OpenModelica/C2/Developing-an-equation-based-model/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Developing an equation based model પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: કેવી રીતે OMEdit માં એક ટેક્સ્ટચ્યુઅલ (શાબ્દિક) મોડેલ બનાવવું છે તથા તેને સિમ્યુલેટ કરવું છે. |
00:14 | વેરીએબલો અને સમીકરણો કેવી રીતે ઘોષિત કરવા છે. |
00:17 | Simulation Setup ટૂલબોક્સને કેવી રીતે વાપરવું છે. |
00:21 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું OpenModelica 1.9.2 અને Ubuntu Linux Operating System 14.04 |
00:32 | પરંતુ, આ પ્રક્રિયા એ બાકી ઓએસમાં સમાન છે જેમ કે Windows, Mac OS X અથવા FOSSEE OS on ARM. |
00:40 | આ ટ્યુટોરીયલને સમજવા માટે, તમને ભૌતિક સિસ્ટમોનાં સમીકરણ-આધારિત મોડેલિંગની જાણકારી હોવી જરૂરી છે. |
00:48 | ચાલો 'm' દળ ધરાવતા દડાની ગતિ સિમ્યુલેટ કરીએ, જે કે free fall due to gravity અંતર્ગત છે. |
00:54 | પૃથ્વીની સપાટીથી દડાની ઊંચાઈને વેરીએબલ h દ્વારા દર્શાવવામાં આવી છે. |
00:59 | દડાનાં વેગને વેરીએબલ v દ્વારા દર્શાવવામાં આવ્યું છે. |
01:04 | Acceleration due to gravity ને g દ્વારા દર્શાવવામાં આવી છે અને કોનસ્ટંટ (અચલ) ધારવામાં આવી છે. |
01:10 | પૃથ્વીની સપાટીથી દુર નિર્દેશિત કરેલ વેરીએબલોને, ઘનાત્મક માનવામાં આવે છે. |
01:16 | મુક્ત પડતી બોડી (પિંડ) માટે equations of motion, આપેલ પ્રમાણે છે: dh/dt = v , dv/dt = g |
01:27 | t = 0 સમયે h ની વેલ્યુ 30 m છે અને t = 0 સમયે v ની વેલ્યુ ૦ છે. |
01:37 | હવે ચાલો હું OMEdit પર જાઉં. મેં તે પહેલાથી જ મારી સિસ્ટમ પર ચાલુ કરી છે. |
01:43 | OMEdit ને Ubuntu Linux Operating System પર ખોલવા માટે, Dash Home આઇકોન પર ક્લિક કરો, જે કે launcher માં, ટોંચે ડાબી બાજુએ દ્રશ્યમાન થાય છે. |
01:53 | search bar માં OMEdit ટાઈપ કરો. |
01:56 | OMEdit આઇકોન પર ક્લિક કરો. |
01:59 | OMEdit આઇકોન પર ક્લિક કરવાથી, તમને આના જેવો એક વિન્ડો દેખાશે. |
02:06 | આ વિન્ડોને "Welcome perspective" તરીકે ઓળખવામાં આવે છે. |
02:09 | OMEdit મૂળભૂત રીતે, "Welcome perspective" માં ખુલે છે. |
02:14 | નીચે જમણી-બાજુએ ખૂણામાં, તમે ‘Welcome’, ‘Modeling’ અને ‘Plotting’ perspectives માટે બટનો જોઈ શકો છો. |
02:23 | ‘Modeling perspective’ પર ક્લિક કરો. |
02:26 | ‘Modeling perspective’ હવે ખુલી ગયું છે. |
02:29 | હું modeling area તરીકે, ડાબી બાજુએ આવેલ Libraries Browser, નીચેની તરફે આવેલ Messages Browser અને ટોંચે આવેલ Toolbar વચ્ચેનાં વિસ્તારને સંદર્ભિત કરીશ. |
02:41 | toolbar માં file operations, graphical view અને simulation ને સંદર્ભિત બટનો છે. |
02:51 | આપણે આગળ જતા, આ બટનો વિશે વધુમાં શીખીશું. |
02:55 | હવે, આપણે આપણી Spoken Tutorial webpage પર Code Files લીંકમાં આપેલી ‘freeFall’ class ફાઈલનો ઉપયોગ કરીશું. |
03:02 | કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમ પર સંગ્રહો. |
03:07 | આ class ને ખોલવા માટે, Menu bar માં File મેનુ પર જાવ. |
03:13 | Open Model/Library File પર ક્લિક કરો. |
03:17 | freeFall ફાઈલને શોધો જે તમે ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમ પર સંગ્રહી છે અને તેને ખોલો. |
03:24 | ફાઈલને ખોલવા માટે, તમે Open Model/Library File નામનાં ટૂલને પણ વાપરી શકો છો, જે કે મારું કર્સર પોઈન્ટ (ચીધવું) કરી રહ્યું છે. |
03:34 | નોંધ લો freeFall આઇકોન Libraries Browser માં દ્રશ્યમાન થાય છે. |
03:39 | Libraries Browser એ OMEdit નાં એક સત્રમાં લોડ થયેલ તમામ classes દર્શાવે છે. |
03:45 | freeFall આઇકોન પર જમણું ક્લિક કરો અને View Class પસંદ કરો. |
03:52 | class હવે Diagram વ્યુ (દેખાવ) માં ખુલ્યો છે. |
03:56 | class જો Diagram વ્યુ (દેખાવ) માં ન ખુલે તો ચિંતા ન કરો. |
04:00 | વિભિન્ન વ્યુ (દેખાવ) ઓ વચ્ચે કેવી રીતે બદલી કરવી છે તે હું તમને દર્શાવીશ. |
04:04 | Modeling area નાં ટોંચે જાવ. |
04:07 | નોંધ લો બીજું બટન એ Diagram વ્યુ માટે આવેલ છે. |
04:10 | ત્રીજું બટન Text View છે. |
04:13 | Text View બદલી કરવા માટે તેના પર ક્લિક કરો. |
04:17 | class હવે Text વ્યુમાં ખુલ્યો છે. |
04:20 | નોંધ લો પહેલું બટન એ Icon View માટે છે. |
04:24 | પછીથી આપણે Icon view અને Diagram view બદ્દલ વધુમાં શીખીશું. |
04:29 | તમે freeFall નામનો એક નવો class પણ બનાવી શકો છો અને જોઈતી માહિતી ટાઈપ કરી શકો છો. |
04:36 | એક નવો class બનાવવા માટે, File મેનુ પર જાવ. |
04:40 | New Modelica Class પસંદ કરો. |
04:43 | દર્શાવ્યા પ્રમાણે, એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે. |
04:46 | આ ડાયલોગ બોક્સનાં Name ફિલ્ડમાં, ટાઈપ કરો freeFall. |
04:51 | freeFall class એ OMEdit માં પહેલાથી જ ખુલેલો હોવાથી હું જુદું નામ freeFall1 વાપરી રહ્યો છું. |
04:58 | નોંધ લો બે classes સમાન નામ ધરાવી શકતા નથી. |
05:03 | Specialization ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો. Class પસંદ કરો. Ok પર ક્લિક કરો. |
05:10 | એક નવો class બની ગયો છે. |
05:13 | નવા class ને ખોલવા માટે તમે New Modelica class નામનું tool પણ વાપરી શકો છો. |
05:20 | ચાલો હું annotation section રદ્દ કરું. |
05:23 | હવે, તમે જોઈતી માહિતી અહીં ટાઈપ કરીને આ class ને સંગ્રહી શકો છો. |
05:29 | આ class ને સંગ્રહવા માટે, Menu bar માં File મેનુ પર જાવ અને Save પર ક્લિક કરો. |
05:36 | આ ફાઈલ માટે યોગ્ય સ્થાન પસંદ કરો અને તેને સંગ્રહો. |
05:41 | હવે, freeFall class વાપરીને ચાલો Modelica નું સિન્ટેક્સ (વાક્યરચના) સમજીએ. |
05:47 | તો freeFall class પર જાવ. |
05:49 | Modelling area નાં ટોંચે જાવ. freeFall ટેબ પર ક્લિક કરો. |
05:54 | Modelica માં પ્રોગ્રામો classes નાં સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા છે. |
05:58 | class ની પહેલી લાઈન તેનું નામ વ્યાખ્યાયિત કરે છે. |
06:02 | આ class નું નામ freeFall છે. |
06:05 | class નો ક્યા અંત થાય છે તે દર્શાવવા માટે દરેક class નું એક end statement હોવું જોઈએ. |
06:11 | આ class એ variable declarations અને equations ધરાવે છે. |
06:15 | ચાલો હું તમને બતાવું કે variables ને કેવી રીતે ઘોષિત કરાય છે. |
06:18 | Real એ data-type દર્શાવે છે. |
06:21 | h એ પુથ્વીની સપાટીથી દડાની ઊંચાઈ દર્શાવે છે. |
06:25 | start એ Real variable નું એટ્રીબ્યુટ છે. |
06:29 | દરેક data-type કેટલાક એટ્રીબ્યુટો ધરાવે છે, જે variables સંબંધિત ઉપયોગી માહીતી સ્પષ્ટ કરે છે. |
06:36 | start એટ્રીબ્યુટ variable ની શરૂઆતી વેલ્યુ સ્પષ્ટ કરે છે. |
06:41 | h ની શરૂઆતી વેલ્યુ 30 એકમ છે. |
06:45 | unit attribute એ variable નું એકમ સ્પષ્ટ કરે છે. |
06:49 | h નું એકમ metre છે. |
06:52 | દરેક variable declaration નો અંત એક semi-colon થી થવો જોઈએ. |
06:57 | v એ દડાની velocity દર્શાવે છે. તે Real data-type નું છે. |
07:02 | v ની શરૂઆતી વેલ્યુ શૂન્ય છે. તેનું એકમ છે meter per second. |
07:09 | g દર્શાવે છે acceleration due to gravity. તે Real data-type નું છે. અને તેનું એકમ છે meter per second square. |
07:18 | parameter એ માત્રા છે જે સીમ્યુલેશન રનમાં અચલ રહે છે. |
07:24 | g ની વેલ્યુ સંપૂર્ણ સિમ્યુલેશન રન દરમ્યાન અચલ રહે છે, 9.૮૧ ની વેલ્યુ સાથે. |
07:32 | નકારાત્મક ચિન્હ એ ઉપયોગમાં લેનાર ચિન્હ પ્રણાલી લીધે છે. |
07:36 | બમણા અવતરણમાં આવેલ ટેક્સ્ટ એ g ની ઘોષણા સાથે લખેલ comment છે. |
07:42 | Comments એ પ્રોગ્રામ વિશે ઉપયોગી માહિતી આપે છે. ડોક્યુમેન્ટેશન (દસ્તાવેજીકરણ) માટે પણ તે ઉપયોગી છે. |
07:49 | હવે, ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
07:52 | parameter એ માત્રા છે જે સીમ્યુલેશન રનમાં અચલ રહે છે. |
07:57 | Real, Integer, Boolean અને String data-types એ Modelica માં આધારભૂત છે. |
08:03 | start અને unit attributes ને પહેલાથી જ વ્યાખ્યાયિત કરાયા છે. |
08:07 | min attribute એ variable ની ન્યુનતમ વેલ્યુ સ્પષ્ટ કરે છે. |
08:10 | એજ પ્રમાણે, max attribute એ variable ની મહત્તમ વેલ્યુ સ્પષ્ટ કરે છે. |
08:16 | ચાલો હું OMEdit પર પાછો ફરું. |
08:19 | ‘equation’ એ class નાં equation section ની શરૂઆતનું પ્રતિક છે. |
08:25 | comments ને દાખલ કરવાનો આ વૈકલ્પિક માર્ગ છે. |
08:30 | મુક્ત પડતી બોડી માટે બે equations of motion ને અહીં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેવું કે આપણે પહેલા જ ચર્ચા કર્યું હતું. |
08:38 | der() એ time derivative માટે Modelica function છે. |
08:43 | તેથી, der(h) એ dh/dt રજુ કરે છે. |
08:48 | અને der(v) એ dv/dt રજુ કરે છે. |
08:52 | દરેક equation નો અંત semi-colon થી થવો જોઈએ. |
08:57 | ચાલો હું તમને આ class ને સિમ્યુંલેટ કરવાનું બતાવું. |
09:00 | toolbar માં આવેલ simulate બટન પર ક્લિક કરો. |
09:04 | પોપ-અપ વિન્ડોને બંધ કરો. |
09:07 | આ વિન્ડોને Plotting perspective તરીકે ઓળખવામાં આવે છે. |
09:11 | સફળતાપૂર્વક class નાં સિમ્યુંલેશન થવા પર, Plotting perspective આપમેળે ખુલે છે. |
09:17 | Variables browser એ class નાં variables અને parameters ને સંબંધિત માહિતી દર્શાવે છે. |
09:24 | નોંધ લો અહીં Unit અને Description નામની કોલમો છે. |
09:29 | Unit કોલમ variables નાં units ને સ્પષ્ટ કરે છે, જેવું કે Unit એટ્રીબ્યુટ વાપરીને વ્યાખ્યાયિત કરાયું છે. |
09:37 | Description કોલમ variable declarations ની સાથે બમણા અવતરણમાં લખેલ comments ને દર્શાવે છે. |
09:45 | ચાલો હું તમને plot બનાવવાનું દર્શાવું. h પસંદ કરો. |
09:51 | આ y-axis પર h અને x-axis પર time સાથે- h with respect to time નો આલેખ બનાવે છે. |
10:01 | મૂળભૂત રીતે, સિમ્યુંલેશન 0 થી 1 એકમ સમય સુધી રન થાય છે. |
10:07 | time નો એકમ અન્ય વેરીએબલો માટે વાપરવામાં આવેલ units નાં સીસ્ટમ પર આધારિત છે. |
10:13 | ચાલો હું h ને ના-પસંદ કરું. |
10:17 | જરૂરી આલેખ બન્યા બાદ, પરિણામોને રદ્દ કરવું હમેશા સારી ટેવ છે. |
10:25 | આ પરિણામને રદ્દ કરવા માટે, freeFall પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો Delete result. |
10:33 | પરિણામ હવે રદ્દ થયું છે. |
10:36 | ચાલો હું Modeling perspective પર પાછો જાઉં. |
10:39 | નીચે-જમણી બાજુએ આવેલ Modeling બટન પર ક્લિક કરો. |
10:43 | Modelica માં, class ને model સાથે, સમાનાર્થી વાપરવામાં આવે છે. |
10:48 | સમાન અસર ઉત્પન્ન કરવા માટે, આપણે અહીં class ને બદલે model પણ વાપરી શકીએ છીએ. |
10:54 | હવે, સિમ્યુંલેશન માટે time interval કેવી રીતે બદલાવો છે ચાલો હું તમને બતાઉ. |
11:01 | toolbar માં આવેલ Simulation Setup બટન પર ક્લિક કરો. |
11:06 | General ટેબ અંતર્ગત, Stop time ફિલ્ડ શોધો. તેને 5 એકમ કરો. |
11:14 | Simulate પર ક્લિક કરો. દૃશ્યમાન થયેલ પોપ-અપ વિન્ડોને બંધ કરો. |
11:21 | ચાલો હું ફરીથી Variables browser માં, h પસંદ કરું. |
11:26 | આનાથી h વિરુદ્ધ time નો આલેખ બને છે. |
11:29 | નોંધ લો સમય અંતરાલ 5 એકમ સુધી વધ્યો છે. |
11:33 | પણ, h ની વેલ્યુ શૂન્યનાં નીચે પહોંચી છે, જે કે અસ્વીકાર્ય છે. |
11:40 | પછીના ટ્યુટોરીયલોમાં આપણે આ સમસ્યાને કેવી રીતે સુધારવી છે તે શીખીશું. |
11:45 | freeFall પર જમણું-ક્લિક કરીને અને Delete result પસંદ કરીને ચાલો હું આ પરિણામ રદ્દ કરું. |
11:53 | નીચે-જમણી બાજુએ આવેલ Modeling perspective પર ક્લિક કરીને પાછા Modeling પરિપ્રેક્ષ્ય પર જઈએ. |
11:59 | આ ખાતરી કરવું જરૂરી છે કે સમીકરણોની સંખ્યા એ વેરીએબલોની સંખ્યાની બરાબર હોવી જોઈએ. |
12:07 | આ class બે વેરીએબલો અને બે સમીકરણો ધરાવે છે. |
12:11 | હવે, શું થાય છે એ જોવા માટે, ચાલો હું પહેલુ equation રદ્દ કરું અને આ class ને સિમ્યુંલેટ કરું. |
12:18 | મેં પહેલું equation રદ્દ કર્યું છે. |
12:21 | નોંધ લો freeFall ટેબમાં class નાં નામની બાજુમાં સ્ટાર (તારક ચિન્હ) દ્રશ્યમાન થાય છે. |
12:28 | આ class માં અસંગ્રહિત ફેરફારો દર્શાવે છે. |
12:31 | તેથી class માં ફેરફાર કર્યા બાદ તેને સંગ્રહ્વું એક સારો અભ્યાસ છે. |
12:38 | આ class ને સંગ્રહવા માટે, File menu પર જાવ અને Save પર ક્લિક કરો. |
12:44 | તમે toolbar માં આવેલ Save બટનનો પણ ઉપયોગ કરી શકો છો, જે મારું કર્સર ફાઈલને સંગ્રહવા માટે દર્શાવે છે. |
12:53 | હવે, ચાલો હું Simulate બટન પર ક્લિક કરીને આ class ને સિમ્યુંલેટ કરું. |
12:59 | નોંધ લો Messages browser માં એક એરર મેસેજ પોપ અપ થાય છે. |
13:04 | તે કહે છે કે, અહીં ખુબ ઓછા સમીકરણો છે અને મોડેલ 1 equation અને variables ધરાવે છે.તેથી આને સિમ્યુંલેટ કરી શકાતું નથી. |
13:14 | ચાલો હું equation ને ફરી પાછું એની જગ્યાએ દાખલ કરું અને toolbar માં આવેલ Save બટન પર ક્લિક કરું. |
13:24 | આ class ને સિમ્યુંલેટ કરવા માટે ફરીથી Simulate બટન પર ક્લિક કરો. |
13:29 | નોંધ લો class સફળતાપૂર્વક સિમ્યુંલેટ થાય છે, કારણ કે equations ની સંખ્યા એ variables ની સંખ્યાનાં બરાબર છે. |
13:37 | પોપ-અપ વિન્ડો બંધ કરો. |
13:40 | ચાલો હું સ્લાઈડ પર પાછો જઉં. |
13:43 | “der()” એ time derivative માટે Modelica ફંક્શન છે. |
13:48 | અહીં equations માટે કોઈપણ ડેટા ફ્લો (પ્રવાહ) ની દિશા નથી. |
13:52 | ઉદાહરણ તરીકે, der(h) = v ને v = der(h) તરીકે પણ લખી શકાય છે. |
14:00 | Initial equations section નો ઉપયોગ પ્રારંભિક કંડીશનો (શરતો) દાખલ કરવા માટે થાય છે. |
14:05 | Initial equation વિશે વધુમાં આપણે પછીથી શીખીશું. |
14:10 | એસાઈનમેંટ તરીકે, differential equation dx/dt = -a into x ને સિમ્યુલેટ કરવા માટે એક model લખો, જ્યાં a = 1, x એ R ને સંબંધિત છે અને સમય t=0 પર x ની વેલ્યુ એ 5 છે. |
14:28 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
14:31 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14:37 | અમે સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરીએ છીએ; પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારો સંપર્ક કરો. |
14:43 | Spoken Tutorial project ને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
14:49 | અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો તેમનાં સહયોગ માટે આભાર માનીએ છીએ. |
14:53 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |