Koha-Library-Management-System/C3/Copy-cataloging-using-Z39.50/Gujarati
00:01 | Copy Cataloging using Z39.50 પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Z39.50 નો ઉપયોગ કરીને catalog માં records ઉમેરવા છે. |
00:20 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux operating system 16.04 |
00:28 | અને Koha આવૃત્તિ 16.05. |
00:33 | કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે તમે ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ. |
00:38 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓને જ્ઞાન હોવું જોઈએ - લાઈબ્રેરી વિજ્ઞાનનું, |
00:45 | કેટલોગીંગ સ્ટાન્ડર્ડ, AACR2 અને MARC21 નું. |
00:54 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત થયેલ હોવું જોઈએ. |
01:00 | અને, તમારી પાસે Koha માં Admin એક્સેસ હોવું જોઈએ. |
01:05 | વધુ વિગતો માટે, આ વેબસાઈટ પર આવેલ Koha Spoken Tutorial શ્રુંખલાનો સંદર્ભ લો. |
01:13 | તો, Z39.50 શું છે? |
01:18 | Z39.50 એક client–server protocol છે જે કે રીમોટ કમ્પ્યુટર ડેટાબેઝોમાંથી માહિતી શોધવા અને પુન:પ્રાપ્ત કરવા માટે છે.
ટૂંકમાં, આ એક ટૂલ છે જે કેટલોગ કોપી કરવા હેતુ વાપરવામાં આવે છે. |
01:37 | ચાલો શરુ કરીએ.
પહેલા ચાલો હું Koha ઇન્ટરફેસ પર જાઉં અને Superlibrarian, Bella તરીકે લોગીન કરું. |
01:47 | Koha homepage પર, Koha administration પર ક્લિક કરો. |
01:53 | આ પુષ્ઠ પર, નીચેની તરફે સ્ક્રોલ કરો અને Additional parameters પર જાવ. |
01:59 | ત્યારબાદ, Z39.50/SRU servers પર ક્લિક કરો. |
02:07 | એક નવું પુષ્ઠ Z39.50/SRU servers administration ખુલે છે. |
02:16 | અહીં બે ટેબ આવેલા છે -+New Z39.50 server અને +New SRU server. |
02:26 | +New Z39.50 server ટેબ પર ક્લિક કરો. |
02:32 | New Z39.50 server શીર્ષક સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
02:40 | નોંધ લો કે target Z39.50 Server ને ઉમેરવા લીધે, આપણને ટાર્ગેટ server ની વિગતો ખબર હોવી જોઈએ. |
02:51 | જો તમને કોઈપણ Z39.50 server ની વિગતો ખબર નથી તો, તમે Z39.50 servers ની સૂચી આ URL પર શોધી શકો છો. |
03:05 | IRSpy પુષ્ઠ ખુલે છે, જેમાં આપણને અમુક વિગતો ભરવા હેતુ પ્રોમ્પ્ટ કરાય છે. |
03:12 | ચાલો શરુ કરીએ. |
03:14 | (Anywhere) ફિલ્ડને ખાલી રહેવા દો. |
03:18 | Name માટે, હું ટાઈપ કરીશ: Library of Congress. |
03:23 | આ એટલા માટે કારણ કે આ સૌથી મોટી લાઈબ્રેરીમાંથી એક છે અને આમાં વિશાળ બીબ્લીઓગ્રાફીકલ (ગ્રંથસૂચિ) ડેટા છે. |
03:31 | આગળ, Country માટેના field માં, ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરો United States. |
03:38 | Protocol માટે, ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરો Z39.50. |
03:46 | બાકી બચેલી વિગતો તમે તમારી આવશ્યકતા અનુસાર ભરી શકો છો. |
03:51 | ત્યારબાદ પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો. |
03:57 | શોધ પરિણામો સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
04:01 | 9 લાઈબ્રેરીઓની એક સૂચીને વિવિધ હેડ સાથે દર્શાવવામાં આવી છે જેમ કે-
Title, Host Connection Reliability, Host, Port અને DB. |
04:16 | આ વિગતોનો ઉપયોગ Koha માં New Z39.50 server પર વિગતો ભરવા માટે કરવામાં આવશે. |
04:26 | નોંધ લો, તમે લાઈબ્રેરીઓની એક જુદી સૂચી જોઈ શકો છો જે 10 થી વધુ હોઈ શકે છે. |
04:32 | યાદ રાખો, કોઈપણ target Z39.50 server ઉમેરતા પહેલા કૃપા કરી Host Connection Reliability ની ખાતરી કરી લો. |
04:43 | હું Title : Library of Congress પર ક્લિક કરીશ. |
04:48 | Library of Congress મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
04:54 | આ પુષ્ઠને ખુલ્લું રહેવા દો, કારણ કે આ પુષ્ઠ પરની વિગતો આપણને અમુક સમય પછીથી જોઇશે. |
05:01 | હવે, ચાલો પાછા New Z39.50 server પુષ્ઠ પર જઈએ જે આપણે આ ટ્યુટોરીયલમાં અગાઉ ખુલ્લું છોડ્યું હતું. |
05:12 | અને આ પુષ્ઠ પર આવશ્યક વિગતો ભરવાનું શરુ કરીશું. |
05:17 | વિગતો Library of Congress પુષ્ઠમાં છે જે આપણે ખુલ્લું છોડ્યું હતું. |
05:23 | તો ચાલો શરુ કરીએ. |
05:25 | New Z39.50 server પુષ્ઠ પર, Server name માટે, ટાઈપ કરો Library of Congress. |
05:34 | આ વિગત Library of Congress પુષ્ઠમાં Name વિભાગમાંથી છે. |
05:41 | મેં અમુક અન્ય વિગતોને New Z39.50 server પુષ્ઠ પર ભરી દીધી છે જે મેં Library of Congress પુષ્ઠમાંથી નોંધ કરી હતી. |
05:54 | તમે વિડીઓને અટકાવી શકો છો અને તમારી આવશ્યકતા અનુસાર વિગતો ભરી શકો છો. |
06:01 | કૃપા કરી નોંધ લો લાલ રંગથી ચિન્હિત fields અનિવાર્ય છે. |
06:06 | આગળ, આપણે Preselected (searched by default) ચેક-બોક્સ જોઈએ છીએ. |
06:12 | જો તમે મૂળભૂત રીતે, આ વિશેષ લાઈબ્રેરીનાં ડેટાબેઝને હમેશા શોધ કરાવવા ઈચ્છો છો તો આને ક્લિક કરો.
હું આને અનચેક રહેવા દઈશ. |
06:23 | હવે આપણે Rank (display order) માટેનાં ફિલ્ડ પર આવીએ છીએ.
જો તમે લાઈબ્રેરીનાં સૂચીનાં ટોંચે આ લાઈબ્રેરીને સૂચીબદ્ધ કરવા ઈચ્છો છો તો, અહીં 1 દાખલ કરો. |
06:37 | નોંધ લો કે જો તમે બહુવિધ z39.50 targets ઉમેરવા ઈચ્છો છો તો તમે તેને રેન્ક (ક્રમ) અનુસાર ગોઠવી શકો છો. |
06:47 | Syntax માટે, ડ્રોપ ડાઉનમાંથી, હું પસંદ કરીશ MARC21/USMARC.
તમે તમારી આવશ્યકતા અનુસાર કોઈપણ Syntax પસંદ કરી શકો છો. |
07:00 | Encoding માટે, કોહા મૂળભૂત રીતે, પસંદ કરે છે utf8.
હું તેને એવું જ રહેવા દઈશ. |
07:08 | પરંતુ તમે તમારી આવશ્યકતા અનુસાર કોઈપણ અન્ય વેલ્યુ પસંદ કરી શકો છો. |
07:14 | આગળ છે Time out (0 its like not set). |
07:20 | અહીં, પરિણામોને દ્રશ્યમાન થવા માટે કેટલા સમય સુધી પ્રતીક્ષા કરવી જોઈએ તે સંખ્યા ટાઈપ કરો.
હું દાખલ કરીશ 240. |
07:32 | Record type માટે, કોહા મૂળભૂત રીતે, આપમેળે પસંદ કરે છે Bibliographic.
આવું કરવા પર, દરેક રેકોર્ડ એક Bibliographic વિવરણ ધરાવશે. |
07:44 | તમામ વિગતો ભર્યા બાદ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save button પર ક્લિક કરો. |
07:51 | Z39.50/SRU servers administration પુષ્ઠ ફરીથી ખુલે છે. |
08:00 | આ પુષ્ઠ પર, આપણે એ વિગતો જોઈ શકીએ છીએ જે વિભિન્ન મથાળાઓ હેઠળ ઉમેરવામાં આવી હતી. |
08:06 | હવે, આ લાઈબ્રેરીમાંથી રેકોર્ડ શોધવા માટે, Koha homepage પર જાવ
અને Cataloging પર ક્લિક કરો. |
08:16 | બે વિકલ્પો સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
+New record અને New from Z39.50/SRU. |
08:29 | New from Z39.50/SRU પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો BOOKS. |
08:40 | એક નવો વિન્ડો Z39.50/SRU search ખુલે છે. |
08:48 | પુષ્ઠની એકદમ જમણી બાજુએ Search targets ફિલ્ડ પર જાવ. |
08:54 | અહીં, તમે Z39.50 target જોઈ શકો છો જે આપણે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉમેરી હતી.
એટલે કે LIBRARY OF CONGRESS. |
09:07 | હવે, LIBRARY OF CONGRESS નાં બાજુમાં આવેલ ચેક-બોક્સ પર ક્લિક કરો. |
09:14 | સમાન પુષ્ઠની ડાબી બાજુએ વિવિધ ફીલ્ડો સાથે Z39.50/SRU search છે. |
09:25 | આ ફીલ્ડોમાંથી, Title પર જાવ અને ટાઈપ કરો: Clinical Microbiology. |
09:33 | જો તમે ઈચ્છો તો બાકી બચેલા fields ભરી શકો છો.
હું તેને ખાલી રહેવા દઈશ. |
09:40 | હવે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો. |
09:46 | જો કે ક્લિક કરવા પહેલા, કૃપા કરી એ વાતની ખાતરી કરી લો કે તમે ઇન્ટરનેટથી જોડાયેલા છો. |
09:52 | અન્ય નવું પુષ્ઠ Results ખુલે છે, જે આપેલ મથાળા સાથે વિવરણ દર્શાવે છે:
Server, Title, Author, Date, Edition, ISBN, LCCN, MARC અને Card. |
10:11 | હવે, પુષ્ઠની એકદમ જમણી બાજુએ જાવ અને Import ફિલ્ડ જુઓ. |
10:18 | હું Title: Clinical Microbiology માટે Import ફિલ્ડ પર ક્લિક કરીશ. |
10:25 | તમે તમારી આવશ્યકતા અનુસાર અન્ય કોઈપણ Title માટે Import પર ક્લિક કરી શકો છો. |
10:32 | જ્યારે Import ને ક્લિક કરવામાં આવે છે ત્યારે, Add MARC record નામનો એક નવો વિન્ડો ખુલે છે. |
10:39 | તમે અમુક tags જોશો જે Library of Congress ડેટાબેઝમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યા છે. |
10:47 | પરંતુ, તમારી આવશ્યકતા અનુસાર, તમને સંબંધિત tags માટેનાં ખાલી ફીલ્ડો ભરવા પડશે. |
10:55 | યાદ કરો, આપણે આ પુષ્ઠની વિગતો અગાઉનાં ટ્યુટોરીયલમાં ભરી દીધી છે. |
11:02 | વિડીઓને અટકાવો અને વિગતો ભરો. |
11:06 | વિગતો ભર્યા બાદ, પુષ્ઠની ટોંચે આવેલ Save બટન પર ક્લિક કરો. |
11:13 | એક નવું પુષ્ઠ Items for Clinical microbiology by Ross, Philip W. ખુલે છે. |
11:22 | હવે, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Add item બટન પર ક્લિક કરો. |
11:28 | પુષ્ઠ Items for Clinical microbiology by Ross, Philip W. ખુલે છે. |
11:36 | આ સાથે, આપણે Library of Congress માંથી Clinical microbiology પુસ્તકની વિગતો Koha માં સફળતાપૂર્વક ઈમ્પોર્ટ કરી લીધી છે. |
11:48 | ચાલો સારાંશ લઈએ. |
11:50 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે Z39.50 નો ઉપયોગ કરીને Catalog માં રેકોર્ડ કેવી રીતે ઉમેરવા છે. |
12:00 | એસાઈનમેંટ-
Z39.50 નો ઉપયોગ કરીને Catalog માં એક Serial ઉમેરો. |
12:10 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:18 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
12:28 | તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
12:32 | Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:45 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |