LibreOffice-Suite-Base/C3/Create-simple-queries-in-SQL-View-II/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:54, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:02 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે |
00:10 | SQL View માં ક્વેરીઓ લખવી |
00:13 | ORDER BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું |
00:15 | JOINS વાપરવું |
00:17 | એગ્રેગેટ ફંક્શન્સ (એકંદર વિધેયો) વાપરવાં |
00:19 | GROUP BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું |
00:21 | અને બીલ્ટ ઇન ફંક્શનો (આંતરિક બંધારણીય વિધેયો) વાપરવાં |
00:26 | ચાલો SQL ક્વેરીઓ લખવા વિશે વધુ જાણીએ |
00:31 | આ માટે, ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ. |
00:36 | હવે, ચાલો ડાબી પેનલ પર આવેલ ક્વેરીઓની યાદી ઉપર ક્લિક કરીએ |
00:42 | અને ત્યારબાદ ‘Create Query in SQL View’ ઉપર ક્લિક કરીએ. |
00:49 | ચાલો પહેલા જોઈએ કે ક્વેરીનાં પરિણામોને આપણે કેવી રીતે સોર્ટ કરી શકીએ છીએ. |
00:55 | અને ચાલો નીચે આપેલ ઉદાહરણ ધારીએ: |
00:59 | કેમ્બ્રિજ અથવા ઓક્સફર્ડ દ્વારા પ્રકાશિત થયેલ એ તમામ પુસ્તકોનાં શીર્ષક અને લેખક માહિતી મેળવો. |
01:09 | અને તેને તેમના પ્રકાશકનાં ચઢતા ક્રમમાં સોર્ટ કરીએ, પછી આગળ ચઢતા ક્રમમાં પુસ્તક શીર્ષકો. |
01:19 | અને અહીં ક્વેરી છે: |
01:22 | SELECT Publisher, Title, Author |
01:28 | FROM Books |
01:31 | WHERE Publisher IN ( 'Cambridge', 'Oxford') |
01:42 | ORDER BY Publisher ASC, Title ASC |
01:50 | નોંધ લો આપણે ORDER BY ક્લાઉઝને કોલમ નામો ઉપર સોર્ટીંગ સ્પષ્ટ કરવાં માટે વાપર્યું છે. |
01:58 | કોમા કેરેક્ટર (અલ્પવિરામ અક્ષરો) જે સોર્ટીંગ માટે વધારાની કોલમો ઉમેરવા માટે મદદ કરે છે એની પણ નોંધ લો. |
02:05 | અને ચઢતા કે ઉતરતા ક્રમને સ્પષ્ટ કરવાં માટે, આપણે માત્ર A S C અથવા D E S C ને દરેક કોલમ નામ આગળ ટાઈપ કરી શકીએ છીએ. |
02:19 | હવે, ચાલો ફાઈલ મેનુબાર નીચે આવેલ Run Query આઇકોન ઉપર ક્લિક કરીએ. |
02:26 | અહીં પુસ્તકો છે, જે પહેલા પ્રકાશક અને ત્યારબાદ પુસ્તક શીર્ષક દ્વારા સોર્ટ થયેલ છે. |
02:34 | હવે આપણી પછીની ક્વેરી પર. |
02:38 | ચાલો હવે પુસ્તકની જારી થયેલ તારીખોની સાથે, એ પુસ્તક શીર્ષકોની યાદી મેળવીએ, જે હજુ સુધી સભ્યો દ્વારા પાછી અપાયેલ નથી. |
02:48 | જો કે શીર્ષકો એ Books કોષ્ટકમાં અને Book Issue date BooksIssued કોષ્ટકમાં હોવાને કારણે, |
02:55 | આપણે કોઈ પણ રીતે આ બંનેનું જોડાણ કરવું પડશે. |
03:00 | તો આપણે આ બે કોષ્ટકોને જોડવાં માટે, JOIN કીવર્ડ ઉપયોગમાં લેશું |
03:07 | અને આપણે આ બે કોષ્ટકોને લીંક (જોડાણ) કરવાં માટે, કોમન કોલમ (સામાન્ય સ્તંભ), BookId નો ઉપયોગ કરીશું. |
03:14 | તેથી ક્વેરી છે: |
03:17 | SELECT B.title, I.IssueDate, I.Memberid
FROM Books B JOIN BooksIssued I |
03:35 | ON B.bookid = I.BookId
WHERE CheckedIn = FALSE |
03:48 | FROM ક્લાઉઝમાં B અને I અક્ષરો ની નોંધ લો. |
03:55 | આને એલયાસીઝ (ઉપનામો) કહેવાય છે, જે સારાં વંચાણ માટે ક્યાં તો વર્ણનાત્મક અથવા ફક્ત વર્ણમાળાનો કોઈ એક અક્ષર હોઈ શકે છે. |
04:06 | નોંધ લો કે BookId કોલમ બંને કોષ્ટકોમાં છે. |
04:11 | તેથી કોઈપણ મૂંઝવણને અવગણવા માટે આપણે કોલમ નામોને સ્પષ્ટ અથવા લાયક કરવાં એલયાસીઝનો ઉપયોગ કરીશું. |
04:21 | સારું, હવે નોંધ લો કે આપણે FROM ક્લાઉઝમાં JOIN કીવર્ડ વાપરીને બે ટેબલો જોડ્યાં છે. |
04:31 | અને આપણે નીચે પ્રમાણે નું લખી BookId કોલમને જોડવાં માટે સ્પષ્ટ કરેલ છે:
ON B.bookid = I.BookId |
04:46 | તો ચાલો હવે આપણી ક્વેરીને રન કરીએ, |
04:49 | અને આપણે પુસ્તકોની યાદી અને તે જારી થયેલાંની તારીખ જોઈએ છીએ અને CheckedIn સ્ટેટ્સ ની નોંધ લો; જે ચેક્ડ ઇન (પસંદ થયેલ) નથી. |
04:59 | ઠીક છે, તે પણ નોંધ લો કે આપણને પરિણામોમાં ફક્ત memberId જ દેખાય. જે ખૂબ ઉપયોગી નથી. |
05:08 | તો આપણે સભ્યનાં નામો કેવી રીતે દર્શાવી શકીએ, જે Members કોષ્ટકમાં છે? |
05:15 | સરળ; આપણે નીચે દર્શાવ્યાં પ્રમાણે Members કોષ્ટકને આપણી ક્વેરીથી JOIN કરીશું: |
05:21 | SELECT B.Title, I.IssueDate, I.MemberId, M.Name
FROM Books B |
05:37 | JOIN BooksIssued I ON B.BookId = I.BookId
JOIN Members M ON I.MemberId = M.MemberId |
05:58 | WHERE CheckedIn = FALSE |
06:02 | Members કોષ્ટક સાથેના બીજા JOIN ની અને MemberId કોલમ જોડવા માટે ઉપયોગ થઇ છે તેની નોંધ લો. |
06:12 | ચાલો ક્વેરી રન કરીએ. |
06:14 | અહીં સભ્યનાં નામો તેમને જારી થયેલ પુસ્તકોની સાથે છે. |
06:20 | પછી, ચાલો એગ્રેગેટ્સ અને ગ્રૂપીંગ (મિશ્રણો અને જૂથ) વિશે શીખીએ. |
06:26 | આપણે લાઈબ્રેરીમાંનાં દરેક સભ્યોની ગણતરી કેવી રીતે મેળવી શકીએ? |
06:31 | અહીં ક્વેરી છે: |
06:34 | SELECT COUNT(*) AS "Total Members"
FROM Members |
06:47 | તો અહીં COUNT ની નોંધ લો. |
06:51 | આને એગ્રેગેટ ફંક્શન (એકંદર વિધેય) કહેવાય છે, કારણ કે તે રેકોર્ડ સમૂહનાં મૂલ્યાંકન દ્વારા માત્ર એક જ કિંમત પાછી આપે છે. |
07:02 | આપણે એક એલીયાઝ (ઉપનામ) ‘Total Members’ પણ ઉમેર્યું છે. |
07:07 | હવે ચાલો ક્વેરી રન કરીએ. |
07:10 | તો અહીં, બેઝે તમામ ૪ સભ્યોનાં રેકોર્ડને મૂલ્યાંકન કરીને ક્રમાંક ૪ પાછો આપ્યો છે જે સભ્યોની કુલ ગણતરી છે. |
07:22 | એગ્રેગેટ ફંક્શન્સ નાં કેટલાક વધુ ઉદાહરણો છે SUM, MAX અને MIN. |
07:30 | હવે ચાલો આપણે માહિતીને જૂથમાં કરવાં વિશે જાણીએ. |
07:36 | આપણે દરેક પ્રકાશક માટે કેવી રીતે પુસ્તકોની ગણતરી મેળવી શકીએ? |
07:40 | અહીં ક્વેરી છે: |
07:43 | SELECT Publisher, COUNT(*) AS "Number of Books" FROM Books
GROUP BY Publisher ORDER BY Publisher |
08:03 | નવા GROUP BY ક્લાઉઝ ની નોંધ લો. |
08:06 | તો રેકોર્ડો ને દરેક પ્રકાશક માટે જૂથ માં કરવા માટે આપણે Publisher અને number of books અને GROUP BY ક્લોઝ પસંદ કરીએ છીએ. |
08:18 | ચાલો હવે ક્વેરીને રન કરીએ. |
08:21 | પ્રકાશકનાં નામો અને તેમની પાછળ આવેલ દરેક પ્રકાશક દ્વારા પુસ્તકોની સંખ્યાની નોંધ લો. |
08:33 | પછી, ચાલો SQL માં ફંક્શનો વાપરવાં વિશે શીખીએ. |
08:38 | ફંક્શનો સ્ટેટમેંટો (નિવેદનો) છે જે એક જ કિંમત પરતાવે છે. |
08:43 | ઉદાહરણ તરીકે, CURRENT_DATE આજની તારીખ પર્તાવશે. |
08:49 | તો ચાલો તમામ પુસ્તક શીર્ષકોની યાદી બનાવીએ જે સભ્યો દ્વારા પર્તાવવાનાં બાકી છે. |
08:56 | અને ક્વેરી છે: |
08:58 | SELECT B.Title, I.IssueDate, I.ReturnDate |
09:08 | FROM Books B JOIN BooksIssued I ON B.bookid = I.BookId |
09:21 | WHERE CheckedIn = FALSE and ReturnDate < CURRENT_DATE |
09:31 | તો, CURRENT_DATE ફંક્શનનાં ઉપયોગની નોંધ લો. |
09:36 | આપણે એ પુસ્તકો પાછી મેળવી રહ્યાં છીએ જેની વળતરની તારીખ આજની તારીખ પહેલાની છે. |
09:43 | ચાલો આ ક્વેરી રન કરીએ |
09:45 | અને અહીં પુસ્તકો છે જે પરત કરવાં માટે બાકી છે. |
09:51 | HSQLdb દ્વારા ઉપલબ્ધ ફંકશનોની યાદી માટે : આપેલ લીંક પર જાઓ http://hsqldb.org/doc/2.0/guide/builtinfunctions-chapt.html |
10:23 | સમગ્ર વપરાશકર્તા માર્ગદર્શિકા આપેલ વેબસાઇટ ઉપરથી વાપરી શકાય છે; |
10:29 | http://www.hsqldb.org/doc/2.0/guide/ |
10:48 | અંતે, અસાઇનમેન્ટ છે: |
10:50 | નીચે આપેલ માટે તમારી SQL ક્વેરીઓ લખો અને ચકાસો: |
10:55 | ૧. લાઈબ્રેરીની તમામ પુસ્તકોની ગણતરી મેળવો. |
10;58 | ૨. દરેક લેખક દ્વારા લખાયેલ પુસ્તકોની ગણતરી મેળવો. |
11:03 | ૩. એ સભ્યનાં નામો અને તેમના ફોન નંબરોની યાદી મેળવો, જેમને આજે પુસ્તકો આપવાની જરૂર હોય |
11:11 | ૪. સમજાવો કે આ ક્વેરી શું કરે છે?
SELECT (price) AS "Total Cost of Cambridge Books" |
11:24 | FROM Books
WHERE publisher = 'Cambridge' |
11:32 | અહીં લીબરઓફીસ બેઝમાં SQL Viewમાં ક્વેરીઓ બનાવતાં શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:40 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
11:43 | SQL View માં ક્વેરીઓ બનાવવી |
11:47 | ORDER BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું |
11:49 | JOINS વાપરવું |
11:51 | એગ્રેગેટ ફંક્શન્સ (એકંદર વિધેયો) વાપરવાં |
11:54 | GROUP BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું |
11:57 | અને બીલ્ટ ઇન ફંક્શનો (આંતરિક બંધારણીય વિધેયો) ને વાપરવાં |
12:00 | મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
12:21 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |