PhET/C3/Photoelectric-Effect/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:11, 24 January 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Photoelectric Effect, PhET simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઇન્ટરેક્ટિવ PhET simulation, Photoelectric Effect કેવી રીતે વાપરવું તે શીખીશું. |
00:15 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. |
00:22 | અહીં હું વાપરી રહ્યી છું-
Ubuntu Linux OS આવૃત્તિ 14.04, |
00:28 | Java આવૃત્તિ 1.7.0, |
00:32 | Firefox Web Browser આવૃત્તિ 53.02.2. |
00:38 | આ simulation નો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ આપેલ કરવામાં સમર્થ થશે-
૧. ફોટોઇલેક્ટ્રિક પ્રભાવનો અભ્યાસ. |
00:44 | ૨. Threshold frequency નક્કી કરવી. |
00:47 | ૩. Stopping potential અને Work function શોધવું. |
00:51 | ૪. વિદ્યુતપ્રવાહ અને ઈલેક્ટ્રોનની ઊર્જાને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો. |
00:56 | જ્યારે કોઈ ચોક્કસ ફ્રીક્વેંસી (આવર્તન) નો પ્રકાશ ધાતુની સપાટી પર અથડાય છે, ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. |
01:04 | ઉત્સર્જિત ઇલેક્ટ્રોનોને ડિટેક્ટર (છુપેલી વસ્તુની જાણ આપનારું યંત્ર) દ્વારા ગણતરી કરવામાં આવે છે જે તેમની ગતિ ઊર્જાને માપે છે. |
01:11 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link વાપરો. |
01:15 | મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Photoelectric Effect સિમ્યુલેશન ડાઉનલોડ કર્યું છે. |
01:22 | terminal ખોલો. |
01:24 | પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો. |
01:29 | ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space photoelectric_en.jar અને Enter દબાવો. |
01:40 | Photoelectric Effect સિમ્યુલેશન ખુલે છે. |
01:44 | ટર્મિનલને બંધ ન કરો, તેનાથી પ્રક્રિયા kill થશે. |
01:49 | ચાલુ રાખવા માટે Cancel ક્લીક કરો. |
01:52 | આ Photoelectric Effect સિમ્યુલેશનનું interface છે. |
01:57 | આ screen આપેલ મેનુ આઇટમો સાથે મેનુ બાર ધરાવે છે- File, Options અને Help. |
02:05 | Options મેનુ બે વિકલ્પો ધરાવે છે, Show photons અને Control photon number instead of intensity. |
02:14 | ધાતુની સપાટી પર પ્રકાશ ચમકાવવા માટે સ્ક્રીન એક વિદ્યુત દીવો ધરાવે છે. |
02:19 | આપણે સંદર્ભિત sliders ને ડ્રેગ કરીને Intensity અને તરંગલંબાઈ બદલી શકીએ છીએ. |
02:26 | સાથે જ આપણે Intensity અને તરંગલંબાઈની વેલ્યુઓ તેમના સંદર્ભિત બોક્સોમાં ઇનપુટ (નાખવું) કરી શકીએ છીએ. |
02:33 | Photoelectric પ્રભાવ એક વેક્યુમ ચેમ્બર (શૂન્યાવકાશ ખંડ) માં કરવામાં આવે છે. |
02:38 | વેક્યુમ ચેમ્બરમાં એક ધાતુની સપાટી અને ઈલેક્ટ્રોનોની ગતિ ઉર્જાને માપવા માટે એક ડિટેક્ટર આવેલું છે. |
02:48 | બેટરી (વિદ્યુતકોષ) અને વિદ્યુતપ્રવાહ સૂચકયંત્રને સર્કિટ (પરિપથ) માં જોડાણ કરવામાં આવેલું છે. |
02:53 | બેટરી વોલ્ટેજ સ્લાઇડર સાથે આપવામાં આવી છે. |
02:58 | screen માં નીચેની બાજુએ Play/Pause અને Step બટનો આવેલા છે. |
03:04 | સ્ક્રીનની જમણી બાજુએ, ધાતુઓની પસંદગી કરવા માટે એક Target ડ્રોપ ડાઉન બોક્સ આપણે જોઈ શકીએ છીએ. |
03:11 | મૂળભૂત રીતે, Sodium એ Target ધાતુ તરીકે પસંદ થયેલ છે. |
03:16 | પરિણામોમાં ચોકસાઈ માટે, ચાલો Intensity સ્લાઇડર 50% પર ખસેડીએ. |
03:23 | Options મેનુમાં, Show photons વિકલ્પ પર ક્લીક કરો. |
03:28 | અવલોકન કરો પ્રકાશ ફોટોનના રૂપમાં ચમકે છે. |
03:34 | Show photons વિકલ્પને અન-ચેક કરો. |
03:36 | મૂળભૂત રીતે, વેવલેન્થ (તરંગલંબાઈ) સ્લાઇડર એ 400 nano-meter પર આવેલું છે. |
03:42 | પ્રકાશ જેમ સોડિયમ ધાતુની સપાટી પર પડે છે તેમ ઇલેક્ટ્રોનો ઉત્સર્જિત થાય છે. |
03:48 | ઘટીત વિકિરણો અને ઇલેક્ટ્રોનોના ઉત્સર્જન વચ્ચે કોઈ પણ સમય અંતર નથી. |
03:54 | આ ઇલેક્ટ્રોનો ડિટેક્ટર તરફે પ્રવાહિત થાય છે. |
03:58 | 0 V (શૂન્ય વોલ્ટેજ) માટે, વિદ્યુતપ્રવાહની વેલ્યુ દર્શાવવામાં આવી છે 0.071. |
04:05 | Graphs અંતર્ગત, આપણી પાસે આપેલ ચેક બોક્સો છે - |
04:09 | Current Vs battery voltage, |
04:12 | Current Vs light intensity, |
04:15 | Electron energy Vs light frequency. |
04:19 | Current vs battery voltage ચેક બોક્સ પર ક્લીક કરો. |
04:23 | આપણે current vs battery voltage નો આલેખ જોઈએ છીએ. |
04:29 | આલેખ પર આવેલા લાલ બિંદુની નોંધ લો. |
04:32 | વોલ્ટેજ સ્લાઇડરને ધીરે ધીરે ડ્રેગ કરીને 0 થી 6.00 વોલ્ટ પર લઇ જાવ. |
04:38 | નોંધ લો આપણે જેમ વોલ્ટેજ વધારીએ છીએ તેમ વિદ્યુતપ્રવાહ અચલ (સ્થાયી) રહે છે. |
04:44 | આને લાલ લાઈન વડે સૂચવવામાં આવ્યું છે. |
04:48 | આપણે જેમ વોલ્ટેજ વધારીએ છીએ, તેમ ફોટોઈલેક્ટ્રોનોની ગતિ વધે છે. |
04:53 | ચાલો જોઈએ કે પ્રકાશની તીવ્રતા કેવી રીતે વિદ્યુતપ્રવાહ પર અસર કરે છે. |
04:58 | Current vs light intensity ચેક બોક્સ પર ક્લીક કરો. |
05:03 | Intensity સ્લાઇડરને ડ્રેગ કરીને 90% સુધી લઇ જાવ. |
05:08 | નોંધ લો intensity માં વધારો થતાની સાથે current રેખીય રીતે વધે છે. |
05:14 | આને લીલી લાઈન વડે સૂચવવામાં આવ્યું છે. |
05:18 | પ્રકાશની તીવ્રતામાં વધારો કરવાથી ફોટોઇલેક્ટ્રીક વિદ્યુતપ્રવાહનું માન (માત્રા) વધે છે. |
05:24 | હવે વિદ્યુતપ્રવાહની વેલ્યુ દર્શાવવામાં આવી છે 0.127. |
05:30 | Intensity સ્લાઇડરને ડ્રેગ કરીને પાછું 50% પર લાવો. |
05:35 | હવે, Electron energy Vs light Frequency આલેખ ચેક બોક્સ પર ક્લીક કરો. |
05:42 | વેવલેન્થ (તરંગલંબાઈ) સ્લાઇડરને ડ્રેગ કરીને UV ક્ષેત્ર તરફે લઇ જાવ.
આલેખનું અવલોકન કરો. |
05:49 | નોંધ લો ફ્રીક્વેંસી (આવર્તન) વધતાની સાથે ઊર્જા રેખીય રીતે વધે છે. |
05:55 | આને ભૂરી લાઈન વડે સૂચવવામાં આવ્યું છે. |
05:59 | વિદ્યુતપ્રવાહમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
06:02 | ફ્રીક્વેંસી (આવર્તન) માં વધારો, ફોટોઇલેક્ટ્રોનોની ઊર્જા વધારે છે. |
06:08 | જેમ ફ્રીક્વેંસી (આવર્તન) વધે છે, તેમ ફોટોનથી ઇલેક્ટ્રોનમાં સ્થાનાંતરીત થતી ઊર્જા વધે છે. |
06:15 | આના પરિણામસ્વરૂપે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનોની ગતિ ઊર્જા વધે છે. |
06:21 | હવે Camera આઇકોન પર ક્લીક કરો. |
06:24 | એક સ્નેપશોટ વિંડો ખુલે છે. |
06:27 | તે Graphs અને Experimental Parameters વિશે માહિતી આપે છે. |
06:33 | આ સ્નેપશોટ વાપરીને, આપણે આલેખોની વિભિન્ન સેટિંગ્સ (સુયોજનો) સાથે તુલના કરી શકીએ છીએ. |
06:39 | સ્નેપશોટ વિન્ડોને બંધ કરો. |
06:42 | હવે આપણે Threshold Frequency કેવી રીતે ગણતરી કરવી તે બદ્દલ ચર્ચા કરીશું. |
06:48 | ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન કરાવવા માટે દરેક ધાતુ એક લાક્ષણિકતમ લઘુત્તમ ફ્રીક્વેંસી (આવર્તન) ધરાવે છે. |
06:55 | આ ફ્રીક્વેંસી છે, Threshold Frequency, જેને ʋ0. દ્વારા સૂચિત કરાય છે. |
07:01 | Threshold Frequency ની નીચેની બાજુએ, ફોટોઇલેક્ટ્રિક પ્રભાવ દેખાતો નથી. |
07:07 | વેવલેન્થ (તરંગલંબાઇ) સ્લાઇડરને દૃશ્યમાન પ્રદેશ તરફે ડ્રેગ કરો. |
07:12 | ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ્યાં રોકાય તે વેવલેન્થ (તરંગલંબાઈ) નું અવલોકન કરો. |
07:18 | નોંધ લો 540 nm પર Sodium માંથી કોઈપણ ઇલેક્ટ્રોનો ઉત્સર્જિત થતા નથી. |
07:25 | ચાલો વેવલેન્થ (તરંગલંબાઈ) ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરીએ 539 nm અને અવલોકન કરીએ. |
07:32 | 539 nm પર સોડિયમ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનો ઉત્સર્જિત થવાનું ચાલુ થાય છે. |
07:39 | તેનો અર્થ એ થાય છે કે, 539 nm એ Sodium માટે થ્રેશોલ્ડ (તળઘટની) તરંગલંબાઇ છે. |
07:45 | અહીં, વિદ્યુતપ્રવાહની વેલ્યુ છે 0.00. |
07:49 | હવે ચાલો threshold frequency વેલ્યુ ગણતરી કરીએ. |
07:54 | અહીં વેવલેન્થ (તરંગલંબાઈ) nano metres(nm) માં દર્શાવવામાં આવી છે. |
07:58 | હું તેને મીટરમાં પરિવર્તિત કરીશ જે માટે તેનો ગુણાકાર ૧૦ ની -૯ ઘાત સાથે કરીશ. |
08:05 | Threshold frequency ને આપેલ ફોર્મ્યુલા (સૂત્ર) વાપરીને ગણતરી કરી શકાવાય છે. |
08:10 | sodium ની Threshold frequency છે 0.56 x 10 to the power of 15 </sup>Hz hrts. |
08:18 | હવે ચાલો Target તરીકે પસંદ કરીએ Platinum. |
08:22 | ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Platinum. |
08:26 | આ વેવલેન્થ (તરંગલંબાઈ) પર આપણને ફોટોઇલેક્ટ્રોનોનું ઉત્સર્જન દેખાતું નથી. |
08:31 | ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ્યાંસુધી ચાલુ ન થાય ત્યાંસુધી સ્લાઇડરને UV ક્ષેત્રમાં ડ્રેગ કરો. |
08:39 | વેવલેન્થ (તરંગલંબાઈ) સ્લાઇડરને નિમ્નતમ વેવલેન્થ (તરંગલંબાઈ) ક્ષેત્ર પર ડ્રેગ કરો. |
08:45 | નોંધ લો વિભિન્ન ઊર્જા સાથે મોટી માત્રામાં ઇલેક્ટ્રોનો ઉત્સર્જિત થાય છે. |
08:52 | ઇલેક્ટ્રોનોને મહત્તમ ઊર્જા સાથે જોવા માટે, Show only highest energy electrons ચેક બોક્સ પર ક્લીક કરો. |
09:00 | વિભિન્ન ઊર્જા સાથે ઇલેક્ટ્રોનો દર્શાવવા માટે બોક્સને અનચેક કરો. |
09:05 | એસાઈનમેન્ટ તરીકે, Platinum ની Threshold Frequency ગણતરી કરો. |
09:11 | આપણે work function અને stopping voltage ના ગણતરી પર જઈશું. |
09:17 | Work function એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનને શરુ કરવા માટે જોઈતી નિમ્નતમ ઊર્જા છે. |
09:24 | વિભિન્ન ધાતુઓ વર્ક ફંક્શનની વિભિન્ન વેલ્યુઓ ધરાવે છે. |
09:29 | તેને ϕ0 દ્વારા સૂચવવામાં આવે છે. |
09:32 | વર્ક ફંક્શન ϕ0= hʋ0 દ્વારા આપવામાં આવ્યું છે. |
09:38 | નીચી આયનાઇઝેશન એન્થાલ્પી વેલ્યુઓવાળા ઘટકો ઓછું વર્ક ફંક્શન ધરાવે છે.
ઉદાહરણ તરીકે: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડીયમ, અને સીસિયમ. |
09:51 | ચાલો સોડિયમ માટે વર્ક ફંક્શન ગણતરી કરીએ. |
09:55 | વર્ક ફંક્શન આપેલ ફોર્મ્યુલા (સૂત્ર) વાપરીને ગણતરી કરાય છે.
w0 = hʋ0 |
10:04 | સોડિયમ માટે વર્ક ફંક્શન છે 2.31 eV.(electron volts) |
10:10 | એજપ્રમાણે કેલ્શિયમ માટે વર્ક ફંક્શન છે 2.9 eV (electron volts) |
10:17 | Stopping Potential- ઇલેક્ટ્રોનોને બીજી તરફે પહોંચતા અટકાવવા માટે જોઈતું તે એક નકારાત્મક વોલ્ટેજ (વીજદબાણ) છે. |
10:26 | સ્ટોપિંગ પોટેન્શિયલ (વીજદબાણ) પર, ફોટોઇલેક્ટ્રિક વિદ્યુતપ્રવાહ શૂન્ય બને છે. |
10:31 | ચાલો જોઈએ કે Sodium માટે સ્ટોપિંગ પોટેન્શિયલ (વીજદબાણ) કેવી રીતે નક્કી કરવું છે. |
10:37 | ટાર્ગેટ ધાતુ તરીકે Sodium ને બદલો. |
10:41 | વેવલેન્થ (તરંગલંબાઈ) સ્લાઇડરને ડ્રેગ કરીને સોડિયમની થ્રેશોલ્ડ તરંગલંબાઇ પર લાવો.
જે કે છે 539 nano-meter. |
10:51 | વોલ્ટેજ (વીજદબાણ) સ્લાઇડરને ઋણ વોલ્ટેજ પર ડ્રેગ કરો. |
10:56 | કયા વોલ્ટેજ (વીજદબાણ) પર, ઇલેક્ટ્રોનો ડિટેક્ટર પાસેથી ઉછળશે? |
11:01 | -0.01 V(volts) પર, ઇલેક્ટ્રોનોનું ડિટેક્ટર પાસેથી ઉછળવાનું શરુ થશે. |
11:08 | અવલોકન કરો, -0.04 Volts પર, સોડિયમમાંથી કોઈપણ ઇલેક્ટ્રોનો ઉત્સર્જિત થતા નથી. |
11:16 | એસાઇનમેન્ટ તરીકે, ઝિંક (જસત), કોપર (તાંબું) અને કેલ્શિયમ માટે વર્ક ફંક્શનની ગણતરી કરો. |
11:22 | સમાન ધાતુઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરો. |
11:27 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા,
Photoelectric Effect, PhET સિમ્યુલેશન. |
11:36 | આ સિમ્યુલેશન વાપરીને, આપણે આપેલ વિશે શીખ્યા: ફોટોઇલેક્ટ્રિક પ્રભાવ, |
11:41 | Threshold Frequency નક્કી કરવી, |
11:44 | Stopping Potential અને Work Function શોધવું અને |
11:48 | વિદ્યુતપ્રવાહ અને ઈલેક્ટ્રોનની ઊર્જાને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો. |
11:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને
ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
12:13 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
12:17 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
12:22 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
12:31 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:43 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |