PHP-and-MySQL/C4/User-Password-Change-Part-2/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | “Change Password” ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે. છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મ સબમીટ થયું છે કે નહી તે ચેક કરતા શીખ્યા. |
0:09 | ડેટા વેલ્યુઝ આપણને અહીં મળ્યી છે. |
0:13 | યાદ રાખો કે ડેટાબેઝ અંદર, પાસવર્ડો એનક્રિપ્ટ થયેલ છે. |
0:18 | તો, જેમ આ ફીલ્ડો અંદર આવશે, હું તેમને md 5 hash માં એનક્રિપ્ટ કરીશ. |
0:27 | ખાતરી કરો કે તમે કૌંસ મુક્યા છે. |
0:35 | મેં જે અહીં હાઈલાઈટ કર્યું છે તે પેરામીટર છે. |
0:38 | તો, અહીં આપણી પાસે md5 એનક્રિપ્ટ થયેલ પાસવર્ડો હશે. |
0:43 | આ ફીલ્ડને ચેક કરવાની જરૂર છે, એ જોવા માટે કે તે અસ્તિત્વમાં છે કે નહી. |
0:51 | આ સમયે જયારે ફોર્મ સબમીટ કરીશું, આપણે જોઈએ છીએ કે કઈ જ થયું નથી. |
0:57 | પહેલા હું “check password against db” લખીશ અને ત્યારબાદ ડેટાબેઝથી જોડાવવાનું છે. |
1:08 | આપણે આ પેજીસ માંથી કેટલાકમાં પહેલાથી જ ડેટાબેઝ સાથે જોડાયા છીએ - જેમ કે લોગીન પેજ. |
1:15 | તમે આને તમારી એક સમયની લોગીન સ્ક્રીપ્ટની સાથે “include” અને ” include connect .php” નામની જુદી ફાઈલમાં મૂકી શકો છો, જેથી તેને ટાઈપ કરવું ન પડશે. |
1:29 | પરંતુ આપણા ટ્યુટોરીયલ માટે, હું આને વારંવાર ટાઈપ કરીશ કારણ કે શીખવા માટે આ એક સારો માર્ગ છે. |
1:35 | આપણે અહીં ટાઈપ કરીશું - "connect = mysql_connect". |
1:40 | અને આપણે યુઝરનેમ root અને પાસવર્ડ કંઈજ નહી, એ સાથે આપણા લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાશું, હું મારું ડેટાબેઝ પસંદ કરીશ. |
1:50 | તો આ “phplogin” છે જે અહીં છે. ત્યાં જઈએ અને તમે આને અહીં જોઈ શકો છો. |
1:58 | આપણું કોષ્ટક "users" છે, જેનો ઉપયોગ આપણે પછીથી કરી શકીએ છીએ. |
2:01 | આગળ પાસવર્ડો મેળવવા માટે એક ક્વેરી બનાવીશું. |
2:05 | તો હું “ query get” ટાઈપ કરીશ જે "mysql query" સમાન છે અને અહીં "SELECT password" ટાઈપ કરીશું - આપણે ડેટાબેઝ "users" માંથી પાસવર્ડ ખાતરી કરવાની જરૂર છે. |
2:26 | તમે અહીં જોઈ શકો છો. આ એક "users" કોષ્ટક છે. |
2:31 | પછી “Where username is equal to user” ટાઈપ કરીશું. આ યુઝરનું યુઝરનેમ ધરાવતું સેશન વેરીએબલ છે. |
2:39 | તો, આપણે આ કોષ્ટકમાંથી પાસવર્ડ હેશ પસંદ કરીશું જ્યાં યુઝરનેમ સેશન નામ સમાન છે, અને તે “Alex” સમાન છે. |
2:49 | તો, આ એક સફળ ક્વેરી હોવી જોઈએ. અને અંતમાં તમે ટાઈપ કરી શકો છો “ or die "Query didn’t work”" - એરર મેસેજ. |
2:59 | તમે આ એરર મેસેજો સાથે થોડું કલ્પનાશીલ બની શકો છો અને તમને ગમતું ટાઈપ કરી શકો છો. |
3:08 | એજ રીતે અહીં. તમે લખી શકો છો “or die”. તમે એરર મેસેજ અહીં ઉમેરી શકો છો પણ સમય બચાવવા માટે, હમણાં ન કરીશ. |
3:17 | હવે, આનો ઉપયોગ થોડી અલગ રીતે કરીશું, એ પહેલા કે આપણે ડેટાબેઝમાં દરેક રેકોર્ડ દરમ્યાન લૂપ કરવા માટે "while" ફંક્શનને વાપરીએ. |
3:25 | મને આ પદ્ધતિ વિશે કોઈએ પોસ્ટ કરેલ કમેન્ટ દ્વારા જાણકારી મળી. હું લખીશ "row = mysql_fetch_associative". અને આ "query get" છે. |
3:41 | આપણે “old password db” સુયોજિત કરીશું જે નવું વેરીએબલ નામ છે. જુના પાસવર્ડ જે સબમીટ થયેલ છે તે સાથે ભૂલ ન કરો. |
3:50 | ડેટાબેઝમાં જુનો પાસવર્ડ રો સમાન રહેશે. |
3:55 | યાદ રાખો આ એક એરે બનાવે છે. |
3:58 | તો આ વેલ્યુ ” password” છે, કારણ કે આપણા ડેટાબેઝની અંદર, આ અહીં “password” છે. તમને લેબલો વાપરવાની જરૂર છે. |
4:06 | તો અહીંથી પાસવર્ડો તપાસ કરી શકીએ છીએ. |
4:08 | જુના અને નવા પાસવર્ડોને તપાસવું એક સરળ “IF” સ્ટેટમેંટ છે. |
4:16 | ટાઈપ કરો - if the old password is equal to old password જે ડેટાબેઝમાં છે. |
4:25 | આ બંને md5 હેશ છે કારણ કે તેમને પહેલા md5 હેશમાં રૂપાંતરિત કર્યા હતા. |
4:30 | તો, જો આ સમાન છે તો કોડના બ્લોકને રન કરીશું, નહી તો પેજને કીલ કરી ” Old password doesn’t match!” લખીશું. |
4:44 | તો અહીં, એ માની કે આપણે વેલીડેશનનાં પ્રથમ સ્તરને મેળવી લીધું છે -આપણે ડેટાબેઝમાં જુના પાસવર્ડથી આપણા જુના પાસવર્ડ સાથે તપાસી લીધા છે - હવે બે નવા પાસવર્ડોને તપાસ કરવાની જરૂર છે. |
4:57 | હવે આ સરળ રીતે “if new password is equal to repeat new password” ટાઈપ કરવા જેવું છે, પછી કોડનાં બ્લોકને લખીશું, નહી તો ફક્ત પેજને કીલ કરીશું અને “New passwords don’t match!” લખીશું. |
5:20 | તો અહીં “success” છે અને ત્યારબાદ “change password in database” લખીશું. |
5:31 | તો હવે હું “success” એકો કરીશ અને મારા પેજ પર પાછી જઈશ. |
5:38 | હું ઈરાદાપૂર્વક પાસવર્ડ ખોટો ટાઈપ કરીશ. તો હું ફક્ત આ ટાઈપ કરીશ. |
5:41 | નવો પાસવર્ડ "abc" ટાઈપ કરીશ અને પછી “change password” પર ક્લિક કરવાથી "Old password doesn’t match!" મેસેજ મળે છે. |
5:49 | જો હું "abc" ને જુના પાસવર્ડ તરીકે ટાઈપ કરું, જે એ જ છે, અને "123" ને નવા પાસવર્ડ તરીકે અને આગળ ક્રમવિનાના અક્ષરો, તો આપણને મળવું જોઈએ....."Old password doesn’t match!" |
6:00 | ચાલો પાછળ જઈ કોડ તપાસીએ. Old password......... row - password............ query get........ |
6:13 | ડીબગ (ભૂલ સુધારણા) કરવા માટે અંતમાં બ્રેક સાથે “echo old password db” લખીએ, અને બીજી બ્રેક સાથે echo old password લખીએ. |
6:31 | હવે સ્ક્રીપ્ટ ફરીથી રન કરીશું, તો જુનો પાસવર્ડ "abc" સમાન છે, નવો પાસવર્ડ "123" ની સમાન છે, અને ત્યારબાદ ક્રમ રહીત અક્ષરો. |
6:44 | આની સરખામણી કરીએ. આ બંને સરખા દેખાય છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક સમસ્યા મળી છે. |
6:50 | ફરીથી કોડ તપાસો. વર્ણાક્ષરો માટે તપાસ કરવામાં આવી રહ્યી છે. |
7:15 | મને સમસ્યા મળી ગયી છે. જો હું ડેટાબેઝ પર પાછી જાઉં છું, આપણે જોઈએ છીએ કે આ વેલ્યુમાં મેં પોતેથી જોડ્યું હતું અને આની અંતમાં આ સ્પેસ બનાવી હતી - તે ભૂરા રંગમાં હાઈલાઈટ થયેલ છે - હું આ રદ કરીશ અને પેજ પર પાછી આવીશ. |
7:33 | હંમેશાની જેમ હું ફરીથી લોગીન કરીશ અને પાસવર્ડને બદલીશ, હું જુના પાસવર્ડને બરાબર નાખીશ અને બે નવા પાસવર્ડો માટે ક્રમ વિનાની લખાણ નાખીશ. |
7:45 | મારા બે નવા પાસવર્ડો મેચ થતા નથી. |
7:49 | આપણે આ પહેલાથી જ એકો કર્યું છે, તો હવે આ રદ્દ કરી શકીએ છીએ. |
7:53 | તો એ માની કે પાસવર્ડો મેચ થાય છે, હું સક્સેસ મેસેજ એકો કરીશ. |
7:58 | ચાલો આ રદ્દ કરીએ. હું આ ડીબગીંગ માટે મુકું છું. |
8:02 | હું જુનો પાસવર્ડ, નવો પાસવર્ડ 123 અને 123 ટાઈપ કરીશ, change password ક્લિક કરીશ, અને success મળે છે. |
8:10 | પાછલી ભૂલો માટે હું માફી માંગું છું. |
8:18 | તો આ ટ્યુટોરીયલનાં 3 જાં ભાગમાં, આપણે યુઝરના પાસવર્ડને બદલવા સાથે ચાલુ રાખીશું અને ખાતરી કરીશું કે બધું બરાબર કામ કરે છે. |
8:29 | જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |