PHP-and-MySQL/C2/Common-Errors-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:19, 1 January 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર, એરરો કેવી રીતે શોધવી અને કેવી રીતે તેને ઠીક કરવી, તે પરનાં આપણા ટ્યુટોરીયલના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. |
0:07 | મેં આ "extrachar dot php" નો પ્રયોગ કર્યો છે અને એનું કારણ એ છે કે જ્યારે આપણે આ રન કરીએ છીએ. ....ચાલો પાછળ જઈએ, ..."extrachar" પર ક્લિક કરો, આપણને આ "Parse error in" એરર મળે છે અને આ બધું અને લાઈન ૬ પર. |
0:23 | આપણે શું અપેક્ષા કરી રહયા છીએ અથવા આપણે શું અપેક્ષા નથી કરી રહયા આનાથી સંબંધીત કોઈ પણ જાણકારી આપણને અપાયી નથી. |
0:32 | આપણે લાઈન ૬ પર જઈએ જે અહીં છે અને પહેલી નજરે બની શકે કે આ ઠીક લાગે. |
0:37 | પરંતુ વાસ્તવમાં આપણને અહીંયા એક વધારાનું કૌંસ મળ્યું છે, તો આપણે તેને રદ્દ કરીશું અને તમે જોઈ શકો છો હવે આ કાર્ય કરી રહ્યું છે. |
0:44 | અને હવે આ શોધવામાં ખુબ સરળ છે. |
0:47 | જો કે જયારે તમે ગાણિતિક ગણતરી જેવું કાર્ય કરો છો ઉદાહરણ તરીકે સરવાળો, તુલના કરવી વગેરે...જો તમે આ પ્રકારની ગાણિતિક ગણતરી કરી રહ્યા હોય અને તમે તમારા કૌંસોનું ટ્રેક ગુમાવી દો છો. |
1:09 | કોઈક વાર આનો ઉકેલ કરવું અત્યંત સરળ હોય છે. જયારે આપણે આ રન કરીશું, તો કઈ પણ ન આવશે કારણ કે આ બન્ને એક બીજાથી સમાન નથી. |
1:19 | આણે કોઈ એરરો પાછી આપી નથી. |
1:20 | પણ જો હું આ વધારાનું કૌંસ અહીંયા ઉમેરું છુ, તો આપણને એક "Parse error" મળશે. |
1:28 | જયારે તમે જટિલ if statements અથવા જટિલ ગાણિતિક ઓપરેશન ઉકેલો છો, તો ચકાસણી કરી લેવી જોઈએ કે કૌંસો સમાન છે. |
1:36 | ખાતરી કરી લો કે તમે તમામ કૌંસોની ચકાસણી કરી છે અથવા કઈ બીજું જેવી રીતે કે કેટલાક અક્ષરો જે ત્યાં દેખાશે. |
1:48 | ઉદાહરણ તરીકે ચાલો તેની આગળ "a" મૂકીએ. |
1:52 | જુઓ જયારે આપણે પાછા જઈએ છીએ તો આપણને હમણાં પણ "Parse error" મળી રહ્યી છે. |
1:55 | ચાલો આને રદ કરીએ. તેને રીફ્રેશ કરીએ, હમણાં પણ "parse error" મળી રહ્યી છે. |
1:59 | તો તમને ખબર છે કે તમે કશુંક ટાઇપ કર્યું છે. ચાલો તેને રદ કરીએ. |
2:04 | ઠીક છે હવે બીજું જે હું તમને બતાવીશ તે છે "missing page". |
2:07 | ચાલો હું તમને આ માટેની એરર બતાવું. "missing.php" ઉપર ક્લિક કરો. ઠીક છે તો આપણને લાઈન ૯ પર વધુ Parse errors મળી છે. |
2:16 | ચાલો નીચે જઈએ અને લાઈન ૯ ક્યાં છે? અર્ધવિરામ. |
2:23 | માફ કરજો વાસ્તવમા આ ઇચ્છિત ન હતું. તો ચાલો ફરીથી રીફ્રેશ કરીએ. |
2:29 | ઠીક છે. તો આપણને લાઈન ૧૮ પર "Parse error" મળી છે. |
2:33 | ચાલો લાઈન ૧૮ પર જઈએ. |
2:37 | ઠીક છે હવે - લાઈન ૧૮ - આ લાઈન અહીં જ્યાં હું સંકેત કરી રહ્યો છુ તે લાઈન ૧૮ છે. |
2:47 | તો લાઈન ૧૮ માં શું ભૂલ છે? |
2:49 | વાસ્તવમાં લાઈન ૧૮ પર કોઈપણ સમાવિષ્ટ નથી. તો આપણે કેવી રીતે સંભવતઃ એક એરર મેળવી શકીએ છીએ? |
2:54 | અને આનું કારણ એ છે જે મેં પહેલા કહ્યું હતું - કે આ જગ્યાની આજુબાજુ તપાસ કરો. |
3:00 | તો અમને ઉપરની અમુક લાઈનો તપાસ કરવી પડશે - માની લો કે ઉપરની ૪ કે ૫ લાઈનો. |
3:06 | આપણી પાસે એક "if" સ્ટેટમેંટ છે - "if posted user name equals 'Alex'", echo "You own PHP Academy", else echo "Hello name". |
3:17 | આપણે કહી શકીએ કે આપણને આ "if" સ્ટેટમેંટ માટે શરૂઆતી કર્લી કૌંસ અને અંતિમ કર્લી કૌંસ અહીંયા મળ્યો છે. |
3:27 | તે કાર્ય કેમ નથી કરી રહ્યું? કારણ કે આપણે અહીં ઉપર પહેલાથી જ એક "if" સ્ટેટમેંટ શરૂ કર્યું છે. |
3:30 | અને આ ઇન્ડેનટેશન નું ઉદ્દેશ્ય અને ઉપયોગીતા છે. |
3:35 | મારા માટે જયારે હું આને અનુભવ દ્વારા જોઉં છું, હું જાણું છું કે જયારે આ કૌંસ અહીં ઇન્ડેન્ટેડ છે, તે કૌંસ એજ લાઈનમાં ઇન્ડેન્ટેડ હોવું જોઈએ. |
3:45 | આ માટે તે અહીં નથી. તો જો આ ત્યાં હતું અને તે ત્યાં ઇન્ડેન્ટેડ હતું, ત્યારે મને અહીં ઉપરનાં પાછલા "if" સ્ટેટમેંટથી ખબર પડવી જોઈએ કે બ્લોક ક્યાથી શરૂ થઇ રહ્યું છે અને ક્યા સમાપ્ત. |
3:55 | પણ અહીંયા, બ્લોક અહીં શરૂ થાય છે અને અહીં કોઈપણ અંત કૌંસ નથી. |
4:01 | હું તેને અહીંયા મુકીશ. અને જયારે આપણે આ રન કરીશું, તમને આ મળ્યું! તે હવે કામ કરી રહ્યું છે. |
4:06 | તો જો તમે અક્ષરો ભૂલી જાવ છો, તો તમે એરરો માટે અજીબ સ્થાનો મેળવશો. |
4:12 | ખરેખર તો, આ એરર માટે અજીબ સ્થાન નથી કારણ કે આપણે "else" કહી રહ્યા છીએ, બ્લોકની શરૂઆત અને બ્લોકનો અંત. |
4:20 | અને આપણે શું ઇચ્છી રહ્યા છીએ કે આ બ્લોકનો એક અંત હોય કારણ કે આ એ બ્લોક છે જેનો અંત કરાયો નથી. |
4:28 | તેથી આપણે કહી રહ્યા છીએ કે લાઈન એરર વાસ્તવમાં અહીં નથી કારણ કે આપણને અહીં બ્લોકનો એક અંત જોઈએ છે. |
4:35 | હવે તે કામ કરશે, ઠીક છે? |
4:38 | તો અમુક લાઈનો ઉપર જુઓ અને જુઓ ક્યાં એક else અંત વિના હોઈ શકે છે અથવા કોઈ અન્ય અક્ષર છૂટી ગયો હશે કે બીજું કઈક જેની તમને આવશક્યતા હોય જે નથી. |
4:48 | આગળ ચાલો "getpost dot php" પર જઈએ. |
4:50 | મેં આનું નિદર્શન કરવા માટે એરર-રીપોર્ટીંગ "E All" વાપર્યું છે. |
4:55 | આ "demonstrate" કરવા માટે. આ પ્રકારની એરર બતાવવા જઈ રહ્યા છીએ. |
5:04 | આનો અર્થ દરેક એરરો નથી. તે તમામ એરરોની વિસ્તૃત યાદી નથી જે રિપોર્ટ કરી શકાય છે. |
5:09 | આ, આ ફંક્શન માટે ફક્ત એક પેરામીટર છે. |
5:11 | આ આપણને અમુક એરરો જોવાની પરવાનગી આપે છે જે કે ઉપયોગકર્તા સામાન્ય રીતે બોલતા નથી. મારા મતે જો તમને પોતાની વેબસાઈટ પ્રારંભ કરવી હોત, તો તમે આનો ઉપયોગ ન કરશો. પણ મારી પાસે આ પર એક ટ્યુટોરીયલ છે જે તમારે જોવું જોઈએ. |
5:25 | તો, આ એક "get post" એરર છે. |
5:29 | ચાલો અહીં જઈએ. ઠીક છે, તો આપણે એક "data" કહેવાતો વેરીએબલ મેળવ્યો છે. |
5:32 | આ "name" નામક GET વેરીએબલ છે. |
5:40 | આપણો કોડ કહે છે "if this data variable exists, echo data" અને આ એક સાધારણ પ્રોગ્રામ લાગી રહ્યો છે. |
5:48 | અહીં કોઈ વાસ્તવિક એરર નથી. |
5:50 | અમે અહીંયા કેટલાક વેરીએબલ લઇ રહ્યા છીએ અને બધુજ બરાબર કાર્ય કરી રહ્યું છે અને અહીં લાઈન બ્રેક એરર અથવા લાઈન ટર્મિનેટીંગ એરર,બંને માંથી કોઈપણ નથી. |
6:07 | આપણે કઈપણ ભૂલ્યા નથી, આપણે આમાં બીજું કઈપણ જોડવાની આવશક્યતા નથી. |
6:10 | પણ જયારે હું આ પુષ્ઠને રન કરું છું, આપણને એક સૂચના મળે છે. |
6:18 | હવે આ એક "Parse error" નથી જે તમે પહેલા જોયું હતું. આ એક સુચના છે. |
6:22 | અને આ એરરનાં રહેતા પુષ્ઠ બરાબર કાર્ય કરી શકતું નથી. |
6:29 | ચાલો હું તમને બતાઉ - હું અહીં કહીશ "name equals alex" અને આ એરર અદૃશ્ય થાય છે. |
6:37 | આ દર્શાવે છે કે ખરેખરમાં આપણા કોડમાં કોઈપણ ખોટ નથી પણ શું બરાબર ન હતું, કે આ ડેટા વેરીએબલ પૂર્ણ ન હતું. |
6:47 | તે એ કહેવા બરાબર છે કે "ડેટા બિલકુલ ખાલી બરાબર છે". |
6:54 | અહીં ચાલો હું કહું "echo variable alex" અને આ લાઈન ૫ છે. |
7:03 | ચાલો રીફ્રેશ કરીએ. અનડીફાઇન્ડ વેરીએબલ એલેક્સ, અનડીફાઇન્ડ ઇન્ડેક્સ નેમ. |
7:11 | તો આપણે શું કરી રહ્યા છીએ કે - ઠીક છે, ચાલો હું પહેલાથી શરૂ કરું. |
7:19 | આ અધૂરું છે જો નામને હેડરમાં સ્પષ્ટ ન કરાયેલ હોય. |
7:24 | એ માટે "ડેટા ખાલી છે" અને એથી આપણને એરર "Undefined index" મળી, બરાબર એજ રીતે જે રીતે આપણને "Undefined variable" મળી હતી જો આપણે વેરીએબલ echo કરાવીએ જે નિર્ધારિત કરાયું નથી. |
7:34 | તો જેમ આપણે અહીં અમુક ડેટા રાખીએ છીએ, આ એરર જતી રહે છે. |
7:37 | ચાલો આ રીફ્રેશ કરીએ. |
7:41 | જો તમને આ શરૂઆતી એરરથી છુટકારો જોઈએ છે તો તમારે આટલું કરવું પડશે કે આ લાઈનનાં વચ્ચે અથવા શરૂઆતમાં એક "@ (એટ)" ચિહ્ન લગાવી દો. |
7:49 | જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ, તો આપણને કઈપણ મળતું નથી કારણ કે કોઈ પણ હેડર નિર્ધારિત કરાયું નથી. |
7:55 | કોઈપણ get (ગેટ) વેરીએબલ નિર્ધારિત કરાયું નથી. અને જેમ આપણે "name equals alex" કહીએ છીએ આપણું નામ એકો થાય છે બિલકુલ એ રીતે જે રીતે કોડ અહીં સ્પષ્ટ કરે છે. |
8:05 | તો તમે આ "if data exists" નો ઉપયોગ કરી રહ્યા છો તે છતાં, તકનિકી રીતે આ હજુ પણ હયાત નથી, જો અહીંયા કઈપણ રખાયેલ નથી. તેથી તેને જુઓ. |
8:13 | હમણાં માટે આટલું જ. છેલ્લા ભાગમાં, હું ઝડપથી, બે સામાન્ય એરારો મારફતે જઈશ. |
8:20 | IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |