LibreOffice-Suite-Draw/C2/Fill-objects-with-color/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.00 | LibreOffice ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે: |
00.09 | ઓબ્જેક્ત્સ માં રંગ,ગ્રેડીએન્ટસ, હેત્ચિંગ અને બીટમેપ ભરવું. |
00.15 | પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું. |
00.17 | નવા રંગો બનાવવા |
00.20 | ચાલો WaterCycle ફાઇલ ખોલી શરૂઆત કરીએ. |
00.24 | તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો: |
00.25 | રંગ |
00.26 | ગ્રેડીએન્ટસ |
00.29 | લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને |
00.32 | ચિત્રો |
00.33 | અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. |
00.42 | ચાલો WaterCycle આકૃતિમાં રંગ ભરીયે. |
00.46 | ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે. તેમાં સફેદ રંગ ભરીયે. |
00.54 | સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો. |
00.56 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
01.01 | "Area" સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે. |
01.05 | આ "Area" ટેબ પર ક્લિક કરો અને "Fill" વિકલ્પ હેઠળ, "Color" પસંદ કરો. |
01.13 | નીચે સ્ક્રોલ કરો અને "white" પર ક્લિક કરો. |
01.16 | OK પર ક્લિક કરો. |
01.19 | તે જ રીતે, આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું. |
01.24 | Area હેઠળ color અને white પર ક્લિક કરો. |
01.30 | દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે. |
01.33 | આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો. |
01.38 | ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે, "ગ્રે" કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે. |
01.46 | પ્રથમ તેમને જૂથમાં લો. |
01.48 | Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો. |
01.54 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Group પર ક્લિક કરો. |
01.58 | આ વાદળો જૂથ થયેલ છે. |
02.00 | ફરીથી, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને Area પર ક્લિક કરો. |
02.07 | "Area" સંવાદ બોક્સ માં "Fill" વિકલ્પ હેઠળ "Area" ટેબ પર ક્લિક કરો, "Color" પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ "Gray 70%" પર ક્લિક કરો. |
02.23 | OK પર ક્લિક કરો. |
02.25 | ચાલો ત્રિકોણ “brown 3” થી એ જ રીતે રંગીએ. |
02.37 | હવે લંબચોરસને “brown 4” માં એ જ રીતે રંગીએ. |
02.48 | એ જ રીતે, ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે. |
02.58 | આગળ, ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને “turquoise 1” રંગ સાથે ભરીયે. |
03.05 | તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી, ચાલો તેમને જુથમાં કરીએ, જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી. |
03.12 | તેમાં રંગ ભરવા માટે, અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો - જમણું ક્લિક કરો, area, area tab, fill, color, turquoise 1. |
03.27 | ઓબ્જેક્ટ "water" માં તે જુઓ, ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે. |
03.35 | ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય. |
03.41 | ઓબ્જેક્ટ પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો. |
03.48 | "Line" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
03.52 | "Line" ટેબ પર ક્લિક કરો. |
03.55 | "Line properties" માં, "Style" બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને "Invisible" પસંદ કરો. |
04.03 | OK પર ક્લિક કરો. |
04.05 | પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે. |
04.09 | હવે, વૃક્ષોમાં રંગ ભરીયે. |
04.14 | સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો. |
04.16 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Enter Group" પર ક્લિક કરો. |
04.23 | હવે, ચાલો વૃક્ષ એડિટ કરીએ. |
04.26 | જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો. |
04.30 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
04.36 | "Area" સંવાદ બૉક્સમાં. |
04.38 | "Area" ટેબ પર ક્લિક કરો. |
04.40 | “Fill “ હેઠળ, Color પસંદ કરો. |
04.44 | નીચે સ્ક્રોલ કરો અને "Green 5" પર ક્લિક કરો. |
04.47 | OK ઉપર ક્લિક કરો. |
04.49 | ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો. |
04.57 | ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે. |
05.05 | Y-shaped એરો પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
05.08 | નોંધ લો કે બધી પસંદગી "Area" સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે. |
05.15 | તો "Color" પસંદ કરો. |
05.18 | નીચે સ્ક્રોલ કરો અને “Brown 1” પર ક્લિક કરો. |
05.21 | OK પર ક્લિક કરો. |
05.23 | આપણે વૃક્ષને રંગ કર્યો! |
05.26 | જૂથમાંથી બહાર નીકળવા માટે, જમણું ક્લિક કરો અને "Exit Group" પસંદ કરો. |
05.31 | આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ. |
05.36 | આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ, રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો. |
05.44 | આ રીતે આ ખુબ સરળ છે. |
05.49 | હવે "Sun" ની બાજુમાં આવેલ વાદળમાં "shadow" ઉમેરીએ. |
05.55 | પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી Select પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો. |
06.03 | સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પર ક્લિક કરો. |
06.10 | "Area" સંવાદ બોક્સ માં, "Shadow" ટેબ પર ક્લિક કરો. |
06.15 | Properties માં, Use Shadow box ચેક કરો. |
06.20 | અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે. |
06.24 | "Position" માં, bottom-right corner વિકલ્પ પર ક્લિક કરો. |
06.29 | "Position" છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે. |
06.33 | Color ક્ષેત્રમાં, ગ્રે પસંદ કરો. |
06.36 | OK ઉપર ક્લિક કરો. |
06.39 | છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે. |
06.44 | ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ. |
06.48 | ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો. |
06.55 | "Area" સંવાદ બૉક્સમાં, "Area" ટૅબ પસંદ કરો. "Fill" હેઠળ "Gradient" ક્લિક કરો. |
07.02 | હવે Gradient1 પસંદ કરો. |
07.04 | OK પર ક્લિક કરો. |
07.06 | વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે! |
07.11 . | એક આકાર પસંદ કરો - ધારો કે cloud group. કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" ઉપર ક્લિક કરો. |
07.19 | આ Area ટેબ વિકલ્પો દૃશ્યમાન છે. |
07.23 | Fill હેઠળ, તમે 4 વિકલ્પો જોશો - |
07.27 | Colors, Gradient, Hatching અને Bitmap. |
07.32 | નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે. |
07.39 | આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે. |
07.43 | ચાલો Colors ટેબ પર ક્લિક કરો. |
07.46 | Properties હેઠળ, Color ડ્રોપ ડાઉન માંથી Red 3 પસંદ કરો. |
07.53 | પછી, RGB પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે R, G અને B ની વેલ્યુઝ દાખલ કરો. |
08.01 | R, G અને B લાલ, લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે. |
08.08 | આપણે R માટે 200, G માટે 100 અને B માટે 50 દાખલ કરીશું. |
08.16 | અહીં આપણે રંગ બદલવા માટે લાલ, લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ. |
08.22 | RGB ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ. |
08.28 | પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે. |
08.31 | Color ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે. |
08.37 | Name ક્ષેત્રમાં તે માટે એક નામ લખો. |
08.41 | ચાલો નામ "New red" દાખલ કરીએ. |
08.44 | Add બટન પર ક્લિક કરો. |
08.46 | નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે. |
08.49 | OK પર ક્લિક કરો. |
08.51 | આપણે એક નવો રંગ બનાવ્યો છે! |
08.54 | ચાલો આ ક્રિયા CTRL અને Z દબાવીને અન્ડું કરીએ. |
08.59 | વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે. |
09.03 | "Area" સંવાદ બોક્સના ટેબો વાપરી , તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો. |
09.10 | ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે. |
09.14 | ઉદાહરણ તરીકે, રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે. |
09.18 | હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. |
09.24 | હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું. |
09.28 | મુખ્ય મેનુ માંથી, Format પસંદ કરો અને Area પર ક્લિક કરો. |
09.33 | આગળ જોયું તે પ્રમાણે Area સંવાદ બોક્સ ખોલે છે, ત્યાર બાદ Bitmaps ટેબ પર ક્લિક કરો. |
09.39 | હવે Import બટન પર ક્લિક કરો. |
09.42 | Import સંવાદ બોક્સ દેખાય છે. |
09.45 | બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો. |
09.48 | Open બટન પર ક્લિક કરો. |
09.50 | ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે. |
09.55 | નામ "NewBitmap" દાખલ કરો. |
09.58 | OK પર ક્લિક કરો. |
10.00 | બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે. |
10.04 | બહાર નીકળવા માટે OK પર ક્લિક કરો. |
10.07 | હવે આ વાદળો જુઓ. |
10.10 | ચાલો CTRL અને Z દબાવીને આ અન્ડું કરીએ. |
10.14 | ઓબ્જેક્ટ "water" ભરવા માટે બીટમેપ વાપરો. |
10.19 | હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ. |
10.22 | આ કરવા માટે, આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો. |
10.26 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, અને "Area" પસંદ કરો. |
10.31 | "Area" સંવાદ બોક્સ માં, "Bitmaps" ટેબ પર ક્લિક કરો. |
10.36 | બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને "Water" પસંદ કરો. |
10.41 | OK પર ક્લિક કરો. |
10.43 | પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે! |
10.46 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
10.50 | ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ, ગ્રેડિએન્ટ્સ, હેત્ચિંગ, અને બીટમેપ સાથે ભરો. |
10.57 | Transparency ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ. |
11.02 | હવે આકાશમાં રંગ ભરીયે. આ સરળ છે! |
11.06 | આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું. |
11.10 | કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો. |
11.15 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. |
11.21 | "Page setup" સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
11.25 | "Background" ટેબ પર ક્લિક કરો અને "Fill" હેઠળ અને "Color" પસંદ કરો. |
11.30 | નીચે સ્ક્રોલ કરો અને રંગ "Blue 8" પસંદ કરો. |
11.34 | OK પર ક્લિક કરો. |
11.36 | ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ. |
11.41 | NO ઉપર ક્લિક કરો. |
11.44 | હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે. |
11.48 | તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો. |
11.52 | પર્વત પસંદ કરો. |
11.55 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Area" પસંદ કરો. |
11.59 | "Area" સંવાદ બોક્સ માં, "Area" ટૅબ પસંદ કરો. |
12.04 | "Fill" હેઠળ અને "None" પસંદ કરો. |
12.06 | OK પર ક્લિક કરો. |
12.08 | ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે. |
12.15 | ક્રિયા અન્ડું કરવા માટે, CTRL + Z કીઓ ડબાઓ. |
12.20 | તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો. |
12.25 | Ctrl + S કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો, દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL + S કરો. |
12.34 | વૈકલ્પિક રીતે, Automatic Save વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે. |
12.41 | અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. |
12.43 | તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો. |
12.45 | આ પેજને બેકગ્રાઉન્ડ આપો. |
12.47 | અમુક નવા રંગો બનાવો. |
12.50 | LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12.54 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે નીચે આપેલ કરવા માટે રંગ, ગરેડીયેન્ત્સ, હેત્ચિંગ અને બીટમેપ વાપરવું: |
13.01 | ઓબ્જેક્ત્સ ભરવા માટે |
13.03 | બેકગ્રાઉન્ડ બનાવવું અને |
13.05 | નવી શૈલીઓ બનાવવું |
13.07 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
13.10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
13.13 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
13.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
13.20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
13.23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
13.27 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
13.33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે |
13.38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13.45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
13.56 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |