PHP-and-MySQL/C4/User-Password-Change-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:45, 19 December 2012 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:03 આ મારા “change password” ટ્યુટોરીયલનો 3 જો ભાગ છે. આ ભાગમાં, આપણે ડેટાબેઝમાં પાસવર્ડ બદલવા જઈ રહ્યા છીએ.
0:11 આપણે અહીં આપણા ડેટાબેઝથી પહેલાથી જ જોડાયા છીએ.
0:14 આપણે અહીં પહેલાથી જ જોડાયા છીએ તો ફરીથી જોડાણની આવશક્યતા નથી, કારણ કે આ કમાંડ (આદેશ) પહેલાથી જ ફરીથી જારી થઇ ગયો છે.
0:23 હું “query change” નામની એક નવી ક્વેરી બનાવીશ અને આ “mysql query" ફંક્શનની સમાન રહેશે.
0:30 હવે, આ કોડનો એક નવો ભાગ છે. તો હું નીચે સ્ક્રોલ (સરકાવવું) કરીશ જેથી કરીને તમે તેને સરળતાથી જોઈ શકો.
0:36 આ “UPDATE” છે. તો હું “UPDATE users” લખવા જઈ રહ્યી છું - જે, તમે જોઈ શકો છો કે આપણું કોષ્ટક છે - તેથી આપણા "users" કોષ્ટકને સુધારણા કરવા હેતુ.
0:44 હું “SET password equal to new password” લખીશ
0:51 એ ખાતરી કરીને કે હું અહીં અવતરણ ચિન્હ ઉપયોગમાં લઉં છું.
0:56 ત્યારબાદ હું લખીશ WHERE username is equal to the "user" વેરીએબલ (ચલ) જે હમણાં મને મારા પુષ્ઠ પર મળ્યું છે.
1:03 હવે આ એની બરાબરી કરે છે
1:07 જે કઈ આપણી પાસે આ કોલમમાં અહીં છે.
1:12 તો જયારે કે આપણે આપણા php સેશન (સત્ર) ને પહેલાથી જ પ્રક્રિયમાન કરી ચુક્યા છીએ,
1:18 તે "Alex" ની બરાબર છે.
1:21 આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “update the table, change the password to the new password entered by the user [કોષ્ટકને સુધારણા કરો, પાસવર્ડને યુઝર (વપરાશકર્તા) દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડમાં બદલો]. - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે.
1:32 અને આ “where” ને Alex માં બદલો,
1:37 કારણ કે આ Alex ની સમાન છે.
1:40 તેથી, આ પાસવર્ડ બદલી જશે કારણ કે આ યુઝરનેમ (વપરાશકર્તા નામ) Alex ની બરાબર છે.
1:45 તો આ 900 થી શરૂઆત થાય છે અને જેમ આપણે તેને બદલીએ છીએ, આપણે આને રીફ્રેશ કરી શકીએ છીએ અને આને તપાસી શકીએ છીએ કે આ વાસ્તવમાં બદલાયું છે.
1:56 તો હું બીજી અન્ય વસ્તુઓનો ઉમેરો કરીશ
2:03 ચાલો આને અહીં પાછું મુકીએ.
2:06 અને હું પુષ્ઠ કીલ (નષ્ટ) કરીશ અને “die” લખીશ અને ત્યારબાદ “Your password has been changed” લખીશ.
2:15 ત્યારબાદ હું એક “return” દર્શાવતું લીંક મુકીશ અને આ મુખ્ય પુષ્ઠ પર પાછું જશે.
2:23 અને આ “index.php” છે.
2:27 આપણે પુષ્ઠને કીલ (નષ્ટ) કરીએ એ પહેલા, હું આ સેશન (સત્ર) નો વિનાશ કરવા જઈ રહ્યી છું.
2:31 તો “session destroy”.
2:33 કારણ છે કે, એકવાર જયારે વપરાશકર્તા તેમના પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પુષ્ઠ પર પાછું લઇ જશે, અને આ સેશનનો વિનાશ કરશે.
2:42 તેથી તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે.
2:59 તેથી જો આપણે આને ચકાસીએ છીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે.
3:00 અને જો હું અહીં પાછી જાઉં છું, મારો જુનો પાસવર્ડ - "abc", મારો નવો પાસવર્ડ "123" લખું છું અને “change password” ક્લિક કરું છું., આપણે જોઈએ છીએ કે બધી જ માન્યતાઓ તપાસ કરાયેલી છે, આપણો પાસવર્ડ બદલાયો છે, અને અમને આ મેસેજ (સંદેશ) મુખ્ય પુષ્ઠ પર પાછું જવા માટે મળે છે.
3:18 હવે જો હું મેમ્બર (સભ્ય) પુષ્ઠ પર પાછા જવાનો પ્રયાસ કરું છું, તમને દેખાશે કે you must be logged in. આપણો સેશન (સત્ર) વિનાશ પામ્યો છે, કારણ કે આપણે અહીં આપણા “session destroy” ફંક્શનને વાપર્યું હતું.
3:32 અને સાથે જ, જયારે હું ફરીથી લોગીન કરું છું અને મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જેકે મારો જુનો પાસવર્ડ છે, અમને એક “Incorrect password” સંદેશ મળે છે.
3:43 જો હું "123" પ્રયાસ કરું છું, તમે અંદર આવી ગયા, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે.
3:50 ચાલો પાછા જઈને “browse” ક્લિક કરીએ. ચાલો નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ કે પાસવર્ડ 900 થી 202 માં બદલી ગયો છે.
3:59 એટલા માટે આ સંપૂર્ણ રીતે એક નવો હેશ છે અને સંપૂર્ણ રીતે એક નવો પાસવર્ડ.
4:06 તો બધું બરાબર કામ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ કરવા માટે અત્યંત સરળ છે.
4:11 તમને ફક્ત એટલું કરવાની જરૂર છે કે તમારી "sql" ક્વેરીઓને બરાબરથી શીખો. મારી પાસે આના પર બનાવેલ પણ ટ્યુટોરીયલો છે.
4:18 અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે તમારા જુના પાસવર્ડને, અને તમારા બે નવા પાસવર્ડોને તપાસવા,
4:24 દેખીતી રીતે જયારે આપણે આપણી નોંધણી કરી હતી, આપણી પાસે એ માટે એક મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ.
4:31 બીજી એક તપાસને દાખલ કરવા હેતુ મેં આને તમારા પુરતું જ છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો હોવો ન જોઈએ.
4:42 તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં એક mysql ડેટાબેઝને વાપરીને પાસવર્ડ બદલી કરવા બદ્દલ આ એક મૂળભૂત માળખું છે.
4:53 આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ ટિપ્પણીઓ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો.
5:01 જોવાબદ્દલ આભાર! મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali