Firefox/C2/Introduction/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સનો પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચેના વિષયો વિષે શીખીશું. |
00:10 | મોઝીલા ફાયરફોક્સ શું છે? |
00:12 | ફાયરફોક્સ શા માટે છે? |
00:14 | આવૃત્તિઓ, સિસ્ટમ જરૂરિયાતો, ફાયરફોક્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરવું, વેબસાઇટ ની મુલાકાત લો. |
00:21 | મોઝીલા ફાયરફોક્સ અથવા ખાલી ફાયરફોક્સ, મફત, ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે. |
00:27 | તે ઉબુન્ટુ લીનક્સ માટે મૂળભૂત વેબ બ્રાઉઝર છે, જે ઈન્ટરનેટ સાથે વિન્ડો તરીકે સેવા આપે છે. |
00:33 | તે તમને ઈન્ટરનેટ વેબ પાનાંઓ જોવા માટે અને વેબ પાનાંઓ મારફતે સંશોધન કરવા માટેની પરવાનગી આપે છે. |
00:39 | તે સર્ચ એન્જિન જેવા કે Google, Yahoo Search અથવા Bing ની મદદથી વેબ પાનાંઓ પણ શોધે છે. |
00:47 | ફાયરફોક્સ એ મોઝીલા ફાઉન્ડેશન, જે એક બિન-નફા સંસ્થા છે, ત્યાં સ્વયંસેવક એટલે કે volunteer પ્રોગ્રામરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. |
00:54 | મોઝિલ્લા પર વિગતવાર જાણકારી માટે mozilla.org ની મુલાકાત લો. |
00:59 | ફાયરફોકસ વિંડોઝ, મેક OSX, અને લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે. |
01:05 | ઉબુન્ટુ માટે અન્ય લોકપ્રિય વેબ બ્રાઉઝર્સ માટેના કેટલાક ઉદાહરણો કોન્કરર (Konqueror), ગુગલ ક્રોમ (Google Chrome) અને ઓપેરા (Opera) છે. |
01:12 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ ૧૦.૦૪ માટે ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું. |
01:20 | ફાયરફોક્સ ઝડપ, ગુપ્તતા, અને તાજેતરની ટેકનોલોજીસ ને સાથે વાપરી બ્રાઉઝીંગ વધુ સારી બનાવે છે. |
01:27 | તેના વિવિધ લક્ષણો છે જેવા કે ટેબ થયેલ વિન્ડો, આંતરિક જોડણી ચકાસણી, પોપ અપ બ્લૉકર, સંકલિત વેબ શોધ, ફિશીંગ સુરક્ષા. |
01:39 | ફાયરફોક્સ ઝડપી ગ્રાફિક્સ રેન્ડરીંગ સાથે ઝડપી વેબ બ્રાઉઝિંગ, અને સુધારાયેલ પૃષ્ઠ લોડીંગ પૂરું પાડે છે. |
01:45 | તે કપટી વેબસાઇટ્સ, સ્પાયવેર અને વાયરસ, ટ્રોજન, અથવા અન્ય મૉલવેર સામે વિવિધ સુરક્ષા અને ગુપ્તતા વિકલ્પો આપે છે. |
01:56 | અને તે add-ons અને યુઝર દ્વારા બનાવાયેલ હજારો easy-to-install themes દ્વારા વૈવિધ્યપણું આપે છે. |
02:06 | લીનક્સ ઓએસ જેવી કે Fedora, Ubuntu,Red Hat,Debian અને SUSE , ઉપર ફાયરફોક્સને સંચાલિત કરવા માટેની સીસ્ટમ જરૂરીયાતો આ પ્રમાણે છે. |
02:16 | ફાયરફોક્સને ઉબુન્ટુ ૧૦.૦૪ ઉપર સંચાલિત કરવા માટે તમને નીચેની લાઈબ્રેરીઓ અથવા પેકેજોની જરૂર પડશે. |
02:24 | GTK+ 2.10 અથવા વધારે |
02:29 | GLib 2.12 અથવા વધારે |
02:32 | libstdc++ 4.3 અથવા વધારે |
02:37 | Pango 1.14 અથવા વધારે |
02:40 | X.Org 1.7 અથવા વધારે |
02:44 | અને આગ્રહણીય હાર્ડવેર છે: Pentium 4 અથવા 512MB ઉપર RAM , 200MB ની hard drive માટેની જગ્યા. |
02:55 | સિસ્ટમ જરૂરિયાતો પર સંપૂર્ણ જાણકારી માટે, સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ ફાયરફોક્સ વેબસાઇટ ની મુલાકાત લો. |
03:32 | ચાલો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે મોઝીલા ફાયરફોક્સની ઓફિસિયલ વેબસાઈટ mozilla.com ની મુલાકાત લઇ તેને ડાઉનલોડ અને સંસ્થાપિત કરીએ. |
03:11 | અહીં, આપણે હંમેશા ફાયરફોક્સ ની તાજેતરની આવૃત્તિ શોધી શકીએ છીએ. |
03:15 | આપણે વધુ વિકલ્પો માટે લીલા વિસ્તાર નીચેની લીંક 'All Systems and Languages' પર ક્લિક કરી પણ કરી શકીએ છીએ. |
03:23 | નોંધ લો કે મોઝિલા ફાયરફોક્સ 70 ભાષાઓ માં છે. |
03:28 | અહીં, આપણે વિવિધ સ્થાનીકૃત થયેલ આવૃત્તિઓ, જેમ કે, હિન્દી અથવા બંગાળી, ડાઉનલોડ કરી શકીએ છીએ. |
03:33 | આપણે વિવિધ ચિહ્નો પર ક્લિક કરીને વિન્ડોઝ, મેક અથવા લીનક્સ, જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ પસંદ કરી શકીએ છીએ. |
03:42 | ઉબુન્ટુ લીનક્સમાં, પ્રથમ ફાઈલ સંગ્રહવા માટે સ્થાન પસંદ કરો (મૂળભૂત રીતે, તમારા હોમ ફોલ્ડરમાં ડાઉનલોડ ડિરેક્ટરી પસંદ થયેલ હશે). |
03:51 | હવે "Save File" વિકલ્પ પસંદ કરી અને દેખાતા પોપઅપ વિન્ડોમાં "Ok" બટન પર ક્લિક કરી શકો છો. |
03:58 | આ હોમ ડિરેક્ટરી હેઠળ ડાઉનલોડ ડિરેક્ટરીમાં ફાયરફોકસ આરકાઈવ સંગ્રહ થશે. |
04:06 | ટર્મિનલ વિન્ડો ખોલો અને નીચેનો આદેશ લખીને તમારી ડાઉનલોડ ડિરેક્ટરીમાં જાઓ: cd ~/Downloads |
04:17 | હવે Enter કળ દબાવો. |
04:19 | નીચેનો આદેશ લખીને ડાઉનલોડ કરેલ ફાઈલના સમાવિષ્ટો (contents) બહાર કાઢો: tar xjf firefox-7.0.1.tar.bz2 |
04:35 | હવે Enter કળ દબાવો. |
04:38 | આ ફાયરફોક્સ 7.0 ચલાવવા માટે જરૂરી ફાઈલો બહાર કાઢવાનું શરૂ કરશે. |
04:44 | ટર્મિનલ વિન્ડોમાં નીચેનો આદેશ લખીને ફાયરફોક્સ ડિરેક્ટરી પર જાઓ, cd firefox |
04:52 | હવે Enter કળ દબાવો. |
04:54 | આ તમને ફાયરફોક્સ ડિરેક્ટરીમાં લઈ જશે. |
04:58 | ફાયરફોકસ બ્રાઉઝર શરૂ કરવા માટે, નીચેનો આદેશ લખો /firefox અને Enter કળ દબાવો. |
05:06 | વૈકલ્પિક રીતે, જ્યારે તમારી વર્તમાન ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી ન હોય તો તમે નીચેના આદેશની મદદથી ફાયરફોક્સ શરૂ કરી શકો છો. |
05:15 | Downloads/firefox/firefox સુધી |
05:21 | મૂળભૂત હોમપેજ કેવી રીતે સુયોજિત કરવું તે આપણે પાછળથી જોશું. |
05:25 | હમણાં માટે, ઉદાહરણ તરીકે, ચાલો Rediff.com વેબસાઇટ જેની પાસે હાલના સમાચાર અને માહિતી હોય છે, તે ઉપર જઈએ.. |
05:33 | મેનૂ બાર નીચે અધ્રેશ બારમાં આ લખો : www.rediff.com |
05:40 | Rediff.com વેબસાઇટના હોમ પેજ પરના સમાવિષ્ટો પ્રદર્શિત થાય છે. |
05:47 | હવે, આ પૃષ્ઠ પરથી, આપણે તે પૃષ્ઠોના સમાવિષ્ટો જોવા માટે વિવિધ લીન્કો નેવિગેટ કરી શકીએ છીએ. |
05:53 | ચાલો Headlines ટેબ નીચેની પ્રથમ લીંક પર ક્લિક કરીએ. |
05:58 | આ રીતે આપણે ફાયરફોક્સના ઉપયોગથી વેબસાઇટ્સ ની મુલાકાત લઇ શકીએ છીએ અને પછી ત્યાંથી વિવિધ પૃષ્ઠ નેવિગેટ કરી શકીએ છીએ. |
06:05 | ભવિષ્યના ટ્યુટોરિયલ્સ માં, આપણે ફાયરફોક્સ ઇન્ટરફેસ અને વિવિધ અન્ય લક્ષણો વિશે વધુ શીખીશું. |
06:12 | નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
06:16 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:19 | જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:24 | મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:29 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
06:33 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
06:39 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
06:44 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:51 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
07:02 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
07:08 | જોડવા બદલ આભાર. |