Koha-Library-Management-System/C3/Installation-of-MarcEditor/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:29, 25 February 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Windows પર Installation of MarcEditor પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે 64-bit Windows મશીન પર MarcEditor સંસ્થાપિત કરવાનું શીખીશું. |
00:16 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:
Windows 10 Pro Operating System અને Firefox web browser. |
00:27 | આ ટ્યુટોરીયલ લાઈબ્રેરી કર્મચારી માટે સૌથી ઉચીત છે. |
00:32 | આગળ વધવા પહેલા, તમારી મશીન પર આપેલ હોવું જોઈએ એની ખાતરી કરી લો-
Windows 10, 8 અથવા 7, |
00:43 | કોઈપણ વેબ બ્રાઉઝર. ઉદાહરણ તરીકે: Internet Explorer, Firefox અથવા Google Chrome. |
00:51 | તમારી મોજુદ લાઈબ્રેરીમાં, તમારી પાસે એક Excel spreadsheet માં લાઈબ્રેરી રેકોર્ડ હોઈ શકે છે. |
00:58 | અને, તમારી લાઈબ્રેરી હવે Koha Library Management System માં સ્થાનાંતરિત થવાની છે. |
01:05 | તેથી, તમામ રેકોર્ડોને Excel થી MARC format માં રૂપાંતરિત કરવાની જરૂર રહેશે. |
01:12 | એ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે:
Excel spreadsheet માંના રેકોર્ડો પહેલા MARC ફોર્મેટમાં રૂપાંતરિત કરવા પડશે અને ત્યારબાદ Koha માં import કરવા પડશે. |
01:26 | આ એટલા માટે કારણ કે Koha માં Excel format માં રહેલ ડેટાને સીધેસીધું ઈમ્પોર્ટ કરવાની જોગવાઈ નથી. |
01:35 | ચાલો શરુ કરીએ. |
01:37 | Excel data ને MARC ફાઈલમાં રૂપાંતરિત કરવા માટે એટલે કે (dot) mrc ફોર્મેટ, આપણે MarcEdit software વાપરીશું. |
01:48 | આ સોફ્ટવેરને સંસ્થાપિત કરવા માટે, બ્રાઉઝરમાં જાવ અને આ URL ટાઈપ કરો. |
01:55 | Downloads મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે. |
02:00 | Current Development અંતર્ગત, MarcEdit 7.0.x/MacOS 3.0.x પર જાવ,
Windows 64-bit download જુઓ. |
02:17 | જો કે, તમારી પાસે જો 32-bit મશીન હોય તો, તમને Windows 32-bit download લીંક પર ક્લિક કરવું જોઈએ. |
02:26 | તમારી મશીન 32-bit છે કે 64-bit તે તપાસ કરવા માટે, મશીનની નીચેની બાજુએ ડાબા ખૂણે જાવ. |
02:35 | Start આઇકોન પર ક્લિક કરો. |
02:38 | ઉપર સ્ક્રોલ કરો અને Settings પર ક્લિક કરો. |
02:43 | આ આઈકોનોમાંથી, System- Display, notifications, apps, power પર ક્લિક કરો. |
02:51 | ડાબી બાજુએ અમુક વિકલ્પો સાથે, એક અન્ય વિન્ડો ખુલે છે. |
02:56 | About ટેબ પર જાવ અને તેનાં પર ક્લિક કરો. |
03:00 | સમાન પુષ્ઠ પર, જમણી બાજુએ, PC વિભાગ અંતર્ગત, System type પર જાવ. |
03:08 | તમારી મશીનની operating system ની વિગતો દ્રશ્યમાન થશે. |
03:13 | મારી મશીન માટે, તે દર્શાવે છે 64-bit operating system, x64-based processor. |
03:21 | વિવરણ વાંચ્યા બાદ, window ને બંધ કરો. |
03:25 | આવું કરવા માટે, ટોંચે જમણા ખૂણે જાવ અને ક્રોસ માર્ક (ચોકડી ચિન્હ) પર ક્લિક કરો. |
03:31 | આપણે ફરીથી સમાન પુષ્ઠ, Downloads પર પાછા ફરીશું. |
03:36 | જો કે મારી મશીન 64-bit છે તો, હું 64-bit download પર ક્લિક કરીશ. |
03:42 | 64-bit download મથાળા સાથે અન્ય એક નવો વિન્ડો ખુલે છે જેમાં બે વિભાગો છે-
Non-Administrator અને Administrator. |
03:53 | આગળ, હું Administrator વિભાગની નીચેની બાજુએ આવેલ Download MarcEdit 7 લીંક પર ક્લિક કરીશ. |
04:02 | આ એટલા માટે કારણ કે હું મારી લાઈબ્રેરીનો Koha administrator નિયુક્ત છું. |
04:09 | એક ડાયલોગ-બોક્સ MacrEdit_Setup64Admin.msi દ્રશ્યમાન થાય છે. |
04:16 | આપણે અહીં 2 વિકલ્પો જોઈ શકીએ છીએ-
Save File અને Cancel. |
04:22 | નીચેની બાજુએ આવેલ Save File બટન પર ક્લિક કરો. |
04:26 | આવું કર્યા બાદ, તમારી મશીનનાં Downloads ફોલ્ડર પર જાવ. |
04:31 | અહીં, તમે જોઈ શકો છો કે MacrEdit_Setup64Admin.msi ફાઈલ સંગ્રહીત થઇ છે. |
04:40 | હવે, સંગ્રહીત થયેલ ફાઈલ પર જમણું-ક્લિક કરો અને દ્રશ્યમાન થયેલ વિકલ્પોમાંથી, Install પર ક્લિક કરો. |
04:48 | User Account Control ડાયલોગ બોક્સમાં, Yes પર ક્લિક કરો. |
04:56 | Welcome to the MarcEdit 7 Setup Wizard નામ સાથે એક અન્ય વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
05:04 | પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો. |
05:08 | License Agreement શીર્ષક સાથે એક અન્ય વિન્ડો ખુલે છે. |
05:14 | License Agreement કાળજીપૂર્વક વાંચો. |
05:18 | અને I do not agree અને I agree આ 2 વિકલ્પોમાંથી, I Agree રેડીઓ બટન પર ક્લિક કરો. |
05:28 | ત્યારબાદ, વિન્ડોની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો. |
05:33 | Select Installation Folder નામથી એક નવો વિન્ડો ખુલે છે. |
05:39 | આ એ ફોલ્ડરનાં પાથને દર્શાવે છે જ્યાં સંસ્થાપિત સોફ્ટવેર સંગ્રહીત થશે. |
05:45 | વૈકલ્પિક રીતે, તમે આ સોફ્ટવેરને તમારી પસંદના એક જુદા ફોલ્ડરમાં સંસ્થાપિત કરી શકો છો.
Folder ફિલ્ડમાં આવશ્યક પાથને ટાઈપ કરીને આવું કરો. |
05:56 | સાથે જ તમે Browse ટેબ પર ક્લિક કરીને ઈચ્છિત path ને પણ પસંદ કરી શકો છો. |
06:03 | જો કે, હું Folder ફિલ્ડમાં, ફોલ્ડરનાં પાથને એજ પ્રમાણે રહેવા દઈશ. |
06:09 | હવે વિન્ડોની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો. |
06:14 | અન્ય એક નવો વિન્ડો Confirm Installation ખુલે છે. |
06:19 | હવે સમાન વિન્ડોની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો. |
06:25 | Installing MarcEdit 7 વિન્ડો ખુલે છે. |
06:30 | આના પછી, આપણને એક સફળતા મેસેજ વિન્ડો દેખાય છે.
તે દર્શાવે છે- Installation Complete. MarcEdit 7 has been successfully installed. |
06:42 | આ વિન્ડોથી બહાર નીકળવા માટે Close બટન પર ક્લિક કરો. |
06:47 | MarcEdit 7.0.250 By Terry Reese શીર્ષક સાથે એક નવો વિન્ડો ખુલે છે. |
06:56 | હવે ખુલેલા તમામ વિન્ડોને મીનીમાઈઝ કરો. |
07:01 | તમે જોશો કે ડેસ્કટોપ પર એક shortcut બનેલું છે. |
07:06 | આ સાથે, આપણે એક 64-bit Windows મશીનનાં Desktop પર MarcEditor સફળતાપૂર્વક સંસ્થાપિત કરી દીધું છે. |
07:14 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
07:22 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
07:32 | તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
07:36 | Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
07:48 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |