PHP-and-MySQL/C4/Sending-Email-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | ઠીક છે તો આપણે HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિશ્ચિત કરી લીધું છે કે ડેટા POST વેરીએબલો [ચલો] દ્વારા પ્રોસેસ [પ્રક્રિયમાન થવું] થાય છે જયારે આપણું ફોર્મ સબમીટ [જમાં કરવું] થાય છે. |
0:12 | પછીની વસ્તુ જે હું કરીશ તે ટ્યુટોરીયલ લીધે ફક્ત આનાં પર કેટલીક કંડીશનો [શરતો] ને તપાસ કરીશ |
0:22 | હું કહીશ જો સ્ટ્રીંગ લંબાઈ……… |
0:25 | ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે તપાસ કરીશ - તેથી if name and message |
0:30 | આ ફક્ત કહી રહ્યો છે કે શું આ અસ્તિત્વમાં છે અને શું આ અસ્તિત્વમાં છે કારણ કે જ્યાં સુધી તે છે, તેની પાસે હંમેશા ટ્રુ વેલ્યું [સાચી મુલ્ય] રહેશે. |
0:38 | અને અહીં આપણે "and" ઓપરેટર [પ્રચાલક] ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ જે દર્શાવે છે "Is this true AND is this true". |
0:45 | જો આ TRUE [સાચું] છે, તો આપણે કોડને અહીં એક્ઝેક્યુટ [ચલાવવું કે લાગુ કરવું] કરીશું. |
0:49 | નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ [નષ્ટ કરવું] કરવા માંગું છું અને હું લખીશ "You must enter a name and message" |
1:04 | અને પ્રભાવ માટે કદાચ ફક્ત તેને અન્ડરલાઈન [નીચે લીટી ખેચીને ચિહ્નિત કરવું] કરીશ. |
1:07 | અને આપણા કોડનાં બ્લોકની અંતર્ગત - જો આ TRUE છે તો આપણે બીજી તપાસો કરીશું. |
1:14 | તો અહીં આપણે existence check સાથે તપાસ કરી છે |
1:20 | અને હવે અહીં આપણે શું કરીશું કે બીજી એક તપાસ ચલાવીશું. |
1:25 | હું આને કેવી રીતે શબ્દ આપું? હું એક લેન્થ ચેક [લંબાઈ તપાસ] કરીશ. આમ હું આને length check તરીકે ટીપ્પણી કરીશ. |
1:32 | આપણે name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું. |
1:40 | આપણે તપાસ કરીએ છીએ જો નેમ [નામ] નું સ્ટ્રીંગ લેન્થ ફંક્શન આપણી મહત્તમ લંબાઈ જે કે '20' છે, તેના કરતા વધારે અથવા ઓછું અથવા એની બરાબર છે. આપણે અહીં કોઈપણ ક્રમાંક આપી શકીએ છીએ. |
1:55 | અને મેસેજ [સંદેશ] ની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા એનાં બરાબર છે. દેખીતી રીતે, અહીં પણ તમે કોઈપણ ક્રમાંક આપી શકો છો. |
2:12 | ત્યારબાદ આપણે આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું. |
2:16 | નહી તો આપણે લખીશું "Max length for name is 20 and max length for message is 300". |
2:30 | દેખીતી રીતે એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવું છે |
2:36 | ચાલો તેને અહીં સુયોજિત કરીએ. તો તમે લખી શકો છો "namelen" = 20 અને તમે લખી શકો છો "messagelen" = 300. |
2:47 | ત્યારબાદ તમે શું કરી શકો છો કે આનો અહીં સમાવેશ કરી શકો છો. તો "namelen" અહીં.... ઓહ માફ કરો "namelen" અહીં |
2:55 | અને અહીં તમે લખી શકત - ઓહ! ચાલો આ પાછું મુકીએ - અને અહીં તમે લખી શકો છો "messagelen". |
3:04 | અહીં નીચે, પણ, આને બદલી કરો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ ચલાવી રહ્યા છો. |
3:12 | તો અહીં તમે લખો છો "messagelen". |
3:15 | તો ચાલો આને ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં આપણે વધુમાં વધુ ફક્ત 20 અક્ષરોને દાખલ કરી શકીએ છીએ. તેથી, અહીં Alex. |
3:26 | message [મેસેજ] માં, અહીં હું 300 અક્ષરોથી વધારે લાંબું અમુક લખાણ દાખલ કરીશ. આની સાથે જ હું આને કોપી અને પેસ્ટ કરીશ. |
3:33 | હવે આ 300 અક્ષરોથી વધારે હોવું જોઈએ. |
3:38 | તેથી જો હું "Send me this" બટન પર ક્લિક કરું છું, આપણને મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે |
3:49 | આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલી બીજી એક વેરીએબલ છે. |
3:56 | આપણે ચેક [તપાસ] લઇ રહ્યા છીએ અને સાથે જ આ વેરીએબલને એકો કરી રહ્યા છીએ. |
4:02 | એ માનીને કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે. |
4:07 | હું આના પર જોર આપી રહ્યી છું - આ અહીં એડ્રેસ [સરનામું] છે અને આપણને આપણી સબ્જેક્ટ લાઈન [વિષય રેખા] અહીં પહેલાથી જ મળી ગયી છે. |
4:13 | કદાચ આપણે આને અહીં નીચે લાવી શકત; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં હેતુ તૈયાર નથી. |
4:20 | તેથી આ આપણા સેટઅપ [સુયોજન] વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે.... |
4:32 | આપણે "from" કહી શકત પરંતુ આ ઈમેલ એડ્રેસની બરાબર છે. |
4:38 | આમ આપણી પાસે "name" પહેલાથી જ છે અને આપણને ખરેખર જે બધું જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે. |
4:46 | આપણને હેડર [મથાળું] ની પણ અમુક જાણકારી જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ. |
4:58 | "mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ જે તમને સમાવેશ કરવાની જરૂર છે તે એ છે કે કોને આ મેસેજ "to" [ને મોકલવું] છે. તો હું "to" ટાઈપ કરીશ. |
5:11 | ત્યારબાદ ઈમેલનો વિષય જે ફક્ત "subject" છે. |
5:15 | આ અહીં છે. ત્યારબાદ આપણી પાસે ઈમેલનો મુખ્ય ભાગ છે તેથી "body". |
5:20 | અહીં આપણે લખીશું body = This is an email from "name". તો આપણે ઈમેલની બોડી [મુખ્ય ભાગ] માં નેમ [નામ] ને સમાવેશ કર્યું છે. |
5:36 | ત્યારબાદ નવી લાઈનો [રેખાઓ] માટે બેકસ્લેશ n ને વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો. |
5:42 | આગળ આપણે મેસેજને એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે. |
5:49 | તો આપણી બોડી ધરાવે છે એક સર્વસામાન્ય મેસેજ અહીં, યુઝર [વપરાશકર્તા] નું નામ જેને આપણે ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ આપણે message દાખલ કર્યું છે જે આપણા ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે? |
6:03 | તો ચાલો આનાંથી છુટકારો મેળવીએ. |
6:06 | આગળ જવા હેતુ આ સારું દેખાઈ રહ્યું છે. |
6:09 | mail function નાં રૂપમાં તમે વિચારી શકો છો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા અત્યંત સરળ છે. |
6:21 | પણ આપણે વાસ્તવમાં જયારે ઈમેલ મોકલીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેટલીક સમસ્યાઓ છે. |
6:27 | આપણને એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing. |
6:36 | મેં આપણી ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું આને ભૂલી ગયી. તેથી હું આ પોતેથી કરીશ. |
6:44 | આપણે આ કરીએ એ પછી, આપણે બીજાં એરરો [ત્રુટીઓ] પણ મેળવીએ છીએ. |
6:48 | હું તમને શીખવીશ કે તેને કેવી રીતે ઠીક કરવું પણ વિડીયોનાં આગળનાં ભાગમાં. |
6:52 | આગળનાં ભાગમાં આપણે એ પછી આવનારા કેટલાક વધારાનાં એરરો સાથે વ્યવહાર કરીશું. |
6:56 | તેથી મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું. |