PHP-and-MySQL/C4/User-Password-Change-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:40, 19 December 2012 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 આપણા “Change Password” ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે. છેલ્લાવાળામાં, આપણે શીખ્યા કે ચેક કેવી રીતે કરવું જો આપણું ફોર્મ સબમીટ થઇ ગયું હોય.
0:09 આપણે આપણા ડેટા (માહિતી) મુલ્યોને અહીં મેળવ્યા છે.
0:13 યાદ રાખો કે આપણા ડેટાબેઝની અંદર, આપણા પાસવર્ડો એનક્રિપ્ટ થયેલ છે.
0:18 તેથી, જેમ આ ફીલ્ડો (ક્ષેત્રો) અંદર આવી રહ્યા છે, હું તેમને એક md 5 hash માં એનક્રિપ્ટ કરીશ.
0:27 ખાતરી કરી લો કે તમે કૌંસ મુક્યું છે.
0:35 મેં જે અહીં હાઈલાઈટ કર્યું છે તે આપણું પેરામીટર છે.
0:38 તો, અહીં આપણી પાસે આપણા md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડો હશે.
0:43 આપણે આ ફીલ્ડને ચેક કરવાની જરૂર રહેશે, એ જોવા માટે કે તે અસ્તિત્વ ધરાવે છે કે નહી.
0:51 આ સમયે જયારે આપણે આપણું ફોર્મ સબમીટ (જમા કરાવવું) કરીએ છીએ, આપણે જોઈએ છીએ કે વાસ્તવમાં કઈ જ થયું નથી.
0:57 પહેલા હું લખીશ “check password against db” અને ત્યારબાદ આપણે આપણા ડેટાબેઝથી જોડાવવાનું છે.
1:08 આપણે આ પુષ્ઠોમાંથી કેટલાકમાં પહેલાથી જ ડેટાબેઝ સાથે જોડાયા છીએ - જેમ કે લોગીન પુષ્ઠ.
1:15 તમે આને તમારી એક સમયની લોગીન સ્ક્રીપ્ટની સાથે “include” and” include connect .php” નામની જુદી ફાઈલમાં મૂકી શકો છો, જેથી તમને તેને ટાઈપ કરવું નહી પડે.
1:29 પરંતુ આપણા ટ્યુટોરીયલ માટે, હું આને વારંવાર ટાઈપ કરતી રહીશ કારણ કે શીખવા માટે આ એક સારો માર્ગ છે.
1:35 આપણે અહીં ટાઈપ કરીશું - "connect = mysql_connect".
1:40 અને આપણે મારું યુઝરનેમ (વપરાશકર્તા નામ) root અને પાસવર્ડ કંઈજ નહી, એ સાથે આપણા લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાઈ જઈશું, હું માય ડેટાબેઝ (મારું ડેટાબેઝ) ને પસંદ કરવા જઈ રહ્યી છું.
1:50 તો આ છે “phplogin” જે અહીં છે. ચાલો ત્યાં જઈએ અને તમે આને અહીં જોઈ શકો છો.
1:58 આપણું કોષ્ટક "users" છે, જેનો ઉપયોગ આપણે પછીથી કરી શકીએ છીએ.
2:01 આગળ પાસવર્ડો મેળવવા માટે આપણે એક ક્વેરી બનાવીશું.
2:05 તેથી હું ટાઈપ કરીશ “ query get” જે mysql.......... "mysql query" સમાન છે અને અહીં આપણે "SELECT password" ટાઈપ કરીશું - આપણે ડેટાબેઝ "users" માંથી પાસવર્ડ ખાતરી કરી લેવાની જરૂર છે.
2:26 તમે અહીં જોઈ શકો છો. આ એક "users" કોષ્ટક છે.
2:31 ત્યારબાદ આપણે “Where username is equal to user” ટાઈપ કરી શકીએ છીએ. આ આપણા યુઝર (વપરાશકર્તા) નું વપરાશકર્તા નામ ધરાવતું આપણું સેશન વેરીએબલ (સત્ર ચલ) છે.
2:39 તો, આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આ કોષ્ટકમાંથી આપણો પાસવર્ડ હેશ પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝરનેમ (વપરાશકર્તા નામ) સેશન (સત્ર) નામની સમાન છે, અને તે “Alex” ની બરાબર છે.
2:49 તો, આ એક સફળ ક્વેરી હોવી જોઈએ. અને અંતમાં તમે ટાઈપ કરી શકો છો “ or die "Query didn’t work”" - અમુક એરર મેસેજ (ત્રુટી સંદેશ).
2:59 તમે આ એરર મેસેજો સાથે થોડું કલ્પનાશીલ બની શકો છો અને તમને ગમતું ટાઈપ કરી શકો છો.
3:08 એજ રીતે અહીં. તમે લખી શકો છો “or die”. તમે તમારા પોતાના એરર મેસેજ (ત્રુટી સંદેશ) ને અહીં ઉમેરી શકો છો પણ સમયને બચાવવા માટે, હું હમણાં નથી કરી રહ્યી.
3:17 હવે, આપણે આનો ઉપયોગ થોડી અલગ રીતે કરીશું, એ પહેલા કે આપણે ડેટાબેઝમાં દરેક રેકોર્ડ દરમ્યાન લૂપ કરવા બદ્દલ "while" ફંક્શનને વાપરીએ.
3:25 મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ (મોકલવું) ટીકા દ્વારા જાણકારી મળી. હું લખીશ "row = mysql_fetch_associative". અને આ "query get" છે
3:41 આપણે “old password db” સુયોજિત કરીશું જે એક નવું વેરીએબલ (ચલ) નામ છે. જુના પાસવર્ડ સાથે આ ભૂલ ન કરો જે સબમીટ (જમા કરવું) થયેલ છે.
3:50 ડેટાબેઝમાં આપણો જુનો પાસવર્ડ આપણી રો (હરોળ)ની સમાન રહેશે.
3:55 યાદ રાખો આ એક એરે બનાવે છે.
3:58 તો આ મુલ્ય ” password” છે, કારણ કે આપણા ડેટાબેઝની અંદર, આ અહીં “password” છે. તમને લેબલો વાપરવાની જરૂર છે.
4:06 તો અહીંથી આપણે આપણા પાસવર્ડોને તપાસ કરી શકીએ છીએ.
4:08 આપણા જુના પાસવર્ડો અને આપણા નવા પાસવર્ડોને તપાસવું એક સરળ “IF” સ્ટેટમેંટ છે.
4:16 ચાલો ડેટાબેઝમાં ટાઈપ કરો - if the old password is equal to the old password.
4:25 આ બંને md5 હેશો છે કારણ કે આપણે આને પહેલા એક md5 હેશમાં રૂપાંતરિત કર્યું હતું.
4:30 તેથી, જો આ સમાન છે તો આપણે એક કોડના બ્લોકને ચલાવીશું, નહી તો આપણે પુષ્ઠને કીલ (નષ્ટ કરવું) કરીને લખીશું ” Old password doesn’t match!”.
4:44 તો અહીં, એ માનીને કે આપણે આપણા પ્રમાણીકરણનાં પ્રથમ સ્તરને મેળવી લીધું છે, -આપણે ડેટાબેઝમાં આપણા જુના પાસવર્ડથી આપણા જુના પાસવર્ડને તપાસ કરી લીધા છે - હવે આપણે આપણા બે નવા પાસવર્ડોને તપાસ કરવાની જરૂર છે.
4:57 હવે આ સરળ રીતે “if new password is equal to repeat new password” ટાઈપ કરવા જેવું છે, ત્યારબાદ આપણે એક કોડનાં બ્લોકને લખી શકીએ છીએ, નહી તો આપણે ફક્ત પુષ્ઠને કીલ (નષ્ટ કરવું) કરી શકીએ છીએ અને લખી શકીએ કે “ New passwords don’t match!”.
5:20 તો અહીં આ “success” છે અને ત્યારબાદ આપણે લખીશું “change password in database”.
5:31 તો હવે હું શું કરીશ કે “success” ને એકો કરીશ અને હું મારા પુષ્ઠ પર પાછી જઈશ.
5:38 હું ઈરાદાપૂર્વક મારા પાસવર્ડને ખોટું ટાઈપ કરીશ. તો હું ફક્ત આ ટાઈપ કરીશ.
5:41 મારો નવો પાસવર્ડ હું "abc" ટાઈપ કરીશ અને પછી “change password” પર ક્લિક કરવાથી અમને "Old password doesn’t match!" મેસેજ (સંદેશ) મળે છે.
5:49 જો હું "abc" ને મારા જુના પાસવર્ડ તરીકે ટાઈપ કરું છું, જે કે એ છે, અને "123" ને મારા નવા પાસવર્ડ તરીકે અને આગળ ક્રમવિનાના અક્ષરો, તો અમને મળવું જોઈએ.....Oh "Old password doesn’t match!"
6:00 ચાલો પાછા જઈને કોડને તપાસીએ. Old password......... row - password............ query get........
6:13 અહીં આપણે ડીબગ (ભૂલ સુધારણા) કરવા હેતુ શું કરી શકીએ છીએ કે અંતમાં એક બ્રેક (ભંગાણ) સાથે લખીએ “echo old password db”, અને બીજી અન્ય બ્રેક સાથે લખીએ echo old password.
6:31 હવે આપણે શું કરી શકીએ છીએ કે, સ્ક્રીપ્ટને ફરીથી ચલાવી શકીએ છીએ, જેથી જુનો પાસવર્ડ "abc" ની બરાબર, નવો પાસવર્ડ "123" ની બરાબર, અને ત્યારબાદ ક્રમ રહીત અક્ષરો.
6:44 ઠીક છે તો ચાલો આની સરખામણી કરીએ. મને આ બંને સરખા દેખાય છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અમને અહીં એક સમસ્યા મળી છે.
6:50 ફરીથી ચાલો કોડ તપાસ કરીએ. વર્ણાક્ષરો માટે તપાસ કરવામાં આવી રહ્યી છે.
7:15 ઠીક છે મને હમણાં સમસ્યા મળી ગયી છે. જો હું અહીં મારા ડેટાબેઝ પર પાછી જાઉં છું, આપણે જોઈએ છીએ કે આ મુલ્યમાં હું પોતેથી જોડાઈ ગયી હતી અને મેં આની અંતમાં આ સ્પેસ (ખાલી જગ્યા) બનાવી હતી - તમે તેને ભૂરા રંગમાં હાઈલાઈટ થયેલ જોઈ શકો છો - જલ્દી હું આનાથી છુટકારો મેળવીશ અને હું મારા પુષ્ઠ પર પાછી આવીશ.
7:33 હંમેશાની જેમ હું ફરીથી લોગીન કરીશ અને ઝડપથી મારા પાસવર્ડને બદલીશ, મેં બરાબર રીતે મારા જુના પાસવર્ડને નાખીશ અને મારા બે નવા પાસવર્ડો માટે ક્રમ વિનાની લખાણ નાખીશ.
7:45 તમે જોઈ શકો છો કે મારા બે નવા પાસવર્ડો મેળ ખાતા નથી.
7:49 આપણે આને પહેલાથી જ એકો કરી દીધું છે, તો હવે આપણે આને રદ્દ કરી શકીએ છીએ.
7:53 તો એ માનીને કે મારા પાસવર્ડો મેળ ખાય છે, ચાલો હું આ સક્સેસ મેસેજ (સફળતા સંદેશ) ને એકો કરું.
7:58 તો ચાલો આને રદ્દ કરીએ. હું આને ડીબગીંગ માટે મુકું છું.
8:02 હું મારો જુનો પાસવર્ડ, મારો નવો પાસવર્ડ 123 અને 123 ટાઈપ કરીશ, change password ક્લિક કરીશ, અને અમને success મળે છે.
8:10 તો હું અહીં પાછલી ભૂલો માટે માફી માંગું છું.
8:18 તો આ ટ્યુટોરીયલનાં 3 જાં ભાગમાં, આપણે યુઝર (વપરાશકર્તા) ના પાસવર્ડને સુધારણા કરવાનું ચાલુ રાખીશું અને ખાતરી કરીશું કે બધું બરાબર કામ કરી રહ્યું છે.
8:29 જોવાબદ્દલ આભાર. આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali