PHP-and-MySQL/C2/Loops-Do-While-Statement/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | આ ટ્યુટોરીયલમાં તમારું ફરી સ્વાગત છે જેમાં આપણે "DO-WHILE લૂપ" શીખીશું. |
00:04 | તેને "DO-WHILE સ્ટેટમેન્ટ" પણ કેહવાય છે.તમે તેને સ્ટેટમેન્ટ અથવા લૂપ કોઈ પણ રીતે બોલાવી શકો છો. |
00:11 | આનો પાયો "WHILE" લૂપ સમાન છે,જોકે શરત લૂપના અંત માં ચકાસાય છે પ્રારંભમાં નહીં. |
00:20 | આપણી પાસે DO છે,આપણો બ્લોક કર્લી કૌંસોમાં છે,અને WHILE અંતમાં છે.અને પછી શરત અહીં છે.તો આ રહી શરત. |
00:29 | હવે હું એક નાનો પ્રોગ્રામ લખી રહી છું-હું દરેક સમયે સંખ્યાઓની વૃદ્ધિ કરું અને દર લીટીએ echo કરું જેવું મેં મારી WHILE લૂપમાં કર્યું છે. |
00:44 | હવે શરત-જ્યારે સંખ્યા ૧૦ સુધી પોહચે,હું ઈચ્છીશ કે "name" નામની એક ચલ સંખ્યા,બીજા નામમાં બદલાય જાય જ્યાં લૂપ સમાપ્ત થાય. |
00:59 | હું તે શરુ કરવા લખીશ "num = 1" |
01:04 | પછી હું લખીશ "my name is Alex" |
01:09 | લૂપની શરત હું જે ઇચ્છુ છું- "while the name = Alex" |
01:17 | જ્યાં સુધી "name=Alex" છે આ લૂપ ફરશે.તો ક્યાંક આ શરતમાં આપણને કેહવું પડશે કે નામને "Billy"માં બદલો અને પછી આ લૂપ ચાલુ નહીં રહે કારણકે નામ "Alex" નહીં રહે. |
01:31 | હવે આપણે DO લુપમાં "IF સ્ટેટમેન્ટ"નો સમાવેશ કરીશું.યાદ કરો તમે
અને તમારે આમાંથી જે કરવું હોય એ આની કોઈ સીમા નથી,જ્યાં સુધી તમારો કોડ બરાબર કાર્ય કરે છે અને યોગ્ય રીતે વહે છે અને તે અનંત સંખ્યા ઉત્પન્ન ન કરે,ત્યાં સુધી બરાબર છે. |
01:52 | હવે આપણે લખીશું તે "DO" છે. |
01:55 | પહેલા, નંબરનું મુલ્ય "echo" કરીએ. |
01:58 | લીટીને તોડવા તમે તેને સંક્ષિપ્ત એચટીએમએલ કોડ સાથે જોડી શકો. |
02:03 | અહીં હું લખું છું "num++" જે "num+1" સમાન જ છે. |
02:14 | પછી IF સ્ટેટમેન્ટ - "If num is greater than or equal to 10 then no echo " (જો num ૧૦ કરતા વધારે અથવા સમાન હોય તો echo ન કરવું.) |
02:26 | Iમારે name = Billy કરવું છે. |
02:34 | ચાલો હું સંક્ષેપ આપું.યાદ કરો,હું અહીં છગડીયો કૌંસ નથી વાપરતી કારણકે મારી પાસે કોડ એક જ લીટીનો છે જે IF સ્ટેટમેન્ટ પછી બ્લોકમાં જ અમલમાં મુકાશે. |
02:43 | તેથી મને માત્ર એક જ લીટીના કોડની જરૂર છે કારણકે તે બરાબર દેખાય છે. |
02:50 | તો ચાલો હું સંક્ષેપ આપું કે મેં શું કર્યું.મેં સંખ્યાને ૧ થી સેટ કરી. |
02:53 | આ મારી ચલ સંખ્યા num છે,આ વધી શકે છે અને ઉપયોગકર્તાને echo વડે દ્રશ્યમાન કરી શકાય છે. |
02:56 | મેં name = "Alex" સેટ કરી દીધું છે. |
03:00 | આપણે આપણું DO શરુ થાય છે. |
03:02 | નામ હજી "Alex" જ છે. |
03:04 | કોઈ શરત ન હોવાથી આ કોઈ પણ પરવાહ કર્યા વગર ચાલશે. |
03;07 | તો આપણે નંબરને echo કરીશું જે છે "૧" |
03:09 | હવે આપણે તેમાં ૧ વધારી ૨ કરીએ છીએ. |
03:12 | હવે આપણે કહીશું કે નંબર જે હમણાં ૨ છે તે ૧૦ કરતા વધુ કે સમાન હોય(જે સમાન નથી),તો આને ચાલુ રાખવું. |
03:26 | તે નથી.તો તેને ટાળી દો.તે "name = Alex" સાથે આગળ વધશે.અને પછી ફરી પ્રોગ્રામની ટોચ ઉપર જશે. |
03:33 | આ હજી ૨ જ છે.મતલબ લૂપ કોડના બ્લોકમાં ફસાઈ ગયી છે. |
03:41 | તે ૨ echo કરે છે |
03:43 | તે એક ઉમેરશે અને ૩ કરશે. |
03:46 | અને પછી તે કેહશે,શું ૩, ૧૦ કરતા મોટો કે તેના સમાન છે! |
03:51 | ના તે નથી. |
03:52 | તો "name = Billy" નથી થતું,પણ તે બાકીનો કોડ ખતમ કરે છે. |
03:56 | નામ હજી "Alex" જ છે. |
03:58 | તો લૂપ હજી ચાલે છે.અહીં તે જ્યાં સુધી ૧૦ ન થાય ત્યાં સુધી ચાલશે,પણ ૯ ઉપયોગકર્તા સમક્ષ echo થશે. |
04:07 | હવે નંબર ૧૦ થશે. |
04:09 | IF શરત સાચી થશે. |
04:11 | "name" માં "Billy" સેટ થશે,અને WHILE શરતમાં એ "Alex" સમાન નથી.તેથી WHILE લૂપ સમાપ્ત થશે અને નીચેનો કોડ ચાલુ રેહશે. |
04:28 | તો ચાલો આ કોડ અમલમાં મુકીએ.આના ઉપર ક્લિક કરીએ. |
04:31 | બરાબર, આપણને ૧,૨,૩ થી લઇ ૯ સુધી મળે છે. |
04:35 | સ્પષ્ટરૂપે, આપણી શરત પૂરી થઈ ગયેલ છે.આપણું "name" "Billy" માં બદલાઈ ગયું છે.આપણું "name" હવે "Alex" રહ્યું નથી. |
04:41 | તેથી,આપણી લૂપ અહીં સમાપ્ત થઇ ગઈ છે. |
04:44 | હવે IF ને ૧૧ થી બદલો અથવા તને "num" ને ૦ થી બદલો. |
04:50 | હવે આ કાર્ય કરતુ નથી અને તમે જાણશો કે કેમ એમ. |
04:54 | આપણને ૦ થી ૯ મળે છે. |
04:57 | આનું કારણ તમારો શરૂઆતનો નંબર છે. |
05:02 | તે શું કરશે,જેમ મેં પહેલા કહ્યું,તે વર્તમાનના નંબરને echo કરશે,પછી તેમાં ૧ નો વધારો કરશે અને પછી તે IF સ્ટેટમેન્ટમાં સરખામણી કરશે. |
05:11 | તો તમે જે જોઈ નથી શકતા તેની સાથે સરખામણી કરી રહ્યા છો. |
05:13 | જો તમે આને બદલી ૧૧ કરો,તમે તેને ૧૧ સાથે સરખાવશો,પછી "Billy" વડે તેને બદલશે અને પછી તે લૂપને સમાપ્ત કરશે. |
05:20 | આપણે સંખ્યા ૧૧ને ક્યારેય નહીં જોઈ શકીએ,તે માત્ર અંદરની સરખામણી છે. |
05:26 | જો આપણે તેને રીફ્રેશ કરીએ,તો આપણે ૧ થી ૧૦ જોઈ શકીશું. |
05:30 | તો આ હતી "DO -WHILE " લૂપ.તેઓ ઘણા સમાન હોવા છતાં, "DO -WHILE" લૂપ જ્યારે તમે તર્કવાળા પ્રોગામ ચલાવો ત્યારે "WHILE" લૂપ કરતા વધારે ઉપયોગી છે.તે અમુક કિસ્સાઓમાં વધારે ઉપયોગી નીવડે છે. |
05:44 | તો આનો અભ્યાસ કરો,કેટલીક સંખ્યાઓ દાખલ કરી પ્રયત્ન કરો.વળી,મેં જે બનાવ્યો તે પ્રોગ્રામને ફરી બનાવવા પ્રયત્ન કરો. |
05:50 | લૂપ્સ વિશે હજી વધારે ટ્યુટોરીયલો થોડા જ વખતમાં ઉપલબ્ધ થશે.તો જોતા રહો. |
05:56 | ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની વિદાય લઉં છું.આભાર. |