LibreOffice-Suite-Base/C4/Database-Design-Primary-Key-and-Relationships/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
---|---|
00:00 | LibreOffice Base પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલ ડેટાબેઝ ડિઝાઇન પરના અગાઉના ટ્યુટોરીયલ સાથે ચાલુ છે. |
00:10 | અને અહીં આપણે નીચેના મુદ્દાઓ શીખીશું: |
00:13 | 4. માહિતી આઈટમોને કૉલમ માં બદલવું |
00:17 | 5. પ્રાયમરી કીઓ સ્પષ્ટ કરવી |
00:20 | 6. કોષ્ટકમાં રીલેશન સુયોજિત કરવા. |
00:23 | છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે સરળ લાયબ્રેરી એપ્લિકેશન માટે ડેટાબેઝ ડિઝાઇન ની પ્રક્રિયા શરૂ કરી હતી. |
00:30 | આપણે પ્રથમ, લાયબ્રેરી ડેટાબેઝ બનાવવા માટેનો હેતુ નક્કી કર્યો હતો. |
00:36 | પછી આપણે લાયબ્રેરી વિષે જાણકારી શોધી અને વ્યવસ્થિત કરી પ્રક્રિયા ચાલુ રાખી. |
00:44 | અને આપણે માહિતી કોષ્ટકોમાં વહેંચી હતી. |
00:49 | અને એ પ્રમાણે, આપણે લાયબ્રેરી ડેટાબેઝમાં ચાર કોષ્ટકો સૂચવ્યા. Books, Authors, Publications અને Members |
01:00 | ચાલો હવે આગળના પગલા પર જઈએ, જે છે માહિતી આઈટમો ને કૉલમમાં બદલવું. |
01:07 | અહીં, કઈ માહિતી આઈટમ આપણે પ્રત્યેક કોષ્ટકમાં સંગ્રહવા ઈચ્છીએ છીએ તે નક્કી કરીશું. |
01:13 | દરેક માહિતી આઈટમ જે આપણે પહેલાં સૂચવ્યી હતી, એ ફિલ્ડ એટલે કે ક્ષેત્ર બને છે, અને તે કોષ્ટકમાં કોલમ તરીકે પ્રદર્શિત થાય છે. |
01:23 | સ્ક્રીન પર ઈમેજ માં બતાવ્યા પ્રમાણે, Books કોષ્ટક ને 5 સ્તંભો છે, જે ફિલ્ડ્સ તરીકે પણ ઓળખાય છે. |
01:31 | તેથી અહીં દરેક રો અથવા રેકોર્ડ તેની કૉલમ અંદર બરાબર એક પુસ્તક વિશે જાણકારી સમાવે છે. |
01:40 | એ જ રીતે, Authors કોષ્ટક અંદર દરેક રેકોર્ડ માત્ર એક લેખક વિશે જાણકારી સમાવે છે. |
01:49 | અને Publishers કોષ્ટકમાં દરેક રેકોર્ડ માત્ર એક પ્રકાશક વિશે જાણકારી સમાવે છે. |
01:58 | હવે, આપણે આપણી જરૂરિયાતો મુજબ કૉલમ વધુ સુધારી શકીએ છીએ. |
02:04 | ઉદાહરણ તરીકે, આપણે Author name ને First Name અને Last Name માં વિભાજિત કરી શકીએ છીએ, તેથી આપણે આ કૉલમ દ્વારા શોધી અથવા સૉર્ટ કરી શકીએ છીએ. |
02:17 | અને આપણે ગણતરીઓના પરિણામોને અલગ કોલમ તરીકે કોષ્ટકોમાં સંગહવાની જરૂરત નથી. |
02:24 | કારણ કે જ્યારે પણ આપણે પરિણામો જોવા ઈચ્છીએ, તો બેઝ ગણતરી કરી શકે છે. |
02:31 | હવે આપણે કોષ્ટકો અને કૉલમ વિશે સ્પષ્ટ છીએ, તેથી ચાલો હવે જોઈએ કે પ્રાયમરી કીઓ કેવી રીતે સ્પષ્ટ કરી શકાય. |
02:41 | પ્રાયમરી કી શું છે? |
02:44 | દરેક કોષ્ટકે કૉલમ અથવા કોલમો ના સમૂહનો સમાવેશ કરવો જોઈએ, જે કોષ્ટક માં અનન્યપણે દરેક રો ને સૂચવે છે. |
02:54 | આ કૉલમ અથવા કૉલમ નો સમૂહ કોષ્ટકની પ્રાઈમરી કી છે. |
03:00 | આ ઘણી વાર વિશિષ્ટ ઓળખ નંબર છે (unique identification number), જેમ કે Book Id અથવા Author Id. |
03:08 | આપણે પ્રાઈમરી કી ફિલ્ડ્સ ને ઝડપથી બહુવિધ કોષ્ટકો માંથી લોજિકલ સંબંધિત ડેટા સાંકળવા અને ડેટાને એક સાથે લાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. |
03:21 | અને પ્રાયમરી કી માટે સમરૂપી વેલ્યુઓ ન હોઈ શકે. |
03:26 | ઉદાહરણ તરીકે, આપણે લોકોના નામો ને પ્રાઈમરી કી તરીકે ન વાપરી શકીએ, કારણ કે નામો વિશિષ્ટ નથી હોતા. |
03:34 | અહીં એક જ કોષ્ટકમાં એક જ નામ સાથે બે લોકો હોઈ શકે છે. |
03:40 | આગળ, પ્રાયમરી કી માં હંમેશા વેલ્યુ હોવી જોઇએ. |
03:45 | જો તે ખાલી અથવા નલ હોય, તો આપણે તેને પ્રાઈમરી કી તરીકે ન લઇ શકીએ. |
03:52 | અને આપણે પ્રાયમરી કી કૉલમની ડેટા ટાઇપ ‘AutoNumber’ તરીકે સુયોજિત કરી તેને હમેશા એક વેલ્યુ આપી શકીએ છીએ , જે બેઝ આપોઆપ જનરેટ કરશે. |
04:09 | સ્ક્રીન પર આવેલ ઈમેજમાં બતાવ્યા પ્રમાણે, આપણે આપણા કોષ્ટકો માટે પ્રાયમરી કી નીચે પ્રમાણે સુયોજિત કરી શકીએ છીએ: |
04:20 | Books કોષ્ટક માટે BookId, |
04:24 | Authors કોષ્ટક માટે AuthorId, |
04:28 | Publishers કોષ્ટક માટે PublishersId |
04:33 | એ જ રીતે, અહીં દર્શાવેલ નથી તે છતાં , MemberId , Members કોષ્ટક માટે પ્રાયમરી કી રહેશે. |
04:42 | અંતે, કોષ્ટકો માં પ્રાયમરી કીઓ સુયોજિત કરીને, આપણે એન્ટીટી ઈન્ટિગ્રિટી લાગુ પાડી રહ્યા છીએ. |
04:52 | એન્ટિટી ઈન્ટિગ્રિટીએ ખાતરી કરે છે કે કોષ્ટકમાં કોઈ સમરૂપી રેકોર્ડ નથી. |
05:00 | તે એ પણ ખાતરી કરે છે કે ફિલ્ડ, જે કોષ્ટકમાં દરેક રેકોર્ડ સૂચવે છે, તે વિશિષ્ટ છે અને ક્યારેય નલ ન હશે. |
05:10 | હવે આપણી પાસે ત્રણ કોષ્ટકો માં પ્રાયમરી કીઓ છે, તો આપણે તેમને રીલેશનશીપ સુયોજિત કરીને બધાને એકસાથે લાવી શકે છે. |
05:20 | બેઝ આ વિભાવના સમર્થન કરતું હોવાથી, બેઝ એક રીલેશ્નલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે, ટૂંક માં RDBMS. |
05:32 | અહીં અમુક પ્રકાર ના રીલેશનશીપ છે અને આપણે તેમને હવે જોઈશુ. |
05:37 | પ્રથમ આપણે જોઈશું One-to-Many રીલેશનશીપ શું છે. |
05:43 | ચાલો હવે દર્શાવેલ ઈમેજમાં Books અને Authors કોષ્ટકો ધ્યાનમાં લઇએ. |
05:49 | એક પુસ્તક બરાબર એક લેખક દ્વારા લખાયેલ છે. |
05:55 | હવે, અહીં ઉદાહરણ છે કે જ્યાં બે અથવા ઘણા લોકો એક પુસ્તક ના સહલેખક હોય છે. |
06:02 | પરંતુ આપણે આપણું ઉદાહરણ એક વ્યક્તિ એક જ પુસ્તક બનાવે ત્યાં સુધી મર્યાદિત રાખીશું. |
06:10 | આપણા ઉદાહરણ સાથે આગળ વધતા, એક લેખક ઘણા પુસ્તકો લખી શકે છે. |
06:17 | તેથી Authors કોષ્ટકમાં રજૂ થયેલ એક લેખક માટે, Books કોષ્ટકમાં તે લેખક દ્વારા લખવામાં આવેલ ઘણા પુસ્તકો હોઈ શકે છે. |
06:28 | તેથી આ, one-to-many રીલેશનશીપ છે. |
06:32 | અને આપણે તેને આપણા લાયબ્રેરી ડેટાબેઝમાં દર્શાવી શકીએ છીએ. |
06:36 | AuthorId જે Authors કોષ્ટકમાં પ્રાયમરી કી છે તે લઇ અને તેને Books કોષ્ટકમાં ઉમેરીને. |
06:46 | જેથી Books કોષ્ટકમાં AuthorId ફોરેન કી તરીકે ઓળખાય છે. |
06:53 | તેવી જ રીતે Publisher Id જે Publishers કોષ્ટકમાં પ્રાયમરી કી છે, તેને Books કોષ્ટકમાં ઉમેરવાથી ફોરેન કી બની જાય છે. |
07:06 | તેથી કોલમ અથવા કૉલમના સમૂહને વહેંચી, આપણે ડેટાબેઝમાં one-to-many રીલેશનશીપ દર્શાવી શકીએ છીએ. |
07:17 | અને કોષ્ટક રીલેશનશીપ ફોરેન કી વાપરીને સુયોજિત કરી શકાય છે. |
07:23 | તેથી રીલેશનશીપ સ્થાપિત કરવા માટે એક કોષ્ટકની પ્રાયમરી કી બીજા કોષ્ટકમાં ફોરેન કી તરીકે દર્શાવી શકાય છે. |
07:34 | એના દ્વારા આપણે રેફ્રેન્શીયલ ઈન્ટિગ્રિટી લાગુ પાડી રહ્યા છીએ. |
07:39 | એનો અર્થ છે, કોષ્ટકમાં દરેક ફોરેન કી ની વેલ્યુ તેના સંબંધિત કોષ્ટકોમાં અનુકુળ પ્રાયમરી કી ની વેલ્યુ હશે. |
07:50 | આગળ, ચાલો જોઈએ, Many-to-Many રીલેશનશીપ શું છે. |
07:56 | ચાલો કોષ્ટક ડિઝાઇન પર પાછા જઈએ. |
07:59 | એક પુસ્તક, લાઈબ્રેરી ના ગમે તેટલા સભ્યો ને આપી શકાય છે, (ધારો કે અહીં ઘણી બધી નકલો ઉપલબ્ધ છે). |
08:09 | તેવી જ રીતે, એક સભ્ય ગમે તેટલી પુસ્તકો લઈ શકે છે (અવશ્ય એ ધારવા સાથે કે, પુસ્તકો ઉપલબ્ધ છે.) |
08:17 | તો અહીં આપણી પાસે બહુવિધ પુસ્તકો બહુવિધ સભ્યોને અપાયેલ છે તેનું એક ઉદાહરણ છે |
08:25 | જે Many-to-many રીલેશનશીપ દર્શાવે છે. |
08:29 | તો આપણે many-to-many રીલેશનશીપ આપણા ડેટાબેઝમાં દર્શાવી શકીએ છીએ |
08:35 | ત્રીજુ કોષ્ટક બનાવીને, BooksIssued કોષ્ટક , જે જંક્શન કોષ્ટક તરીકે પણ ઓળખાય છે. |
08:45 | અને અહીં, આપણે બે કોષ્ટકો Books અને Members માંથી પ્રાઈમરી કીઓ BooksIssued કોષ્ટકમાં દાખલ કરીશું. |
08:57 | પરિણામ સ્વરૂપે, આ BooksIssued કોષ્ટક, દરેક પુસ્તક જે સભ્ય ને આપવામાં આવે છે તેનો રેકોર્ડ રાખે છે. |
09:05 | તેથી ત્રીજુ જંકશન કોષ્ટક બનાવીને, આપણે many-to-many રીલેશનશીપ દર્શાવી શકીએ છે. |
09:13 | અને અંતે One-to-one રીલેશનશીપ છે. |
09:18 | કેટલીક વાર, કેટલાક લક્ષણો અથવા કૉલમ્સ ચોક્કસ ડેટા માટે જ હોય છે અને તેથી ભાગ્યે જ તેમાં ડેટા લખવામાં આવે છે. |
09:30 | ચાલો ધારીએ કે માત્ર એક જ લેખક વેબસાઇટ અધ્રેશ ધરાવે છે અને બાકીના નથી ધરાવતા. |
09:38 | અને Authors કોષ્ટકમાં નવી website કોલમ મોટે ભાગે ખાલી છોડવાથી, આપણે ડિસ્ક સ્પેસ બગાડી રહ્યા છીએ. |
09:47 | તેથી આપણે આ નવી કોલમ બીજા અતિરિક્ત કોષ્ટકમાં ખસેડી શકીએ છીએ , જેની પ્રાયમરી કી તે જ Author Id હશે. |
09:58 | અતિરિક્ત કોષ્ટકના દરેક રેકોર્ડ, મુખ્ય કોષ્ટકમાં બરાબર એક રેકોર્ડ સાથે અનુલક્ષતા હશે. |
10:06 | જે One-to-one રીલેશનશીપ દર્શાવે છે. |
10:10 | તેથી અહીં, આપણે આપણા ડેટાબેઝ માં રીલેશનશીપ સુયોજિત કરતા શીખ્યા. |
10:15 | અહીં લીબરઓફીસ બેઝમાં ડેટાબેઝ ડિઝાઇનના બીજા ભાગના ટ્યુટોરીયલના અંતે આવી ગયા છીએ. |
10:23 | સારાંશ માટે, આપણે ડેટાબેઝ ડિઝાઇન પર નીચેના મુદ્દાઓ શીખ્યા: |
10:28 | 4. માહિતી આઈટમોને કૉલમ માં બદલવું |
10:32 | 5.પ્રાયમરી કીઓ સ્પષ્ટ કરવી |
10:34 | 6. કોષ્ટકમાં રીલેશન સુયોજિત કરવા. |
10:38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે , જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:48 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
|
10:54 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
10:58 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડવા બદલ આભાર. |