LibreOffice-Suite-Base/C3/Create-simple-queries-in-SQL-View-II/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:10 SQL View માં ક્વેરીઓ લખવી
00:13 ORDER BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું
00:15 JOINS વાપરવું
00:17 એગ્રેગેટ ફંક્શન્સ (એકંદર વિધેયો) વાપરવાં
00:19 GROUP BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું
00:21 અને બીલ્ટ ઇન ફંક્શનો (આંતરિક બંધારણીય વિધેયો) વાપરવાં
00:26 ચાલો SQL ક્વેરીઓ લખવા વિશે વધુ જાણીએ
00:31 આ માટે, ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ.
00:36 હવે, ચાલો ડાબી પેનલ પર આવેલ ક્વેરીઓની યાદી ઉપર ક્લિક કરીએ
00:42 અને ત્યારબાદ ‘Create Query in SQL View’ ઉપર ક્લિક કરીએ.
00:49 ચાલો પહેલા જોઈએ કે ક્વેરીનાં પરિણામોને આપણે કેવી રીતે સોર્ટ કરી શકીએ છીએ.
00:55 અને ચાલો નીચે આપેલ ઉદાહરણ ધારીએ:
00:59 કેમ્બ્રિજ અથવા ઓક્સફર્ડ દ્વારા પ્રકાશિત થયેલ એ તમામ પુસ્તકોનાં શીર્ષક અને લેખક માહિતી મેળવો.
01:09 અને તેને તેમના પ્રકાશકનાં ચઢતા ક્રમમાં સોર્ટ કરીએ, પછી આગળ ચઢતા ક્રમમાં પુસ્તક શીર્ષકો.
01:19 અને અહીં ક્વેરી છે:
01:22 SELECT Publisher, Title, Author
01:28 FROM Books
01:31 WHERE Publisher IN ( 'Cambridge', 'Oxford')
01:42 ORDER BY Publisher ASC, Title ASC
01:50 નોંધ લો આપણે ORDER BY ક્લાઉઝને કોલમ નામો ઉપર સોર્ટીંગ સ્પષ્ટ કરવાં માટે વાપર્યું છે.
01:58 કોમા કેરેક્ટર (અલ્પવિરામ અક્ષરો) જે સોર્ટીંગ માટે વધારાની કોલમો ઉમેરવા માટે મદદ કરે છે એની પણ નોંધ લો.
02:05 અને ચઢતા કે ઉતરતા ક્રમને સ્પષ્ટ કરવાં માટે, આપણે માત્ર A S C અથવા D E S C ને દરેક કોલમ નામ આગળ ટાઈપ કરી શકીએ છીએ.
02:19 હવે, ચાલો ફાઈલ મેનુબાર નીચે આવેલ Run Query આઇકોન ઉપર ક્લિક કરીએ.
02:26 અહીં પુસ્તકો છે, જે પહેલા પ્રકાશક અને ત્યારબાદ પુસ્તક શીર્ષક દ્વારા સોર્ટ થયેલ છે.
02:34 હવે આપણી પછીની ક્વેરી પર.
02:38 ચાલો હવે પુસ્તકની જારી થયેલ તારીખોની સાથે, એ પુસ્તક શીર્ષકોની યાદી મેળવીએ, જે હજુ સુધી સભ્યો દ્વારા પાછી અપાયેલ નથી.
02:48 જો કે શીર્ષકો એ Books કોષ્ટકમાં અને Book Issue date BooksIssued કોષ્ટકમાં હોવાને કારણે,
02:55 આપણે કોઈ પણ રીતે આ બંનેનું જોડાણ કરવું પડશે.
03:00 તો આપણે આ બે કોષ્ટકોને જોડવાં માટે, JOIN કીવર્ડ ઉપયોગમાં લેશું
03:07 અને આપણે આ બે કોષ્ટકોને લીંક (જોડાણ) કરવાં માટે, કોમન કોલમ (સામાન્ય સ્તંભ), BookId નો ઉપયોગ કરીશું.
03:14 તેથી ક્વેરી છે:
03:17 SELECT B.title, I.IssueDate, I.Memberid

FROM Books B JOIN BooksIssued I

03:35 ON B.bookid = I.BookId

WHERE CheckedIn = FALSE

03:48 FROM ક્લાઉઝમાં B અને I અક્ષરો ની નોંધ લો.
03:55 આને એલયાસીઝ (ઉપનામો) કહેવાય છે, જે સારાં વંચાણ માટે ક્યાં તો વર્ણનાત્મક અથવા ફક્ત વર્ણમાળાનો કોઈ એક અક્ષર હોઈ શકે છે.
04:06 નોંધ લો કે BookId કોલમ બંને કોષ્ટકોમાં છે.
04:11 તેથી કોઈપણ મૂંઝવણને અવગણવા માટે આપણે કોલમ નામોને સ્પષ્ટ અથવા લાયક કરવાં એલયાસીઝનો ઉપયોગ કરીશું.
04:21 સારું, હવે નોંધ લો કે આપણે FROM ક્લાઉઝમાં JOIN કીવર્ડ વાપરીને બે ટેબલો જોડ્યાં છે.
04:31 અને આપણે નીચે પ્રમાણે નું લખી BookId કોલમને જોડવાં માટે સ્પષ્ટ કરેલ છે:

ON B.bookid = I.BookId

04:46 તો ચાલો હવે આપણી ક્વેરીને રન કરીએ,
04:49 અને આપણે પુસ્તકોની યાદી અને તે જારી થયેલાંની તારીખ જોઈએ છીએ અને CheckedIn સ્ટેટ્સ ની નોંધ લો; જે ચેક્ડ ઇન (પસંદ થયેલ) નથી.
04:59 ઠીક છે, તે પણ નોંધ લો કે આપણને પરિણામોમાં ફક્ત memberId જ દેખાય. જે ખૂબ ઉપયોગી નથી.
05:08 તો આપણે સભ્યનાં નામો કેવી રીતે દર્શાવી શકીએ, જે Members કોષ્ટકમાં છે?
05:15 સરળ; આપણે નીચે દર્શાવ્યાં પ્રમાણે Members કોષ્ટકને આપણી ક્વેરીથી JOIN કરીશું:
05:21 SELECT B.Title, I.IssueDate, I.MemberId, M.Name

FROM Books B

05:37 JOIN BooksIssued I ON B.BookId = I.BookId

JOIN Members M ON I.MemberId = M.MemberId

05:58 WHERE CheckedIn = FALSE
06:02 Members કોષ્ટક સાથેના બીજા JOIN ની અને MemberId કોલમ જોડવા માટે ઉપયોગ થઇ છે તેની નોંધ લો.
06:12 ચાલો ક્વેરી રન કરીએ.
06:14 અહીં સભ્યનાં નામો તેમને જારી થયેલ પુસ્તકોની સાથે છે.
06:20 પછી, ચાલો એગ્રેગેટ્સ અને ગ્રૂપીંગ (મિશ્રણો અને જૂથ) વિશે શીખીએ.
06:26 આપણે લાઈબ્રેરીમાંનાં દરેક સભ્યોની ગણતરી કેવી રીતે મેળવી શકીએ?
06:31 અહીં ક્વેરી છે:
06:34 SELECT COUNT(*) AS "Total Members"

FROM Members

06:47 તો અહીં COUNT ની નોંધ લો.
06:51 આને એગ્રેગેટ ફંક્શન (એકંદર વિધેય) કહેવાય છે, કારણ કે તે રેકોર્ડ સમૂહનાં મૂલ્યાંકન દ્વારા માત્ર એક જ કિંમત પાછી આપે છે.
07:02 આપણે એક એલીયાઝ (ઉપનામ) ‘Total Members’ પણ ઉમેર્યું છે.
07:07 હવે ચાલો ક્વેરી રન કરીએ.
07:10 તો અહીં, બેઝે તમામ ૪ સભ્યોનાં રેકોર્ડને મૂલ્યાંકન કરીને ક્રમાંક ૪ પાછો આપ્યો છે જે સભ્યોની કુલ ગણતરી છે.
07:22 એગ્રેગેટ ફંક્શન્સ નાં કેટલાક વધુ ઉદાહરણો છે SUM, MAX અને MIN.
07:30 હવે ચાલો આપણે માહિતીને જૂથમાં કરવાં વિશે જાણીએ.
07:36 આપણે દરેક પ્રકાશક માટે કેવી રીતે પુસ્તકોની ગણતરી મેળવી શકીએ?
07:40 અહીં ક્વેરી છે:
07:43 SELECT Publisher, COUNT(*) AS "Number of Books" FROM Books

GROUP BY Publisher ORDER BY Publisher

08:03 નવા GROUP BY ક્લાઉઝ ની નોંધ લો.
08:06 તો રેકોર્ડો ને દરેક પ્રકાશક માટે જૂથ માં કરવા માટે આપણે Publisher અને number of books અને GROUP BY ક્લોઝ પસંદ કરીએ છીએ.
08:18 ચાલો હવે ક્વેરીને રન કરીએ.
08:21 પ્રકાશકનાં નામો અને તેમની પાછળ આવેલ દરેક પ્રકાશક દ્વારા પુસ્તકોની સંખ્યાની નોંધ લો.
08:33 પછી, ચાલો SQL માં ફંક્શનો વાપરવાં વિશે શીખીએ.
08:38 ફંક્શનો સ્ટેટમેંટો (નિવેદનો) છે જે એક જ કિંમત પરતાવે છે.
08:43 ઉદાહરણ તરીકે, CURRENT_DATE આજની તારીખ પર્તાવશે.
08:49 તો ચાલો તમામ પુસ્તક શીર્ષકોની યાદી બનાવીએ જે સભ્યો દ્વારા પર્તાવવાનાં બાકી છે.
08:56 અને ક્વેરી છે:
08:58 SELECT B.Title, I.IssueDate, I.ReturnDate
09:08 FROM Books B JOIN BooksIssued I ON B.bookid = I.BookId
09:21 WHERE CheckedIn = FALSE and ReturnDate < CURRENT_DATE
09:31 તો, CURRENT_DATE ફંક્શનનાં ઉપયોગની નોંધ લો.
09:36 આપણે એ પુસ્તકો પાછી મેળવી રહ્યાં છીએ જેની વળતરની તારીખ આજની તારીખ પહેલાની છે.
09:43 ચાલો આ ક્વેરી રન કરીએ
09:45 અને અહીં પુસ્તકો છે જે પરત કરવાં માટે બાકી છે.
09:51 HSQLdb દ્વારા ઉપલબ્ધ ફંકશનોની યાદી માટે : આપેલ લીંક પર જાઓ http://hsqldb.org/doc/2.0/guide/builtinfunctions-chapt.html
10:23 સમગ્ર વપરાશકર્તા માર્ગદર્શિકા આપેલ વેબસાઇટ ઉપરથી વાપરી શકાય છે;
10:29 http://www.hsqldb.org/doc/2.0/guide/
10:48 અંતે, અસાઇનમેન્ટ છે:
10:50 નીચે આપેલ માટે તમારી SQL ક્વેરીઓ લખો અને ચકાસો:
10:55 ૧. લાઈબ્રેરીની તમામ પુસ્તકોની ગણતરી મેળવો.
10;58 ૨. દરેક લેખક દ્વારા લખાયેલ પુસ્તકોની ગણતરી મેળવો.
11:03 ૩. એ સભ્યનાં નામો અને તેમના ફોન નંબરોની યાદી મેળવો, જેમને આજે પુસ્તકો આપવાની જરૂર હોય
11:11 ૪. સમજાવો કે આ ક્વેરી શું કરે છે?

SELECT (price) AS "Total Cost of Cambridge Books"

11:24 FROM Books

WHERE publisher = 'Cambridge'

11:32 અહીં લીબરઓફીસ બેઝમાં SQL Viewમાં ક્વેરીઓ બનાવતાં શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:40 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
11:43 SQL View માં ક્વેરીઓ બનાવવી
11:47 ORDER BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું
11:49 JOINS વાપરવું
11:51 એગ્રેગેટ ફંક્શન્સ (એકંદર વિધેયો) વાપરવાં
11:54 GROUP BY ક્લાઉઝ (વાક્યાંશ) વાપરવું
11:57 અને બીલ્ટ ઇન ફંક્શનો (આંતરિક બંધારણીય વિધેયો) ને વાપરવાં
12:00 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
12:21 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya