C-and-C++/C2/First-C-Program/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:24, 23 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:02 | પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00:08 | સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું |
00:11 | તેને કમ્પાઇલ કેવી રીતે કરવું |
00:13 | તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું. |
00:19 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું |
00:22 | ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:31 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, |
00:33 | તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ |
00:39 | કેટલાક એડીટરો vim અને gedit છે |
00:42 | આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ. |
00:46 | સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ. |
00:51 | ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું. |
00:56 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:07 | હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો, |
01:12 | “gedit” space “talk” dot “c” space “&” |
01:20 | પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું. |
01:25 | નોંધ લો કે બધી C ફાઈલને ડોટ C એક્સ્ટેંશન છે. |
01:31 | હવે એન્ટર ડબાઓ. |
01:33 | ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે. |
01:37 | પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ |
01:39 | ટાઇપ કરો, ડબલ સ્લેશ “//” space |
01:42 | “My first C program”. |
01:48 | અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે. |
01:52 | કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે |
01:56 | તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે |
01:58 | તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે |
02:01 | ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. |
02:07 | હવે એન્ટર ડબાઓ. |
02:09 | ટાઇપ કરો, હેશ “include” સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ, |
02:17 | પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે, |
02:24 | હવે કૌશ અંદર, ટાઇપ કરો, “stdio” dot”.” “h” |
02:30 | stdio.h એ હેડર ફાઈલ છે. |
02:34 | પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો. |
02:43 | ટાઇપ કરો, “int” સ્પેસ “main” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()”. |
02:50 | main એક ખાસ ફન્કશન છે. |
02:53 | તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે. |
02:58 | ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે. |
03:04 | main સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે main એક ફન્કશન છે. |
03:11 | અહીં int main function કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું. |
03:15 | તે integer ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે. |
03:19 | data types વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું. |
03:23 | હવે main ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ. |
03:30 | દરેક પ્રોગ્રામ ને એક main ફન્કશન હોવું જોઈએ |
03:33 | એક કરતાં વધુ main ફન્કશન ન હોવું જોઇએ |
03:37 | નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે. |
03:41 | ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે main ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી. |
03:47 | આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. |
03:52 | હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો. |
03:58 | ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો “{” |
04:00 | ઓપનીંગ કર્લી બ્રેકેટ main ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે. |
04:05 | પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો “}” |
04:08 | ક્લોસિંગ કર્લી બ્રેકેટ main ફન્કશનનો અંત દર્શાવે છે. |
04:13 | હવે બ્રેકેટ અંદર, બે વખત એન્ટર ડબાઓ, કર્સરને એક લીટી ઉપર ખસેડો. |
04:20 | ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે |
04:23 | તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે |
04:26 | તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ. |
04:29 | અને ટાઇપ કરો “printf” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()” |
04:34 | printf ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત C ફન્કશન છે |
04:39 | અહીં બ્રેકેટ અંદર, ડબલ અવતરણચિહ્નો ની અંદર, |
04:44 | printf ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે. |
04:50 | ટાઇપ કરો “Talk To a Teacher બેકસ્લેશ n” |
05:00 | બેકસ્લેશ n “\n” નવી લીટી દર્શાવે છે. |
05:03 | પરિણામ સ્વરૂપે, printf ફન્કશનના એક્ઝીક્યુશન પછી, કર્સર નવી લીટી પર ખસે છે. |
05:11 | દરેક C સ્ટેટમેન્ટ અર્ધવિરામ (semicolon) સાથે અંત થવું જોઈએ. |
05:15 | તેથી, આ લીટીના અંતે તે ટાઇપ કરો. |
05:19 | અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે. |
05:24 | હવે એન્ટર ડબાઓ. અહીં ત્રણ સ્પેસ આપો, |
05:28 | અને ટાઇપ કરો “return” સ્પેસ “0” અને અર્ધવિરામ “;” |
05:34 | આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે. |
05:38 | આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ int છે. |
05:45 | return સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે |
05:51 | આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું. |
05:56 | હવે ફાઈલ સંગ્રહવા માટે Save બટન પર ક્લિક કરો |
06:00 | વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે |
06:03 | આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે. |
06:06 | એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે. |
06:11 | ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો. |
06:15 | ટાઇપ કરો “gcc” સ્પેસ “talk.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “myoutput” |
06:24 | gcc કમ્પાઈલર છે. |
06:27 | talk.c તમારી ફાઈલનું નામ છે. |
06:30 | -o myoutput કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ myoutput માં જવું જોઈએ. |
06:37 | હવે એન્ટર ડબાઓ. |
06:39 | આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે. |
06:42 | ls -lrt દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે myoutput અંતિમ ફાઈલ છે જે બની છે. |
06:54 | પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ “./myoutput” . એન્ટર ડબાઓ. |
07:01 | અહીં આઉટપુટ “Talk To a Teacher”. તરીકે દર્શાવવામાં આવે છે. |
07:06 | મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે. |
07:10 | તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ. |
07:16 | પ્રોગ્રામ પર પાછા આવો. return સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ printf સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n"); |
07:35 | હવે save ઉપર ક્લિક કરો. |
07:37 | ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો. |
07:41 | તમે up arrow કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો. |
07:46 | જે મેં હમણાં કર્યું છે. |
07:51 | આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ welcome એકઝીકયુટ થયું નથી. |
07:58 | હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો. |
08:00 | ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ. |
08:07 | Save ઉપર ક્લિક કરો. |
08:09 | ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ. |
08:15 | આપણે જોશું કે બીજું printf સ્ટેટમેન્ટ Welcome પણ એકઝીક્યુટ થયું છે. |
08:23 | હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
08:29 | ધારો કે અહીં આપણે “stdio.h” માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો. |
08:35 | ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ. |
08:42 | આપણે જોશું કે, આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે. |
08:48 | કમ્પાઈલર “stdioh” નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે, no such file or directory. |
08:59 | અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે. |
09:03 | ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો. |
09:11 | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે. |
09:19 | હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ. |
09:23 | પ્રોગ્રામ ઉપર પાછા જાઓ. |
09:26 | હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં. |
09:31 | Save ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. |
09:42 | આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected semicolon before printf. |
09:51 | પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે . |
09:59 | તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે. |
10:07 | આ લીટી 6 છે. |
10:09 | આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો. |
10:13 | કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો. |
10:18 | અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ. |
10:24 | Save ઉપર ક્લિક કરો. |
10:26 | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે. |
10:33 | હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ. |
10:41 | કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો. |
10:49 | ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે. |
10:54 | ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ. |
10:57 | એસાઇન્મેન્ટ તરીકે |
10:59 | "Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો. |
11:03 | printf સ્ટેટમેન્ટ માં “\n” નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ. |
11:09 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:12 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial |
11:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:25 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:28 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11:32 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:38 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:42 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
11:51 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |