Ruby/C3/while-and-until-Looping-Statements/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:58, 1 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | Ruby (રૂબી) માં while (વ્હાઈલ) અને until (અનટીલ) લૂપ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરવાનું શીખીશું- |
00:09 | while loop (વ્હાઈલ લૂપ), until loop (અનટીલ લૂપ) |
00:11 | redo (રીડૂ), અને break (બ્રેક) |
00:13 | આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 12.04 |
00:17 | રૂબી 1.9.3 |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. |
00:25 | સાથે જ તમને લીનક્સ આદેશો, ટર્મિનલ અને ટેક્સ્ટ-એડીટરની પણ જાણકારી હોવી જોઈએ. |
00:29 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:34 | એ પહેલા કે અમે શરુ કરીએ, યાદ કરી લો કે આપણે પહેલા ttt ડીરેક્ટરી બનાવી હતી. |
00:38 | ચાલો આ ડીરેક્ટરીમાં જઈએ. |
00:41 | ત્યારબાદ ruby hyphen tutorial (રૂબી હાયફન ટ્યુટોરીયલ) અને looping hyphen statements (લૂપીંગ હાયફન સ્ટેટમેંટ્સ) માં. |
00:46 | હવે જો કે આપણે તે ફોલ્ડરમાં છીએ, ચાલો આગળ વધીએ. |
00:50 | રૂબીમાં વ્હાઈલ લૂપનું સીન્ટેક્સ આપેલ પ્રમાણે છે: |
00:54 | while “boolean expression” (વ્હાઈલ “બૂલીયન એક્સપ્રેશન”) |
00:56 | ruby code (રૂબી કોડ), end (એન્ડ) |
00:58 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
01:01 | મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ gedit માં બનાવો. |
01:05 | તેને while hyphen loop dot rb નામ આપો |
01:09 | મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે. |
01:13 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space while hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ while હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ)) |
01:24 | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
01:28 | આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે. |
01:32 | પહેલા, મેં લોકલ વેરીએબલ i ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ 0 સાથે ઇનીશલાઈઝ કર્યું છે. |
01:38 | ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે. |
01:41 | જ્યાંસુધી વેરીએબલ i -10 કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે. |
01:46 | વ્હાઈલ લૂપમાં puts મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે. |
01:51 | આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ, આપણે i ની વેલ્યુ 1 અંક ઘટાડીએ છીએ. |
01:56 | i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે. |
02:01 | વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે. |
02:04 | આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -10 સુધી પહોંચતું નથી, |
02:09 | આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે. |
02:12 | તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે. |
02:16 | હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરો ruby space while hyphen loop dot rb (ruby સ્પેસ while હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ. |
02:30 | આઉટપુટ 0 થી -9 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે. |
02:35 | તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ. |
02:40 | ચાલો આગળ until લૂપ જોઈએ. |
02:43 | રૂબીમાં until લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે- |
02:45 | until “boolean expression” (અનટીલ “બૂલીયન એક્સપ્રેશન”) |
02:47 | ruby code (રૂબી કોડ), end (એન્ડ) |
02:50 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
02:52 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space until hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ until હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ)) |
03:03 | તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો, અને આગળ વધીએ અને તમે કોડ ટાઈપ કરી શકો છો. |
03:07 | મેં આ ઉદાહરણમાં એક until લૂપ જાહેર કર્યું છે. |
03:12 | આપણે લોકલ વેરીએબલ i જાહેર કર્યું હતું અને તેને 0 પર ઇનીશલાઈઝ કર્યું હતું. |
03:16 | until લૂપ જાહેર કર્યું છે. |
03:18 | આ લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થશે જ્યાંસુધી વેરીએબલ i એ -10 કરતા મોટો રહે છે. |
03:23 | puts (પુટ્સ) મેથડ આઉટપુટ દર્શાવશે. |
03:27 | આઉટપુટ દ્રશ્યમાન થયા પછીથી, i ની વેલ્યુ 1 અંક ઘટે છે. |
03:32 | i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે. |
03:36 | વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે. |
03:40 | ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -11 સુધી પહોંચતું નથી. |
03:43 | અનટીલ કંડીશન નિષ્ફળ જાય છે. |
03:46 | તે લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે. |
03:51 | હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space until hyphen loop dot rb (ruby સ્પેસ until હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ. |
04:03 | આઉટપુટ 0 થી -10 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે. |
04:08 | તમે હવે રૂબીમાં પોતાનું અનટીલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ. |
04:13 | ચાલો હવે redo બંધારણ પર જઈએ. |
04:16 | રૂબીમાં redo (રીડૂ) માટે આપેલ સીન્ટેક્સ છે- |
04:20 | a collection of objects.each do item |
04:25 | a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ) |
04:27 | ruby code (રૂબી કોડ), redo (રીડૂ) |
04:29 | end (એન્ડ) કંડીશનલ end લૂપ |
04:32 | મારી પાસે રીડૂ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે. |
04:35 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space redo hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ redo હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ)) |
04:48 | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
04:52 | આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે. |
04:55 | ઈચ લૂપને ક્રમાંક 10 થી 20 સુધી પુનરાવૃત્ત થવા માટે જાહેર કર્યું છે. |
05:00 | ત્યારબાદ, આપણે if કંડીશનલ સ્ટેટમેંટ વ્યાખ્યિત કરીએ છીએ. |
05:04 | લૂપ 10 થી 20 સુધીનાં દરેક ક્રમાંક માટે એક્ઝીક્યુટ થશે. |
05:08 | જો i ની વેલ્યુ 20 બરાબર હોય, તો જ તે આંતરિક કંડીશનલ if કંડીશનલ બ્લોકને દાખલ કરશે. |
05:15 | ઈચ લૂપમાં જાહેર થયેલ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવે છે. |
05:20 | જેમ પ્રોગ્રામ if કંડીશનલ બ્લોક દાખલ કરે છે તેમ, તે સૌપહેલા આઉટપુટ પ્રીંટ કરશે. |
05:24 | ત્યારબાદ તે redo (રીડૂ) એક્ઝીક્યુટ કરશે. |
05:28 | redo (રીડૂ) મોટા ભાગનાં આંતરિક લૂપની પુનરાવૃત્તિ એક્ઝીક્યુટ કરે છે. |
05:31 | તે આવું લૂપ કંડીશનને તપાસ કર્યા વિના કરશે. |
05:34 | આપણી કંડીશન રહેશે if i == 20. |
05:38 | પરિણામ અનંત લૂપ રહેશે, જ્યાં સુધી i ની વેલ્યુ 20 થી બદલાશે નહી. |
05:43 | ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space redo hyphen loop dot rb (ruby સ્પેસ redo હાયફન loop ડોટ rb) |
05:52 | આઉટપુટ જોઈએ. આઉટપુટ એવું અનંત લૂપ ધરાવે જેનો કદીપણ અંત થશે નહી. |
05:58 | અનંત લૂપને સમાપ્ત કરવા માટે Ctrl + C દબાવો |
06:03 | હવે, ચાલો break (બ્રેક) સ્ટેટમેંટ જોઈએ. |
06:06 | રૂબીમાં break (બ્રેક) સ્ટેટમેંટ માટે આપેલ સીન્ટેક્સ છે- |
06:10 | a looping statement (લૂપીંગ સ્ટેટમેંટ) |
06:12 | a conditional statement (કંડીશનલ સ્ટેટમેંટ), break (બ્રેક) |
06:14 | end conditional (એન્ડ કંડીશનલ) |
06:16 | ruby code (રૂબી કોડ), end loop (એન્ડ લૂપ) |
06:18 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
06:21 | હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space break hyphen loop dot rb space ampersand (gedit સ્પેસ break હાયફન loop ડોટ rb સ્પેસ એમ્પરસંડ). |
06:33 | તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, અને આ ઉદાહરણમાં જેમ આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો. |
06:38 | આ ઉદાહરણમાં મેં એક each (ઈચ) લૂપ જાહેર કર્યું છે. |
06:41 | તે આપણે વાપરેલ પહેલાવાળાની જેમ જ છે. |
06:43 | અહીં આવેલ puts (પુટ્સ) મેથડ 11 થી 19 ક્રમાંકો માટે આઉટપુટ દર્શાવશે. |
06:49 | જેમ વેલ્યુ 20 થાય છે, તેમ પ્રોગ્રામ કંડીશનલ if બ્લોક દાખલ કરે છે. |
06:54 | આ સમયે, તેનો સામનો બ્રેક સ્ટેટમેંટથી થશે અને લૂપથી બહાર નીકળશે. |
06:59 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
07:02 | ruby space break hyphen loop dot rb (ruby સ્પેસ break હાયફન loop ડોટ rb) |
07:05 | અને આઉટપુટ જુઓ. |
07:08 | આઉટપુટ 10 થી 19 સુધીનાં ક્રમાંકો ધરાવશે. |
07:13 | તમે હવે રૂબીમાં પોતાનું બ્રેક બંધારણ બનાવવા માટે સમર્થ હોવા જોઈએ. |
07:17 | અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:20 | ચાલો સારાંશ લઈએ. |
07:22 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલને વાપરવાનું શીખ્યા |
07:24 | while (વ્હાઈલ) લૂપ, until (અનટીલ) બંધારણ |
07:26 | redo (રીડૂ), break (બ્રેક) બંધારણ |
07:29 | એસાઇનમેંટ તરીકે |
07:31 | ફેરનહેઇટ તરીકે રજુ કરેલી 100 થી 115 (સહિત) ક્રમાંકોની શ્રેણીને લક્ષમાં લો. |
07:38 | આપેલનો ઉપયોગ કરીને એક રૂબી પ્રોગ્રામ લખો |
07:40 | એક યોગ્ય લૂપ બંધારણ |
07:42 | જે કે ફેરનહેઇટથી સેલ્સીઅસ રૂપાંતરણ સુત્રનો ઉપયોગ કરતુ હોય |
07:46 | આપેલ ક્રમાંકોની શ્રેણી સામે |
07:49 | જે કે આ પ્રમાણે આઉટપુટ દર્શાવે: “The temperature has reached a certain degree Celcius and has become unbearable” |
07:55 | જ્યારે સેલ્સીઅસમાં ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સીઅસનાં ઉપર જાય |
08:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:03 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:07 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
08:13 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:15 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:19 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
08:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:29 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:35 | આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
08:44 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |