PHP-and-MySQL/C4/Sending-Email-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:26, 8 January 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 ઠીક છે તો આપણે આપણું HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિશ્ચિત કરી લીધું છે કે ડેટા POST વેરીએબલો [ચલો] દ્વારા પ્રોસેસ [પ્રક્રિયમાન થવું] થાય છે જયારે આપણું ફોર્મ સબમીટ [જમાં કરવું] થાય છે.
0:12 પછીની વસ્તુ જે હું કરીશ તે ટ્યુટોરીયલ લીધે ફક્ત આનાં પર કેટલીક કંડીશનો [શરતો] ને તપાસ કરીશ
0:22 હું કહીશ જો સ્ટ્રીંગ લંબાઈ………
0:25 ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે તપાસ કરીશ - તેથી if name and message
0:30 આ ફક્ત કહી રહ્યો છે કે શું આ અસ્તિત્વમાં છે અને શું આ અસ્તિત્વમાં છે કારણ કે જ્યાં સુધી તે છે, તેની પાસે હંમેશા ટ્રુ વેલ્યું [સાચી મુલ્ય] રહેશે.
0:38 અને અહીં આપણે "and" ઓપરેટર [પ્રચાલક] ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ જે દર્શાવે છે "Is this true AND is this true".
0:45 જો આ TRUE [સાચું] છે, તો આપણે કોડને અહીં એક્ઝેક્યુટ [ચલાવવું કે લાગુ કરવું] કરીશું.
0:49 નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ [નષ્ટ કરવું] કરવા માંગું છું અને હું લખીશ "You must enter a name and message"
1:04 અને પ્રભાવ માટે કદાચ ફક્ત તેને અન્ડરલાઈન [નીચે લીટી ખેચીને ચિહ્નિત કરવું] કરીશ.
1:07 અને આપણા કોડનાં બ્લોકની અંતર્ગત - જો આ TRUE છે તો આપણે બીજી તપાસો કરીશું.
1:14 તો અહીં આપણે existence check સાથે તપાસ કરી છે
1:20 અને હવે અહીં આપણે શું કરીશું કે બીજી એક તપાસ ચલાવીશું.
1:25 હું આને કેવી રીતે શબ્દ આપું? હું એક લેન્થ ચેક [લંબાઈ તપાસ] કરીશ. આમ હું આને length check તરીકે ટીપ્પણી કરીશ.
1:32 આપણે name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું.
1:40 આપણે તપાસ કરીએ છીએ જો નેમ [નામ] નું સ્ટ્રીંગ લેન્થ ફંક્શન આપણી મહત્તમ લંબાઈ જે કે '20' છે, તેના કરતા વધારે અથવા ઓછું અથવા એની બરાબર છે. આપણે અહીં કોઈપણ ક્રમાંક આપી શકીએ છીએ.
1:55 અને મેસેજ [સંદેશ] ની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા એનાં બરાબર છે. દેખીતી રીતે, અહીં પણ તમે કોઈપણ ક્રમાંક આપી શકો છો.
2:12 ત્યારબાદ આપણે આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું.
2:16 નહી તો આપણે લખીશું "Max length for name is 20 and max length for message is 300".
2:30 દેખીતી રીતે એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવું છે
2:36 ચાલો તેને અહીં સુયોજિત કરીએ. તો તમે લખી શકો છો "namelen" = 20 અને તમે લખી શકો છો "messagelen" = 300.
2:47 ત્યારબાદ તમે શું કરી શકો છો કે આનો અહીં સમાવેશ કરી શકો છો. તો "namelen" અહીં.... ઓહ માફ કરો "namelen" અહીં
2:55 અને અહીં તમે લખી શકત - ઓહ! ચાલો આ પાછું મુકીએ - અને અહીં તમે લખી શકો છો "messagelen".
3:04 અહીં નીચે, પણ, આને બદલી કરો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ ચલાવી રહ્યા છો.
3:12 તો અહીં તમે લખો છો "messagelen".
3:15 તો ચાલો આને ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં આપણે વધુમાં વધુ ફક્ત 20 અક્ષરોને દાખલ કરી શકીએ છીએ. તેથી, અહીં Alex.
3:26 message [મેસેજ] માં, અહીં હું 300 અક્ષરોથી વધારે લાંબું અમુક લખાણ દાખલ કરીશ. આની સાથે જ હું આને કોપી અને પેસ્ટ કરીશ.
3:33 હવે આ 300 અક્ષરોથી વધારે હોવું જોઈએ.
3:38 તેથી જો હું "Send me this" બટન પર ક્લિક કરું છું, આપણને મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે
3:49 આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલી બીજી એક વેરીએબલ છે.
3:56 આપણે ચેક [તપાસ] લઇ રહ્યા છીએ અને સાથે જ આ વેરીએબલને એકો કરી રહ્યા છીએ.
4:02 એ માનીને કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે.
4:07 હું આના પર જોર આપી રહ્યી છું - આ અહીં એડ્રેસ [સરનામું] છે અને આપણને આપણી સબ્જેક્ટ લાઈન [વિષય રેખા] અહીં પહેલાથી જ મળી ગયી છે.
4:13 કદાચ આપણે આને અહીં નીચે લાવી શકત; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં હેતુ તૈયાર નથી.
4:20 તેથી આ આપણા સેટઅપ [સુયોજન] વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે....
4:32 આપણે "from" કહી શકત પરંતુ આ ઈમેલ એડ્રેસની બરાબર છે.
4:38 આમ આપણી પાસે "name" પહેલાથી જ છે અને આપણને ખરેખર જે બધું જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે.
4:46 આપણને હેડર [મથાળું] ની પણ અમુક જાણકારી જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ.
4:58 "mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ જે તમને સમાવેશ કરવાની જરૂર છે તે એ છે કે કોને આ મેસેજ "to" [ને મોકલવું] છે. તો હું "to" ટાઈપ કરીશ.
5:11 ત્યારબાદ ઈમેલનો વિષય જે ફક્ત "subject" છે.
5:15 આ અહીં છે. ત્યારબાદ આપણી પાસે ઈમેલનો મુખ્ય ભાગ છે તેથી "body".
5:20 અહીં આપણે લખીશું body = This is an email from "name". તો આપણે ઈમેલની બોડી [મુખ્ય ભાગ] માં નેમ [નામ] ને સમાવેશ કર્યું છે.
5:36 ત્યારબાદ નવી લાઈનો [રેખાઓ] માટે બેકસ્લેશ n ને વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો.
5:42 આગળ આપણે મેસેજને એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે.
5:49 તો આપણી બોડી ધરાવે છે એક સર્વસામાન્ય મેસેજ અહીં, યુઝર [વપરાશકર્તા] નું નામ જેને આપણે ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ આપણે message દાખલ કર્યું છે જે આપણા ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે?
6:03 તો ચાલો આનાંથી છુટકારો મેળવીએ.
6:06 આગળ જવા હેતુ આ સારું દેખાઈ રહ્યું છે.
6:09 mail function નાં રૂપમાં તમે વિચારી શકો છો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા અત્યંત સરળ છે.
6:21 પણ આપણે વાસ્તવમાં જયારે ઈમેલ મોકલીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેટલીક સમસ્યાઓ છે.
6:27 આપણને એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing.
6:36 મેં આપણી ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું આને ભૂલી ગયી. તેથી હું આ પોતેથી કરીશ.
6:44 આપણે આ કરીએ એ પછી, આપણે બીજાં એરરો [ત્રુટીઓ] પણ મેળવીએ છીએ.
6:48 હું તમને શીખવીશ કે તેને કેવી રીતે ઠીક કરવું પણ વિડીયોનાં આગળનાં ભાગમાં.
6:52 આગળનાં ભાગમાં આપણે એ પછી આવનારા કેટલાક વધારાનાં એરરો સાથે વ્યવહાર કરીશું.
6:56 તેથી મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali