PHP-and-MySQL/C2/Loops-Do-While-Statement/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 આ ટ્યુટોરીયલમાં તમારું ફરી સ્વાગત છે જેમાં આપણે "DO-WHILE લૂપ" શીખીશું.
00:04 તેને "DO-WHILE સ્ટેટમેન્ટ" પણ કેહવાય છે.તમે તેને સ્ટેટમેન્ટ અથવા લૂપ કોઈ પણ રીતે બોલાવી શકો છો.
00:11 આનો પાયો "WHILE" લૂપ સમાન છે,જોકે શરત લૂપના અંત માં ચકાસાય છે પ્રારંભમાં નહીં.
00:20 આપણી પાસે DO છે,આપણો બ્લોક કર્લી કૌંસોમાં છે,અને WHILE અંતમાં છે.અને પછી શરત અહીં છે.તો આ રહી શરત.
00:29 હવે હું એક નાનો પ્રોગ્રામ લખી રહી છું-હું દરેક સમયે સંખ્યાઓની વૃદ્ધિ કરું અને દર લીટીએ echo કરું જેવું મેં મારી WHILE લૂપમાં કર્યું છે.
00:44 હવે શરત-જ્યારે સંખ્યા ૧૦ સુધી પોહચે,હું ઈચ્છીશ કે "name" નામની એક ચલ સંખ્યા,બીજા નામમાં બદલાય જાય જ્યાં લૂપ સમાપ્ત થાય.
00:59 હું તે શરુ કરવા લખીશ "num = 1"
01:04 પછી હું લખીશ "my name is Alex"
01:09 લૂપની શરત હું જે ઇચ્છુ છું- "while the name = Alex"
01:17 જ્યાં સુધી "name=Alex" છે આ લૂપ ફરશે.તો ક્યાંક આ શરતમાં આપણને કેહવું પડશે કે નામને "Billy"માં બદલો અને પછી આ લૂપ ચાલુ નહીં રહે કારણકે નામ "Alex" નહીં રહે.
01:31 હવે આપણે DO લુપમાં "IF સ્ટેટમેન્ટ"નો સમાવેશ કરીશું.યાદ કરો તમે

IF સ્ટેટમેંનટ્સની અંદર IF સ્ટેટમેંનટ્સ મૂકી શકો, લૂપ્સની અંદર IF સ્ટેટમેંનટ્સ મૂકી શકો. લૂપ્સની અંદર લૂપ્સ મૂકી શકો.

અને તમારે આમાંથી જે કરવું હોય એ આની કોઈ સીમા નથી,જ્યાં સુધી તમારો કોડ બરાબર કાર્ય કરે છે અને યોગ્ય રીતે વહે છે અને તે અનંત સંખ્યા ઉત્પન્ન ન કરે,ત્યાં સુધી બરાબર છે.

01:52 હવે આપણે લખીશું તે "DO" છે.
01:55 પહેલા, નંબરનું મુલ્ય "echo" કરીએ.
01:58 લીટીને તોડવા તમે તેને સંક્ષિપ્ત એચટીએમએલ કોડ સાથે જોડી શકો.
02:03 અહીં હું લખું છું "num++" જે "num+1" સમાન જ છે.
02:14 પછી IF સ્ટેટમેન્ટ - "If num is greater than or equal to 10 then no echo " (જો num ૧૦ કરતા વધારે અથવા સમાન હોય તો echo ન કરવું.)
02:26 Iમારે name = Billy કરવું છે.
02:34 ચાલો હું સંક્ષેપ આપું.યાદ કરો,હું અહીં છગડીયો કૌંસ નથી વાપરતી કારણકે મારી પાસે કોડ એક જ લીટીનો છે જે IF સ્ટેટમેન્ટ પછી બ્લોકમાં જ અમલમાં મુકાશે.
02:43 તેથી મને માત્ર એક જ લીટીના કોડની જરૂર છે કારણકે તે બરાબર દેખાય છે.
02:50 તો ચાલો હું સંક્ષેપ આપું કે મેં શું કર્યું.મેં સંખ્યાને ૧ થી સેટ કરી.
02:53 આ મારી ચલ સંખ્યા num છે,આ વધી શકે છે અને ઉપયોગકર્તાને echo વડે દ્રશ્યમાન કરી શકાય છે.
02:56 મેં name = "Alex" સેટ કરી દીધું છે.
03:00 આપણે આપણું DO શરુ થાય છે.
03:02 નામ હજી "Alex" જ છે.
03:04 કોઈ શરત ન હોવાથી આ કોઈ પણ પરવાહ કર્યા વગર ચાલશે.
03:07 તો આપણે નંબરને echo કરીશું જે છે "૧"
03:09 હવે આપણે તેમાં ૧ વધારી ૨ કરીએ છીએ.
03:12 હવે આપણે કહીશું કે નંબર જે હમણાં ૨ છે તે ૧૦ કરતા વધુ કે સમાન હોય(જે સમાન નથી),તો આને ચાલુ રાખવું.
03:26 તે નથી.તો તેને ટાળી દો.તે "name = Alex" સાથે આગળ વધશે.અને પછી ફરી પ્રોગ્રામની ટોચ ઉપર જશે.
03:33 આ હજી ૨ જ છે.મતલબ લૂપ કોડના બ્લોકમાં ફસાઈ ગયી છે.
03:41 તે ૨ echo કરે છે
03:43 તે એક ઉમેરશે અને ૩ કરશે.
03:46 અને પછી તે કેહશે,શું ૩, ૧૦ કરતા મોટો કે તેના સમાન છે!
03:51 ના તે નથી. તો "name = Billy" નથી થતું,પણ તે બાકીનો કોડ ખતમ કરે છે.
03:56 નામ હજી "Alex" જ છે.
03:58 તો લૂપ હજી ચાલે છે.અહીં તે જ્યાં સુધી ૧૦ ન થાય ત્યાં સુધી ચાલશે,પણ ૯ ઉપયોગકર્તા સમક્ષ echo થશે.
04:07 હવે નંબર ૧૦ થશે.
04:09 IF શરત સાચી થશે.
04:11 "name" માં "Billy" સેટ થશે,અને WHILE શરતમાં એ "Alex" સમાન નથી.તેથી WHILE લૂપ સમાપ્ત થશે અને નીચેનો કોડ ચાલુ રેહશે.
04:28 તો ચાલો આ કોડ અમલમાં મુકીએ.આના ઉપર ક્લિક કરીએ.
04:31 બરાબર, આપણને ૧,૨,૩ થી લઇ ૯ સુધી મળે છે.
04:35 સ્પષ્ટરૂપે, આપણી શરત પૂરી થઈ ગયેલ છે.આપણું "name" "Billy" માં બદલાઈ ગયું છે.આપણું "name" હવે "Alex" રહ્યું નથી.
04:41 તેથી,આપણી લૂપ અહીં સમાપ્ત થઇ ગઈ છે.
04:44 હવે IF ને ૧૧ થી બદલો અથવા તને "num" ને ૦ થી બદલો.
04:50 હવે આ કાર્ય કરતુ નથી અને તમે જાણશો કે કેમ એમ.
04:54 આપણને ૦ થી ૯ મળે છે.
04:57 આનું કારણ તમારો શરૂઆતનો નંબર છે.
05:02 તે શું કરશે,જેમ મેં પહેલા કહ્યું,તે વર્તમાનના નંબરને echo કરશે,પછી તેમાં ૧ નો વધારો કરશે અને પછી તે IF સ્ટેટમેન્ટમાં સરખામણી કરશે.
05:11 તો તમે જે જોઈ નથી શકતા તેની સાથે સરખામણી કરી રહ્યા છો.
05:13 જો તમે આને બદલી ૧૧ કરો,તમે તેને ૧૧ સાથે સરખાવશો,પછી "Billy" વડે તેને બદલશે અને પછી તે લૂપને સમાપ્ત કરશે.
05:20 આપણે સંખ્યા ૧૧ને ક્યારેય નહીં જોઈ શકીએ,તે માત્ર અંદરની સરખામણી છે.
05:26 જો આપણે તેને રીફ્રેશ કરીએ,તો આપણે ૧ થી ૧૦ જોઈ શકીશું.
05:30 તો આ હતી "DO -WHILE " લૂપ.તેઓ ઘણા સમાન હોવા છતાં, "DO -WHILE" લૂપ જ્યારે તમે તર્કવાળા પ્રોગામ ચલાવો ત્યારે "WHILE" લૂપ કરતા વધારે ઉપયોગી છે.તે અમુક કિસ્સાઓમાં વધારે ઉપયોગી નીવડે છે.
05:44 તો આનો અભ્યાસ કરો,કેટલીક સંખ્યાઓ દાખલ કરી પ્રયત્ન કરો.વળી,મેં જે બનાવ્યો તે પ્રોગ્રામને ફરી બનાવવા પ્રયત્ન કરો.
05:50 લૂપ્સ વિશે હજી વધારે ટ્યુટોરીયલો થોડા જ વખતમાં ઉપલબ્ધ થશે.તો જોતા રહો.
05:56 ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya