LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording
Time | Narration |
00:00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો] |
00:16 | તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો. |
00:21 | સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે. |
00:25 | સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે. |
00:30 | પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડમાં એડીટ કરી શકાતું નથી. |
00:34 | સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે. |
00:38 | Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલો. |
00:43 | ચાલો આ પ્રેઝેંટેશનને Slide Show તરીકે જોઈએ. |
00:47 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર. |
00:53 | વૈકલ્પિક રીતે, સ્લાઇડ શો શરૂ કરવાં માટે ફંક્શન કી F5 વાપરી શકો છો. |
01:00 | પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે. |
01:04 | તમારા કીબોર્ડ પરનાં એરો બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો. |
01:10 | વૈકલ્પિક રીતે, કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો. |
01:16 | આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે. |
01:20 | સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરી કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો. |
01:28 | નીકળવા માટેનો બીજો માર્ગ Escape બટન છે. |
01:33 | વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો. |
01:40 | ચાલો આ વિકલ્પને સક્રીય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. |
01:45 | Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings. |
01:51 | Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01:54 | Options અંદર, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો. |
02:02 | ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો. |
02:06 | ફરીથી, Main મેનૂમાંથી, Slide Show અને ત્યારબાદ Slide Show પર ક્લિક કરો. |
02:13 | નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઇ ગયું છે. |
02:17 | આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે. |
02:24 | જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ કરી શકો છો. |
02:29 | ચાલો પહેલાં પોઈન્ટ સામે એક ટીક માર્ક કરીએ. |
02:34 | ટ્યુટોરીયલને અટકાવી આ એસાઇનમેંટ કરો. |
02:38 | ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો. |
02:47 | હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે. |
02:52 | તમે આગળની સ્લાઇડ પર Space bar દબાવી પણ જઇ શકો છો. |
02:57 | ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show પર ક્લિક કરો. |
03:05 | આગળ, Slide Transitions વિશે શીખીએ. |
03:09 | Slide Transitions શું છે? |
03:12 | ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ. |
03:22 | Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો. |
03:26 | પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે. |
03:31 | આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી શકો છો. |
03:37 | ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ. |
03:40 | હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો. |
03:48 | સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે. |
03:52 | આ ક્રિયાને અનડૂ કરવાં માટે CTRL+Z કી દબાવો. |
03:57 | તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનો ઉમેરી શકો છો. |
04:02 | Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડ પસંદ કરો. |
04:06 | હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો. |
04:13 | Apply to selected slides અંદર, સ્ક્રોલ કરી Wipe Up પસંદ કરો. |
04:19 | નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે. |
04:24 | સ્પીડ ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો. |
04:31 | Modify Transitions અંદર, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પર ક્લિક કરો. |
04:39 | હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ. |
04:43 | Modify Transitions અંદર, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો. |
04:52 | એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ. |
04:56 | Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો. |
05:00 | Apply to selected slides અંદર, wheel clockwise, 4 spokes પસંદ કરો. |
05:08 | હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો. |
05:13 | આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો. |
05:21 | હવે, આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું કરીએ. |
05:25 | Play પર ક્લિક કરો. |
05:28 | આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વનીની અસરો નાખવી. |
05:35 | ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે. |
05:42 | Tasks પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો. |
05:46 | Transition type માં, Checkerboard Down પસંદ કરો. |
05:50 | Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો. |
05:55 | Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો. |
06:00 | Loop Until Next Sound ને ચેક કરો |
06:04 | Automatically After રેડીઓ બટનને ક્લિક કરો |
06:09 | સમય 1sec તરીકે પસંદ કરો |
06:14 | Apply to all Slides પર ક્લિક કરો |
06:18 | નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે. |
06:25 | આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી. |
06:31 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો. |
06:38 | નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે. |
06:49 | પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાઓ. |
06:54 | હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે. |
07:03 | આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે. |
07:13 | મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો. |
07:18 | બીજી સ્લાઇડને પસંદ કરો. |
07:21 | Task પેન પર જાઓ. |
07:24 | Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ. |
07:29 | Automatically after ફીલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો. |
07:37 | મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડ પસંદ કરો. |
07:42 | Task પેન પર જાઓ. |
7:44 | Slide Transitions અંદર Advance slide વિકલ્પ પર જાઓ. |
07:49 | Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો. |
07:57 | ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓ અનુસરો. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો. |
08:08 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર. |
08:13 | નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે. |
08:19 | પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે Escape કી દબાઓ. |
08:24 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો |
08:37 | અહીં તમાર માટે એક એસાઇનમેંટ છે. |
08:40 | એક નવું પ્રેઝેંટેશન બનાવો. |
08:42 | એક વ્હીલ ક્લોકવાઈઝ ઉમેરો. |
08:46 | 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે. |
08:54 | એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો. |
08:58 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
09:04 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
09:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:18 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
09:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:37 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો". |
09:48 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |