LibreOffice-Suite-Base/C2/Enter-and-update-data-in-a-form/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:51, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:09 ફોર્મમાં ડેટાને દાખલ કરવા અને સુધારવા.
00:12 પહેલાંના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે ફોર્મમાં ફોર્મ કંટ્રોલો (નિયંત્રણો) કેવી રીતે ઉમેરવા.
00:19 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે ફોર્મના ઉપયોગ વડે ડેટાને કેવી રીતે દાખલ કરવા અને એમાં સુધારા કરવા.
00:27 આ કરવા પહેલા, ચાલો આપણી ફોર્મ ડીઝાઇનમાં બીજા ત્રણ ફેરફારો કરીએ.
00:36 તો ચાલો સૌપ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામને ખોલીએ, જો તે પહેલાથી ખૂલેલ ન હોય.
00:51 અને આપણું લાઈબ્રેરી ડેટાબેઝ
00:54 File મેનુંમાં Open ઉપર ક્લિક કરી ખોલો.
00:58 હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ.
01:02 અને, આપણે 'Books Issued to Members' ફોર્મ ખોલીશું.
01:07 આ કરવા માટે, ચાલો ડાબી પેનલ પર આવેલા ફોર્મ આઇકોન (ચિન્હ) ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ જમણી પેનલ પર આવેલા 'Books Issued to Members' ફોર્મ ઉપર જમણું ક્લિક કરીએ,
01:20 ત્યારબાદ Edit ઉપર ક્લિક કરો.
01:24 આપણે હવે ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં છીએ.
01:28 અહીંયા, ચાલો સૌપ્રથમ, ફોર્મનું માપ બદલીએ, જેથી કરીને એ સંક્ષિપ્ત અને ઓછું પ્રભાવશાળી દેખાય.
01:36 આ કરવા માટે, આપણે આપણા ફોર્મની ઉંચાઈ અને લંબાઈ ઘટાડીશું.
01:43 આપણે તે ફોર્મ વિન્ડોના ઉપર અને બાજુના ભાગ પર ક્લિકીંગ, ડ્રેગીંગ,અને ડ્રોપીંગ વડે કરીશું .
01:51 પછી, ચાલો આપણા ફોર્મ ઉપર શીર્ષકના ફોન્ટને બદલીએ.
01:57 ચાલો ઉપર આવેલા ફોર્મેટિંગ ટૂલબાર વડે ફોન્ટને Arial Black અને માપને ૧૨ માં બદલીએ.
02:12 અંતે, ચાલો ફોર્મ કંટ્રોલો (નિયંત્રણો)ના ટેબ ઓર્ડર (ક્રમ) જોઈએ.
02:19 આ આપણને ફોર્મ કંટ્રોલો ઉપર કોઈ ચોક્કસ ક્રમમાં નેવિગેટ કરવા માટે ટેબ કળોનો ઉપયોગ કરવા માટે મદદ કરે છે,
02:29 ઉદાહરણ તરીકે ઉપરથી નીચે સુધી.
02:33 આને ટેબ ઓર્ડર (ક્રમ) કહેવાય છે.
02:37 હવે, બેઝ આપમેળે ફોર્મમાં ફોર્મ કંટ્રોલોના ટેબ ઓર્ડર (ક્રમ)ને ઉપરથી નીચે સુધી સુયોજિત કરે છે.
02:47 પણ જ્યારથી આપણે કેટલાક ટેક્સ્ટ (લખાણ) બોક્સો રદ્દ કર્યા છે, અને બે નવી લીસ્ટ (યાદી) બોક્સો અને ચાર બટનો ઉમેર્યા છે, આપણે કદાચ ટેબ ક્રમને મિશ્ર કરી દીધી છે.
03:00 તો, આપણે હમણાં આને સુયોજિત કરીશું.
03:05 ફોર્મ ડીઝાઇન ટૂલબારમાં, જે સામાન્ય રીતે વિન્ડોના તળિયે મળે છે, તેમાં આપણે આઈકોનો (ચિન્હો) વડે બ્રાઉઝ કરીશું;
03:16 અને 'Activation order' ટૂલટીપ (ટૂલ સંકેત) દર્શાવતો આઇકોન શોધો.
03:25 ચાલો આ આઇકોન ઉપર ક્લિક કરીએ.
03:29 હવે, આપણે 'Tab Order' શીર્ષક સાથે એક નાનું પોપ અપ વિન્ડો જોઈ શકીએ છીએ.
03:38 આ ફોર્મ કંટ્રોલોને સરખા ક્રમમાં ગોઠવવા માટે, આપણે ક્યાંતો આઈટમને ક્લિક, ડ્રેગ અને ડ્રોપ કરી,
03:46 અથવા 'Move up', અથવા 'Move down' બટનો વાપરી કરી શકીએ છીએ.
03:52 તો ચાલો અહીં ઈમેજ (છબી)માં બતાવ્યા પ્રમાણે ટેબ ઓર્ડર (ક્રમ) ગોઠવીએ.
04:04 આપણે આ કરી નાખ્યું છે, તો આ ફેરફારોને સેવ (સંગ્રહિત) કરવા માટે ચાલો OK બટન દબાવીએ.
04:12 ઠીક છે, હવે, Control S દબાવી આપણા ફોર્મને સેવ (સંગ્રહિત) કરો.
04:19 અને ત્યારબાદ આપણે ફોર્મ વિન્ડોને બંધ કરીશું.
04:24 અને અંતે, આપણે આપણું ફોર્મ ડીઝાઇન કરી નાખ્યું છે.
04:29 હવે, ચાલો આપણા ફોર્મને ચકાસીએ.
04:32 મુખ્ય બેઝ વિન્ડોમાં, બે વાર ક્લિક કરીને 'Books Issued to Members' ફોર્મ ખોલો.
04:41 હવે ફોર્મ ડેટા દાખલ કરવાના મોડમાં ખુલ્યું છે.
04:47 'Form to track Books issued to Members' શીર્ષક ની નોંધ લો.
04:54 અને અહીં આપણને bookIds અને memberIds ની જગ્યાએ પુસ્તક શીર્ષકો અને સભ્યના નામો દેખાય છે.
05:03 તે ઉપરાંત, આ BooksIssued કોષ્ટકનો પ્રથમ રેકોર્ડ છે; આપણે જોઈ શકીએ છીએ કે પુસ્તક શીર્ષક સામે 'An Autobiography' પ્રકાશિત થયેલ છે.
05:15 અને સભ્ય નામના સામે 'Nisha Sharma' પ્રકાશિત થયેલ છે,
05:21 અને આપણને બાકીના ક્ષેત્રો પણ દેખાય છે.
05:25 હવે આપણે તળિયે આવેલા ફોર્મ નેવિગેશન ટૂલબાર આઇકોનના મદદથી બધાજ રેકોર્ડો (નોંધણીઓ) દ્વારા પસાર થઇ શકીએ છીએ.
05:45 ચાલો હવે બીજા રેકોર્ડ ઉપર જઈએ.
05:49 અહીં આપણે જોઈએ છીએ કે સભ્ય જેકબ રોબીન એ પુસ્તક 'Macbeth' લીધેલ છે, અને ચાલો ધારીએ કે તે પુસ્તક પાછી આપી રહ્યો છે.
06:01 તો ચાલો, આ માહિતીને આ રેકોર્ડમાં સુધારીએ.
06:07 આ માટે, આપણે actual return date માં ટાઈપ કરીશું, ઉદાહરણ તરીકે ૭/૭/૧૧
06:17 અને Checked In ક્ષેત્ર ચકાસો.
06:21 આ માહિતીને સંગ્રહવા માટે, આપણે 'Save Record' બટન દબાવીશું જે આપણે ત્યાં મુક્યું છે.
06:30 નોંધ લો કે બટન ભૂખરા રંગનું થઇ ગયું છે, જેનો અર્થ એ છે કે હવે તે વપરાશ માટે નિષ્ક્રિય થઇ ગયું છે.
06:38 પરંતુ જો આપણે આ રેકોર્ડમાં ફરીથી ફેરફાર કરીશું, તો બટન ફરીથી સક્રિય થાય છે.
06:45 ઠીક છે, હવે ચાલો 'Undo changes' બટનને ચકાસીએ.
06:50 આ માટે, ચાલો 'Conquest of Self' પુસ્તક શીર્ષક ઉપર બે વાર ક્લિક કરી અને પછી Actual Return Date ક્ષેત્રમાં 5/7/11 માં લખીને રેકોર્ડમાં ફેરફાર કરીએ.
07:06 નોંધ લો કે 'Save record' અને 'Undo changes' બંને બટનો વપરાશ માટે સક્રિય થયા છે.
07:15 હવે, ચાલો 'Undo Changes' બટન ઉપર ક્લિક કરીએ, અને જુઓ શું થાય છે.
07:22 આપણે અંતમાં કરેલા ફેરફારો રદ થઇ જાય છે. નોંધ લો કે 'Conquest of Self' ને બદલે 'Macbeth' પ્રકાશિત) થયેલ છે અને Actual return date ૭/૭/૧૧ છે.
07:37 સરસ, ચાલો 'Delete Record' બટન ઉપર ક્લિક કરીએ, જેનો અર્થ એ છે કે, આપણે આ બીજો રેકોર્ડ રદ્દ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
07:47 બેઝ રદ્દ કરવા અંગે સાવધ છે, તેથી તે આપણને ચેતવીને કનફરમેશન (પુષ્ટિ) માંગે છે.
07:55 હાલ માટે, ચાલો આગળ જઈએ અને 'Yes' બટન ઉપર ક્લિક કરીએ,
08:02 આપણે જોઈએ છીએ કે રેકોર્ડ ખરેખર રદ્દ થયો છે; સ્ક્રીન પરથી જતો રહ્યો છે અને એની જગ્યાએ આપણે એના પછીનો રેકોર્ડ જોઈએ છીએ.
08:13 અંતે, ચાલો ફોર્મ ઉપર છેલ્લું બટન જે 'New record' છે તે ઉપર ક્લિક કરીને નવો રેકોર્ડ ઉમેરીએ.
08:22 ચાલો અમુક વેલ્યુ ટાઈપ કરીએ.
08:26 IssueId એ આપમેળે જનરેટ થતું ફિલ્ડ હોવાને કારણે, આપણે તેને અવગણશું,
08:33 અને અહીં ચાલો ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ડેટા ઉમેરીએ.
08:42 એન્ટ્રીઓને સંગ્રહિત કરવા માટે, Save Record બટન ઉપર ક્લિક કરો.
08;47 આપણે તે કર્યું છે.
08:48 ડેટા ને દાખલ કરી અને એમાં સુધારાઓ કરીને આપણે ફોર્મને ચકાસી લીધું છે.
08:54 અંતે, અસાઇનમેન્ટ છે.

સભ્યોની માહિતી પ્રદર્શિત કરતું એક ફોર્મ ડીઝાઇન કરો.

09:00 ફોર્મ નો દેખાવ સંક્ષિપ્ત બનાવો.
09:03 ફોન્ટ બોલ્ડ (જાડાં) બનાવો.
09:07 Save અને New record બટનો ઉમેરો.
09:10 અહીં લીબરઓફીસ બેઝમાં ફોર્મ ડેટા પરનાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:17 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
09:20 ફોર્મમાં ડેટાને દાખલ કરવા અંદ સુધારવા.
09:23 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:34 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
09:44 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું , ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya