LibreOffice-Suite-Impress/C3/Slide-Master-Slide-Design/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Printing a Presentation
Time | Narration |
00:00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો, સ્લાઇડો માટે લેઆઉટો ને કેવી રીતે લાગુ કરવું. |
00:15 | અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:24 | બેકગ્રાઉન્ડ, સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો, જે કંટેંટની પાછળ ઉપસ્થિત છે તેને સંદર્ભ કરે છે. |
00:32 | લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો [પ્રસ્તુતિઓ] બનાવવામાં મદદ કરે છે. |
00:38 | તમે તમારા પોતાનાં કસ્ટમ બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો. |
00:42 | ચાલો Sample-Impress.odp પ્રેઝેંટેશન ખોલીએ. |
00:48 | આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ. |
00:52 | આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે લાગુ કરી શકીએ છીએ. |
00:57 | આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે Slide Master વિકલ્પ ઉપયોગમાં લેશું. |
01:02 | Master સ્લાઇડમાં કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે. |
01:08 | Main મેનૂમાંથી, View પર ક્લિક કરો, Master પસંદ કરો અને Slide Master પર ક્લિક કરો. |
01:15 | Master Slide દ્રશ્યમાન થાય છે. |
01:17 | નોંધ લો, કે Master View ટૂલબાર પણ દ્રશ્યમાન છે. તમે આનો ઉપયોગ Master Pages ને બનાવવાં, રદ્દ કરવાં અને રીનેમ કરવાં માટે કરી શકો છો. |
01:27 | નોંધ લો, કે હવે બે સ્લાઇડો દેખાય છે. |
01:31 | આ બે Master Pages છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે. |
01:37 | Tasks પેનમાંથી, Master Pages પર ક્લિક કરો. |
01:41 | Used in This Presentation ફીલ્ડ આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર સ્લાઇડો દર્શાવે છે. |
01:48 | Master slide એક ટેમ્પલેટ [નમૂનાં રૂપે લખાણ] સમાન છે. |
01:51 | તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ અહીં સુયોજિત કરી શકો છો, જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે. |
01:58 | સૌપ્રથમ, Slides પેનમાંથી, Slide 1 પસંદ કરીએ. |
02:03 | આ પ્રેઝેંટેશનને સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ. |
02:07 | Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Page પર ક્લિક કરો. |
02:12 | Page Setup સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02:15 | Background ટેબને ક્લિક કરો. |
02:18 | Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Bitmap વિકલ્પ પસંદ કરો. |
02:24 | વિકલ્પોની યાદીમાંથી, Blank પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
02:29 | સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે. |
02:32 | નોંધ લો કે હાલની ટેક્સ્ટ નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારો નથી દેખાતો. |
02:38 | હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય. |
02:43 | ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ. જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે. |
02:52 | પહેલાં ટેક્સ્ટ પસંદ કરો. |
02:55 | Main મેનૂમાંથી, Format પર ક્લિક કરો અને Character પસંદ કરો. |
02:59 | Character સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:02 | Character સંવાદ બોક્સમાંથી, Font Effects ટેબને ક્લિક કરો. |
03:08 | Font Color ડ્રોપ ડાઉનમાંથી, Black પસંદ કરો. |
03:12 | OK પર ક્લિક કરો. |
03:15 | ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે. |
03:18 | હવે, ચાલો સ્લાઇડમાં રંગ લાગુ કરીએ. |
03:21 | કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને Slide અને Page Setup પર ક્લિક કરો. |
03:27 | Fill ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color વિકલ્પ પસંદ કરો. Blue 8 પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03:36 | નોંધ લો, કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે. |
03:42 | આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઇનમેંટ કરો. એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો. |
03:52 | ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું. |
03:57 | ઉદાહરણ તરીકે, તમે તમારા પ્રેઝેંટેશનમાં લોગો ઉમેરી શકો છો. |
04:01 | તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ Basic Shapes ટૂલબારને જુઓ. |
04:06 | તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં માટે કરી શકો છો જેમ કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને અંડાકાર. |
04:16 | ચાલો સ્લાઇડનાં ટાઇટલ વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ. |
04:21 | Basic Shapes ટૂલબારમાંથી, Rectangle પર ક્લિક કરો. |
04:25 | હવે કર્સરને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે, ટાઇટલ વિસ્તારમાં ખસેડો. |
04:31 | તમને એક plus sign capital I સાથે દેખાશે. |
04:36 | ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં માટે ડ્રેગ કરો. |
04:41 | હવે માઉસ બટનને છોડો. |
04:44 | તમે એક લંબચોરસ બનાવ્યો છે! |
04:47 | લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો [હાથાઓ] ની નોંધ લો. |
04:50 | હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ, એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે. |
04:58 | આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ. |
05:03 | જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો, કર્સર બે-બાજુવાળા એરોમાં બદલી જાય છે. |
05:10 | આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે. |
05:17 | ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે. |
05:25 | આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ! |
05:28 | કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું-ક્લિક કરો. |
05:32 | લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો. |
05:37 | Area પર ક્લિક કરો. Area સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:43 | Fill ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન મેનૂમાંથી, Color પસંદ કરો. |
05:48 | Magenta 4 પસંદ કરી OK પર ક્લિક કરો. |
05:52 | લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે. |
05:56 | લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે. |
05:59 | ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે, પહેલાં લંબચોરસને પસંદ કરો. |
06:03 | હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું-ક્લિક કરો. |
06:07 | Arrange પર ક્લિક કરો અને ત્યારબાદ Send to back. |
06:11 | ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે! |
06:15 | અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે. |
06:18 | Tasks પેનમાં, Master Page નાં preview પર ક્લિક કરો. |
06:23 | જમણું-ક્લિક કરો અને Apply to All Slides પસંદ કરો. |
06:27 | Close Master View બટન પર ક્લિક કરી Master View ને બંધ કરો. |
06:32 | માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે. |
06:39 | નોંધ લો, કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે. |
06:45 | ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ. |
06:49 | લેઆઉટો શું છે? લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી-ફોર્મેટેડ [પહેલાથી ફોર્મેટ થયેલ] છે. |
06:58 | સ્લાઇડ લેઆઉટો જોવાં માટે, જમણી પેનલમાંથી, Layouts ને ક્લિક કરો. |
07:04 | Impress માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે. |
07:07 | લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ. તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે. |
07:16 | અહીં શીર્ષક અને બે-કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે, જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ. |
07:24 | અહીં ખાલી લેઆઉટો પણ છે. તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો. |
07:32 | ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ. |
07:35 | Potential Alternatives સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો. |
07:43 | હવે, જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી, title 2 content over content પસંદ કરો. |
07:51 | સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે. |
07:56 | નોંધ લો, કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ, હજુ પણ દેખાય છે. |
08:02 | આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે. |
08:07 | માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે. |
08:15 | ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ. |
08:19 | પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 1 PRO: Low cost CON: slow action |
08:28 | બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Strategy 2 CON: High cost PRO: Fast Action |
08:40 | ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો: Due to lack of funds, Strategy 1 is better. |
08:48 | એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો. |
08:54 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા |
09:03 | અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. |
09:05 | એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો. |
09:08 | એક નવું બેકગ્રાઉન્ડ બનાવો. |
09:11 | લેઆઉટને ટાઈટલ [શીર્ષક], કંટેંટ ઓવર કંટેંટ માં બદલો. |
09:15 | તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો. |
09:20 | નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો. |
09:25 | ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો. |
09:29 | આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો. |
09:32 | આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો. |
09:36 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
09:42 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:56 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો. |
10:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:14 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો" |
10:25 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:30 | જોડાવા બદ્દલ આભાર. |