Drupal/C4/Creating-a-simple-custom-module/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:26, 25 June 2018 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Creating a simple custom module પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું- સાદું module બનાવવું |
00:11 | સાદું controller ઉમેરવું અને |
00:13 | routing ફાઈલ ઉમેરવી |
00:15 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04 |
00:21 | Drupal 8 , Firefox web browser અને Gedit text editor |
00:27 | તમે તમારી પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર અને વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:32 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને Drupal ની સાદી જાણકારી હોવી જોઈએ. |
00:38 | જો નથી તો, સંદર્ભિત Drupal ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકની મુલાકાત લો. |
00:43 | Drupal માં custom module બનાવવા માટે, તમે આપેલથી પરિચિત હોવા જોઈએ
Object oriented programming terminology |
00:51 | PHP માં પ્રોગ્રામિંગ |
00:53 | PHP માં Namespacing અને |
00:55 | Symfony 2 |
00:57 | પૂર્વ-જરૂરિયાતોની વિગત માટે, કૃપા કરી આ ટ્યુટોરીયલના “Additional reading material” લીંકને જુઓ. |
01:04 | અગાઉ contributed modules વિશે આપણે પહેલાથી જ શીખી ચુક્યા છીએ. |
01:08 | હવે આપણે સાદું custom module બનાવતા શીખીશું. |
01:12 | આ module એ “hello world” દર્શાવતું એક custom page બનાવશે. |
01:17 | અહીં આ module નો workflow છે. |
01:20 | આપણે વેબસાઈટને જે માગણી કરીએ તે છે Request. |
01:24 | Router નક્કી કરે છે કે request સાથે શું કરવું છે. |
01:29 | controller એ આપેલ request માટે રીસ્પોન્સ (પ્રતિક્રિયા) નિર્માણ કરે છે. |
01:33 | View એ રીસ્પોન્સ બનાવે છે. |
01:36 | response એ છે જે વેબસાઈટ વળતરમાં આપે છે. |
01:40 | અહીં છે custom module ની ફાઈલ રચના જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ. |
01:45 | ચાલો આપણે custom module માટે જોઈતી ફાઈલો બનાવવાથી શરૂઆત કરીએ. |
01:50 | તમારું File browser ખોલો. |
01:52 | એ ફોલ્ડર પર જાવ જ્યાં આપણે Drupal ને લોકલી (સ્થાનીય રીતે) સંસ્થાપિત કર્યું છે. |
01:57 | હવે જાવ 'apps -> drupal -> htdocs -> modules folder' પર. |
02:03 | આપણે હંમેશા આપણા custom modules ને આ modules ફોલ્ડર અંતર્ગત બનાવવું જોઈએ. |
02:09 | ચાલો ફોલ્ડર બનાવીએ અને તેને custom તરીકે નામ આપીએ. |
02:13 | આનાથી આપણું custom modules એ contributed modules થી જુદું પડશે. |
02:18 | આ custom ફોલ્ડર અંતર્ગત, આપણે hello_world કહેવાતું એક ફોલ્ડર બનાવીશું. |
02:25 | આ ફોલ્ડરનું નામ છે machine name. |
02:28 | આ module ના સંદર્ભ હેતુ, core Drupal દ્વારા તેનો ઉપયોગ થશે. |
02:33 | custom module ને નામ આપતી વખતે અમુક નિયમોને અનુસરવું પડે છે. |
02:37 | તેમાં લોઅર-કેસ અક્ષરો, અંડરસ્કોર હોઈ શકે છે પરંતુ સ્પેસ હોવી ન જોઈએ. |
02:43 | તે અનન્ય હોવું જોઈએ અને બીજા અન્ય મોડ્યુલ કે થીમ જેવું સમાન ટૂંકું નામ ધરાવતું હોવું ન જોઈએ. |
02:50 | તેમાં src, lib, vendor, templates, includes, fixtures, વગેરે જેવા અનામત પદો હોઈ શકતા નથી. |
03:00 | આપણા ફાઈલ બ્રાઉઝર પર પાછા ફરીએ. |
03:03 | આ hello_world ફોલ્ડર અંતર્ગત, આપણે info.yml extension સહીત એક hello_world નામની ફાઈલ બનાવીશું. |
03:13 | info.yml ફાઈલનું નામ અને module ફોલ્ડરનું નામ એક સરખું હોવું જોઈએ. |
03:20 | Yml એ YAML નું ફાઈલ એક્સટેંશન છે. |
03:24 | YAML એ તમામ પ્રોગ્રામિંગ ભાષાઓ માટે એક યુનિકોડ આધારિત ડેટા સિરિયલાઇઝેશન સ્ટાન્ડર્ડ (માહિતી ક્રમચય ધોરણ) છે. |
03:31 | તે એક માનવ-વાંચનીય ભાષા છે. |
03:34 | આ info.yml ફાઈલ એ Drupal ને આપણા module વિશે જાણકારી આપવા હેતુ છે. |
03:40 | આ ફાઈલમાં, આપણે આપણા module નું metadata સંગ્રહીશું. |
03:44 | તો આપેલ metadata ટાઈપ કરો. |
03:47 | ચાલો આ ફાઈલને સંગ્રહીએ. |
03:49 | આ આપણા module નું શીર્ષક છે જે extend પુષ્ઠ પર દર્શાવાશે. |
03:54 | આ આપણા module નું નાનું વર્ણન છે. |
03:58 | આ extend પુષ્ઠ પર કયા વર્ગમાં આપણું module સૂચિબદ્ધ થશે તે છે. |
04:04 | આ Drupal ને દર્શાવવા માટે છે કે આપણે એક module બનાવી રહ્યા છીએ. |
04:08 | core key એ Drupal core નાં વર્ઝનને સ્પષ્ટ કરે છે જે આપણા module સાથે સુસંગત છે. |
04:15 | અહીં name, type અને core keys ની જરૂર છે. અન્ય keys ને અવગણી શકાવાય છે. |
04:21 | આગળ, આપણે module એક્સટેંશન સાથે hello_world કહેવાતી એક ફાઈલ બનાવીશું. |
04:28 | આ ડેમોનસ્ટ્રેશન માટે, આપણે આ ફાઈલમાં કોઈપણ કાર્યક્ષમતાઓ ઉમેરવાના નથી.
પરંતુ આપણે ફક્ત આ ફાઈલને બનાવવાની જરૂર છે. |
04:37 | આ ફાઈલમાં, આપેલ ટાઈપ કરો. |
04:39 | ચાલો આ ફાઈલને સંગ્રહીએ. |
04:41 | Drupal ને module બનાવવા માટે જોઈતી આ બે ફાઈલો છે. |
04:46 | હવે આપણે આપણી વેબસાઈટ પર આ module સંસ્થાપિત કરીશું. |
04:50 | આપણી લોકલ (સ્થાનીય) Drupal વેબસાઈટ ખોલો. |
04:53 | નવું module સંસ્થાપિત કરવા પહેલા, આપણે પહેલા cache સાફ કરીશું. |
04:58 | આવું કરવા માટે, 'Configuration menu' પર ક્લીક કરો. |
05:01 | Development' અંતર્ગત, Performance option' પર ક્લીક કરો. |
05:05 | હવે Clear all caches બટન પર ક્લીક કરો. |
05:08 | તમે જોઈ શકો છો કે caches સાફ થઇ ગયા છે. |
05:11 | આપણી વેબસાઈટને જ્યારે પણ આપણે મોડીફાય કરીએ ત્યારે caches સાફ કરવા અનિવાર્ય છે. |
05:17 | હવે module સંસ્થાપિત કરવા માટે, Extend મેનુ પર ક્લીક કરો અને નીચે સ્ક્રોલ કરો. |
05:23 | Custom અંતર્ગત, તમે જોઈ શકો છો Hello World module જે આપણે હમણાં જ બનાવ્યું છે. |
05:28 | તેને પસંદ કરવા માટે તેના પર ક્લીક કરો. |
05:30 | નીચે આવેલ Install બટન પર ક્લીક કરો. |
05:33 | આપણું custom module હવે સક્રિય છે. |
05:36 | આગળ, આપણે router file ઉમેરવી પડશે. |
05:40 | આ Drupal ને દર્શાવે છે કે module ને ક્યાંથી એક્સેસ કરી શકાવાય છે. |
05:44 | router એ નક્કી કરે છે કે request સાથે શું કરવું જોઈએ. |
05:48 | router એ પણ તપાસ કરે છે કે એક્સેસની પરવાનગી અપાયી છે કે નહી. |
05:53 | આપણા File browser પર પાછા ફરીએ. |
05:55 | હવે આપણે hello_world.routing.yml કહેવાતી એક રાઉટીંગ ફાઈલ બનાવીશું. |
06:03 | રાઉટીંગ ફાઈલ અંતર્ગત આપેલ ટાઈપ કરો. ચાલો આપણે કોડ સમજીએ. |
06:08 | આ લાઈન છે route. |
06:10 | આ સૂચિત કરે છે કે આપણા module ને એક્સેસ કરવા માટે કયો પાથ વપરાશે. |
06:15 | આ Drupal ને એ દર્શાવવા માટે છે કે content ને ક્યાંથી મેળવવા છે. |
06:20 | અહીં content એ એક function છે જે આપણે controller ફાઈલમાં બનાવીશું. |
06:25 | આ ફક્ત એ વાતની ખાતરી કરવા છે કે જેઓ content એક્સેસ કરી શકે છે, તેઓ આપણું Hello World પુષ્ઠ જોવામાં સક્ષમ રહેશે. |
06:33 | આગળ આપણે આ module શું કરવા જઈ રહ્યું છે તે બદ્દલ કાર્યક્ષમતાઓ ઉમેરવી જોઈએ. |
06:38 | આ કરાય છે એક controller નો ઉમેર કરીને. |
06:41 | controller શું છે? Controller એ એક PHP function છે. |
06:46 | તે HTTP request માંથી માહિતી લે છે અને HTTP response રચના કરીને વળતરમાં આપે છે. |
06:54 | આપણા File browser પર પાછા ફરીએ. |
06:56 | એક controller ઉમેરવા માટે, આપણે અહીં src નામનું એક ફોલ્ડર બનાવવું જોઈએ. |
07:02 | src ફોલ્ડર અંતર્ગત, આપણે Controller નામનો બીજો એક ફોલ્ડર બનાવવો જોઈએ. |
07:07 | આ Controller ફોલ્ડર અંતર્ગત, આપણે HelloController.php કહેવાતી એક કંટ્રોલર ફાઈલ બનાવીશું. |
07:15 | આ ફાઈલ અંતર્ગત, આપેલ ટાઈપ કરો. |
07:18 | હવે ફાઈલને સંગ્રહો. |
07:20 | namespace એ નામ અંતર્ગત કોડના જથ્થાને મુકવાની પરવાનગી પ્રદાન કરે છે, જેથી નામની અથડામણ ટાળી શકાવાય. |
07:28 | આ use statement એ ControllerBase class ને ઇંપૉર્ટ (આયાત) કરશે. |
07:32 | આપણી પાસે ફંક્શન content સાથે એક class HelloWorldController છે. |
07:38 | તે માર્કઅપ ટેક્સ્ટ વળતરમાં આપશે જ્યારે રાઉટીંગ સિસ્ટમ પુષ્ઠનું આવ્હાન કરે છે. |
07:43 | હવે વેબ બ્રાઉઝર પર જઈએ. |
07:46 | Back to site બટન પર ક્લીક કરો. |
07:48 | વેબ બ્રાઉઝરના request તરીકે એડ્રેસ બારમાં hello ઉમેરો. |
07:53 | આપણા module ને એક્સેસ કરવા માટે રાઉટીંગ ફાઈલમાં આપણે બનાવેલ આ પાથ છે.
હવે Enter દબાવો. |
08:00 | આપણે આપણું કસ્ટમ પુષ્ઠ જોઈ શકીએ છીએ જે આપણે અત્યારે બનાવ્યું છે. આ છે response. |
08:07 | એજ પ્રમાણે, Drupal 8 માં આપણે અન્ય સાદા custom modules બનાવી શકીએ છીએ. |
08:13 | આ સાથે, અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:16 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા-
સાદું module બનાવવું, સાદું controller ઉમેરવું, routing ફાઈલ ઉમેરવી |
08:27 | એસાઈનમેન્ટ તરીકે, તમારી વેબસાઈટના “About us” પુષ્ઠ માટે એક custom module બનાવો. |
08:33 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
08:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
08:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) તથા એનવીએલઆઈ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
09:00 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |