PHP-and-MySQL/C4/User-Password-Change-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:03 “change password” ટ્યુટોરીયલનો આ ત્રીજો ભાગ છે. આ ભાગમાં, ડેટાબેઝમાં પાસવર્ડ બદલીશું.
0:11 આપણે અહીં ડેટાબેઝથી પહેલાથી જ જોડાયેલા છીએ.
0:14 પહેલાથી જ જોડાયા છીએ તો ફરીથી જોડાણની આવશક્યતા નથી, કારણ કે આ કમાંડ પહેલાથી જારી થયો છે.
0:23 હું “query change” નામની નવી ક્વેરી બનાવીશ અને તે “mysql query" ફંક્શન સમાન હશે.
0:30 હવે, આ કોડનો નવો ભાગ છે. નીચે સ્ક્રોલ કરીશ જેથી તમે તે સરળતાથી જોઈ શકો.
0:36 આ “UPDATE” છે. તો હું “UPDATE users” લખીશ - જે કોષ્ટક છે - તેથી "users" કોષ્ટકને સુધારણા કરવા માટે,
0:44 હું “SET password equal to new password” લખીશ
0:51 ખાતરી કરો કે હું અહીં અવતરણ ચિન્હ ઉપયોગમાં લઉં છું.
0:56 ત્યારબાદ હું WHERE username is equal to "user" લખીશ, એ વેરીએબલ જે હમણાં મને પેજ પર મળ્યું છે.
1:03 હવે આ,
1:07 આ કોલમમાં જે પણ હશે તે સાથે સમાન થશે.
1:12 તો જો કે આપણે php સેશન પહેલાથી જ પ્રક્રિયમાન કર્યું છે,
1:18 તે "Alex" સમાન છે.
1:21 આ કોડનો ભાગ સામાન્ય રીતે કહે છે કે “કોષ્ટક અપડેટ કરો, પાસવર્ડને યુઝર દ્વારા દાખલ કરાયેલ નવા પાસવર્ડ સાથે બદલો" - આ એ પાસવર્ડ છે જે તેઓ ઈચ્છે છે.
1:32 અને આ “where” ને Alex માં બદલો,
1:37 કારણ કે આ Alex સમાન છે.
1:40 તો, આ પાસવર્ડ બદલાશે કારણ કે આ યુઝરનેમ Alex સમાન છે.
1:45 તો આ 900 થી શરૂ થશે અને જેમ આપણે તેને બદલીશું, આ રીફ્રેશ કરી તપાસીશું કે આ વાસ્તવમાં બદલાયું છે.
1:56 તો હું બીજી અન્ય વસ્તુઓ ઉમેરીશ
2:03 આ અહીં પાછું મુકીએ.
2:06 અને હું પેજ કીલ કરીશ અને “die” લખીશ અને પછી “Your password has been changed” લખીશ.
2:15 ત્યારબાદ હું “return” દર્શાવતી લીંક મુકીશ અને આ મુખ્ય પેજ પર પાછું જશે.
2:23 તે “index.php” છે.
2:27 આપણે પેજને કીલ કરીએ એ પહેલા, હું સેશન સમાપ્ત કરીશ.
2:31 તો “session destroy”.
2:33 કારણ છે કે, એકવાર જયારે યુઝર પાસવર્ડ બદલે છે, આ લીંક તેમને મુખ્ય પેજ પર પાછું લઇ જશે, અને આ સેશન સમાપ્ત કરશે.
2:42 તો તેમને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને ફરીથી લોગીન કરવાની જરૂર રહેશે.
2:59 તો જો આપણે આ ચકાસીએ, યાદ રાખો કે અહીં, મારો વર્તમાન પાસવર્ડ "abc" છે જેનું md5 હેશ 900 થી શરૂ થાય છે.
3:00 અને જો હું અહીં પાછી જઈ મારો જુનો પાસવર્ડ - "abc", અને નવો પાસવર્ડ "123" લખી “change password” પર ક્લિક કરું., આપણે જોશું કે બધા વેલીડેશન તપાસ્યા છે, પાસવર્ડ બદલાયો છે, અને આ મેસેજ મુખ્ય પેજ પર પાછા જવા માટે મળે છે.
3:18 હવે જો હું મેમ્બર પેજ પર પાછા જવાનો પ્રયાસ કરું, તમને you must be logged in મળશે. આપણું સેશન સમાપ્ત થયું છે, કારણ કે અહીં “session destroy” ફંક્શન વાપર્યું હતું.
3:32 અને સાથે જ, જયારે હું ફરી લોગીન કરી મારા પાસવર્ડ તરીકે "abc" ટાઈપ કરું છું જે જુનો પાસવર્ડ છે, તો “Incorrect password” મેસેજ મળે છે.
3:43 જો હું "123" પ્રયાસ કરું તો, you’re in મળે છે, અને આનો પુરાવો અહીં બતાવવામાં આવ્યો છે.
3:50 પાછા જઈ “browse” ક્લિક કરીએ. નીચે સ્ક્રોલ કરીએ અને આપણે જોશું કે પાસવર્ડ 900 થી 202 માં બદલાય ગયો છે.
3:59 એટલા માટે આ સંપૂર્ણ રીતે નવો હેશ અને નવો પાસવર્ડ છે.
4:06 તો બધું બરાબર કામ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ કરવા માટે અત્યંત સરળ છે.
4:11 તમારે ફક્ત "sql" ક્વેરીઓને બરાબર શીખવાની જરૂર છે. મારી પાસે તે પર પણ ટ્યુટોરીયલો છે.
4:18 અને તમને આ વિશે તાર્કિક રીતે વિચારવાની જરૂર છે કે કેવી રીતે જુના પાસવર્ડને, અને બે નવા પાસવર્ડોને તપાસવા,
4:24 જયારે આપણે રજીસ્ટરેશન કર્યું હતું, ત્યારે તે માટે મર્યાદા હતી કે પાસવર્ડ કેટલો મોટો હોવો જોઈએ.
4:31 બીજી એક તપાસને દાખલ કરવું હું તમારા પર છોડું છું એ જોવા માટે કે પાસવર્ડ 6 અક્ષરો કરતા મોટો હોવો જોઈએ અથવા તો 25 અક્ષરો કરતા મોટો ન હોવો જોઈએ.
4:42 તો અહીં ખરેખર ઘણી બધી તપાસો છે જે તમે કરી શકો છો, પરંતુ php માં mysql ડેટાબેઝ વાપરીપાસવર્ડ બદલી કરવા માટે આ મૂળભૂત માળખું છે.
4:53 આશા રાખું છું કે તમે આનો આનંદ માણ્યો. જો તમારી પાસે કોઈપણ કમેન્ટ અથવા પ્રશ્નો છે કૃપા કરી મને જણાવો. સાથે જ વિડિઓ સુધારાઓ લીધે ઉમેદવારી નોંધાવો.
5:01 જોડાવા બદ્દલ આભાર! આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali