Firefox/C2/Firefox-interface-and-toolbars/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:30, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સ ઈન્ટરફેસ અને ટૂલબાર પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: ફાયરફોક્સ ઈન્ટરફેસ અને ટૂલબાર |
00:11 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ ૧૦.૦૪ માટે ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું. |
00:19 | ચાલો હવે ફાયરફોક્સ ઈન્ટરફેસ વિષે જોઈએ. |
00:23 | ફાયરફોક્સ પાસે એ તમામ સુવિધાઓ છે કે જે એક આધુનિક બ્રાઉઝર પાસે હોવું જરૂરી છે. |
00:28 | મોઝીલા ફાયરફોક્સને અસરકારક કેવી રીતે ઉપયોગ કરવું તે શીખવા માટે, તમારે તેના દરેક લક્ષણો સાથે પરિચિત હોવું જરૂરી છે. |
00:34 | મોઝીલા ફાયરફોક્સ ઈન્ટરફેસ 6 અલગ વિસ્તારોમાં વિભાજીત થઈ શકે છે, તેના નામ છે; |
00:41 | The Menu bar, the Navigation toolbar, the Bookmarks bar, the Side bar, the Status bar અને the Content area |
00:53 | ચાલો આ દરેકને જોઈએ અને જાણીએ કે તેઓ શું કરે છે. |
00:57 | ચાલો File મેનુ પર ક્લિક કરીએ અને પછી New Window પર ક્લિક કરીએ. |
01:01 | એક નવી વિન્ડો ખુલે છે. |
01:05 | કેટલાક લોકોને તેમના બ્રાઉઝર્સમાં નાની સ્ક્રિપ્ટ જોવા માટે મુશ્કેલી થાય છે. |
01:08 | તેથી ચાલો View પર ક્લિક કરીને પૃષ્ઠમાં ઝૂમ કરીએ - zoom અને zoom in. |
01:14 | વૈકલ્પિક રીતે, તમે ctrl + + દબાવી શકો છો. |
01:18 | આ લખાણ ને મોટું બનાવશે. |
01:21 | તમે કઈ આવૃત્તિનું મોઝીલા ફાયરફોક્સ વાપરી રહ્યા છો તે જાણવા માટે, Help અને About Firefox ઉપર ક્લિક કરો. |
01:27 | મૂળભૂત રીતે, ફાયરફોક્સ હોમપેજ પ્રદર્શિત કરે છે. |
01:32 | પરંતુ તમારા પોતાના મનપસંદ વેબપેજ ને હોમપેજ તરીકે સુયોજિત કરવા માટે, Edit અને Preferences પર ક્લિક કરો. |
01:39 | વિન્ડોઝ વપરાશકર્તાઓ Tools અને Options પર ક્લિક કરો. |
01:42 | General ટૅબ માં, Home Page ફિલ્ડ પર ક્લિક કરો અને 'www.yahoo.com' અથવા તમારા મનપસંદનું કોઈ પણ વેબપેજ લખો. |
01:52 | હવે તમે ડાબી બાજુના ખૂણે નીચે Close બટન પર ક્લિક કરીને ફાયરફોક્સ Preference વિન્ડો બંધ કરી શકો છો. |
02:00 | તમે વેબપેજ અંદર કોઈ ચોક્કસ શબ્દો શોધવા માટે Edit મેનુ વાપરી શકો છો. |
02:05 | એડ્રેસ બારમાં, 'www.google.com' લખો. |
02:12 | Edit અને Find પર ક્લિક કરો . |
02:14 | બ્રાઉઝર વિન્ડોના તળિયે એક નાનું ટૂલબાર દેખાય છે. |
02:19 | લખાણ બોક્સમાં, 'Gujarati' શબ્દ લખો. |
02:23 | તમે જોશો કે 'Gujarati' શબ્દ પ્રકાશિત થાય છે. |
02:28 | આ વિધેય ખૂબ જ ઉપયોગી છે જ્યારે વેબપેજ પર વધુ લખાણ મારફતે શોધ કરતા હોઉં. |
02:33 | ચાલો આ બંધ કરીએ. |
02:35 | જેમ નામ સૂચવે છે, Navigation ટૂલબાર તમને ઇન્ટરનેટ મારફતે નેવિગેટ કરવા માટે મદદ કરે છે. |
02:41 | Navigation બાર મોટું લખાણ બોક્સ છે, જ્યાં તમે જે વેબપેજ ની મુલાકાત લેવા ઈચ્છતા હોઉં તેનું એડ્રેસ લખો. |
02:48 | તેને URL બાર અથવા એડ્રેસ બાર કહેવામાં આવે છે. |
02:52 | URL પર ક્લિક કરો અને ત્યાં પહેલાથી જે એડ્રેસ છે તેને રદ કરો. |
02:57 | હવે 'www.google.com' લખો. |
03:02 | Enter કળ દબાવો. |
03:03 | તમે હવે Google હોમપેજ પર હશો. |
03:06 | પાછળ તીર વાળું ચિહ્ન પર ક્લિક કરવાથી તે તમને તમે પેહલા જે પૃષ્ઠ પર હતા ત્યાં પાછું લઈ જશે. |
03:12 | Google હોમપેજ પર પાછા જવા માટે આગળના તીર પર ક્લિક કરો. |
03:17 | URL બારમાં જમણી તરફ, એક ઘર જેવા આકારનું ચિહ્ન છે. |
03:22 | આ બટન તમને તમે જ્યાં છો ત્યાંથી પાછા મૂળભૂત હોમ વેબપેજ ઉપર લઇ જશે. |
03:28 | આ ફન્કશન જ્યારે તમે કોઈ ચોક્કસ સાઇટ અથવા સર્ચ એન્જિન બ્રાઉઝ કરી રહ્યા હોઉં ત્યારે ઉપયોગી છે. |
03:34 | ચાલો Homepage બટન પર ક્લિક કરીએ. |
03:36 | યાદ રાખો આપણે અગાઉ હોમપેજ 'www.yahoo.com' થી બદલ્યું હતું. |
03:42 | પરિણામ તરીકે, હોમપેજ બટન પર ક્લિક કરવાથી તે આપણને yahoo હોમપેજ પર લઇ જાય છે. |
03:49 | ચાલો હવે Bookmarks bar જોઈએ. |
03:51 | બુકમાર્ક્સ તમને એવા પૃષ્ઠો કે જેની તમે મુલાકાત લો છો અથવા ઘણી વખત તેનો સંદર્ભ લો છો તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે. |
03:57 | આ URL બારમાં, 'www.gmail.com' લખો. |
04:03 | પૃષ્ઠ એકવાર લોડ થાય, તો URL બારમાં જમણી તરફ સ્ટાર ચિહ્ન પર ક્લિક કરો. |
04:10 | તમે જોઈ શકો કે સ્ટાર પીળા રંગ નું થઇ જાય છે. |
04:13 | સ્ટાર પર ફરીથી ક્લિક કરો. |
04:14 | એક સંવાદ બોક્સ ખુલે છે. |
04:17 | 'Folder' ડ્રોપ ડાઉન મેનુ માંથી, 'Bookmarks toolbar' પસંદ કરો. |
04:23 | નોંધ લો કે Gmail બુકમાર્ક હવે બુકમાર્ક્સ ટૂલબારમાં ઉમેરવામાં આવેલ છે. |
04:28 | yahoo હોમપેજ પર જવા માટે Homepage ચિહ્ન પર ક્લિક કરો. |
04:33 | gmail બુકમાર્ક પર ક્લિક કરો. આ તમને Gmail login પૃષ્ઠ પર દિશામાન કરાવશે. |
04:39 | સાઇટ્સ કે જેની તમે ઘણી વખત મુલાકાત લો છો, પરંતુ તેને તમારા હોમપેજ તરીકે ન ઈચ્છતા હોવ, તે માટે તમે bookmarks બાર નો ઉપયોગ કરી શકો છો. |
04:46 | આગળ આપણે સાઇડબાર માટે જાણીશું. |
04:49 | View અને Sidebar પર ક્લિક કરો અને પછી History પર ક્લિક કરો. |
04:54 | તમે જોઈ શકો કે ડાબી બાજુ પર આવેલા બાર ને હવે 3 વિકલ્પો છે - today, yesterday અને older than 6 months. |
05:02 | પ્રદર્શિત વિકલ્પો કમ્પ્યૂટર પર ફાયરફોક્સ ના વપરાશ વચ્ચે અંતરાલો સાથે અધીન છે. |
05:09 | મેનુ વિસ્તૃત કરવા માટે, Today ચિહ્ન ની આગળ આવેલ પ્લસ ચિહ્ન પર ક્લિક કરો. |
05:15 | Google હોમપેજ પર દિશામાન થતી ગૂગલ લીંક પસંદ કરો. |
05:19 | જુઓ તમે પહેલા મુલાકાત લીધી હતી તે સાઇટ પર પાછા જવું કેટલું સરળ છે. |
05:25 | સાઇડબારનું પોતાનું પણ શોધ માટેનું એક વિધેય છે. |
05:29 | તમે સર્ચ બોક્સમાં જે સાઇટ સર્ચ કરવા ઈચ્છતા હોઉં તેનું નામ લખી શોધી શકો છો. |
05:34 | આ પછી તે શોધવા માટે તમારી history શોધશે. |
05:37 | સર્ચ બોક્સમાં 'Google' લખો. |
05:39 | Google હોમપેજ પ્રથમ પરિણામે ઉપર આવે છે. |
05:43 | તમે સાઇડબારમાં ઉપરની બાજુ પર જમણા ખૂણે નાના 'x પર ક્લિક કરી સાઇડબાર ને અદ્રશ્ય કરી શકો છો. |
05:51 | આગળ, ચાલો જોઈએ કે status bar શું કરે છે. |
05:55 | status bar તમારી બ્રાઉઝર વિન્ડો ના તળિયે એક વિસ્તાર છે જે તમે લોડ કરતા હોઉં તે સાઇટ નું સ્ટેટ્સ બતાવે છે. |
06:02 | URL બાર પર જાઓ અને 'www.wired.com' લખો અને Enter કળ દબાવો. |
06:10 | ઝડપથી આ Status bar જુઓ. તે તમે જે વેબપેજ લોડ કરી રહ્યા છો તેનું સ્ટેટ્સ બતાવે છે. |
06:16 | કોઈ ચોક્કસ સાઇટ લોડ કેમ નથી થતી, લોડ થવા માટે તે કેટલો સમય લેશે વગેરે, સમજવા માટે status bar મદદ કરી શકે છે. |
06:25 | અંતે, ચાલો content area માટે જોઈએ. |
06:28 | આ એ જગ્યા છે જ્યાં તમે જે વેબપેજ જોઈ રહ્યા છો તેનું સમાવિષ્ટ જોઈ શકો. |
06:33 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:35 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા; ફાયરફોક્સ ઇન્ટરફેસ અને ટૂલબાર. |
06:43 | આ કમ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ કરવાનો પ્રયાસ કરો... |
06:46 | તમારું હોમ પેજ 'www.spoken-tutorial.org' થી બદલો અને તેને નેવિગેટ કરો. |
06:54 | અને પછી બ્રાઉઝરનું History વિધેય નો ઉપયોગ કરીને 'yahoo' વેબસાઇટ પર જાઓ. |
07:00 | નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
07:05 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:07 | જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:12 | મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:17 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
07:21 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
07:27 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
07:31 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:39 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
07:50 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
07:56 | જોડવા બદલ આભાર. |