PERL/C2/More-Conditional-statements/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:54, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:00 | પર્લમાં if-elsif-else (ઇફ-એલ્સઇફ-એલ્સ) અને switch (સ્વીચ) કંડીશનલ સ્ટેટમેંટો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. |
00:10 | પર્લમાનું if-elsif-else સ્ટેટમેંટ અને switch સ્ટેટમેંટ |
00:15 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:22 | હું gedit ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ. |
00:25 | તમે તમારી પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:29 | તમને પર્લનાં Variables (વેરીએબલો) અને Comments (કમેંટો) નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:34 | અને જાણ હોવી જોઈએ for, foreach, while (ફોર, ફોરઇચ, વ્હાઈલ) અને do-while (ડૂ-વ્હાઈલ) લૂપોની અને |
00:38 | if (ઇફ) અને if-else (ઇફ-એલ્સ) સ્ટેટમેંટો વિશે જાણ હોવી વધુ લાભદાયક રહેશે. |
00:43 | સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટનો સંદર્ભ લો. |
00:48 | If-elsif-else સ્ટેટમેંટનો ઉપયોગ |
00:52 | અનેક કંડીશનો તપાસવા માટે થઇ શકે છે અને |
00:54 | જ્યારે તમામ કંડીશનો Fail (ફેઈલ) થાય ત્યારે તે મૂળભૂત else (એલ્સ) બ્લોકને એક્ઝીક્યુટ કરે છે. |
00:59 | if-elsif-else સ્ટેટમેંટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે |
01:04 | if space ખુલ્લો કૌંસ condition બંધ કૌંસ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ શરૂ. Enter દબાવો |
01:13 | કંડીશન true (ટ્રુ) હોવાની સ્થિતિમાં એક્ઝીક્યુટ થનાર કોડ અંશ અને અર્ધવિરામ |
01:18 | Enter દબાવો |
01:20 | છગડીયો કૌંસ બંધ સ્પેસ elsif સ્પેસ ખુલ્લો કૌંસ condition કૌંસ બંધ સ્પેસ છગડીયો કૌંસ શરૂ |
01:30 | Enter દબાવો |
01:31 | elsif કંડીશન ટ્રુ રહેવાની સ્થિતિમાં |
01:33 | એક્ઝીક્યુટ થનાર બીજો એક કોડ અંશ અને અર્ધવિરામ |
01:37 | Enter દબાવો |
01:39 | છગડીયો કૌંસ બંધ સ્પેસ else સ્પેસ છગડીયો કૌંસ શરૂ |
01:44 | Enter |
01:45 | ઉપરની બંને કંડીશનો false (ફોલ્સ) થવા પર એક્ઝીક્યુટ થનાર કોડ અને અર્ધવિરામ |
01:51 | Enter દબાવો છગડીયો કૌંસ બંધ |
01:55 | પહેલા, if કંડીશન તપાસવામાં આવશે અને તે ટ્રુ હોય તો તે એક્ઝીક્યુટ થશે. |
02:01 | જો નથી, તો else if કંડીશન તપાસવામાં આવશે અને ટ્રુ હોવા પર તે એક્ઝીક્યુટ થશે. |
02:06 | નહી તો, else બ્લોક અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થાય છે. |
02:11 | હવે ચાલો if-elsif-else સ્ટેટમેંટનું ઉદાહરણ જોઈએ. |
02:16 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
02:19 | gedit conditionalBlocks dot pl space ampersand |
02:26 | અને Enter દબાવો |
02:28 | આનાથી gedit માં conditionalBlocks.pl ફાઈલ ખુલશે. |
02:33 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
02:38 | આપણે language (લેંગવેજ) આ વેરીએબલને વેલ્યુ 'Perl' એસાઈન કરી છે. |
02:44 | નોંધ લો, eq એ string comparison (સ્ટ્રીંગ કમ્પેરીઝન) ઓપરેટર છે. |
02:49 | અને ત્યારબાદ આપણી પાસે વિવિધ કંડીશનો છે જેને આપણે તપાસવા ઈચ્છીએ છીએ. |
02:55 | હવે, ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો. |
02:58 | ત્યારબાદ ટર્મિનલ પર જઈને ફાઈલને સીધેસીધી એક્ઝીક્યુટ કરો. |
03:02 | ટાઈપ કરો, perl conditionalBlocks dot pl |
03:09 | નોંધ લો: હું કમ્પાઈલેશન પગલાને અવગણી જાવ છું. પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે તે અનિવાર્ય પગલું નથી. |
03:16 | જો કોઈ કમ્પાઈલેશન એરર આવે તો, |
03:18 | એક્ઝીક્યુટ કરતી વેળાએ એક એરર ફેંકાય છે અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ થતી થોભી જાય છે. |
03:23 | હવે Enter દબાવો. |
03:25 | ટર્મિનલ પર આ પ્રમાણે આઉટપુટ દેખાય છે. |
03:27 | Hi, I am Perl |
03:29 | હવે, ચાલો આપણા આગળના કેસ તરફે જોઈએ. |
03:31 | gedit પર જાવ. |
03:33 | દર્શાવ્યા પ્રમાણે language વેરીએબલ માટે 'Java' એસાઈન કરો. |
03:37 | ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો. |
03:40 | ટર્મિનલ પર જાવ અને ફાઈલને એક્ઝીક્યુટ કરો. |
03:43 | ટાઈપ કરો perl conditionalBlocks dot pl |
03:50 | અને Enter દબાવો. |
03:53 | ટર્મિનલ પર દર્શાવવામાં આવેલ આઉટપુટ આ પ્રમાણે છે Hi, I am Java |
03:59 | ફરીથી ચાલો gedit પર જાવ. |
04:03 | હવે, ચાલો language વેરીએબલ માટે 'English' એસાઈન કરીએ. |
04:07 | ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો. |
04:09 | ટર્મિનલ પર જાવ અને ફાઈલને એક્ઝીક્યુટ કરો. |
04:13 | ટાઈપ કરો perl conditionalBlocks dot pl |
04:18 | અને Enter દબાવો. |
04:19 | ટર્મિનલ પર દર્શાવવામાં આવેલ આઉટપુટ આ પ્રમાણે છે. |
04:22 | I am not a computer language |
04:27 | આ 3 કેસો આ પ્રમાણે સૂચિત કરે છે; |
04:29 | કંડીશન સંતોષનાર ફક્ત એક જ if block એક્ઝીક્યુટ થશે. |
04:35 | નહીતર મૂળભૂત else block એક્ઝીક્યુટ થશે. |
04:39 | આપણી જરૂર અનુસાર, આપણી પાસે આ પ્રમાણેનાં અનેક elsif કંડીશનો હોઈ શકે છે. |
04:46 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે - |
04:48 | આપેલ પ્રીંટ કરવા માટે if-elsif-else સ્ટેટમેંટ લખો. |
04:51 | stream જો science હોય તો “I am a Science graduate” |
04:55 | stream જો commerce હોય તો “I am a Commerce graduate” |
04:59 | અને stream જો science કે commerce આમાંની કોઈપણ ન હોય તો “I am an Arts graduate” |
05:06 | હવે ચાલો switch (સ્વીચ) સ્ટેટમેંટ વિશે શીખીએ. |
05:10 | પર્લ 5.8 સુધી, switch (સ્વીચ) સ્ટેટમેંટ ન હતું. |
05:14 | ત્યાર પછીથી, Switch module (સ્વીચ મોડ્યુલ) નો પરિચય થયો, |
05:18 | જેણે switch સ્ટેટમેંટની કાર્યક્ષમતા પૂરી પાડી. |
05:22 | નોંધ લો: Perl માનાં Modules (મોડ્યુલો) આવનારા ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે. |
05:27 | switch નું સિન્ટેક્સ આ પ્રમાણે છે: |
05:30 | use Switch અર્ધવિરામ |
05:32 | Enter દબાવો |
05:34 | switch સ્પેસ ખુલ્લો કૌંસ dollar value કૌંસ બંધ સ્પેસ છગડીયો કૌંસ શરૂ |
05:42 | Enter દબાવો |
05:44 | case સ્પેસ 1 સ્પેસ છગડીયો કૌંસ શરૂ dollar value equal to 1 હોવા પર એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ. |
05:53 | Enter દબાવો |
05:55 | case સ્પેસ એકલ અવતરણ a એકલ અવતરણ સ્પેસ છગડીયો કૌંસ શરૂ dollar value equal to એકલ અવતરણ a એકલ અવતરણ હોવા પર એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ |
06:09 | Enter દબાવો |
06:10 | else સ્પેસ છગડીયો કૌંસ શરૂ dollar value ઉપર આપેલ કોઈપણ કેસથી ન મળે તો એક્ઝીક્યુટ થશે |
06:18 | છગડીયો કૌંસ બંધ Enter દબાવો |
06:20 | છગડીયો કૌંસ બંધ |
06:22 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને switch સમજીએ. |
06:26 | ટર્મિનલ જાઓ અને ટાઈપ કરો |
06:29 | gedit sampleSwitch dot pl space ampersand |
06:36 | અને Enter દબાવો |
06:38 | હવે, સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે સેમ્પલ પ્રોગ્રામ ટાઈપ કરો. |
06:43 | ચાલો સમજીએ કે switch સ્ટેટમેંટ કેવી રીતે કામ કરે છે. |
06:46 | use Switch સ્ટેટમેંટ Perl કોડ અંતર્ગત Switch મોડ્યુલ ધરાવે છે. |
06:54 | નોંધ લો: આપણે use keyword વિશે વિગતમાં આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
07:00 | અત્યારે આપણે વિવિધ કિસ્સાઓને તપાસ કરીશું. |
07:03 | આપણે વેરીએબલ $var ને 'Perl' વેલ્યુ એસાઈન કરી છે. |
07:08 | સ્વીચ સ્ટેટમેંટમાં વેરીએબલ $var ની વેલ્યુ તપાસ થાય છે. |
07:14 | પહેલા કેસમાં, તે કેસ 'Perl' થી મેળ ખાય છે. |
07:19 | જેથી કરીને આ case (કેસ) આગળ લખેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
07:24 | ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો. |
07:27 | હવે, ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
07:31 | perl sampleSwitch.pl |
07:36 | Enter (એન્ટર) દબાવો |
07:38 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે |
07:41 | I am Perl |
07:43 | gedit માં sampleSwitch.pl પર પાછા જાવ. |
07:48 | હવે, વેરીએબલ $var ને ચાલો 'Linux' વેલ્યુ એસાઈન કરીએ |
07:52 | ફાઈલ સંગ્રહવા માટે Ctrl S દબાવો. |
07:57 | ફરીથી, સ્વીચમાં $var ના વેરીએબલની વેલ્યુ તપાસવામાં આવશે. |
08:03 | આ કેસ 'Linux' થી મેળ ખાશે. |
08:05 | જેથી કરીને આ કેસ આગળ લખેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
08:10 | હવે, ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો |
08:15 | perl sampleSwitch.pl |
08:19 | Enter દબાવો |
08:21 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે |
08:24 | I am Linux |
08:26 | gedit માં sampleSwitch.pl પર જાવ. |
08:30 | એજ પ્રમાણે, જો વેરીએબલ $var ની વેલ્યુ 'Java' હોય, તો બીજી કેસ તપાસવામાં આવશે. |
08:38 | હવે, ચાલો વેરીએબલ $var ને 'English' વેલ્યુ એસાઈન કરીએ. |
08:42 | ફરીથી, સ્વીચમાં વેરીએબલ $var ની વેલ્યુ તપાસવામાં આવશે. |
08:47 | આ કોઈપણ case (કેસ) સ્ટેટમેંટોથી મેળ ખાતી નથી. |
08:50 | જેથી else (એલ્સ) સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે. |
08:54 | હવે, ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો |
09:00 | perl sampleSwitch.pl |
09:07 | અને Enter દબાવો |
09:09 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દૃશ્યમાન થાય છે - |
09:12 | I am not a computer language |
09:17 | 3 કેસો આ પ્રમાણે સૂચવે છે: |
09:20 | એક્સપ્રેશનની વેલ્યુ કયો case (કેસ) એક્ઝીક્યુટ કરવો છે તે નક્કી કરે છે |
09:25 | ફક્ત માન્ય case (કેસ) જ એક્ઝીક્યુટ થશે અને |
09:28 | જ્યારે કોઈપણ માન્ય case ન હોય, ત્યારે મૂળભૂત else કેસ એક્ઝીક્યુટ થશે. |
09:35 | else case (એલ્સ કેસ) લખવું અનિવાર્ય નથી. |
09:39 | આવી સ્થિતિમાં, |
09:41 | જો કોઈપણ cases (કેસીસ) મળતા ના આવે |
09:44 | તો switch (સ્વીચ) સ્ટેટમેંટ તરફથી કોઈપણ આઉટપુટ આવશે નહી. |
09:48 | અહીં તમારી માટે બીજું એસાઈનમેંટ છે - |
09:50 | switch (સ્વીચ) સ્ટેટમેંટ વાપરીને |
09:53 | આ ટ્યુટોરીયલમાં આપેલ પહેલાનું એસાઈનમેંટ ફરીથી લખો. |
09:57 | ચાલો સારાંશ લઈએ. |
09:59 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા - |
10:01 | પર્લમાનું if-elsif-else સ્ટેટમેંટ અને |
10:04 | switch સ્ટેટમેંટ સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજ્યા. |
10:08 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:12 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:25 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:30 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:40 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:47 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:58 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
11:00 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:03 | જોડાવાબદ્દલ આભાર. |