Gedit-Text-Editor/C2/Handling-Tabs/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:17, 31 March 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Handling tabs in gedit Text editor માં સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું ટેબોને: ઉમેરવું, ખસેડવું, ફરી ગોઠવવું અને બંધ કરવું. |
00:13 | ફાઈલોને બ્રાઉઝ કરવા અને ખોલવા માટે Side Panel નો ઉપયોગ. |
00:19 | લાઈન ક્રમાંક દાખલ કરવું અને લખાણને રેપ કરવું. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ gedit 3.10 |
00:32 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:38 | ચાલો gedit Text editor ખોલીએ. |
00:42 | મૂળભૂત રીતે, gedit Text editor એ Untitled Document 1 નામનું એક ટેબ ધરાવે છે. |
00:49 | હવે, ટ્યુટોરીયલને અટકાવીને સ્ક્રીન પર આપેલ કોડ ટાઈપ કરો. |
00:56 | આ C ભાષામાં એક પ્રોગ્રામ છે. |
00:58 | ચાલો પ્રોગ્રામને સંગ્રહીએ. |
01:01 | તમારા કીબોર્ડ પર Ctrl + S કી એકસાથે દબાવો. |
01:06 | Save ડાયલોગ બોક્સમાં, નામ sample dot c તરીકે દાખલ કરો. |
01:11 | extension ‘c’ દર્શાવે છે કે તે એક C ભાષાનું પ્રોગ્રામ છે. |
01:16 | તમને જ્યાં ફાઈલને સંગ્રહવી છે તે ફોલ્ડર પસંદ કરો. |
01:20 | હું ડેસ્કટોપ પસંદ કરીશ અને ત્યારબાદ Save બટન પર ક્લીક કરીશ. |
01:25 | ટેબનું નામ sample dot c થઇ ગયું છે. |
01:29 | શું તમે ફાઈલને સંગ્રહયા બાદ પ્રોગ્રામમાંના વિભિન્ન રંગોની નોંધ લીધી? |
01:35 | આ એટલા માટે કારણ કે gedit Text editor એ ટાઈપ થયેલ કોડને C program તરીકે ઓળખે છે. |
01:42 | સિન્ટેક્સ હાઈલાઇટિંગ વિશે વધુ આપણે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
01:47 | સાથે જ, નોંધ લો status bar એ 'C' માં બદલાઈ ગયું છે. |
01:52 | આપણે જોઈ શકીએ છીએ કે window નું નામ પણ sample dot c માં બદલાઈ ગયું છે. |
01:57 | નવું ટેબ ઉમેરવા માટે, Main મેનુમાંથી, ક્લીક કરો File અને New. |
02:04 | sample.c ડોક્યુમેન્ટની જમણી બાજુએ Untitled Document 1 નામનું એક નવું ટેબ બને છે. |
02:12 | ફરીથી, વિન્ડોની ટોંચે આવેલ શીર્ષક Untitled Document 1 થઇ ગયું છે. |
02:18 | આમ, સક્રિય ટેબનું નામ વિન્ડોના શીર્ષક તરીકે દ્રશ્યમાન થાય છે. |
02:23 | હવે, ચાલો નવું ટેબ ખોલવાની બીજી રીત શીખીએ. |
02:27 | ટૂલબારમાં New આઇકોન પર ક્લીક કરો. |
02:31 | બીજું ટેબ Untitled Document 2 બને છે. |
02:35 | ટેબોનો ક્રમ 1 થી શરુ થાય છે અને ખુલેલી દરેક નવી ટેબ માટે આ ગણતરી 1 જેટલી વધે છે. |
02:43 | એટલા માટે આ ટેબની સંખ્યા 2 છે. |
02:47 | એજ પ્રમાણે, ચાલો વધુ બે નવા ડોક્યુમેન્ટ બનાવીએ. |
02:52 | હવે, sample.c ને સમાવીને આપણી પાસે કુલ 5 ટેબો છે. |
02:58 | આ ટેબો દરમ્યાન આપણે કેવી રીતે નેવિગેટ કરીશું? |
03:01 | નોંધ લો, ટેબ બારનાં બંને છેડે એક ત્રિકોણ બટન આવેલ છે. |
03:07 | તમે આ બટનોનો ઉપયોગ ટેબો દરમ્યાન નેવિગેટ કરવા માટે કરી શકો છો. |
03:12 | sample.c ડોક્યુમેન્ટ જ્યાંસુધી દેખાતું નથી ત્યાંસુધી ચાલો ડાબા ત્રિકોણ બટન પર ક્લીક કરીએ. |
03:19 | ટેબોને આપણે કેવી રીતે બંધ કરી શકીએ છીએ? આ અત્યંત સરળ છે. |
03:22 | Main મેનુમાંથી, ક્લીક કરો File અને Close |
03:27 | એજ પ્રમાણે, તમે ટેબ પર આવેલ X બટનને પણ ક્લીક કરી શકો છો. |
03:32 | ચાલો શીર્ષકરહીત ડોક્યુમેન્ટ 2 અને 3 ને આ જ રીતે બંધ કરીએ. |
03:39 | આમ, બાકી રહયા sample dot c, Untitled Document 1 અને Untitled Document 4. |
03:47 | હવે, ચાલો વધુ બે નવાં ડોક્યુંમેન્ટો ઉમેરીએ. |
03:52 | આ બે નવા ટેબોને આપેલ નામ છે Untitled Document 2 and 3. |
03:57 | ડોક્યુંમેન્ટોને અહીં દર્શાવ્યા પ્રમાણે, સંખ્યા અપાયી છે અથવા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. |
04:03 | gedit ની નીચલી આવૃત્તિઓમાં આ ક્રમ કદાચિત જુદો હોઈ શકે છે. |
04:08 | આવૃત્તિઓમાં આવા તફાવત થતા રહેશે અને અધ્યેતાની આ પરિસ્થિતિને સંભાળવાની તૈયારી હોવી જોઈએ. |
04:15 | ચાલો હવે ટેબોને ફરીથી ગોઠવીએ. |
04:18 | પહેલા, Untitled Document1 પસંદ કરો. |
04:21 | mouse નું ડાબું બટન દબાવો અને તેને sample.c ફાઈલની ડાબી બાજુએ ડ્રોપ કરો. |
04:27 | ડાબું mouse બટન છોડો. |
04:30 | ટેબ ફરીથી ગોઠવાયું છે. |
04:33 | સમાન રીતે, ચાલો ટેબ 2 અને 4 ને ફરીથી ગોઠવીએ. |
04:38 | આગળ, ચાલો ટેબને બીજા વિન્ડોમાં ખસેડતા શીખીએ. |
04:42 | પહેલા, sample.c ટેબને પસંદ કરો જેને આપણે ખસેડવું છે. |
04:47 | ત્યારબાદ, ટેબ પર જમણું-ક્લીક કરો અને પસંદ કરો 'Move to New Window'. |
04:52 | sample.c એક નવાં વિન્ડોમાં ખુલે છે. |
04:56 | ચાલો sample.c માંથી શીર્ષકરહીત ડોક્યુંમેન્ટ ધરાવતા બીજા વિન્ડો પર જઈએ. |
05:02 | Main menu પર જાવ અને ક્લીક કરો View અને Side Panel. |
05:07 | વિન્ડોની ડાબી બાજુએ Side Panel ખુલે છે. |
05:12 | Side Panel માં તમે તમામ ડોક્યુંમેન્ટોનાં નામો જોઈ શકો છો. |
05:17 | વિન્ડો પેનલ પર જે રીતે દેખાય છે તેવી રીતે જ તે ક્રમબદ્ધ છે. |
05:22 | Side Panel માં, Untitled Document 2 પર ક્લીક કરો. |
05:27 | તે ડોક્યુંમેન્ટ હવે સક્રિય બને છે. |
05:31 | ચાલો gedit Text editor window માં ડોક્યુંમેન્ટ ફરી ગોઠવીએ, જેવું કે પહેલા કર્યું હતું. |
05:37 | ચાલો Untitled Document 4 ટેબ પર ક્લીક કરીએ. |
05:40 | ફાઈલને ક્લીક કરો, છેલ્લા ટેબ પછી ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:46 | નોંધ લો, ડોક્યુમેન્ટનો ક્રમ હવે Side Panel માં પણ બદલાઈ ગયો છે. |
05:52 | Side Panel બંધ કરવા માટે, બસ ટોંચે જમણી બાજુએ આવેલ X બટનને ક્લીક કરો. |
05:58 | ચાલો શીખીએ gedit Text editor file માં ચોક્કસ લાઈન ક્રમાંક પર કેવી રીતે જવાય છે. |
06:04 | sample.c ફાઈલ પર જઈએ. |
06:07 | Main મેનુમાંથી, Search ક્લીક કરો અને Go to Line. |
06:12 | gedit Text editor window નાં જમણા ખૂણે ઉપરની બાજુએ Go to Line ડાયલોગ-બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06:20 | ડાયલોગ બોક્સમાં, સંખ્યા 8 દાખલ કરો અને Enter કી દબાવો. |
06:26 | કર્સર લાઈન 8 પર કુદે છે. સાથે જ આપણને સ્ટેટસ બારમાં લાઈન ક્રમાંક 8 દેખાશે. |
06:33 | પરંતુ, જો લાઈન ક્રમાંક ટેક્સ્ટ સહીત દેખાય છે તો કર્સરને શોધવું સરળ રહેશે. |
06:40 | કોડ લાઈન દર્શાવવા માટે, Main મેનુમાંથી, Edit and Preferences પસંદ કરો. |
06:47 | gedit Preferences ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
06:50 | View ટેબને ક્લીક કરો. |
06:52 | Display line numbers વિકલ્પ પર ચેકમાર્ક મુકો. |
06:56 | Highlight current line વિકલ્પ પર ચેકમાર્ક મુકો. Close બટન પર ક્લીક કરો. |
07:04 | કોડની જમણી બાજુએ લાઈન ક્રમાંકો દેખાય છે તેની નોંધ લો. |
07:09 | સાથે જ, લાઈન જેના પર તમારું કર્સર દેખાય છે તે બોલ્ડ અક્ષરમાં છે. |
07:14 | આગળ આપણે ટેક્સ્ટ રેપિંગ વિશે શીખીશું. |
07:18 | પ્રોગ્રામમાં આવેલ કોડ લાઈન gedit ટેક્સ્ટ એડીટર વિન્ડોની લંબાઈ વધારી શકે છે. |
07:24 | જેથી, સંપૂર્ણ ટેક્સ્ટ લાઈનને એકસાથે વાંચવું મુશ્કેલ બને છે. |
07:29 | Text wrapping ટેક્સ્ટને વિન્ડોનાં માપ અંતર્ગત વીંટાળવામાં મદદ કરે છે. |
07:34 | sample.c પ્રોગ્રામ પર પાછા જઈએ. |
07:37 | Main મેનુમાંથી, Edit ક્લીક કરો અને ત્યારબાદ Preferences. |
07:43 | Enable text wrapping વિકલ્પ મૂળભૂત રીતે ચેક થયેલ રહે છે તેની નોંધ લો. |
07:50 | આ બોક્સને અનચેક કરો. Close બટન પર ક્લીક કરો. |
07:55 | ચાલો હું પ્રોગ્રામનાં અંતમાં એક કોડ લાઈન ઉમેરું. |
08:00 | ટેક્સ્ટની લંબાઈ વિન્ડોનાં માપ કરતા વધી જાય છે તેની નોંધ લો. |
08:05 | હવે, ચાલો વિકલ્પ Enable text wrapping ને તપાસ કરીએ. |
08:10 | વિન્ડોનાં માપ અનુસાર ટેક્સ્ટ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે. |
08:15 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
08:20 | આ ટ્યુટોરીયલમાં, આપણે ટેબોને ઉમેરવાનું, ખસેડવાનું, ફેર-ગોઠવણી કરવાનું તથા બંધ કરવાનું શીખ્યા. |
08:26 | ફાઈલને બ્રાઉઝ તથા ખોલવા માટે Side Panel નો ઉપયોગ કરો. |
08:30 | લાઈન ક્રમાંક દાખલ કરો અને ટેક્સ્ટને વીંટાળો. |
08:34 | અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે. |
08:37 | gedit Text Editor માં 5 નવાં ટેબો બનાવો |
08:41 | તેમને One, Two,Three, Four અને Five તરીકે સંગ્રહો. |
08:47 | હવે ટેબોને આપેલ ક્રમમાં ગોઠવો Three, Two, One, Five અને Four. |
08:54 | Side Panel ખોલો. |
08:56 | Side Panel માં આવેલ ફાઈલ Five ને ક્લીક કરો અને અમુક લખાણ દાખલ કરો. |
09:01 | આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
09:08 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
09:17 | વધુ જાણકારી માટે, અમને લખો. |
09:21 | શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે? કૃપા કરી આ વેબસાઈટનો સંદર્ભ લો. |
09:26 | તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ પસંદ કરો. તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો. |
09:32 | અમારા ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો જવાબ આપશે. |
09:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
09:43 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
09:48 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |