Koha-Library-Management-System/C3/Installation-of-MarcEditor/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 Windows પર Installation of MarcEditor પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે 64-bit Windows મશીન પર MarcEditor સંસ્થાપિત કરવાનું શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:

Windows 10 Pro Operating System અને

Firefox web browser.

00:27 આ ટ્યુટોરીયલ લાઈબ્રેરી કર્મચારી માટે સૌથી ઉચીત છે.
00:32 આગળ વધવા પહેલા, તમારી મશીન પર આપેલ હોવું જોઈએ એની ખાતરી કરી લો-

Windows 10, 8 અથવા 7,

00:43 કોઈપણ વેબ બ્રાઉઝર. ઉદાહરણ તરીકે: Internet Explorer, Firefox અથવા Google Chrome.
00:51 તમારી મોજુદ લાઈબ્રેરીમાં, તમારી પાસે એક Excel spreadsheet માં લાઈબ્રેરી રેકોર્ડ હોઈ શકે છે.
00:58 અને, તમારી લાઈબ્રેરી હવે Koha Library Management System માં સ્થાનાંતરિત થવાની છે.
01:05 તેથી, તમામ રેકોર્ડોને Excel થી MARC format માં રૂપાંતરિત કરવાની જરૂર રહેશે.
01:12 એ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે:

Excel spreadsheet માંના રેકોર્ડો પહેલા MARC ફોર્મેટમાં રૂપાંતરિત કરવા પડશે અને ત્યારબાદ Koha માં import કરવા પડશે.

01:26 આ એટલા માટે કારણ કે Koha માં Excel format માં રહેલ ડેટાને સીધેસીધું ઈમ્પોર્ટ કરવાની જોગવાઈ નથી.
01:35 ચાલો શરુ કરીએ.
01:37 Excel data ને MARC ફાઈલમાં રૂપાંતરિત કરવા માટે એટલે કે (dot) mrc ફોર્મેટ, આપણે MarcEdit software વાપરીશું.
01:48 આ સોફ્ટવેરને સંસ્થાપિત કરવા માટે, બ્રાઉઝરમાં જાવ અને આ URL ટાઈપ કરો.
01:55 Downloads મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
02:00 Current Development અંતર્ગત, MarcEdit 7.0.x/MacOS 3.0.x પર જાવ,

Windows 64-bit download જુઓ.

02:17 જો કે, તમારી પાસે જો 32-bit મશીન હોય તો, તમને Windows 32-bit download લીંક પર ક્લિક કરવું જોઈએ.
02:26 તમારી મશીન 32-bit છે કે 64-bit તે તપાસ કરવા માટે, મશીનની નીચેની બાજુએ ડાબા ખૂણે જાવ.
02:35 Start આઇકોન પર ક્લિક કરો.
02:38 ઉપર સ્ક્રોલ કરો અને Settings પર ક્લિક કરો.
02:43 આ આઈકોનોમાંથી, System- Display, notifications, apps, power પર ક્લિક કરો.
02:51 ડાબી બાજુએ અમુક વિકલ્પો સાથે, એક અન્ય વિન્ડો ખુલે છે.
02:56 About ટેબ પર જાવ અને તેનાં પર ક્લિક કરો.
03:00 સમાન પુષ્ઠ પર, જમણી બાજુએ, PC વિભાગ અંતર્ગત, System type પર જાવ.
03:08 તમારી મશીનની operating system ની વિગતો દ્રશ્યમાન થશે.
03:13 મારી મશીન માટે, તે દર્શાવે છે 64-bit operating system, x64-based processor.
03:21 વિવરણ વાંચ્યા બાદ, window ને બંધ કરો.
03:25 આવું કરવા માટે, ટોંચે જમણા ખૂણે જાવ અને ક્રોસ માર્ક (ચોકડી ચિન્હ) પર ક્લિક કરો.
03:31 આપણે ફરીથી સમાન પુષ્ઠ, Downloads પર પાછા ફરીશું.
03:36 જો કે મારી મશીન 64-bit છે તો, હું 64-bit download પર ક્લિક કરીશ.
03:42 64-bit download મથાળા સાથે અન્ય એક નવો વિન્ડો ખુલે છે જેમાં બે વિભાગો છે-

Non-Administrator અને

Administrator.

03:53 આગળ, હું Administrator વિભાગની નીચેની બાજુએ આવેલ Download MarcEdit 7 લીંક પર ક્લિક કરીશ.
04:02 આ એટલા માટે કારણ કે હું મારી લાઈબ્રેરીનો Koha administrator નિયુક્ત છું.
04:09 એક ડાયલોગ-બોક્સ MacrEdit_Setup64Admin.msi દ્રશ્યમાન થાય છે.
04:16 આપણે અહીં 2 વિકલ્પો જોઈ શકીએ છીએ-

Save File અને

Cancel.

04:22 નીચેની બાજુએ આવેલ Save File બટન પર ક્લિક કરો.
04:26 આવું કર્યા બાદ, તમારી મશીનનાં Downloads ફોલ્ડર પર જાવ.
04:31 અહીં, તમે જોઈ શકો છો કે MacrEdit_Setup64Admin.msi ફાઈલ સંગ્રહીત થઇ છે.
04:40 હવે, સંગ્રહીત થયેલ ફાઈલ પર જમણું-ક્લિક કરો અને દ્રશ્યમાન થયેલ વિકલ્પોમાંથી, Install પર ક્લિક કરો.
04:48 User Account Control ડાયલોગ બોક્સમાં, Yes પર ક્લિક કરો.
04:56 Welcome to the MarcEdit 7 Setup Wizard નામ સાથે એક અન્ય વિન્ડો દ્રશ્યમાન થાય છે.
05:04 પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
05:08 License Agreement શીર્ષક સાથે એક અન્ય વિન્ડો ખુલે છે.
05:14 License Agreement કાળજીપૂર્વક વાંચો.
05:18 અને I do not agree અને I agree આ 2 વિકલ્પોમાંથી, I Agree રેડીઓ બટન પર ક્લિક કરો.
05:28 ત્યારબાદ, વિન્ડોની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
05:33 Select Installation Folder નામથી એક નવો વિન્ડો ખુલે છે.
05:39 આ એ ફોલ્ડરનાં પાથને દર્શાવે છે જ્યાં સંસ્થાપિત સોફ્ટવેર સંગ્રહીત થશે.
05:45 વૈકલ્પિક રીતે, તમે આ સોફ્ટવેરને તમારી પસંદના એક જુદા ફોલ્ડરમાં સંસ્થાપિત કરી શકો છો.

Folder ફિલ્ડમાં આવશ્યક પાથને ટાઈપ કરીને આવું કરો.

05:56 સાથે જ તમે Browse ટેબ પર ક્લિક કરીને ઈચ્છિત path ને પણ પસંદ કરી શકો છો.
06:03 જો કે, હું Folder ફિલ્ડમાં, ફોલ્ડરનાં પાથને એજ પ્રમાણે રહેવા દઈશ.
06:09 હવે વિન્ડોની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
06:14 અન્ય એક નવો વિન્ડો Confirm Installation ખુલે છે.
06:19 હવે સમાન વિન્ડોની નીચેની બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
06:25 Installing MarcEdit 7 વિન્ડો ખુલે છે.
06:30 આના પછી, આપણને એક સફળતા મેસેજ વિન્ડો દેખાય છે.

તે દર્શાવે છે- Installation Complete.

MarcEdit 7 has been successfully installed.

06:42 આ વિન્ડોથી બહાર નીકળવા માટે Close બટન પર ક્લિક કરો.
06:47 MarcEdit 7.0.250 By Terry Reese શીર્ષક સાથે એક નવો વિન્ડો ખુલે છે.
06:56 હવે ખુલેલા તમામ વિન્ડોને મીનીમાઈઝ કરો.
07:01 તમે જોશો કે ડેસ્કટોપ પર એક shortcut બનેલું છે.
07:06 આ સાથે, આપણે એક 64-bit Windows મશીનનાં Desktop પર MarcEditor સફળતાપૂર્વક સંસ્થાપિત કરી દીધું છે.
07:14 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

07:22 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

07:32 તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
07:36 Spoken Tutorial project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

07:48 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki