંવાદ બોક્સ દેખાય છે. |
09:30 | હું ફાઈલ સંગ્રહવા માટે Document ફોલ્ડર પસંદ કરીશ. |
09:34 | હું Triangle તરીકે ફાઇલ નામ ટાઇપ કરીશ અને Save બટન પર ક્લિક કરીશ. |
09:41 | નોંધ લો કે ફાઈલનું નામ ટોચની પેનલમાં દેખાય છે અને તે બધી ટર્ટલ ફાઇલો ની જેમ ડોટ ટર્ટલ ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે. |
09:53 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:57 | સારાંશ માટે, |
09:59 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, |
10:02 | KTurtle નું એડિટર, કેનવાસ, મેનુબાર and ટુલબાર |
10:07 | ટર્ટલ ખસેડવું |
10:09 | લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું. |
10:13 | ત્રિકોણ દોરવું. |
10:15 | એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ચોરસ દોરો. આ કમાન્ડોની મદદથી, |
10:21 | forward, backward, turnleft, turnright અને repeat |
10:26 | તમારી પસંદ પ્રમાણે background color, penwidth અને pencolor સુયોજિત કરો. |
10:32 | RGB મિશ્રણની વેલ્યુઓ બદલો |
10:37 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:44 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:50 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:56 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:03 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
11:24 | જોડાવા બદ્દલ આભાર. |