Gedit-Text-Editor/C2/Handling-Tabs/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Handling tabs in gedit Text editor માં સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું ટેબોને: ઉમેરવું, ખસેડવું, ફરી ગોઠવવું અને બંધ કરવું.
00:13 ફાઈલોને બ્રાઉઝ કરવા અને ખોલવા માટે Side Panel નો ઉપયોગ.
00:19 લાઈન ક્રમાંક દાખલ કરવું અને લખાણને રેપ કરવું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ gedit 3.10
00:32 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 ચાલો gedit Text editor ખોલીએ.
00:42 મૂળભૂત રીતે, gedit Text editorUntitled Document 1 નામનું એક ટેબ ધરાવે છે.
00:49 હવે, ટ્યુટોરીયલને અટકાવીને સ્ક્રીન પર આપેલ કોડ ટાઈપ કરો.
00:56 આ C ભાષામાં એક પ્રોગ્રામ છે.
00:58 ચાલો પ્રોગ્રામને સંગ્રહીએ.
01:01 તમારા કીબોર્ડ પર Ctrl + S કી એકસાથે દબાવો.
01:06 Save ડાયલોગ બોક્સમાં, નામ sample dot c તરીકે દાખલ કરો.
01:11 extension ‘c’ દર્શાવે છે કે તે એક C ભાષાનું પ્રોગ્રામ છે.
01:16 તમને જ્યાં ફાઈલને સંગ્રહવી છે તે ફોલ્ડર પસંદ કરો.
01:20 હું ડેસ્કટોપ પસંદ કરીશ અને ત્યારબાદ Save બટન પર ક્લીક કરીશ.
01:25 ટેબનું નામ sample dot c થઇ ગયું છે.
01:29 શું તમે ફાઈલને સંગ્રહયા બાદ પ્રોગ્રામમાંના વિભિન્ન રંગોની નોંધ લીધી?
01:35 આ એટલા માટે કારણ કે gedit Text editor એ ટાઈપ થયેલ કોડને C program તરીકે ઓળખે છે.
01:42 સિન્ટેક્સ હાઈલાઇટિંગ વિશે વધુ આપણે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
01:47 સાથે જ, નોંધ લો status bar એ 'C' માં બદલાઈ ગયું છે.
01:52 આપણે જોઈ શકીએ છીએ કે window નું નામ પણ sample dot c માં બદલાઈ ગયું છે.
01:57 નવું ટેબ ઉમેરવા માટે, Main મેનુમાંથી, ક્લીક કરો File અને New.
02:04 sample.c ડોક્યુમેન્ટની જમણી બાજુએ Untitled Document 1 નામનું એક નવું ટેબ બને છે.
02:12 ફરીથી, વિન્ડોની ટોંચે આવેલ શીર્ષક Untitled Document 1 થઇ ગયું છે.
02:18 આમ, સક્રિય ટેબનું નામ વિન્ડોના શીર્ષક તરીકે દ્રશ્યમાન થાય છે.
02:23 હવે, ચાલો નવું ટેબ ખોલવાની બીજી રીત શીખીએ.
02:27 ટૂલબારમાં New આઇકોન પર ક્લીક કરો.
02:31 બીજું ટેબ Untitled Document 2 બને છે.
02:35 ટેબોનો ક્રમ 1 થી શરુ થાય છે અને ખુલેલી દરેક નવી ટેબ માટે આ ગણતરી 1 જેટલી વધે છે.
02:43 એટલા માટે આ ટેબની સંખ્યા 2 છે.
02:47 એજ પ્રમાણે, ચાલો વધુ બે નવા ડોક્યુમેન્ટ બનાવીએ.
02:52 હવે, sample.c ને સમાવીને આપણી પાસે કુલ 5 ટેબો છે.
02:58 આ ટેબો દરમ્યાન આપણે કેવી રીતે નેવિગેટ કરીશું?
03:01 નોંધ લો, ટેબ બારનાં બંને છેડે એક ત્રિકોણ બટન આવેલ છે.
03:07 તમે આ બટનોનો ઉપયોગ ટેબો દરમ્યાન નેવિગેટ કરવા માટે કરી શકો છો.
03:12 sample.c ડોક્યુમેન્ટ જ્યાંસુધી દેખાતું નથી ત્યાંસુધી ચાલો ડાબા ત્રિકોણ બટન પર ક્લીક કરીએ.
03:19 ટેબોને આપણે કેવી રીતે બંધ કરી શકીએ છીએ? આ અત્યંત સરળ છે.
03:22 Main મેનુમાંથી, ક્લીક કરો File અને Close
03:27 એજ પ્રમાણે, તમે ટેબ પર આવેલ X બટનને પણ ક્લીક કરી શકો છો.
03:32 ચાલો શીર્ષકરહીત ડોક્યુમેન્ટ 2 અને 3 ને આ જ રીતે બંધ કરીએ.
03:39 આમ, બાકી રહયા sample dot c, Untitled Document 1 અને Untitled Document 4.
03:47 હવે, ચાલો વધુ બે નવાં ડોક્યુંમેન્ટો ઉમેરીએ.
03:52 આ બે નવા ટેબોને આપેલ નામ છે Untitled Document 2 and 3.
03:57 ડોક્યુંમેન્ટોને અહીં દર્શાવ્યા પ્રમાણે, સંખ્યા અપાયી છે અથવા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે.
04:03 gedit ની નીચલી આવૃત્તિઓમાં આ ક્રમ કદાચિત જુદો હોઈ શકે છે.
04:08 આવૃત્તિઓમાં આવા તફાવત થતા રહેશે અને અધ્યેતાની આ પરિસ્થિતિને સંભાળવાની તૈયારી હોવી જોઈએ.
04:15 ચાલો હવે ટેબોને ફરીથી ગોઠવીએ.
04:18 પહેલા, Untitled Document1 પસંદ કરો.
04:21 mouse નું ડાબું બટન દબાવો અને તેને sample.c ફાઈલની ડાબી બાજુએ ડ્રોપ કરો.
04:27 ડાબું mouse બટન છોડો.
04:30 ટેબ ફરીથી ગોઠવાયું છે.
04:33 સમાન રીતે, ચાલો ટેબ 2 અને 4 ને ફરીથી ગોઠવીએ.
04:38 આગળ, ચાલો ટેબને બીજા વિન્ડોમાં ખસેડતા શીખીએ.
04:42 પહેલા, sample.c ટેબને પસંદ કરો જેને આપણે ખસેડવું છે.
04:47 ત્યારબાદ, ટેબ પર જમણું-ક્લીક કરો અને પસંદ કરો 'Move to New Window'.
04:52 sample.c એક નવાં વિન્ડોમાં ખુલે છે.
04:56 ચાલો sample.c માંથી શીર્ષકરહીત ડોક્યુંમેન્ટ ધરાવતા બીજા વિન્ડો પર જઈએ.
05:02 Main menu પર જાવ અને ક્લીક કરો View અને Side Panel.
05:07 વિન્ડોની ડાબી બાજુએ Side Panel ખુલે છે.
05:12 Side Panel માં તમે તમામ ડોક્યુંમેન્ટોનાં નામો જોઈ શકો છો.
05:17 વિન્ડો પેનલ પર જે રીતે દેખાય છે તેવી રીતે જ તે ક્રમબદ્ધ છે.
05:22 Side Panel માં, Untitled Document 2 પર ક્લીક કરો.
05:27 તે ડોક્યુંમેન્ટ હવે સક્રિય બને છે.
05:31 ચાલો gedit Text editor window માં ડોક્યુંમેન્ટ ફરી ગોઠવીએ, જેવું કે પહેલા કર્યું હતું.
05:37 ચાલો Untitled Document 4 ટેબ પર ક્લીક કરીએ.
05:40 ફાઈલને ક્લીક કરો, છેલ્લા ટેબ પછી ડ્રેગ અને ડ્રોપ કરો.
05:46 નોંધ લો, ડોક્યુમેન્ટનો ક્રમ હવે Side Panel માં પણ બદલાઈ ગયો છે.
05:52 Side Panel બંધ કરવા માટે, બસ ટોંચે જમણી બાજુએ આવેલ X બટનને ક્લીક કરો.
05:58 ચાલો શીખીએ gedit Text editor file માં ચોક્કસ લાઈન ક્રમાંક પર કેવી રીતે જવાય છે.
06:04 sample.c ફાઈલ પર જઈએ.
06:07 Main મેનુમાંથી, Search ક્લીક કરો અને Go to Line.
06:12 gedit Text editor window નાં જમણા ખૂણે ઉપરની બાજુએ Go to Line ડાયલોગ-બોક્સ દ્રશ્યમાન થાય છે.
06:20 ડાયલોગ બોક્સમાં, સંખ્યા 8 દાખલ કરો અને Enter કી દબાવો.
06:26 કર્સર લાઈન 8 પર કુદે છે. સાથે જ આપણને સ્ટેટસ બારમાં લાઈન ક્રમાંક 8 દેખાશે.
06:33 પરંતુ, જો લાઈન ક્રમાંક ટેક્સ્ટ સહીત દેખાય છે તો કર્સરને શોધવું સરળ રહેશે.
06:40 કોડ લાઈન દર્શાવવા માટે, Main મેનુમાંથી, Edit and Preferences પસંદ કરો.
06:47 gedit Preferences ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
06:50 View ટેબને ક્લીક કરો.
06:52 Display line numbers વિકલ્પ પર ચેકમાર્ક મુકો.
06:56 Highlight current line વિકલ્પ પર ચેકમાર્ક મુકો. Close બટન પર ક્લીક કરો.
07:04 કોડની જમણી બાજુએ લાઈન ક્રમાંકો દેખાય છે તેની નોંધ લો.
07:09 સાથે જ, લાઈન જેના પર તમારું કર્સર દેખાય છે તે બોલ્ડ અક્ષરમાં છે.
07:14 આગળ આપણે ટેક્સ્ટ રેપિંગ વિશે શીખીશું.
07:18 પ્રોગ્રામમાં આવેલ કોડ લાઈન gedit ટેક્સ્ટ એડીટર વિન્ડોની લંબાઈ વધારી શકે છે.
07:24 જેથી, સંપૂર્ણ ટેક્સ્ટ લાઈનને એકસાથે વાંચવું મુશ્કેલ બને છે.
07:29 Text wrapping ટેક્સ્ટને વિન્ડોનાં માપ અંતર્ગત વીંટાળવામાં મદદ કરે છે.
07:34 sample.c પ્રોગ્રામ પર પાછા જઈએ.
07:37 Main મેનુમાંથી, Edit ક્લીક કરો અને ત્યારબાદ Preferences.
07:43 Enable text wrapping વિકલ્પ મૂળભૂત રીતે ચેક થયેલ રહે છે તેની નોંધ લો.
07:50 આ બોક્સને અનચેક કરો. Close બટન પર ક્લીક કરો.
07:55 ચાલો હું પ્રોગ્રામનાં અંતમાં એક કોડ લાઈન ઉમેરું.
08:00 ટેક્સ્ટની લંબાઈ વિન્ડોનાં માપ કરતા વધી જાય છે તેની નોંધ લો.
08:05 હવે, ચાલો વિકલ્પ Enable text wrapping ને તપાસ કરીએ.
08:10 વિન્ડોનાં માપ અનુસાર ટેક્સ્ટ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે.
08:15 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ.
08:20 આ ટ્યુટોરીયલમાં, આપણે ટેબોને ઉમેરવાનું, ખસેડવાનું, ફેર-ગોઠવણી કરવાનું તથા બંધ કરવાનું શીખ્યા.
08:26 ફાઈલને બ્રાઉઝ તથા ખોલવા માટે Side Panel નો ઉપયોગ કરો.
08:30 લાઈન ક્રમાંક દાખલ કરો અને ટેક્સ્ટને વીંટાળો.
08:34 અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે.
08:37 gedit Text Editor માં 5 નવાં ટેબો બનાવો
08:41 તેમને One, Two,Three, Four અને Five તરીકે સંગ્રહો.
08:47 હવે ટેબોને આપેલ ક્રમમાં ગોઠવો Three, Two, One, Five અને Four.
08:54 Side Panel ખોલો.
08:56 Side Panel માં આવેલ ફાઈલ Five ને ક્લીક કરો અને અમુક લખાણ દાખલ કરો.
09:01 આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
09:08 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
09:17 વધુ જાણકારી માટે, અમને લખો.
09:21 શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે? કૃપા કરી આ વેબસાઈટનો સંદર્ભ લો.
09:26 તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ પસંદ કરો. તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો.
09:32 અમારા ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો જવાબ આપશે.
09:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
09:43 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
09:48 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki