LibreOffice-Suite-Impress/C3/Slide-Master-Slide-Design/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:23, 30 January 2013 by Jyotisolanki (Talk | contribs)
Resources for recording Printing a Presentation
Visual Cues | Narration |
00.00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો [પૃષ્ઠભૂમિઓ], સ્લાઇડો માટે લેઆઉટો ને લાગુ કરવું |
00.15 | અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00.24 | સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો, જે કંટેંટ [ઘટકો] ની પાછળ ઉપસ્થિત છે તેને બેકગ્રાઉન્ડ રેફર [સંદર્ભ] કરે છે. |
00.32 | લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો [પ્રસ્તુતિઓ] બનાવવામાં મદદ કરે છે. |
00.38 | તમે તમારા પોતાનાં કસ્ટમ [વૈવિધ્યપૂર્ણ] બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો. |
00.42 | ચાલો Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલીએ. |
00.48 | ચાલો આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ. |
00.52 | આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે પણ લાગુ કરી શકીએ છીએ. |
00.57 | આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે Slide Master વિકલ્પ ઉપયોગમાં લેશું. |
01.02 | Master સ્લાઇડને કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે. |
01.08 | Main મેનૂમાંથી, View ક્લિક કરો, Master પસંદ કરો અને Slide Master પર ક્લિક કરો. |
01.15 | Master Slide દ્રશ્યમાન થાય છે. |
01.17 | નોંધ લો, કે Master View ટૂલબાર પણ દ્રશ્યમાન છે. તમે આનો ઉપયોગ Master Pages ને બનાવવાં, રદ્દ કરવાં અને રીનેમ [ફરીથી નામ બદલી કરવું] કરવાં હેતુ કરી શકો છો. |
01.27 | નોંધ લો, કે હવે બે સ્લાઇડો દેખાય છે. |
01.31 | આ બે Master Pages છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે. |
01.37 | Tasks પેનમાંથી, Master Pages પર ક્લિક કરો. |
01.41 | Used in This Presentation ફીલ્ડ [ક્ષેત્ર] આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર [મુખ્ય] સ્લાઇડો દર્શાવે છે. |
01.48 | Master slide એક ટેમ્પલેટ [નમૂનાં રૂપે લખાણ] ની સમાન છે. |
01.51 | તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ [પસંદગીઓ] ને અહીં સુયોજિત કરી શકો છો, જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે. |
01.58 | સૌપ્રથમ, Slides પેનમાંથી, ચાલો Slide 1 પસંદ કરીએ. |
02.03 | ચાલો આ પ્રેઝેંટેશનને એક સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ. |
02.07 | Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Page ક્લિક કરો. |
02.12 | Page Setup ડાયલોગ બોક્સ [સંવાદ ખાનું] દ્રશ્યમાન થાય છે. |
02.15 | Background ટેબને ક્લિક કરો. |
02.18 | Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Bitmap વિકલ્પ પસંદ કરો. |
02.24 | વિકલ્પોની યાદીમાંથી, Blank પસંદ કરો અને OK ક્લિક કરો. |
02.29 | સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે. |
02.32 | નોંધ લો કે હાલની ટેક્સ્ટ [લખાણ] નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારી રીતે દેખાતો નથી. |
02.38 | હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય. |
02.43 | ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ. જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે. |
02.52 | પહેલાં ટેક્સ્ટ પસંદ કરો. |
02.55 | Main મેનૂમાંથી, Format ક્લિક કરો અને Character પસંદ કરો. |
02.59 | Character ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03.02 | Character ડાયલોગ બોક્સમાંથી, Font Effects ટેબને ક્લિક કરો. |
03.08 | Font Color ડ્રોપ ડાઉનમાંથી, Black ને પસંદ કરો. |
03.12 | OK ક્લિક કરો. |
03.15 | ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે. |
03.18 | હવે, ચાલો સ્લાઇડને એક રંગ લાગુ કરીએ. |
03.21 | કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને ક્લિક કરો Slide અને Page Setup. |
03.27 | Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, કલર [રંગ] વિકલ્પ પસંદ કરો. Blue 8 પસંદ કરો અને OK ક્લિક કરો. |
03.36 | નોંધ લો, કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે. |
03.42 | આ ટ્યુટોરીયલને પોઝ [અટકાવવું] કરો અને આ એસાઇનમેંટ [સોંપણી] કરો. એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો. |
03.52 | ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો [તત્વો] ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું. |
03.57 | ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રેઝેંટેશનમાં એક લોગો [ચિહ્ન કે આકૃતિ] ને ઉમેરી શકો છો. |
04.01 | તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ Basic Shapes ટૂલબાર સામે જુઓ. |
04.06 | તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં હેતુ કરી શકો છો જેમ કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને અંડાકાર. |
04.16 | ચાલો સ્લાઇડનાં ટાઇટલ [શીર્ષક] વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ. |
04.21 | Basic Shapes ટૂલબારમાંથી, Rectangle પર ક્લિક કરો. |
04.25 | હવે કર્સર [નિર્દેશક] ને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે, ટાઇટલ વિસ્તારમાં મૂવ [ખસેડવું] કરો. |
04.31 | તમને એક plus sign [સરવાળાનું ચિન્હ] capital I સાથે દેખાશે. |
04.36 | ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં હેતુ ડ્રેગ [ખેંચવું] કરો. |
04.41 | હવે માઉસ બટનને છોડો. |
04.44 | તમે એક લંબચોરસ બનાવ્યો છે! |
04.47 | લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો [હાથાઓ] ની નોંધ લો. |
04.50 | હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટ [વસ્તુ] ની સ્લાઇડો પર પ્રદર્શિત થાય છે. |
04.58 | આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં હેતુ કરી શકીએ છીએ. |
05.03 | જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર એક બે-બાજુવાળા બાણમાં બદલી જાય છે. |
05.10 | આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બનાવવા હેતુ હરીફરી શકે છે. |
05.17 | ચાલો આ લંબચોરસનો વિસ્તાર કરીએ જેથી કરીને આ ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે. <અટકો> |
05.25 | આપણે આ આકારોને પણ ફોર્મેટ કરી શકીએ છીએ! |
05.28 | કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું-ક્લિક કરો. |
05.32 | લંબચોરસને મોડીફાય [માં ફેરફાર કરવું] કરવાં હેતુ તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો. |
05.37 | Area પર ક્લિક કરો. Area ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05.43 | Fill ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color પસંદ કરો. |
05.48 | Magenta 4 પસંદ કરીને OK ક્લિક કરો. |
05.52 | લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે. |
05.56 | લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે. |
05.59 | ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં હેતુ, પહેલાં લંબચોરસને પસંદ કરો. |
06.03 | હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું-ક્લિક કરો. |
06.07 | Arrange પર ક્લિક કરો અને ત્યારબાદ Send to back. |
06.11 | ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે! |
06.15 | અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળની બાજુએ ખસી ગયું છે. |
06.18 | Tasks પેનમાં, Master Page નાં preview પર ક્લિક કરો. |
06.23 | જમણું-ક્લિક અને Apply to All Slides પસંદ કરો. |
06.27 | Close Master View બટન પર ક્લિક કરીને Master View ને બંધ કરો. |
06.32 | માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે. |
06.39 | નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પુષ્ઠોમાં દેખાય છે. |
06.45 | ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલી કરતાં શીખીએ. |
06.49 | લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો [સ્થળ ધારકો] સાથે કંટેટ [ઘટકો] ની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે. |
06.58 | સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણાં પેનલમાંથી, Layouts ને ક્લિક કરો. |
07.04 | Impress માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે. |
07.07 | લેઆઉટનાં થંબનેલો [ફોટાવાળું નાનું દૃશ્ય] તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે. |
07.16 | અહીં શીર્ષક અને બે-કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે, જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ. |
07.24 | અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડને એક ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો. |
07.32 | ચાલો સ્લાઇડને એક લેઆઉટ લાગુ કરીએ. |
07.35 | Potential Alternatives સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો. |
07.43 | હવે, તમારા જમણા હાથે આવેલ લેઆઉટ પેનમાંથી, title 2 content over content પસંદ કરો. |
07.51 | સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે. |
07.56 | નોંધ લો, કે માસ્ટર પુષ્ઠને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે. |
08.02 | આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ [સુધારીત કરવું] કરી શકાય છે. |
08.07 | માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ [સુયોજનો] સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ [નાં ઉપર લાગુ થવું] કરે છે. |
08.15 | ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ [ઘટકો] દાખલ કરીએ. |
08.19 | પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 1 PRO: Low cost CON: slow action |
08.28 | બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 2 CON: High cost PRO: Fast Action |
08.40 | ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Due to lack of funds, Strategy 1 is better. |
08.48 | એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો. |
08.54 | અહીં આ ટ્યુટોરીયલ પૂર્ણ થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો કેવી રીતે લાગુ કરીએ એ શીખ્યા |
09.03 | અહીં તમારી માટે એક એસાઇનમેંટ [સોપણી] છે. |
09.05 | એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો. |
09.08 | એક નવું બેકગ્રાઉન્ડ બનાવો. |
09.11 | લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલી કરો. |
09.15 | તપાસ કરો કે શું થાય છે જયારે તમે એક લેઆઉટને એક માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો. |
09.20 | એક નવી સ્લાઇડ દાખલ કરો અને એક ખાલી લેઆઉટને લાગુ કરો. |
09.25 | ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો. |
09.29 | આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો. |
09.32 | આ બોક્સોમાં ટેક્સ્ટ [લખાણ] દાખલ કરો. |
09.36 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
09.42 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
09.47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09.56 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો |
10.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10.14 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો" |
10.25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10.30 | જોડાવાબદ્દલ આભાર. |