Git/C2/Tagging-in-Git/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:11, 21 February 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Tagging in Git. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સવાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
Tagging અને tagging ના પ્રકાર. |
00:12 | આ ટ્યુટોરીયલમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ:
Ubuntu Linux 14.04 Git 2.3.2 અને gedit Text Editor તમે તમારી પસંદનું કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
00:28 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે -
તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડ રન કરવાની જાણકારી હોવી જોઈએ . જો નથી ટો લીનક્સ ના ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. |
00:41 | ચાલો tagging વિષે શીખીએ. |
00:44 | Tagging નો ઉપયોગ commit સ્ટેજને મહત્વપૂર્ણ માર્ક કરવા માટે થાય છે. |
00:49 | આપણે commit, ને બુકમાર્કની જેમ ભવિષ્યના સંદર્ભો માટે tag કરી શકીએ છીએ. |
00:54 | સમાન્ય રીતે આનો ઉપયોગ પ્રોજેક્ટના રીલીઝ પોઈન્ટ ને માર્ક ક્રરવા માટે થાય છે જેમેકે v1.0. |
01:02 | tags બે પ્રકારના હોય છે :
Lightweight tag અને Annotated tag |
01:09 | પ્રથમ હું બતાવીશ કે કેવી રીતે lightweight tag બનાવી શકાય છે. |
01:15 | ચાલો પહેલા બનાવેલ આપણા Git repository mywebpage પર જઈએ . |
01:21 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: cd space mywebpage અને એન્ટર દબાવો. |
01:30 | ડેમોનસ્ટ્રેશન માટે હું html ફાઈલો વાપરવાનું ચાલુ રાખીશ. |
01:34 | તમે તમારી પસંદગીની કોઈ પણ પ્રકારની ફાઈલ વાપરી શકો છો. |
01:39 | ચાલો Git log તપાસ કરીએ તે માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
01:48 | અત્યારે આપણી પાસે repository માં ત્રણ ક્મીટો છે , નામ છે - "Added colors, Added history.html" અને "Initial commit". |
01:59 | હવે હું લેટેસ્ટ કમીટ“Added colors”માં એક lightweight tag બનાવીશ. |
02:05 | જયારે પણ આપણે tag બનાવીએ છીએ ત્યારે તે મૂળભૂત રીતે લેટેસ્ટ કમીટમાં બનશે. |
02:12 | ટાઈપ કરો : git space tag space v1.1 અને એન્ટર દબાવો. |
02:20 | અહી હું v1.1 ને tag તરીકે નામ આપીશ. તમે તમારા પસંદનું કોઈ પણ નામ આપી શકો છો. |
02:29 | git space tag ટાઈપ કરી એને એન્ટર દબાવી ને તમે ટેગ જોઈ શકો છો. |
02:35 | હવે આપણી પાસે આપણી repository માં ફક્ત એક જ ટેગ છે. |
02:39 | આગળ આપણે annotated tag કેવી રીતે બનાવવું એ શીખીશું. |
02:44 | પહેલા ડેમોનસ્ટ્રેશન હેતુસર હું mypage.html ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીશ. |
02:52 | ટાઈપ કરો: gedit space mypage.html space ampersand અને એન્ટર દબાવો.ચાલો ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ. |
03:04 | ત્યારબાદ ફાઈલને સંગ્રહિત કરીને બંદ કરીએ. |
03:07 | ચાલો આ પોઇન્ટે આપણે આપણા કાર્યને કમીટ કરીએ. |
03:11 | ટાઈપ કરો : git space commit space hyphen a m space within double quotes “Added content in mypage.html” અને એન્ટર દબાવો. |
03:25 | ચાલો માનીએ કે આ ચોક્કસ સ્ટેજ પ્રોજેક્ટ માટે અતિ મહત્વપૂર્ણ છે. |
03:31 | તો આપણે આ કમીટ પોઇન્ટે એક ટેગ બનાવવું પડશે. |
03:35 | અહી આપણે annotated tag બનાવીશું. |
03:39 | ટાઈપ કરો: git space tag space hyphen a space v1.2 space hyphen m space within double quotes “My Version 1.2” એન્ટર દબાવો. |
03:55 | -m flag વાપરીને તમે તમારી પસંદગીનું કોઈ પણ ટેગ મેસેજ આપી શકો છો. |
04:01 | અહી tag message ઓપ્શનલ છે. |
04:05 | ટેગ યાદી જોવા માટે ટાઈપ કરો : git space tag અને એન્ટર દબાવો.હવે આપણી પાસે બે ટેગો છે. |
04:14 | અહી v1.1 આ lightweight tag છે અને v1.2 આ annotated tag છે. |
04:21 | ટેગો વચ્ચે તફાવત આપણે કેવી રીતે કરી શકીએ છીએ ? |
04:24 | git show કમાંડ વાપરીને આપણે બે ટેગો વચ્ચે તફાવત જોઈ શકીએ છીએ . |
04:31 | ટાઈપ કરો: git space show space v1.1 અને એન્ટર દબાવો. |
04:38 | અહી આપણે lightweight tag v1.1. ની સંપૂર્ણ માહિતી જોઈ શકીએ છીએ . |
04:44 | આ commit વિગતો તથા ફાઈલ ફેરફારો દર્શાવે છે . |
04:50 | આગળ આપણે annotated tag v1.2 ની વિગતો જોશું. ટાઈપ કરો: git space show space v1.2 અને એન્ટર દબાવો. |
05:03 | અહી આપણે જોઈ શકીએ છીએ :
tag નું નામ tagger ની વિગતો commit ટેગ થયાની તારીખ tag મેસેજ commit વિગતો અને ફાઈલ ફેફારો |
05:17 | તેમ જ્યારે સહયોગાત્મક કાર્ય કરો છો ત્યારે તમને હમેંશા Annotated tag વાપરવાનો આગ્રહ કરીએ છીએ. |
05:23 | હવે ચાલો શીખીએ કે આપણા જુના કમીટમાં ટેગ કેવી રીતે માર્ક કરી શકાય. |
05:29 | પહેલા આપણે Git log તપાસ કરીશું તે માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
05:39 | હમણાં માટે દ્રષ્ટાંત , મને એક ટેગ મારા બીજા કમીટ “Added history.html” માટે બનાવવું છે. |
05:47 | ટાઈપ કરો : git space tag space hyphen a space v1.0 space. ત્યારબાદ “Added history.html” નું commit hash કોપી અને પેસ્ટ કરો સ્પેસ ટાઈપ કરો : : hyphen m space within double quotes “My Version 1.0” અને એન્ટર દબાવો. |
06:09 | આપણે અત્યારે બનાવેલ ટેગને જોવા માટે સમર્થ હશું, તે માટે ટાઈપ કરવું પડશે git space tag અને એન્ટર દબાવો. |
06:19 | તમે જોઈ શકો છો કે અહી tag v1.0 બની ગયું છે. |
06:24 | આગળ આપણે શીખીશું કે Git log. ની સાથે ટેગો કેવી રીતે જોઈ શકાય છે. |
06:29 | ટાઈપ કરો: git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate અને એન્ટર દબાવો. |
06:40 | તમે ટેગ નામો ની સાથે Git log જોઈ શકો છો. |
06:44 | હવે આપણે અનિચ્છનીય ટેગોને રદ કરવાનું શીખીશું. |
06:49 | માનીલો કે મને tag v1.1 ને રદ કરવું છે. |
06:53 | ટાઈપ કરો: git space tag space hyphen d space v1.1 અને એન્ટર દબાવો. |
07:02 | આ એક મેસેજ “Deleted tag 'v1.1'” અને તેનું commit hash. દર્શાવે છે. |
07:08 | આપણે તપાસ કરીશું કે ટેગ રદ થયું છે કે નહિ. |
07:14 | ટાઈપ કરો: git space tag અને એન્ટર દબાવો. |
07:19 | હવે આપણે tag v1.1 ને જોઈ શકતા નથી કારણકે તે સફળતાપૂર્વક રદ થયી ગયું છે. |
07:25 | આ સાથે અહી આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:29 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા :
Tagging અને tagging ના પ્રકારો. |
07:38 | અસાઇનમેન્ટ તરીકે-
lightweight tag અને annotated tag બનાવો. અને બંને ટેગો વચ્ચે તફાવત સમજો. |
07:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:03 | વધુ વિગતો માટે, અમને લખો. |
08:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
08:20 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |