Firefox/C2/Firefox-interface-and-toolbars/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સ ઈન્ટરફેસ અને ટૂલબાર પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: ફાયરફોક્સ ઈન્ટરફેસ અને ટૂલબાર
00:11 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ ૧૦.૦૪ માટે ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું.
00:19 ચાલો હવે ફાયરફોક્સ ઈન્ટરફેસ વિષે જોઈએ.
00:23 ફાયરફોક્સ પાસે એ તમામ સુવિધાઓ છે કે જે એક આધુનિક બ્રાઉઝર પાસે હોવું જરૂરી છે.
00:28 મોઝીલા ફાયરફોક્સને અસરકારક કેવી રીતે ઉપયોગ કરવું તે શીખવા માટે, તમારે તેના દરેક લક્ષણો સાથે પરિચિત હોવું જરૂરી છે.
00:34 મોઝીલા ફાયરફોક્સ ઈન્ટરફેસ 6 અલગ વિસ્તારોમાં વિભાજીત થઈ શકે છે, તેના નામ છે;
00:41 The Menu bar, the Navigation toolbar, the Bookmarks bar, the Side bar, the Status bar અને the Content area
00:53 ચાલો આ દરેકને જોઈએ અને જાણીએ કે તેઓ શું કરે છે.
00:57 ચાલો File મેનુ પર ક્લિક કરીએ અને પછી New Window પર ક્લિક કરીએ.
01:01 એક નવી વિન્ડો ખુલે છે.
01:05 કેટલાક લોકોને તેમના બ્રાઉઝર્સમાં નાની સ્ક્રિપ્ટ જોવા માટે મુશ્કેલી થાય છે.
01:08 તેથી ચાલો View પર ક્લિક કરીને પૃષ્ઠમાં ઝૂમ કરીએ - zoom અને zoom in.
01:14 વૈકલ્પિક રીતે, તમે ctrl + + દબાવી શકો છો.
01:18 આ લખાણ ને મોટું બનાવશે.
01:21 તમે કઈ આવૃત્તિનું મોઝીલા ફાયરફોક્સ વાપરી રહ્યા છો તે જાણવા માટે, Help અને About Firefox ઉપર ક્લિક કરો.
01:27 મૂળભૂત રીતે, ફાયરફોક્સ હોમપેજ પ્રદર્શિત કરે છે.
01:32 પરંતુ તમારા પોતાના મનપસંદ વેબપેજ ને હોમપેજ તરીકે સુયોજિત કરવા માટે, Edit અને Preferences પર ક્લિક કરો.
01:39 વિન્ડોઝ વપરાશકર્તાઓ Tools અને Options પર ક્લિક કરો.
01:42 General ટૅબ માં, Home Page ફિલ્ડ પર ક્લિક કરો અને 'www.yahoo.com' અથવા તમારા મનપસંદનું કોઈ પણ વેબપેજ લખો.
01:52 હવે તમે ડાબી બાજુના ખૂણે નીચે Close બટન પર ક્લિક કરીને ફાયરફોક્સ Preference વિન્ડો બંધ કરી શકો છો.
02:00 તમે વેબપેજ અંદર કોઈ ચોક્કસ શબ્દો શોધવા માટે Edit મેનુ વાપરી શકો છો.
02:05 એડ્રેસ બારમાં, 'www.google.com' લખો.
02:12 Edit અને Find પર ક્લિક કરો .
02:14 બ્રાઉઝર વિન્ડોના તળિયે એક નાનું ટૂલબાર દેખાય છે.
02:19 લખાણ બોક્સમાં, 'Gujarati' શબ્દ લખો.
02:23 તમે જોશો કે 'Gujarati' શબ્દ પ્રકાશિત થાય છે.
02:28 આ વિધેય ખૂબ જ ઉપયોગી છે જ્યારે વેબપેજ પર વધુ લખાણ મારફતે શોધ કરતા હોઉં.
02:33 ચાલો આ બંધ કરીએ.
02:35 જેમ નામ સૂચવે છે, Navigation ટૂલબાર તમને ઇન્ટરનેટ મારફતે નેવિગેટ કરવા માટે મદદ કરે છે.
02:41 Navigation બાર મોટું લખાણ બોક્સ છે, જ્યાં તમે જે વેબપેજ ની મુલાકાત લેવા ઈચ્છતા હોઉં તેનું એડ્રેસ લખો.
02:48 તેને URL બાર અથવા એડ્રેસ બાર કહેવામાં આવે છે.
02:52 URL પર ક્લિક કરો અને ત્યાં પહેલાથી જે એડ્રેસ છે તેને રદ કરો.
02:57 હવે 'www.google.com' લખો.
03:02 Enter કળ દબાવો.
03:03 તમે હવે Google હોમપેજ પર હશો.
03:06 પાછળ તીર વાળું ચિહ્ન પર ક્લિક કરવાથી તે તમને તમે પેહલા જે પૃષ્ઠ પર હતા ત્યાં પાછું લઈ જશે.
03:12 Google હોમપેજ પર પાછા જવા માટે આગળના તીર પર ક્લિક કરો.
03:17 URL બારમાં જમણી તરફ, એક ઘર જેવા આકારનું ચિહ્ન છે.
03:22 આ બટન તમને તમે જ્યાં છો ત્યાંથી પાછા મૂળભૂત હોમ વેબપેજ ઉપર લઇ જશે.
03:28 આ ફન્કશન જ્યારે તમે કોઈ ચોક્કસ સાઇટ અથવા સર્ચ એન્જિન બ્રાઉઝ કરી રહ્યા હોઉં ત્યારે ઉપયોગી છે.
03:34 ચાલો Homepage બટન પર ક્લિક કરીએ.
03:36 યાદ રાખો આપણે અગાઉ હોમપેજ 'www.yahoo.com' થી બદલ્યું હતું.
03:42 પરિણામ તરીકે, હોમપેજ બટન પર ક્લિક કરવાથી તે આપણને yahoo હોમપેજ પર લઇ જાય છે.
03:49 ચાલો હવે Bookmarks bar જોઈએ.
03:51 બુકમાર્ક્સ તમને એવા પૃષ્ઠો કે જેની તમે મુલાકાત લો છો અથવા ઘણી વખત તેનો સંદર્ભ લો છો તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે.
03:57 આ URL બારમાં, 'www.gmail.com' લખો.
04:03 પૃષ્ઠ એકવાર લોડ થાય, તો URL બારમાં જમણી તરફ સ્ટાર ચિહ્ન પર ક્લિક કરો.
04:10 તમે જોઈ શકો કે સ્ટાર પીળા રંગ નું થઇ જાય છે.
04:13 સ્ટાર પર ફરીથી ક્લિક કરો.
04:14 એક સંવાદ બોક્સ ખુલે છે.
04:17 'Folder' ડ્રોપ ડાઉન મેનુ માંથી, 'Bookmarks toolbar' પસંદ કરો.
04:23 નોંધ લો કે Gmail બુકમાર્ક હવે બુકમાર્ક્સ ટૂલબારમાં ઉમેરવામાં આવેલ છે.
04:28 yahoo હોમપેજ પર જવા માટે Homepage ચિહ્ન પર ક્લિક કરો.
04:33 gmail બુકમાર્ક પર ક્લિક કરો. આ તમને Gmail login પૃષ્ઠ પર દિશામાન કરાવશે.
04:39 સાઇટ્સ કે જેની તમે ઘણી વખત મુલાકાત લો છો, પરંતુ તેને તમારા હોમપેજ તરીકે ન ઈચ્છતા હોવ, તે માટે તમે bookmarks બાર નો ઉપયોગ કરી શકો છો.
04:46 આગળ આપણે સાઇડબાર માટે જાણીશું.
04:49 View અને Sidebar પર ક્લિક કરો અને પછી History પર ક્લિક કરો.
04:54 તમે જોઈ શકો કે ડાબી બાજુ પર આવેલા બાર ને હવે 3 વિકલ્પો છે - today, yesterday અને older than 6 months.
05:02 પ્રદર્શિત વિકલ્પો કમ્પ્યૂટર પર ફાયરફોક્સ ના વપરાશ વચ્ચે અંતરાલો સાથે અધીન છે.
05:09 મેનુ વિસ્તૃત કરવા માટે, Today ચિહ્ન ની આગળ આવેલ પ્લસ ચિહ્ન પર ક્લિક કરો.
05:15 Google હોમપેજ પર દિશામાન થતી ગૂગલ લીંક પસંદ કરો.
05:19 જુઓ તમે પહેલા મુલાકાત લીધી હતી તે સાઇટ પર પાછા જવું કેટલું સરળ છે.
05:25 સાઇડબારનું પોતાનું પણ શોધ માટેનું એક વિધેય છે.
05:29 તમે સર્ચ બોક્સમાં જે સાઇટ સર્ચ કરવા ઈચ્છતા હોઉં તેનું નામ લખી શોધી શકો છો.
05:34 આ પછી તે શોધવા માટે તમારી history શોધશે.
05:37 સર્ચ બોક્સમાં 'Google' લખો.
05:39 Google હોમપેજ પ્રથમ પરિણામે ઉપર આવે છે.
05:43 તમે સાઇડબારમાં ઉપરની બાજુ પર જમણા ખૂણે નાના 'x પર ક્લિક કરી સાઇડબાર ને અદ્રશ્ય કરી શકો છો.
05:51 આગળ, ચાલો જોઈએ કે status bar શું કરે છે.
05:55 status bar તમારી બ્રાઉઝર વિન્ડો ના તળિયે એક વિસ્તાર છે જે તમે લોડ કરતા હોઉં તે સાઇટ નું સ્ટેટ્સ બતાવે છે.
06:02 URL બાર પર જાઓ અને 'www.wired.com' લખો અને Enter કળ દબાવો.
06:10 ઝડપથી આ Status bar જુઓ. તે તમે જે વેબપેજ લોડ કરી રહ્યા છો તેનું સ્ટેટ્સ બતાવે છે.
06:16 કોઈ ચોક્કસ સાઇટ લોડ કેમ નથી થતી, લોડ થવા માટે તે કેટલો સમય લેશે વગેરે, સમજવા માટે status bar મદદ કરી શકે છે.
06:25 અંતે, ચાલો content area માટે જોઈએ.
06:28 આ એ જગ્યા છે જ્યાં તમે જે વેબપેજ જોઈ રહ્યા છો તેનું સમાવિષ્ટ જોઈ શકો.
06:33 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:35 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા; ફાયરફોક્સ ઇન્ટરફેસ અને ટૂલબાર.
06:43 આ કમ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ કરવાનો પ્રયાસ કરો...
06:46 તમારું હોમ પેજ 'www.spoken-tutorial.org' થી બદલો અને તેને નેવિગેટ કરો.
06:54 અને પછી બ્રાઉઝરનું History વિધેય નો ઉપયોગ કરીને 'yahoo' વેબસાઇટ પર જાઓ.
07:00 નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
07:05 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:07 જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:12 મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:17 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
07:21 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
07:27 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
07:31 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:39 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
07:50 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
07:56 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Pratik kamble