Drupal/C4/Creating-a-simple-custom-module/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Creating a simple custom module પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું- સાદું module બનાવવું
00:11 સાદું controller ઉમેરવું અને
00:13 routing ફાઈલ ઉમેરવી
00:15 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04
00:21 Drupal 8 , Firefox web browser અને Gedit text editor
00:27 તમે તમારી પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર અને વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને Drupal ની સાદી જાણકારી હોવી જોઈએ.
00:38 જો નથી તો, સંદર્ભિત Drupal ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકની મુલાકાત લો.
00:43 Drupal માં custom module બનાવવા માટે, તમે આપેલથી પરિચિત હોવા જોઈએ

Object oriented programming terminology

00:51 PHP માં પ્રોગ્રામિંગ
00:53 PHP માં Namespacing અને
00:55 Symfony 2
00:57 પૂર્વ-જરૂરિયાતોની વિગત માટે, કૃપા કરી આ ટ્યુટોરીયલના “Additional reading material” લીંકને જુઓ.
01:04 અગાઉ contributed modules વિશે આપણે પહેલાથી જ શીખી ચુક્યા છીએ.
01:08 હવે આપણે સાદું custom module બનાવતા શીખીશું.
01:12 module એ “hello world” દર્શાવતું એક custom page બનાવશે.
01:17 અહીં આ module નો workflow છે.
01:20 આપણે વેબસાઈટને જે માગણી કરીએ તે છે Request.
01:24 Router નક્કી કરે છે કે request સાથે શું કરવું છે.
01:29 controller એ આપેલ request માટે રીસ્પોન્સ (પ્રતિક્રિયા) નિર્માણ કરે છે.
01:33 View એ રીસ્પોન્સ બનાવે છે.
01:36 response એ છે જે વેબસાઈટ વળતરમાં આપે છે.
01:40 અહીં છે custom module ની ફાઈલ રચના જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ.
01:45 ચાલો આપણે custom module માટે જોઈતી ફાઈલો બનાવવાથી શરૂઆત કરીએ.
01:50 તમારું File browser ખોલો.
01:52 એ ફોલ્ડર પર જાવ જ્યાં આપણે Drupal ને લોકલી (સ્થાનીય રીતે) સંસ્થાપિત કર્યું છે.
01:57 હવે જાવ 'apps -> drupal -> htdocs -> modules folder' પર.
02:03 આપણે હંમેશા આપણા custom modules ને આ modules ફોલ્ડર અંતર્ગત બનાવવું જોઈએ.
02:09 ચાલો ફોલ્ડર બનાવીએ અને તેને custom તરીકે નામ આપીએ.
02:13 આનાથી આપણું custom modulescontributed modules થી જુદું પડશે.
02:18 custom ફોલ્ડર અંતર્ગત, આપણે hello_world કહેવાતું એક ફોલ્ડર બનાવીશું.
02:25 આ ફોલ્ડરનું નામ છે machine name.
02:28 module ના સંદર્ભ હેતુ, core Drupal દ્વારા તેનો ઉપયોગ થશે.
02:33 custom module ને નામ આપતી વખતે અમુક નિયમોને અનુસરવું પડે છે.
02:37 તેમાં લોઅર-કેસ અક્ષરો, અંડરસ્કોર હોઈ શકે છે પરંતુ સ્પેસ હોવી ન જોઈએ.
02:43 તે અનન્ય હોવું જોઈએ અને બીજા અન્ય મોડ્યુલ કે થીમ જેવું સમાન ટૂંકું નામ ધરાવતું હોવું ન જોઈએ.
02:50 તેમાં src, lib, vendor, templates, includes, fixtures, વગેરે જેવા અનામત પદો હોઈ શકતા નથી.
03:00 આપણા ફાઈલ બ્રાઉઝર પર પાછા ફરીએ.
03:03 hello_world ફોલ્ડર અંતર્ગત, આપણે info.yml extension સહીત એક hello_world નામની ફાઈલ બનાવીશું.
03:13 info.yml ફાઈલનું નામ અને module ફોલ્ડરનું નામ એક સરખું હોવું જોઈએ.
03:20 YmlYAML નું ફાઈલ એક્સટેંશન છે.
03:24 YAML એ તમામ પ્રોગ્રામિંગ ભાષાઓ માટે એક યુનિકોડ આધારિત ડેટા સિરિયલાઇઝેશન સ્ટાન્ડર્ડ (માહિતી ક્રમચય ધોરણ) છે.
03:31 તે એક માનવ-વાંચનીય ભાષા છે.
03:34 info.yml ફાઈલ એ Drupal ને આપણા module વિશે જાણકારી આપવા હેતુ છે.
03:40 આ ફાઈલમાં, આપણે આપણા module નું metadata સંગ્રહીશું.
03:44 તો આપેલ metadata ટાઈપ કરો.
03:47 ચાલો આ ફાઈલને સંગ્રહીએ.
03:49 આ આપણા module નું શીર્ષક છે જે extend પુષ્ઠ પર દર્શાવાશે.
03:54 આ આપણા module નું નાનું વર્ણન છે.
03:58 extend પુષ્ઠ પર કયા વર્ગમાં આપણું module સૂચિબદ્ધ થશે તે છે.
04:04 Drupal ને દર્શાવવા માટે છે કે આપણે એક module બનાવી રહ્યા છીએ.
04:08 core keyDrupal core નાં વર્ઝનને સ્પષ્ટ કરે છે જે આપણા module સાથે સુસંગત છે.
04:15 અહીં name, type અને core keys ની જરૂર છે. અન્ય keys ને અવગણી શકાવાય છે.
04:21 આગળ, આપણે module એક્સટેંશન સાથે hello_world કહેવાતી એક ફાઈલ બનાવીશું.
04:28 આ ડેમોનસ્ટ્રેશન માટે, આપણે આ ફાઈલમાં કોઈપણ કાર્યક્ષમતાઓ ઉમેરવાના નથી.

પરંતુ આપણે ફક્ત આ ફાઈલને બનાવવાની જરૂર છે.

04:37 આ ફાઈલમાં, આપેલ ટાઈપ કરો.
04:39 ચાલો આ ફાઈલને સંગ્રહીએ.
04:41 Drupal ને module બનાવવા માટે જોઈતી આ બે ફાઈલો છે.
04:46 હવે આપણે આપણી વેબસાઈટ પર આ module સંસ્થાપિત કરીશું.
04:50 આપણી લોકલ (સ્થાનીય) Drupal વેબસાઈટ ખોલો.
04:53 નવું module સંસ્થાપિત કરવા પહેલા, આપણે પહેલા cache સાફ કરીશું.
04:58 આવું કરવા માટે, 'Configuration menu' પર ક્લીક કરો.
05:01 Development' અંતર્ગત, Performance option' પર ક્લીક કરો.
05:05 હવે Clear all caches બટન પર ક્લીક કરો.
05:08 તમે જોઈ શકો છો કે caches સાફ થઇ ગયા છે.
05:11 આપણી વેબસાઈટને જ્યારે પણ આપણે મોડીફાય કરીએ ત્યારે caches સાફ કરવા અનિવાર્ય છે.
05:17 હવે module સંસ્થાપિત કરવા માટે, Extend મેનુ પર ક્લીક કરો અને નીચે સ્ક્રોલ કરો.
05:23 Custom અંતર્ગત, તમે જોઈ શકો છો Hello World module જે આપણે હમણાં જ બનાવ્યું છે.
05:28 તેને પસંદ કરવા માટે તેના પર ક્લીક કરો.
05:30 નીચે આવેલ Install બટન પર ક્લીક કરો.
05:33 આપણું custom module હવે સક્રિય છે.
05:36 આગળ, આપણે router file ઉમેરવી પડશે.
05:40 Drupal ને દર્શાવે છે કે module ને ક્યાંથી એક્સેસ કરી શકાવાય છે.
05:44 router એ નક્કી કરે છે કે request સાથે શું કરવું જોઈએ.
05:48 router એ પણ તપાસ કરે છે કે એક્સેસની પરવાનગી અપાયી છે કે નહી.
05:53 આપણા File browser પર પાછા ફરીએ.
05:55 હવે આપણે hello_world.routing.yml કહેવાતી એક રાઉટીંગ ફાઈલ બનાવીશું.
06:03 રાઉટીંગ ફાઈલ અંતર્ગત આપેલ ટાઈપ કરો. ચાલો આપણે કોડ સમજીએ.
06:08 આ લાઈન છે route.
06:10 આ સૂચિત કરે છે કે આપણા module ને એક્સેસ કરવા માટે કયો પાથ વપરાશે.
06:15 Drupal ને એ દર્શાવવા માટે છે કે content ને ક્યાંથી મેળવવા છે.
06:20 અહીં content એ એક function છે જે આપણે controller ફાઈલમાં બનાવીશું.
06:25 આ ફક્ત એ વાતની ખાતરી કરવા છે કે જેઓ content એક્સેસ કરી શકે છે, તેઓ આપણું Hello World પુષ્ઠ જોવામાં સક્ષમ રહેશે.
06:33 આગળ આપણે આ module શું કરવા જઈ રહ્યું છે તે બદ્દલ કાર્યક્ષમતાઓ ઉમેરવી જોઈએ.
06:38 આ કરાય છે એક controller નો ઉમેર કરીને.
06:41 controller શું છે? Controller એ એક PHP function છે.
06:46 તે HTTP request માંથી માહિતી લે છે અને HTTP response રચના કરીને વળતરમાં આપે છે.
06:54 આપણા File browser પર પાછા ફરીએ.
06:56 એક controller ઉમેરવા માટે, આપણે અહીં src નામનું એક ફોલ્ડર બનાવવું જોઈએ.
07:02 src ફોલ્ડર અંતર્ગત, આપણે Controller નામનો બીજો એક ફોલ્ડર બનાવવો જોઈએ.
07:07 Controller ફોલ્ડર અંતર્ગત, આપણે HelloController.php કહેવાતી એક કંટ્રોલર ફાઈલ બનાવીશું.
07:15 આ ફાઈલ અંતર્ગત, આપેલ ટાઈપ કરો.
07:18 હવે ફાઈલને સંગ્રહો.
07:20 namespace એ નામ અંતર્ગત કોડના જથ્થાને મુકવાની પરવાનગી પ્રદાન કરે છે, જેથી નામની અથડામણ ટાળી શકાવાય.
07:28 use statementControllerBase class ને ઇંપૉર્ટ (આયાત) કરશે.
07:32 આપણી પાસે ફંક્શન content સાથે એક class HelloWorldController છે.
07:38 તે માર્કઅપ ટેક્સ્ટ વળતરમાં આપશે જ્યારે રાઉટીંગ સિસ્ટમ પુષ્ઠનું આવ્હાન કરે છે.
07:43 હવે વેબ બ્રાઉઝર પર જઈએ.
07:46 Back to site બટન પર ક્લીક કરો.
07:48 વેબ બ્રાઉઝરના request તરીકે એડ્રેસ બારમાં hello ઉમેરો.
07:53 આપણા module ને એક્સેસ કરવા માટે રાઉટીંગ ફાઈલમાં આપણે બનાવેલ આ પાથ છે.

હવે Enter દબાવો.

08:00 આપણે આપણું કસ્ટમ પુષ્ઠ જોઈ શકીએ છીએ જે આપણે અત્યારે બનાવ્યું છે. આ છે response.
08:07 એજ પ્રમાણે, Drupal 8 માં આપણે અન્ય સાદા custom modules બનાવી શકીએ છીએ.
08:13 આ સાથે, અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:16 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા-

સાદું module બનાવવું, સાદું controller ઉમેરવું, routing ફાઈલ ઉમેરવી

08:27 એસાઈનમેન્ટ તરીકે, તમારી વેબસાઈટના “About us” પુષ્ઠ માટે એક custom module બનાવો.
08:33 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

08:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.

08:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) તથા એનવીએલઆઈ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
09:00 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki