Firefox/C2/Introduction/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:30, 11 July 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સનો પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે નીચેના વિષયો વિષે શીખીશું.
00:10 મોઝીલા ફાયરફોક્સ શું છે?
00:12 ફાયરફોક્સ શા માટે છે?
00:14 આવૃત્તિઓ, સિસ્ટમ જરૂરિયાતો, ફાયરફોક્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરવું, વેબસાઇટ ની મુલાકાત લો.
00:21 મોઝીલા ફાયરફોક્સ અથવા ખાલી ફાયરફોક્સ, મફત, ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે.
00:27 તે ઉબુન્ટુ લીનક્સ માટે મૂળભૂત વેબ બ્રાઉઝર છે, જે ઈન્ટરનેટ સાથે વિન્ડો તરીકે સેવા આપે છે.
00:33 તે તમને ઈન્ટરનેટ વેબ પાનાંઓ જોવા માટે અને વેબ પાનાંઓ મારફતે સંશોધન કરવા માટેની પરવાનગી આપે છે.
00:39 તે સર્ચ એન્જિન જેવા કે Google, Yahoo Search અથવા Bing ની મદદથી વેબ પાનાંઓ પણ શોધે છે.
00:47 ફાયરફોક્સ એ મોઝીલા ફાઉન્ડેશન, જે એક બિન-નફા સંસ્થા છે, ત્યાં સ્વયંસેવક એટલે કે volunteer પ્રોગ્રામરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
00:54 મોઝિલ્લા પર વિગતવાર જાણકારી માટે mozilla.org ની મુલાકાત લો.
00:59 ફાયરફોકસ વિંડોઝ, મેક OSX, અને લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
01:05 ઉબુન્ટુ માટે અન્ય લોકપ્રિય વેબ બ્રાઉઝર્સ માટેના કેટલાક ઉદાહરણો કોન્કરર (Konqueror), ગુગલ ક્રોમ (Google Chrome) અને ઓપેરા (Opera) છે.
01:12 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ ૧૦.૦૪ માટે ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું.
01:20 ફાયરફોક્સ ઝડપ, ગુપ્તતા, અને તાજેતરની ટેકનોલોજીસ ને સાથે વાપરી બ્રાઉઝીંગ વધુ સારી બનાવે છે.
01:27 તેના વિવિધ લક્ષણો છે જેવા કે ટેબ થયેલ વિન્ડો, આંતરિક જોડણી ચકાસણી, પોપ અપ બ્લૉકર, સંકલિત વેબ શોધ, ફિશીંગ સુરક્ષા.
01:39 ફાયરફોક્સ ઝડપી ગ્રાફિક્સ રેન્ડરીંગ સાથે ઝડપી વેબ બ્રાઉઝિંગ, અને સુધારાયેલ પૃષ્ઠ લોડીંગ પૂરું પાડે છે.
01:45 તે કપટી વેબસાઇટ્સ, સ્પાયવેર અને વાયરસ, ટ્રોજન, અથવા અન્ય મૉલવેર સામે વિવિધ સુરક્ષા અને ગુપ્તતા વિકલ્પો આપે છે.
01:56 અને તે add-ons અને યુઝર દ્વારા બનાવાયેલ હજારો easy-to-install themes દ્વારા વૈવિધ્યપણું આપે છે.
02:06 લીનક્સ ઓએસ જેવી કે Fedora, Ubuntu,Red Hat,Debian અને SUSE , ઉપર ફાયરફોક્સને સંચાલિત કરવા માટેની સીસ્ટમ જરૂરીયાતો આ પ્રમાણે છે.
02:16 ફાયરફોક્સને ઉબુન્ટુ ૧૦.૦૪ ઉપર સંચાલિત કરવા માટે તમને નીચેની લાઈબ્રેરીઓ અથવા પેકેજોની જરૂર પડશે.
02:24 GTK+ 2.10 અથવા વધારે
02:29 GLib 2.12 અથવા વધારે
02:32 libstdc++ 4.3 અથવા વધારે
02:37 Pango 1.14 અથવા વધારે
02:40 X.Org 1.7 અથવા વધારે
02:44 અને આગ્રહણીય હાર્ડવેર છે: Pentium 4 અથવા 512MB ઉપર RAM , 200MB ની hard drive માટેની જગ્યા.
02:55 સિસ્ટમ જરૂરિયાતો પર સંપૂર્ણ જાણકારી માટે, સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ ફાયરફોક્સ વેબસાઇટ ની મુલાકાત લો.
03:32 ચાલો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે મોઝીલા ફાયરફોક્સની ઓફિસિયલ વેબસાઈટ mozilla.com ની મુલાકાત લઇ તેને ડાઉનલોડ અને સંસ્થાપિત કરીએ.
03:11 અહીં, આપણે હંમેશા ફાયરફોક્સ ની તાજેતરની આવૃત્તિ શોધી શકીએ છીએ.
03:15 આપણે વધુ વિકલ્પો માટે લીલા વિસ્તાર નીચેની લીંક 'All Systems and Languages' પર ક્લિક કરી પણ કરી શકીએ છીએ.
03:23 નોંધ લો કે મોઝિલા ફાયરફોક્સ 70 ભાષાઓ માં છે.
03:28 અહીં, આપણે વિવિધ સ્થાનીકૃત થયેલ આવૃત્તિઓ, જેમ કે, હિન્દી અથવા બંગાળી, ડાઉનલોડ કરી શકીએ છીએ.
03:33 આપણે વિવિધ ચિહ્નો પર ક્લિક કરીને વિન્ડોઝ, મેક અથવા લીનક્સ, જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ પસંદ કરી શકીએ છીએ.
03:42 ઉબુન્ટુ લીનક્સમાં, પ્રથમ ફાઈલ સંગ્રહવા માટે સ્થાન પસંદ કરો (મૂળભૂત રીતે, તમારા હોમ ફોલ્ડરમાં ડાઉનલોડ ડિરેક્ટરી પસંદ થયેલ હશે).
03:51 હવે "Save File" વિકલ્પ પસંદ કરી અને દેખાતા પોપઅપ વિન્ડોમાં "Ok" બટન પર ક્લિક કરી શકો છો.
03:58 આ હોમ ડિરેક્ટરી હેઠળ ડાઉનલોડ ડિરેક્ટરીમાં ફાયરફોકસ આરકાઈવ સંગ્રહ થશે.
04:06 ટર્મિનલ વિન્ડો ખોલો અને નીચેનો આદેશ લખીને તમારી ડાઉનલોડ ડિરેક્ટરીમાં જાઓ: cd ~/Downloads
04:17 હવે Enter કળ દબાવો.
04:19 નીચેનો આદેશ લખીને ડાઉનલોડ કરેલ ફાઈલના સમાવિષ્ટો (contents) બહાર કાઢો: tar xjf firefox-7.0.1.tar.bz2
04:35 હવે Enter કળ દબાવો.
04:38 આ ફાયરફોક્સ 7.0 ચલાવવા માટે જરૂરી ફાઈલો બહાર કાઢવાનું શરૂ કરશે.
04:44 ટર્મિનલ વિન્ડોમાં નીચેનો આદેશ લખીને ફાયરફોક્સ ડિરેક્ટરી પર જાઓ, cd firefox
04:52 હવે Enter કળ દબાવો.
04:54 આ તમને ફાયરફોક્સ ડિરેક્ટરીમાં લઈ જશે.
04:58 ફાયરફોકસ બ્રાઉઝર શરૂ કરવા માટે, નીચેનો આદેશ લખો /firefox અને Enter કળ દબાવો.
05:06 વૈકલ્પિક રીતે, જ્યારે તમારી વર્તમાન ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી ન હોય તો તમે નીચેના આદેશની મદદથી ફાયરફોક્સ શરૂ કરી શકો છો.
05:15 Downloads/firefox/firefox સુધી
05:21 મૂળભૂત હોમપેજ કેવી રીતે સુયોજિત કરવું તે આપણે પાછળથી જોશું.
05:25 હમણાં માટે, ઉદાહરણ તરીકે, ચાલો Rediff.com વેબસાઇટ જેની પાસે હાલના સમાચાર અને માહિતી હોય છે, તે ઉપર જઈએ..
05:33 મેનૂ બાર નીચે અધ્રેશ બારમાં આ લખો : www.rediff.com
05:40 Rediff.com વેબસાઇટના હોમ પેજ પરના સમાવિષ્ટો પ્રદર્શિત થાય છે.
05:47 હવે, આ પૃષ્ઠ પરથી, આપણે તે પૃષ્ઠોના સમાવિષ્ટો જોવા માટે વિવિધ લીન્કો નેવિગેટ કરી શકીએ છીએ.
05:53 ચાલો Headlines ટેબ નીચેની પ્રથમ લીંક પર ક્લિક કરીએ.
05:58 આ રીતે આપણે ફાયરફોક્સના ઉપયોગથી વેબસાઇટ્સ ની મુલાકાત લઇ શકીએ છીએ અને પછી ત્યાંથી વિવિધ પૃષ્ઠ નેવિગેટ કરી શકીએ છીએ.
06:05 ભવિષ્યના ટ્યુટોરિયલ્સ માં, આપણે ફાયરફોક્સ ઇન્ટરફેસ અને વિવિધ અન્ય લક્ષણો વિશે વધુ શીખીશું.
06:12 નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
06:16 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:19 જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:24 મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:29 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
06:33 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
06:39 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
06:44 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:51 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
07:02 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
07:08 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Pratik kamble