LibreOffice-Suite-Base/C2/Enter-and-update-data-in-a-form/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:02 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે |
00:09 | ફોર્મમાં ડેટાને દાખલ કરવા અને સુધારવા. |
00:12 | પહેલાંના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે ફોર્મમાં ફોર્મ કંટ્રોલો (નિયંત્રણો) કેવી રીતે ઉમેરવા. |
00:19 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે ફોર્મના ઉપયોગ વડે ડેટાને કેવી રીતે દાખલ કરવા અને એમાં સુધારા કરવા. |
00:27 | આ કરવા પહેલા, ચાલો આપણી ફોર્મ ડીઝાઇનમાં બીજા ત્રણ ફેરફારો કરીએ. |
00:36 | તો ચાલો સૌપ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામને ખોલીએ, જો તે પહેલાથી ખૂલેલ ન હોય. |
00:51 | અને આપણું લાઈબ્રેરી ડેટાબેઝ |
00:54 | File મેનુંમાં Open ઉપર ક્લિક કરી ખોલો. |
00:58 | હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ. |
01:02 | અને, આપણે 'Books Issued to Members' ફોર્મ ખોલીશું. |
01:07 | આ કરવા માટે, ચાલો ડાબી પેનલ પર આવેલા ફોર્મ આઇકોન (ચિન્હ) ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ જમણી પેનલ પર આવેલા 'Books Issued to Members' ફોર્મ ઉપર જમણું ક્લિક કરીએ, |
01:20 | ત્યારબાદ Edit ઉપર ક્લિક કરો. |
01:24 | આપણે હવે ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં છીએ. |
01:28 | અહીંયા, ચાલો સૌપ્રથમ, ફોર્મનું માપ બદલીએ, જેથી કરીને એ સંક્ષિપ્ત અને ઓછું પ્રભાવશાળી દેખાય. |
01:36 | આ કરવા માટે, આપણે આપણા ફોર્મની ઉંચાઈ અને લંબાઈ ઘટાડીશું. |
01:43 | આપણે તે ફોર્મ વિન્ડોના ઉપર અને બાજુના ભાગ પર ક્લિકીંગ, ડ્રેગીંગ,અને ડ્રોપીંગ વડે કરીશું . |
01:51 | પછી, ચાલો આપણા ફોર્મ ઉપર શીર્ષકના ફોન્ટને બદલીએ. |
01:57 | ચાલો ઉપર આવેલા ફોર્મેટિંગ ટૂલબાર વડે ફોન્ટને Arial Black અને માપને ૧૨ માં બદલીએ. |
02:12 | અંતે, ચાલો ફોર્મ કંટ્રોલો (નિયંત્રણો)ના ટેબ ઓર્ડર (ક્રમ) જોઈએ. |
02:19 | આ આપણને ફોર્મ કંટ્રોલો ઉપર કોઈ ચોક્કસ ક્રમમાં નેવિગેટ કરવા માટે ટેબ કળોનો ઉપયોગ કરવા માટે મદદ કરે છે, |
02:29 | ઉદાહરણ તરીકે ઉપરથી નીચે સુધી. |
02:33 | આને ટેબ ઓર્ડર (ક્રમ) કહેવાય છે. |
02:37 | હવે, બેઝ આપમેળે ફોર્મમાં ફોર્મ કંટ્રોલોના ટેબ ઓર્ડર (ક્રમ)ને ઉપરથી નીચે સુધી સુયોજિત કરે છે. |
02:47 | પણ જ્યારથી આપણે કેટલાક ટેક્સ્ટ (લખાણ) બોક્સો રદ્દ કર્યા છે, અને બે નવી લીસ્ટ (યાદી) બોક્સો અને ચાર બટનો ઉમેર્યા છે, આપણે કદાચ ટેબ ક્રમને મિશ્ર કરી દીધી છે. |
03:00 | તો, આપણે હમણાં આને સુયોજિત કરીશું. |
03:05 | ફોર્મ ડીઝાઇન ટૂલબારમાં, જે સામાન્ય રીતે વિન્ડોના તળિયે મળે છે, તેમાં આપણે આઈકોનો (ચિન્હો) વડે બ્રાઉઝ કરીશું; |
03:16 | અને 'Activation order' ટૂલટીપ (ટૂલ સંકેત) દર્શાવતો આઇકોન શોધો. |
03:25 | ચાલો આ આઇકોન ઉપર ક્લિક કરીએ. |
03:29 | હવે, આપણે 'Tab Order' શીર્ષક સાથે એક નાનું પોપ અપ વિન્ડો જોઈ શકીએ છીએ. |
03:38 | આ ફોર્મ કંટ્રોલોને સરખા ક્રમમાં ગોઠવવા માટે, આપણે ક્યાંતો આઈટમને ક્લિક, ડ્રેગ અને ડ્રોપ કરી, |
03:46 | અથવા 'Move up', અથવા 'Move down' બટનો વાપરી કરી શકીએ છીએ. |
03:52 | તો ચાલો અહીં ઈમેજ (છબી)માં બતાવ્યા પ્રમાણે ટેબ ઓર્ડર (ક્રમ) ગોઠવીએ. |
04:04 | આપણે આ કરી નાખ્યું છે, તો આ ફેરફારોને સેવ (સંગ્રહિત) કરવા માટે ચાલો OK બટન દબાવીએ. |
04:12 | ઠીક છે, હવે, Control S દબાવી આપણા ફોર્મને સેવ (સંગ્રહિત) કરો. |
04:19 | અને ત્યારબાદ આપણે ફોર્મ વિન્ડોને બંધ કરીશું. |
04:24 | અને અંતે, આપણે આપણું ફોર્મ ડીઝાઇન કરી નાખ્યું છે. |
04:29 | હવે, ચાલો આપણા ફોર્મને ચકાસીએ. |
04:32 | મુખ્ય બેઝ વિન્ડોમાં, બે વાર ક્લિક કરીને 'Books Issued to Members' ફોર્મ ખોલો. |
04:41 | હવે ફોર્મ ડેટા દાખલ કરવાના મોડમાં ખુલ્યું છે. |
04:47 | 'Form to track Books issued to Members' શીર્ષક ની નોંધ લો. |
04:54 | અને અહીં આપણને bookIds અને memberIds ની જગ્યાએ પુસ્તક શીર્ષકો અને સભ્યના નામો દેખાય છે. |
05:03 | તે ઉપરાંત, આ BooksIssued કોષ્ટકનો પ્રથમ રેકોર્ડ છે; આપણે જોઈ શકીએ છીએ કે પુસ્તક શીર્ષક સામે 'An Autobiography' પ્રકાશિત થયેલ છે. |
05:15 | અને સભ્ય નામના સામે 'Nisha Sharma' પ્રકાશિત થયેલ છે, |
05:21 | અને આપણને બાકીના ક્ષેત્રો પણ દેખાય છે. |
05:25 | હવે આપણે તળિયે આવેલા ફોર્મ નેવિગેશન ટૂલબાર આઇકોનના મદદથી બધાજ રેકોર્ડો (નોંધણીઓ) દ્વારા પસાર થઇ શકીએ છીએ. |
05:45 | ચાલો હવે બીજા રેકોર્ડ ઉપર જઈએ. |
05:49 | અહીં આપણે જોઈએ છીએ કે સભ્ય જેકબ રોબીન એ પુસ્તક 'Macbeth' લીધેલ છે, અને ચાલો ધારીએ કે તે પુસ્તક પાછી આપી રહ્યો છે. |
06:01 | તો ચાલો, આ માહિતીને આ રેકોર્ડમાં સુધારીએ. |
06:07 | આ માટે, આપણે actual return date માં ટાઈપ કરીશું, ઉદાહરણ તરીકે ૭/૭/૧૧ |
06:17 | અને Checked In ક્ષેત્ર ચકાસો. |
06:21 | આ માહિતીને સંગ્રહવા માટે, આપણે 'Save Record' બટન દબાવીશું જે આપણે ત્યાં મુક્યું છે. |
06:30 | નોંધ લો કે બટન ભૂખરા રંગનું થઇ ગયું છે, જેનો અર્થ એ છે કે હવે તે વપરાશ માટે નિષ્ક્રિય થઇ ગયું છે. |
06:38 | પરંતુ જો આપણે આ રેકોર્ડમાં ફરીથી ફેરફાર કરીશું, તો બટન ફરીથી સક્રિય થાય છે. |
06:45 | ઠીક છે, હવે ચાલો 'Undo changes' બટનને ચકાસીએ. |
06:50 | આ માટે, ચાલો 'Conquest of Self' પુસ્તક શીર્ષક ઉપર બે વાર ક્લિક કરી અને પછી Actual Return Date ક્ષેત્રમાં 5/7/11 માં લખીને રેકોર્ડમાં ફેરફાર કરીએ. |
07:06 | નોંધ લો કે 'Save record' અને 'Undo changes' બંને બટનો વપરાશ માટે સક્રિય થયા છે. |
07:15 | હવે, ચાલો 'Undo Changes' બટન ઉપર ક્લિક કરીએ, અને જુઓ શું થાય છે. |
07:22 | આપણે અંતમાં કરેલા ફેરફારો રદ થઇ જાય છે. નોંધ લો કે 'Conquest of Self' ને બદલે 'Macbeth' પ્રકાશિત) થયેલ છે અને Actual return date ૭/૭/૧૧ છે. |
07:37 | સરસ, ચાલો 'Delete Record' બટન ઉપર ક્લિક કરીએ, જેનો અર્થ એ છે કે, આપણે આ બીજો રેકોર્ડ રદ્દ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. |
07:47 | બેઝ રદ્દ કરવા અંગે સાવધ છે, તેથી તે આપણને ચેતવીને કનફરમેશન (પુષ્ટિ) માંગે છે. |
07:55 | હાલ માટે, ચાલો આગળ જઈએ અને 'Yes' બટન ઉપર ક્લિક કરીએ, |
08:02 | આપણે જોઈએ છીએ કે રેકોર્ડ ખરેખર રદ્દ થયો છે; સ્ક્રીન પરથી જતો રહ્યો છે અને એની જગ્યાએ આપણે એના પછીનો રેકોર્ડ જોઈએ છીએ. |
08:13 | અંતે, ચાલો ફોર્મ ઉપર છેલ્લું બટન જે 'New record' છે તે ઉપર ક્લિક કરીને નવો રેકોર્ડ ઉમેરીએ. |
08:22 | ચાલો અમુક વેલ્યુ ટાઈપ કરીએ. |
08:26 | IssueId એ આપમેળે જનરેટ થતું ફિલ્ડ હોવાને કારણે, આપણે તેને અવગણશું, |
08:33 | અને અહીં ચાલો ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ડેટા ઉમેરીએ. |
08:42 | એન્ટ્રીઓને સંગ્રહિત કરવા માટે, Save Record બટન ઉપર ક્લિક કરો. |
08;47 | આપણે તે કર્યું છે. |
08:48 | ડેટા ને દાખલ કરી અને એમાં સુધારાઓ કરીને આપણે ફોર્મને ચકાસી લીધું છે. |
08:54 | અંતે, અસાઇનમેન્ટ છે.
સભ્યોની માહિતી પ્રદર્શિત કરતું એક ફોર્મ ડીઝાઇન કરો. |
09:00 | ફોર્મ નો દેખાવ સંક્ષિપ્ત બનાવો. |
09:03 | ફોન્ટ બોલ્ડ (જાડાં) બનાવો. |
09:07 | Save અને New record બટનો ઉમેરો. |
09:10 | અહીં લીબરઓફીસ બેઝમાં ફોર્મ ડેટા પરનાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:17 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
09:20 | ફોર્મમાં ડેટાને દાખલ કરવા અંદ સુધારવા. |
09:23 | મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:34 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
09:44 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું , ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |