LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:27, 31 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording

Slide Creation


Visual Cue Narration
00.00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો]
00.16 તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો.
00.21 સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર દેખાડી શકાય છે.
00.25 સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે.
00.30 પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડ [અવસ્થા] માં એડીટ [સુધારીત કરવું] કરી શકાતું નથી.
00.34 સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન હેતુ છે.
00.38 Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો.
00.43 ચાલો આ પ્રેઝેંટેશનને એક Slide Show [સ્લાઇડ શો] તરીકે જુઓ.
00.47 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર.
00.53 વૈકલ્પિક રીતે, સ્લાઇડ શોને શરૂ કરવાં માટે તમે ફંક્શન કી F5 વાપરી શકો છો.
01.00 પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે.
01.04 તમારા કીબોર્ડ પરનાં એરો [દિશા દર્શાવનાર બાણનાં ચિહ્નવાળા બટનો] બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો.
01.10 એકાન્તરે કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો.
01.16 આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે.
01.20 સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરીને કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો.
01.28 નીકળવા માટેનો બીજો એક માર્ગ છે કે Escape બટન દબાવો.
01.33 વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે પણ વાર્તાલાપ કરી શકો છો.
01.40 ચાલો આ વિકલ્પને એનેબલ [સક્રીય] કરીને જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે.
01.45 Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings.
01.51 Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01.54 Options અંતર્ગત, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો.
02.02 ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો.
02.06 ફરીથી, Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને ત્યારબાદ Slide Show પર.
02.13 નોંધ લો કે કર્સર હવે એક પેનમાં બદલાઇ ગયું છે.
02.17 આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની કે દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો અવસ્થામાં હોય છે.
02.24 જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ [ચિત્ર બનાવવું] કરી શકો છો.
02.29 ચાલો પહેલાં પોઈન્ટ [વિષય કે મુદ્દો] સામે એક ટીક માર્ક [ખુણ કે નિશાની] કરીએ.
02.34 આ ટ્યુટોરીયલને અટકાવીને આ એસાઇનમેંટ [સોંપણી] કરો.
02.38 ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો.
02.47 હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે.
02.52 તમે આગળની સ્લાઇડ પર પણ જઇ શકો છો, જેમ તમે Space bar ને દબાવશો.
02.57 ચાલો સ્લાઇડ શોથી નીકળીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show ક્લિક કરો.
03.05 આગળ, ચાલો Slide Transitions વિશે શીખીએ.
03.09 Slide Transitions શું છે?
03.12 ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો [અસરો] છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ.
03.22 Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો.
03.26 પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે.
03.31 આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી કરી શકો છો.
03.37 ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ.
03.40 હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો.
03.48 સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે.
03.52 આ ક્રિયાને અનડૂ [જેવી હતી તેવી] કરવાં માટે CTRL+Z કી દબાવો.
03.57 તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનોને ઉમેરી શકો છો.
04.02 Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડને પસંદ કરો.
04.06 હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો.
04.13 Apply to selected slides અંતર્ગત, સ્ક્રોલ કરીને Wipe Up પસંદ કરો.
04.19 નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે.
04.24 સ્પીડ [ગતિ] ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો.
04.31 Modify Transitions અંતર્ગત, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium ક્લિક કરો.
04.39 હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ.
04.43 Modify Transitions અંતર્ગત, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો.
04.52 એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ.
04.56 Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો.
05.00 Apply to selected slides અંતર્ગત, wheel clockwise, 4 spokes પસંદ કરો.
05.08 હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો.
05.13 આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો.
05.21 હવે, ચાલો આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું [ચલાવીને જોવું] કરીએ.
05.25 Play ક્લિક કરો.
05.28 આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વની અસરો નાખવી.
05.35 ચાલો હવે શીખીએ કે કેવી રીતે એક એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે.
05.42 Tasks પેનમાંથી, Slide Transitions ક્લિક કરો.
05.46 Transition type માં, Checkerboard Down પસંદ કરો.
05.50 Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો.
05.55 Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો.
06.00 Loop Until Next Sound ને ચેક કરો
06.04 Automatically After રેડીઓ બટનને ક્લિક કરો
06.09 સમય 1sec તરીકે પસંદ કરો
06.14 Apply to all Slides પર ક્લિક કરો
06.18 નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન તમામ સ્લાઇડો માટે લાગુ થાય છે.
06.25 આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર નથી.
06.31 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો.
06.38 નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે.
06.49 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાવીએ.
06.54 હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સહીત.
07.03 આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા કે વધુ જટિલ હોય છે.
07.13 મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો.
07.18 બીજી સ્લાઇડને પસંદ કરો.
07.21 Task પેન પર જાવ.
07.24 Slide Transitions અંતર્ગત Advance slide વિકલ્પ પર જાવ.
07.29 Automatically after ફીલ્ડ [ક્ષેત્ર] માં સમય 2 સેકન્ડ દાખલ કરો.
07.37 મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડને પસંદ કરો.
07.42 Task પેન પર જાવ.
7.44 Slide Transitions અંતર્ગત Advance slide વિકલ્પ પર જાવ.
07.49 Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો.
07.57 ચાલો ચોથી સ્લાઇડને પસંદ કરીએ અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓને અનુસરીએ. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો.
08.08 Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર.
08.13 નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે.
08.19 પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાવીએ.
08.24 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો
08.37 અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે.
08.40 એક નવું પ્રેઝેંટેશન બનાવો.
08.42 ઉમેરો એક વ્હીલ ક્લોકવાઈઝ [ઘડિયાળની ચાલની ગતિની માફક]
08.46 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે.
08.54 એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો.
08.58 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09.04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
09.09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09.18 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો
09.25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.37 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09.48 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya