PHP-and-MySQL/C2/Common-Errors-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર, એરરો કેવી રીતે શોધવી અને કેવી રીતે તેને ઠીક કરવી, તે પરનાં આપણા ટ્યુટોરીયલના બીજા ભાગમાં તમારું સ્વાગત છે.
0:07 મેં આ "extrachar dot php" નો પ્રયોગ કર્યો છે અને એનું કારણ એ છે કે જ્યારે આપણે આ રન કરીએ છીએ. ....ચાલો પાછળ જઈએ, ..."extrachar" પર ક્લિક કરો, આપણને આ "Parse error in" એરર મળે છે અને આ બધું અને લાઈન ૬ પર.
0:23 આપણે શું અપેક્ષા કરી રહયા છીએ અથવા આપણે શું અપેક્ષા નથી કરી રહયા આનાથી સંબંધીત કોઈ પણ જાણકારી આપણને અપાયી નથી.
0:32 આપણે લાઈન ૬ પર જઈએ જે અહીં છે અને પહેલી નજરે બની શકે કે આ ઠીક લાગે.
0:37 પરંતુ વાસ્તવમાં આપણને અહીંયા એક વધારાનું કૌંસ મળ્યું છે, તો આપણે તેને રદ્દ કરીશું અને તમે જોઈ શકો છો હવે આ કાર્ય કરી રહ્યું છે.
0:44 અને હવે આ શોધવામાં ખુબ સરળ છે.
0:47 જો કે જયારે તમે ગાણિતિક ગણતરી જેવું કાર્ય કરો છો ઉદાહરણ તરીકે સરવાળો, તુલના કરવી વગેરે...જો તમે આ પ્રકારની ગાણિતિક ગણતરી કરી રહ્યા હોય અને તમે તમારા કૌંસોનું ટ્રેક ગુમાવી દો છો.
1:09 કોઈક વાર આનો ઉકેલ કરવું અત્યંત સરળ હોય છે. જયારે આપણે આ રન કરીશું, તો કઈ પણ ન આવશે કારણ કે આ બન્ને એક બીજાથી સમાન નથી.
1:19 આણે કોઈ એરરો પાછી આપી નથી.
1:20 પણ જો હું આ વધારાનું કૌંસ અહીંયા ઉમેરું છુ, તો આપણને એક "Parse error" મળશે.
1:28 જયારે તમે જટિલ if statements અથવા જટિલ ગાણિતિક ઓપરેશન ઉકેલો છો, તો ચકાસણી કરી લેવી જોઈએ કે કૌંસો સમાન છે.
1:36 ખાતરી કરી લો કે તમે તમામ કૌંસોની ચકાસણી કરી છે અથવા કઈ બીજું જેવી રીતે કે કેટલાક અક્ષરો જે ત્યાં દેખાશે.
1:48 ઉદાહરણ તરીકે ચાલો તેની આગળ "a" મૂકીએ.
1:52 જુઓ જયારે આપણે પાછા જઈએ છીએ તો આપણને હમણાં પણ "Parse error" મળી રહ્યી છે.
1:55 ચાલો આને રદ કરીએ. તેને રીફ્રેશ કરીએ, હમણાં પણ "parse error" મળી રહ્યી છે.
1:59 તો તમને ખબર છે કે તમે કશુંક ટાઇપ કર્યું છે. ચાલો તેને રદ કરીએ.
2:04 ઠીક છે હવે બીજું જે હું તમને બતાવીશ તે છે "missing page".
2:07 ચાલો હું તમને આ માટેની એરર બતાવું. "missing.php" ઉપર ક્લિક કરો. ઠીક છે તો આપણને લાઈન ૯ પર વધુ Parse errors મળી છે.
2:16 ચાલો નીચે જઈએ અને લાઈન ૯ ક્યાં છે? અર્ધવિરામ.
2:23 માફ કરજો વાસ્તવમા આ ઇચ્છિત ન હતું. તો ચાલો ફરીથી રીફ્રેશ કરીએ.
2:29 ઠીક છે. તો આપણને લાઈન ૧૮ પર "Parse error" મળી છે.
2:33 ચાલો લાઈન ૧૮ પર જઈએ.
2:37 ઠીક છે હવે - લાઈન ૧૮ - આ લાઈન અહીં જ્યાં હું સંકેત કરી રહ્યો છુ તે લાઈન ૧૮ છે.
2:47 તો લાઈન ૧૮ માં શું ભૂલ છે?
2:49 વાસ્તવમાં લાઈન ૧૮ પર કોઈપણ સમાવિષ્ટ નથી. તો આપણે કેવી રીતે સંભવતઃ એક એરર મેળવી શકીએ છીએ?
2:54 અને આનું કારણ એ છે જે મેં પહેલા કહ્યું હતું - કે આ જગ્યાની આજુબાજુ તપાસ કરો.
3:00 તો અમને ઉપરની અમુક લાઈનો તપાસ કરવી પડશે - માની લો કે ઉપરની ૪ કે ૫ લાઈનો.
3:06 આપણી પાસે એક "if" સ્ટેટમેંટ છે - "if posted user name equals 'Alex'", echo "You own PHP Academy", else echo "Hello name".
3:17 આપણે કહી શકીએ કે આપણને આ "if" સ્ટેટમેંટ માટે શરૂઆતી કર્લી કૌંસ અને અંતિમ કર્લી કૌંસ અહીંયા મળ્યો છે.
3:27 તે કાર્ય કેમ નથી કરી રહ્યું? કારણ કે આપણે અહીં ઉપર પહેલાથી જ એક "if" સ્ટેટમેંટ શરૂ કર્યું છે.
3:30 અને આ ઇન્ડેનટેશન નું ઉદ્દેશ્ય અને ઉપયોગીતા છે.
3:35 મારા માટે જયારે હું આને અનુભવ દ્વારા જોઉં છું, હું જાણું છું કે જયારે આ કૌંસ અહીં ઇન્ડેન્ટેડ છે, તે કૌંસ એજ લાઈનમાં ઇન્ડેન્ટેડ હોવું જોઈએ.
3:45 આ માટે તે અહીં નથી. તો જો આ ત્યાં હતું અને તે ત્યાં ઇન્ડેન્ટેડ હતું, ત્યારે મને અહીં ઉપરનાં પાછલા "if" સ્ટેટમેંટથી ખબર પડવી જોઈએ કે બ્લોક ક્યાથી શરૂ થઇ રહ્યું છે અને ક્યા સમાપ્ત.
3:55 પણ અહીંયા, બ્લોક અહીં શરૂ થાય છે અને અહીં કોઈપણ અંત કૌંસ નથી.
4:01 હું તેને અહીંયા મુકીશ. અને જયારે આપણે આ રન કરીશું, તમને આ મળ્યું! તે હવે કામ કરી રહ્યું છે.
4:06 તો જો તમે અક્ષરો ભૂલી જાવ છો, તો તમે એરરો માટે અજીબ સ્થાનો મેળવશો.
4:12 ખરેખર તો, આ એરર માટે અજીબ સ્થાન નથી કારણ કે આપણે "else" કહી રહ્યા છીએ, બ્લોકની શરૂઆત અને બ્લોકનો અંત.
4:20 અને આપણે શું ઇચ્છી રહ્યા છીએ કે આ બ્લોકનો એક અંત હોય કારણ કે આ એ બ્લોક છે જેનો અંત કરાયો નથી.
4:28 તેથી આપણે કહી રહ્યા છીએ કે લાઈન એરર વાસ્તવમાં અહીં નથી કારણ કે આપણને અહીં બ્લોકનો એક અંત જોઈએ છે.
4:35 હવે તે કામ કરશે, ઠીક છે?
4:38 તો અમુક લાઈનો ઉપર જુઓ અને જુઓ ક્યાં એક else અંત વિના હોઈ શકે છે અથવા કોઈ અન્ય અક્ષર છૂટી ગયો હશે કે બીજું કઈક જેની તમને આવશક્યતા હોય જે નથી.
4:48 આગળ ચાલો "getpost dot php" પર જઈએ.
4:50 મેં આનું નિદર્શન કરવા માટે એરર-રીપોર્ટીંગ "E All" વાપર્યું છે.
4:55 આ "demonstrate" કરવા માટે. આ પ્રકારની એરર બતાવવા જઈ રહ્યા છીએ.
5:04 આનો અર્થ દરેક એરરો નથી. તે તમામ એરરોની વિસ્તૃત યાદી નથી જે રિપોર્ટ કરી શકાય છે.
5:09 આ, આ ફંક્શન માટે ફક્ત એક પેરામીટર છે.
5:11 આ આપણને અમુક એરરો જોવાની પરવાનગી આપે છે જે કે ઉપયોગકર્તા સામાન્ય રીતે બોલતા નથી. મારા મતે જો તમને પોતાની વેબસાઈટ પ્રારંભ કરવી હોત, તો તમે આનો ઉપયોગ ન કરશો. પણ મારી પાસે આ પર એક ટ્યુટોરીયલ છે જે તમારે જોવું જોઈએ.
5:25 તો, આ એક "get post" એરર છે.
5:29 ચાલો અહીં જઈએ. ઠીક છે, તો આપણે એક "data" કહેવાતો વેરીએબલ મેળવ્યો છે.
5:32 આ "name" નામક GET વેરીએબલ છે.
5:40 આપણો કોડ કહે છે "if this data variable exists, echo data" અને આ એક સાધારણ પ્રોગ્રામ લાગી રહ્યો છે.
5:48 અહીં કોઈ વાસ્તવિક એરર નથી.
5:50 અમે અહીંયા કેટલાક વેરીએબલ લઇ રહ્યા છીએ અને બધુજ બરાબર કાર્ય કરી રહ્યું છે અને અહીં લાઈન બ્રેક એરર અથવા લાઈન ટર્મિનેટીંગ એરર,બંને માંથી કોઈપણ નથી.
6:07 આપણે કઈપણ ભૂલ્યા નથી, આપણે આમાં બીજું કઈપણ જોડવાની આવશક્યતા નથી.
6:10 પણ જયારે હું આ પુષ્ઠને રન કરું છું, આપણને એક સૂચના મળે છે.
6:18 હવે આ એક "Parse error" નથી જે તમે પહેલા જોયું હતું. આ એક સુચના છે.
6:22 અને આ એરરનાં રહેતા પુષ્ઠ બરાબર કાર્ય કરી શકતું નથી.
6:29 ચાલો હું તમને બતાઉ - હું અહીં કહીશ "name equals alex" અને આ એરર અદૃશ્ય થાય છે.
6:37 આ દર્શાવે છે કે ખરેખરમાં આપણા કોડમાં કોઈપણ ખોટ નથી પણ શું બરાબર ન હતું, કે આ ડેટા વેરીએબલ પૂર્ણ ન હતું.
6:47 તે એ કહેવા બરાબર છે કે "ડેટા બિલકુલ ખાલી બરાબર છે".
6:54 અહીં ચાલો હું કહું "echo variable alex" અને આ લાઈન ૫ છે.
7:03 ચાલો રીફ્રેશ કરીએ. અનડીફાઇન્ડ વેરીએબલ એલેક્સ, અનડીફાઇન્ડ ઇન્ડેક્સ નેમ.
7:11 તો આપણે શું કરી રહ્યા છીએ કે - ઠીક છે, ચાલો હું પહેલાથી શરૂ કરું.
7:19 આ અધૂરું છે જો નામને હેડરમાં સ્પષ્ટ ન કરાયેલ હોય.
7:24 એ માટે "ડેટા ખાલી છે" અને એથી આપણને એરર "Undefined index" મળી, બરાબર એજ રીતે જે રીતે આપણને "Undefined variable" મળી હતી જો આપણે વેરીએબલ echo કરાવીએ જે નિર્ધારિત કરાયું નથી.
7:34 તો જેમ આપણે અહીં અમુક ડેટા રાખીએ છીએ, આ એરર જતી રહે છે.
7:37 ચાલો આ રીફ્રેશ કરીએ.
7:41 જો તમને આ શરૂઆતી એરરથી છુટકારો જોઈએ છે તો તમારે આટલું કરવું પડશે કે આ લાઈનનાં વચ્ચે અથવા શરૂઆતમાં એક "@ (એટ)" ચિહ્ન લગાવી દો.
7:49 જયારે આપણે રીફ્રેશ કરીએ છીએ, તો આપણને કઈપણ મળતું નથી કારણ કે કોઈ પણ હેડર નિર્ધારિત કરાયું નથી.
7:55 કોઈપણ get (ગેટ) વેરીએબલ નિર્ધારિત કરાયું નથી. અને જેમ આપણે "name equals alex" કહીએ છીએ આપણું નામ એકો થાય છે બિલકુલ એ રીતે જે રીતે કોડ અહીં સ્પષ્ટ કરે છે.
8:05 તો તમે આ "if data exists" નો ઉપયોગ કરી રહ્યા છો તે છતાં, તકનિકી રીતે આ હજુ પણ હયાત નથી, જો અહીંયા કઈપણ રખાયેલ નથી. તેથી તેને જુઓ.
8:13 હમણાં માટે આટલું જ. છેલ્લા ભાગમાં, હું ઝડપથી, બે સામાન્ય એરારો મારફતે જઈશ.
8:20 IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki