Git/C2/Tagging-in-Git/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Tagging in Git. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સવાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: Tagging અને tagging ના પ્રકાર.
00:12 આ ટ્યુટોરીયલમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ:

Ubuntu Linux 14.04, Git 2.3.2 અને gedit Text Editor તમે તમારી પસંદનું કોઈ પણ એડિટર વાપરી શકો છો.

00:28 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે - તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડ રન કરવાની જાણકારી હોવી જોઈએ .

જો નથી ટો લીનક્સ ના ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

00:41 ચાલો tagging વિષે શીખીએ.
00:44 Tagging નો ઉપયોગ commit સ્ટેજને મહત્વપૂર્ણ માર્ક કરવા માટે થાય છે.
00:49 આપણે commit, ને બુકમાર્કની જેમ ભવિષ્યના સંદર્ભો માટે tag કરી શકીએ છીએ.
00:54 સમાન્ય રીતે આનો ઉપયોગ પ્રોજેક્ટના રીલીઝ પોઈન્ટ ને માર્ક ક્રરવા માટે થાય છે જેમેકે v1.0.
01:02 tags બે પ્રકારના હોય છે : Lightweight tag અને Annotated tag
01:09 પ્રથમ હું બતાવીશ કે કેવી રીતે lightweight tag બનાવી શકાય છે.
01:15 ચાલો પહેલા બનાવેલ આપણા Git repository mywebpage પર જઈએ .
01:21 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: cd space mywebpage અને એન્ટર દબાવો.
01:30 ડેમોનસ્ટ્રેશન માટે હું html ફાઈલો વાપરવાનું ચાલુ રાખીશ.
01:34 તમે તમારી પસંદગીની કોઈ પણ પ્રકારની ફાઈલ વાપરી શકો છો.
01:39 ચાલો Git log તપાસ કરીએ તે માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
01:48 અત્યારે આપણી પાસે repository માં ત્રણ ક્મીટો છે , નામ છે - "Added colors, Added history.html" અને "Initial commit".
01:59 હવે હું લેટેસ્ટ કમીટ“Added colors”માં એક lightweight tag બનાવીશ.
02:05 જયારે પણ આપણે tag બનાવીએ છીએ ત્યારે તે મૂળભૂત રીતે લેટેસ્ટ કમીટમાં બનશે.
02:12 ટાઈપ કરો : git space tag space v1.1 અને એન્ટર દબાવો.
02:20 અહી હું v1.1 ને tag તરીકે નામ આપીશ. તમે તમારા પસંદનું કોઈ પણ નામ આપી શકો છો.
02:29 git space tag ટાઈપ કરી એને એન્ટર દબાવી ને તમે ટેગ જોઈ શકો છો.
02:35 હવે આપણી પાસે આપણી repository માં ફક્ત એક જ ટેગ છે.
02:39 આગળ આપણે annotated tag કેવી રીતે બનાવવું એ શીખીશું.
02:44 પહેલા ડેમોનસ્ટ્રેશન હેતુસર હું mypage.html ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીશ.
02:52 ટાઈપ કરો: gedit space mypage.html space ampersand અને એન્ટર દબાવો.ચાલો ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ.
03:04 ત્યારબાદ ફાઈલને સંગ્રહિત કરીને બંદ કરીએ.
03:07 ચાલો આ પોઇન્ટે આપણે આપણા કાર્યને કમીટ કરીએ.
03:11 ટાઈપ કરો : git space commit space hyphen a m space within double quotes “Added content in mypage.html” અને એન્ટર દબાવો.
03:25 ચાલો માનીએ કે આ ચોક્કસ સ્ટેજ પ્રોજેક્ટ માટે અતિ મહત્વપૂર્ણ છે.
03:31 તો આપણે આ કમીટ પોઇન્ટે એક ટેગ બનાવવું પડશે.
03:35 અહી આપણે annotated tag બનાવીશું.
03:39 ટાઈપ કરો: git space tag space hyphen a space v1.2 space hyphen m space within double quotes “My Version 1.2” એન્ટર દબાવો.
03:55 -m flag વાપરીને તમે તમારી પસંદગીનું કોઈ પણ ટેગ મેસેજ આપી શકો છો.
04:01 અહી tag message ઓપ્શનલ છે.
04:05 ટેગ યાદી જોવા માટે ટાઈપ કરો : git space tag અને એન્ટર દબાવો.હવે આપણી પાસે બે ટેગો છે.
04:14 અહી v1.1 lightweight tag છે અને v1.2 annotated tag છે.
04:21 ટેગો વચ્ચે તફાવત આપણે કેવી રીતે કરી શકીએ છીએ ?
04:24 git show કમાંડ વાપરીને આપણે બે ટેગો વચ્ચે તફાવત જોઈ શકીએ છીએ .
04:31 ટાઈપ કરો: git space show space v1.1 અને એન્ટર દબાવો.
04:38 અહી આપણે lightweight tag v1.1. ની સંપૂર્ણ માહિતી જોઈ શકીએ છીએ .
04:44 commit વિગતો તથા ફાઈલ ફેરફારો દર્શાવે છે .
04:50 આગળ આપણે annotated tag v1.2 ની વિગતો જોશું. ટાઈપ કરો: git space show space v1.2 અને એન્ટર દબાવો.
05:03 અહી આપણે જોઈ શકીએ છીએ : tag નું નામ, tagger ની વિગતો commit ટેગ થયાની તારીખ tag મેસેજ commit વિગતો અને ફાઈલ ફેફારો
05:17 તેમ જ્યારે સહયોગાત્મક કાર્ય કરો છો ત્યારે તમને હમેંશા Annotated tag વાપરવાનો આગ્રહ કરીએ છીએ.
05:23 હવે ચાલો શીખીએ કે આપણા જુના કમીટમાં ટેગ કેવી રીતે માર્ક કરી શકાય.
05:29 પહેલા આપણે Git log તપાસ કરીશું તે માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો.
05:39 હમણાં માટે દ્રષ્ટાંત , મને એક ટેગ મારા બીજા કમીટ “Added history.html” માટે બનાવવું છે.
05:47 ટાઈપ કરો : git space tag space hyphen a space v1.0 space. ત્યારબાદ “Added history.html” નું commit hash કોપી અને પેસ્ટ કરો સ્પેસ ટાઈપ કરો : : hyphen m space within double quotes “My Version 1.0” અને એન્ટર દબાવો.
06:09 આપણે અત્યારે બનાવેલ ટેગને જોવા માટે સમર્થ હશું, તે માટે ટાઈપ કરવું પડશે git space tag અને એન્ટર દબાવો.
06:19 તમે જોઈ શકો છો કે અહી tag v1.0 બની ગયું છે.
06:24 આગળ આપણે શીખીશું કે Git log. ની સાથે ટેગો કેવી રીતે જોઈ શકાય છે.
06:29 ટાઈપ કરો: git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate અને એન્ટર દબાવો.
06:40 તમે ટેગ નામો ની સાથે Git log જોઈ શકો છો.
06:44 હવે આપણે અનિચ્છનીય ટેગોને રદ કરવાનું શીખીશું.
06:49 માનીલો કે મને tag v1.1 ને રદ કરવું છે.
06:53 ટાઈપ કરો: git space tag space hyphen d space v1.1 અને એન્ટર દબાવો.
07:02 આ એક મેસેજ “Deleted tag 'v1.1'” અને તેનું commit hash. દર્શાવે છે.
07:08 આપણે તપાસ કરીશું કે ટેગ રદ થયું છે કે નહિ.
07:14 ટાઈપ કરો: git space tag અને એન્ટર દબાવો.
07:19 હવે આપણે tag v1.1 ને જોઈ શકતા નથી કારણકે તે સફળતાપૂર્વક રદ થયી ગયું છે.
07:25 આ સાથે અહી આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:29 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા : Tagging અને tagging ના પ્રકારો.
07:38 અસાઇનમેન્ટ તરીકે- lightweight tag અને annotated tag બનાવો. અને બંને ટેગો વચ્ચે તફાવત સમજો.
07:47 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:03 વધુ વિગતો માટે, અમને લખો.
08:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
08:20 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya