LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:43, 27 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording

Slide Creation


Time Narration
00:00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો]
00:16 તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો.
00:21 સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે.
00:25 સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે.
00:30 પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી.
00:34 સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે.
00:38 Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલો.
00:43 ચાલો આ પ્રેઝેંટેશનને Slide Show તરીકે જોઈએ.
00:47 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર.
00:53 વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી F5 વાપરી શકો છો.
01:00 પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે.
01:04 તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.
01:10 વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો.
01:16 આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે.
01:20 સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો.
01:28 નીકળવા માટેનો બીજો માર્ગ Escape બટન છે.
01:33 વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો.
01:40 ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.
01:45 Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings.
01:51 Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01:54 Options અંદર, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.
02:02 ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો.
02:06 ફરીથી, Main મેનૂમાંથી, Slide Show અને ત્યારબાદ Slide Show પર ક્લિક કરો.
02:13 નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે.
02:17 આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે.
02:24 જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો.
02:29 ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ.
02:34 ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો.
02:38 ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો.
02:47 હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે.
02:52 તમે આગળની સ્લાઇડ પર Space bar દબાવી પણ જઇ શકો છો.
02:57 ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show પર ક્લિક કરો.
03:05 આગળ, Slide Transitions વિશે શીખીએ.
03:09 Slide Transitions શું છે?
03:12 ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
03:22 Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો.
03:26 પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે.
03:31 આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો.
03:37 ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ.
03:40 હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો.
03:48 સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે.
03:52 આ ક્રિયાને અનડૂ કરવાં માટે CTRL+Z કી દબાવો.
03:57 તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો.
04:02 Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો.
04:06 હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
04:13 Apply to selected slides અંદર, સ્ક્રોલ કરી Wipe Up પસંદ કરો.
04:19 નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે.
04:24 સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
04:31 Modify Transitions અંદર, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પર ક્લિક કરો.
04:39 હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ.
04:43 Modify Transitions અંદર, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો.
04:52 એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ.
04:56 Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો.
05:00 Apply to selected slides અંદર, wheel clockwise, 4 spokes પસંદ કરો.
05:08 હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો.
05:13 આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો.
05:21 હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ.
05:25 Play પર ક્લિક કરો.
05:28 આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી.
05:35 ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.
05:42 Tasks પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
05:46 Transition type માં, Checkerboard Down પસંદ કરો.
05:50 Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો.
05:55 Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો.
06:00 Loop Until Next Sound ને ચેક કરો
06:04 Automatically After રેડીઓ બટનને ક્લિક કરો
06:09 સમય 1sec તરીકે પસંદ કરો
06:14 Apply to all Slides પર ક્લિક કરો
06:18 નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે.
06:25 આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી.
06:31 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો.
06:38 નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે.
06:49 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાઓ.
06:54 હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે.
07:03 આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે.
07:13 મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો.
07:18 બીજી સ્લાઇડને પસંદ કરો.
07:21 Task પેન પર જાઓ.
07:24 Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ.
07:29 Automatically after ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો.
07:37 મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો.
07:42 Task પેન પર જાઓ.
7:44 Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ.
07:49 Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો.
07:57 ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
08:08 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર.
08:13 નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે.
08:19 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે Escape કી દબાઓ.
08:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો
08:37 અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે.
08:40 એક નવું પ્રેઝેંટેશન બનાવો.
08:42 એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો.
08:46 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે.
08:54 એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો.
08:58 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
09:04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
09:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:18 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
09:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:37 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09:48 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya