OpenModelica/C2/Developing-an-equation-based-model/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Developing an equation based model પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: કેવી રીતે OMEdit માં એક ટેક્સ્ટચ્યુઅલ (શાબ્દિક) મોડેલ બનાવવું છે તથા તેને સિમ્યુલેટ કરવું છે.
00:14 વેરીએબલો અને સમીકરણો કેવી રીતે ઘોષિત કરવા છે.
00:17 Simulation Setup ટૂલબોક્સને કેવી રીતે વાપરવું છે.
00:21 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું OpenModelica 1.9.2 અને Ubuntu Linux Operating System 14.04
00:32 પરંતુ, આ પ્રક્રિયા એ બાકી ઓએસમાં સમાન છે જેમ કે Windows, Mac OS X અથવા FOSSEE OS on ARM.
00:40 આ ટ્યુટોરીયલને સમજવા માટે, તમને ભૌતિક સિસ્ટમોનાં સમીકરણ-આધારિત મોડેલિંગની જાણકારી હોવી જરૂરી છે.
00:48 ચાલો 'm' દળ ધરાવતા દડાની ગતિ સિમ્યુલેટ કરીએ, જે કે free fall due to gravity અંતર્ગત છે.
00:54 પૃથ્વીની સપાટીથી દડાની ઊંચાઈને વેરીએબલ h દ્વારા દર્શાવવામાં આવી છે.
00:59 દડાનાં વેગને વેરીએબલ v દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
01:04 Acceleration due to gravity ને g દ્વારા દર્શાવવામાં આવી છે અને કોનસ્ટંટ (અચલ) ધારવામાં આવી છે.
01:10 પૃથ્વીની સપાટીથી દુર નિર્દેશિત કરેલ વેરીએબલોને, ઘનાત્મક માનવામાં આવે છે.
01:16 મુક્ત પડતી બોડી (પિંડ) માટે equations of motion, આપેલ પ્રમાણે છે: dh/dt = v , dv/dt = g
01:27 t = 0 સમયે h ની વેલ્યુ 30 m છે અને t = 0 સમયે v ની વેલ્યુ છે.
01:37 હવે ચાલો હું OMEdit પર જાઉં. મેં તે પહેલાથી જ મારી સિસ્ટમ પર ચાલુ કરી છે.
01:43 OMEdit ને Ubuntu Linux Operating System પર ખોલવા માટે, Dash Home આઇકોન પર ક્લિક કરો, જે કે launcher માં, ટોંચે ડાબી બાજુએ દ્રશ્યમાન થાય છે.
01:53 search bar માં OMEdit ટાઈપ કરો.
01:56 OMEdit આઇકોન પર ક્લિક કરો.
01:59 OMEdit આઇકોન પર ક્લિક કરવાથી, તમને આના જેવો એક વિન્ડો દેખાશે.
02:06 આ વિન્ડોને "Welcome perspective" તરીકે ઓળખવામાં આવે છે.
02:09 OMEdit મૂળભૂત રીતે, "Welcome perspective" માં ખુલે છે.
02:14 નીચે જમણી-બાજુએ ખૂણામાં, તમે ‘Welcome’, ‘Modeling’ અને ‘Plotting’ perspectives માટે બટનો જોઈ શકો છો.
02:23 ‘Modeling perspective’ પર ક્લિક કરો.
02:26 ‘Modeling perspective’ હવે ખુલી ગયું છે.
02:29 હું modeling area તરીકે, ડાબી બાજુએ આવેલ Libraries Browser, નીચેની તરફે આવેલ Messages Browser અને ટોંચે આવેલ Toolbar વચ્ચેનાં વિસ્તારને સંદર્ભિત કરીશ.
02:41 toolbar માં file operations, graphical view અને simulation ને સંદર્ભિત બટનો છે.
02:51 આપણે આગળ જતા, આ બટનો વિશે વધુમાં શીખીશું.
02:55 હવે, આપણે આપણી Spoken Tutorial webpage પર Code Files લીંકમાં આપેલી ‘freeFall’ class ફાઈલનો ઉપયોગ કરીશું.
03:02 કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમ પર સંગ્રહો.
03:07 class ને ખોલવા માટે, Menu bar માં File મેનુ પર જાવ.
03:13 Open Model/Library File પર ક્લિક કરો.
03:17 freeFall ફાઈલને શોધો જે તમે ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમ પર સંગ્રહી છે અને તેને ખોલો.
03:24 ફાઈલને ખોલવા માટે, તમે Open Model/Library File નામનાં ટૂલને પણ વાપરી શકો છો, જે કે મારું કર્સર પોઈન્ટ (ચીધવું) કરી રહ્યું છે.
03:34 નોંધ લો freeFall આઇકોન Libraries Browser માં દ્રશ્યમાન થાય છે.
03:39 Libraries BrowserOMEdit નાં એક સત્રમાં લોડ થયેલ તમામ classes દર્શાવે છે.
03:45 freeFall આઇકોન પર જમણું ક્લિક કરો અને View Class પસંદ કરો.
03:52 class હવે Diagram વ્યુ (દેખાવ) માં ખુલ્યો છે.
03:56 class જો Diagram વ્યુ (દેખાવ) માં ન ખુલે તો ચિંતા ન કરો.
04:00 વિભિન્ન વ્યુ (દેખાવ) ઓ વચ્ચે કેવી રીતે બદલી કરવી છે તે હું તમને દર્શાવીશ.
04:04 Modeling area નાં ટોંચે જાવ.
04:07 નોંધ લો બીજું બટન એ Diagram વ્યુ માટે આવેલ છે.
04:10 ત્રીજું બટન Text View છે.
04:13 Text View બદલી કરવા માટે તેના પર ક્લિક કરો.
04:17 class હવે Text વ્યુમાં ખુલ્યો છે.
04:20 નોંધ લો પહેલું બટન એ Icon View માટે છે.
04:24 પછીથી આપણે Icon view અને Diagram view બદ્દલ વધુમાં શીખીશું.
04:29 તમે freeFall નામનો એક નવો class પણ બનાવી શકો છો અને જોઈતી માહિતી ટાઈપ કરી શકો છો.
04:36 એક નવો class બનાવવા માટે, File મેનુ પર જાવ.
04:40 New Modelica Class પસંદ કરો.
04:43 દર્શાવ્યા પ્રમાણે, એક ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે.
04:46 આ ડાયલોગ બોક્સનાં Name ફિલ્ડમાં, ટાઈપ કરો freeFall.
04:51 freeFall classOMEdit માં પહેલાથી જ ખુલેલો હોવાથી હું જુદું નામ freeFall1 વાપરી રહ્યો છું.
04:58 નોંધ લો બે classes સમાન નામ ધરાવી શકતા નથી.
05:03 Specialization ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો. Class પસંદ કરો. Ok પર ક્લિક કરો.
05:10 એક નવો class બની ગયો છે.
05:13 નવા class ને ખોલવા માટે તમે New Modelica class નામનું tool પણ વાપરી શકો છો.
05:20 ચાલો હું annotation section રદ્દ કરું.
05:23 હવે, તમે જોઈતી માહિતી અહીં ટાઈપ કરીને આ class ને સંગ્રહી શકો છો.
05:29 class ને સંગ્રહવા માટે, Menu bar માં File મેનુ પર જાવ અને Save પર ક્લિક કરો.
05:36 આ ફાઈલ માટે યોગ્ય સ્થાન પસંદ કરો અને તેને સંગ્રહો.
05:41 હવે, freeFall class વાપરીને ચાલો Modelica નું સિન્ટેક્સ (વાક્યરચના) સમજીએ.
05:47 તો freeFall class પર જાવ.
05:49 Modelling area નાં ટોંચે જાવ. freeFall ટેબ પર ક્લિક કરો.
05:54 Modelica માં પ્રોગ્રામો classes નાં સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા છે.
05:58 class ની પહેલી લાઈન તેનું નામ વ્યાખ્યાયિત કરે છે.
06:02 class નું નામ freeFall છે.
06:05 class નો ક્યા અંત થાય છે તે દર્શાવવા માટે દરેક class નું એક end statement હોવું જોઈએ.
06:11 class variable declarations અને equations ધરાવે છે.
06:15 ચાલો હું તમને બતાવું કે variables ને કેવી રીતે ઘોષિત કરાય છે.
06:18 Realdata-type દર્શાવે છે.
06:21 h એ પુથ્વીની સપાટીથી દડાની ઊંચાઈ દર્શાવે છે.
06:25 startReal variable નું એટ્રીબ્યુટ છે.
06:29 દરેક data-type કેટલાક એટ્રીબ્યુટો ધરાવે છે, જે variables સંબંધિત ઉપયોગી માહીતી સ્પષ્ટ કરે છે.
06:36 start એટ્રીબ્યુટ variable ની શરૂઆતી વેલ્યુ સ્પષ્ટ કરે છે.
06:41 h ની શરૂઆતી વેલ્યુ 30 એકમ છે.
06:45 unit attributevariable નું એકમ સ્પષ્ટ કરે છે.
06:49 h નું એકમ metre છે.
06:52 દરેક variable declaration નો અંત એક semi-colon થી થવો જોઈએ.
06:57 v એ દડાની velocity દર્શાવે છે. તે Real data-type નું છે.
07:02 v ની શરૂઆતી વેલ્યુ શૂન્ય છે. તેનું એકમ છે meter per second.
07:09 g દર્શાવે છે acceleration due to gravity. તે Real data-type નું છે. અને તેનું એકમ છે meter per second square.
07:18 parameter એ માત્રા છે જે સીમ્યુલેશન રનમાં અચલ રહે છે.
07:24 g ની વેલ્યુ સંપૂર્ણ સિમ્યુલેશન રન દરમ્યાન અચલ રહે છે, 9.81 ની વેલ્યુ સાથે.
07:32 નકારાત્મક ચિન્હ એ ઉપયોગમાં લેનાર ચિન્હ પ્રણાલી લીધે છે.
07:36 બમણા અવતરણમાં આવેલ ટેક્સ્ટ એ g ની ઘોષણા સાથે લખેલ comment છે.
07:42 Comments એ પ્રોગ્રામ વિશે ઉપયોગી માહિતી આપે છે. ડોક્યુમેન્ટેશન (દસ્તાવેજીકરણ) માટે પણ તે ઉપયોગી છે.
07:49 હવે, ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
07:52 parameter એ માત્રા છે જે સીમ્યુલેશન રનમાં અચલ રહે છે.
07:57 Real, Integer, Boolean અને String data-typesModelica માં આધારભૂત છે.
08:03 start અને unit attributes ને પહેલાથી જ વ્યાખ્યાયિત કરાયા છે.
08:07 min attributevariable ની ન્યુનતમ વેલ્યુ સ્પષ્ટ કરે છે.
08:10 એજ પ્રમાણે, max attributevariable ની મહત્તમ વેલ્યુ સ્પષ્ટ કરે છે.
08:16 ચાલો હું OMEdit પર પાછો ફરું.
08:19 ‘equation’ class નાં equation section ની શરૂઆતનું પ્રતિક છે.
08:25 comments ને દાખલ કરવાનો આ વૈકલ્પિક માર્ગ છે.
08:30 મુક્ત પડતી બોડી માટે બે equations of motion ને અહીં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેવું કે આપણે પહેલા જ ચર્ચા કર્યું હતું.
08:38 der()time derivative માટે Modelica function છે.
08:43 તેથી, der(h)dh/dt રજુ કરે છે.
08:48 અને der(v)dv/dt રજુ કરે છે.
08:52 દરેક equation નો અંત semi-colon થી થવો જોઈએ.
08:57 ચાલો હું તમને આ class ને સિમ્યુંલેટ કરવાનું બતાવું.
09:00 toolbar માં આવેલ simulate બટન પર ક્લિક કરો.
09:04 પોપ-અપ વિન્ડોને બંધ કરો.
09:07 આ વિન્ડોને Plotting perspective તરીકે ઓળખવામાં આવે છે.
09:11 સફળતાપૂર્વક class નાં સિમ્યુંલેશન થવા પર, Plotting perspective આપમેળે ખુલે છે.
09:17 Variables browserclass નાં variables અને parameters ને સંબંધિત માહિતી દર્શાવે છે.
09:24 નોંધ લો અહીં Unit અને Description નામની કોલમો છે.
09:29 Unit કોલમ variables નાં units ને સ્પષ્ટ કરે છે, જેવું કે Unit એટ્રીબ્યુટ વાપરીને વ્યાખ્યાયિત કરાયું છે.
09:37 Description કોલમ variable declarations ની સાથે બમણા અવતરણમાં લખેલ comments ને દર્શાવે છે.
09:45 ચાલો હું તમને plot બનાવવાનું દર્શાવું. h પસંદ કરો.
09:51 y-axis પર h અને x-axis પર time સાથે- h with respect to time નો આલેખ બનાવે છે.
10:01 મૂળભૂત રીતે, સિમ્યુંલેશન 0 થી 1 એકમ સમય સુધી રન થાય છે.
10:07 time નો એકમ અન્ય વેરીએબલો માટે વાપરવામાં આવેલ units નાં સીસ્ટમ પર આધારિત છે.
10:13 ચાલો હું h ને ના-પસંદ કરું.
10:17 જરૂરી આલેખ બન્યા બાદ, પરિણામોને રદ્દ કરવું હમેશા સારી ટેવ છે.
10:25 આ પરિણામને રદ્દ કરવા માટે, freeFall પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો Delete result.
10:33 પરિણામ હવે રદ્દ થયું છે.
10:36 ચાલો હું Modeling perspective પર પાછો જાઉં.
10:39 નીચે-જમણી બાજુએ આવેલ Modeling બટન પર ક્લિક કરો.
10:43 Modelica માં, class ને model સાથે, સમાનાર્થી વાપરવામાં આવે છે.
10:48 સમાન અસર ઉત્પન્ન કરવા માટે, આપણે અહીં class ને બદલે model પણ વાપરી શકીએ છીએ.
10:54 હવે, સિમ્યુંલેશન માટે time interval કેવી રીતે બદલાવો છે ચાલો હું તમને બતાઉ.
11:01 toolbar માં આવેલ Simulation Setup બટન પર ક્લિક કરો.
11:06 General ટેબ અંતર્ગત, Stop time ફિલ્ડ શોધો. તેને 5 એકમ કરો.
11:14 Simulate પર ક્લિક કરો. દૃશ્યમાન થયેલ પોપ-અપ વિન્ડોને બંધ કરો.
11:21 ચાલો હું ફરીથી Variables browser માં, h પસંદ કરું.
11:26 આનાથી h વિરુદ્ધ time નો આલેખ બને છે.
11:29 નોંધ લો સમય અંતરાલ 5 એકમ સુધી વધ્યો છે.
11:33 પણ, h ની વેલ્યુ શૂન્યનાં નીચે પહોંચી છે, જે કે અસ્વીકાર્ય છે.
11:40 પછીના ટ્યુટોરીયલોમાં આપણે આ સમસ્યાને કેવી રીતે સુધારવી છે તે શીખીશું.
11:45 freeFall પર જમણું-ક્લિક કરીને અને Delete result પસંદ કરીને ચાલો હું આ પરિણામ રદ્દ કરું.
11:53 નીચે-જમણી બાજુએ આવેલ Modeling perspective પર ક્લિક કરીને પાછા Modeling પરિપ્રેક્ષ્ય પર જઈએ.
11:59 આ ખાતરી કરવું જરૂરી છે કે સમીકરણોની સંખ્યા એ વેરીએબલોની સંખ્યાની બરાબર હોવી જોઈએ.
12:07 class બે વેરીએબલો અને બે સમીકરણો ધરાવે છે.
12:11 હવે, શું થાય છે એ જોવા માટે, ચાલો હું પહેલુ equation રદ્દ કરું અને આ class ને સિમ્યુંલેટ કરું.
12:18 મેં પહેલું equation રદ્દ કર્યું છે.
12:21 નોંધ લો freeFall ટેબમાં class નાં નામની બાજુમાં સ્ટાર (તારક ચિન્હ) દ્રશ્યમાન થાય છે.
12:28 class માં અસંગ્રહિત ફેરફારો દર્શાવે છે.
12:31 તેથી class માં ફેરફાર કર્યા બાદ તેને સંગ્રહ્વું એક સારો અભ્યાસ છે.
12:38 class ને સંગ્રહવા માટે, File menu પર જાવ અને Save પર ક્લિક કરો.
12:44 તમે toolbar માં આવેલ Save બટનનો પણ ઉપયોગ કરી શકો છો, જે મારું કર્સર ફાઈલને સંગ્રહવા માટે દર્શાવે છે.
12:53 હવે, ચાલો હું Simulate બટન પર ક્લિક કરીને આ class ને સિમ્યુંલેટ કરું.
12:59 નોંધ લો Messages browser માં એક એરર મેસેજ પોપ અપ થાય છે.
13:04 તે કહે છે કે, અહીં ખુબ ઓછા સમીકરણો છે અને મોડેલ 1 equation અને variables ધરાવે છે.તેથી આને સિમ્યુંલેટ કરી શકાતું નથી.
13:14 ચાલો હું equation ને ફરી પાછું એની જગ્યાએ દાખલ કરું અને toolbar માં આવેલ Save બટન પર ક્લિક કરું.
13:24 class ને સિમ્યુંલેટ કરવા માટે ફરીથી Simulate બટન પર ક્લિક કરો.
13:29 નોંધ લો class સફળતાપૂર્વક સિમ્યુંલેટ થાય છે, કારણ કે equations ની સંખ્યા એ variables ની સંખ્યાનાં બરાબર છે.
13:37 પોપ-અપ વિન્ડો બંધ કરો.
13:40 ચાલો હું સ્લાઈડ પર પાછો જઉં.
13:43 “der()”time derivative માટે Modelica ફંક્શન છે.
13:48 અહીં equations માટે કોઈપણ ડેટા ફ્લો (પ્રવાહ) ની દિશા નથી.
13:52 ઉદાહરણ તરીકે, der(h) = v ને v = der(h) તરીકે પણ લખી શકાય છે.
14:00 Initial equations section નો ઉપયોગ પ્રારંભિક કંડીશનો (શરતો) દાખલ કરવા માટે થાય છે.
14:05 Initial equation વિશે વધુમાં આપણે પછીથી શીખીશું.
14:10 એસાઈનમેંટ તરીકે, differential equation dx/dt = -a into x ને સિમ્યુલેટ કરવા માટે એક model લખો, જ્યાં a = 1, xR ને સંબંધિત છે અને સમય t=0 પર x ની વેલ્યુ એ 5 છે.
14:28 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
14:31 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
14:37 અમે સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરીએ છીએ; પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારો સંપર્ક કરો.
14:43 Spoken Tutorial project ને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
14:49 અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો તેમનાં સહયોગ માટે આભાર માનીએ છીએ.
14:53 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki