Blender/C2/3D-Cursor/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:23, 18 June 2014 by Ranjana (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
00:25 આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશું કે 3D કર્સર શું છે.
00:32 બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા
00:46 હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:51 જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00:57 આ 3D કર્સર -ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો.
01:06 ચાલો બ્લેન્ડર માં 3D કર્સર જોઈએ ,તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે.
01:12 બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે.
01:15 પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો, Open પર ડાબુ ક્લિક કરો.
01:27 બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો.
01:42 આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે .
01:54 બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે. જેથી તમે, આપેલ બધા વિકલ્પો સમજી શકો.
02:01 ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
02:12 આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે.
02:20 સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા
02:25 સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો.
02:32 હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો.
02:37 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે.
02:43 આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું.
02:48 મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
02:51 તે રદ કરવા માટે કીબોર્ડ પરથી delete બટન દબાવો. Delete પર ડાબું ક્લિક કરો.
02:58 તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો.
03:04 3D કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે
03:15 ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો .
03:19 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો
03:27 નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે.
03:30 તમે જોશો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે
03:38 હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા.
03:44 પ્રથમ આપણે 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે.
03:48 આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો.
03:53 હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ.
03:59 નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો, Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો.
04:10 UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
04:15 હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું.
04:22 Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે.
04:29 અહી ઘણા વિકલ્પો છે.
04:31 તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો
04:38 Selection to cursor પસંદિત આઈટમ ને 3D કર્સરમાં લાવે છે.
04:45 ઉદાહરણ તરીકે, 3D કર્સર માં ક્યુબને લાવીએ.
04:50 Cube પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો.
04:58 Selection to cursor પર ડાબું ક્લિક કરો. ક્યુબ 3D કર્સરને દર્શાવે છે.
05:06 હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો.
05:17 કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો.
05:23 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પરનું ટ્યુટોરીયલ જુઓ.
05:35 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો.
05:43 3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે.
05:50 જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે.
05:59 Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે.
06:07 ચાલો હું સમજવું. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
06:12 UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો, તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે.
06:22 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો.
06:30 3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.
06:36 હવે lamp પર શિફ્ટ અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો
06:47 Cursor to selected પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.
06:58 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું.
07:07 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
07:12 Cursor to Center પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે.
07:22 ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A પર દબાવો.
07:28 હવે UV sphere પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે A દબાવો.
07:39 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
07:44 Cursor to active પર ક્લિક કરો.
07:47 3D કર્સર, છેલ્લા એક્ટીવ પસંદિત, UV sphere ના કેન્દ્રમાં દેખાયછે.
07:56 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે.
08:03 પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું.
08:08 હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો.
08:16 તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ.
08:26 તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:31 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
09:02 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
09:06 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
09:11 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
09:17 જોડાવા બદ્દલ આભાર.
09:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana