Blender/C2/3D-Cursor/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:03 | બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે. |
00:25 | આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશું કે 3D કર્સર શું છે. |
00:32 | બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા |
00:46 | હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:51 | જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00:57 | આ 3D કર્સર -ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો. |
01:06 | ચાલો બ્લેન્ડર માં 3D કર્સર જોઈએ ,તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે. |
01:12 | બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે. |
01:15 | પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો, Open પર ડાબુ ક્લિક કરો. |
01:27 | બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો. |
01:42 | આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે . |
01:54 | બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે. જેથી તમે, આપેલ બધા વિકલ્પો સમજી શકો. |
02:01 | ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
02:12 | આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે. |
02:20 | સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા |
02:25 | સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. |
02:32 | હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો. |
02:37 | 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે. |
02:43 | આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું. |
02:48 | મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
02:51 | તે રદ કરવા માટે કીબોર્ડ પરથી delete બટન દબાવો. Delete પર ડાબું ક્લિક કરો. |
02:58 | તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો. |
03:04 | 3D કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે |
03:15 | ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો . |
03:19 | 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો |
03:27 | નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. |
03:30 | તમે જોશો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે |
03:38 | હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા. |
03:44 | પ્રથમ આપણે 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે. |
03:48 | આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો. |
03:53 | હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ. |
03:59 | નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો, Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો. |
04:10 | UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
04:15 | હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું. |
04:22 | Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે. |
04:29 | અહી ઘણા વિકલ્પો છે. |
04:31 | તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો |
04:38 | Selection to cursor પસંદિત આઈટમ ને 3D કર્સરમાં લાવે છે. |
04:45 | ઉદાહરણ તરીકે, 3D કર્સર માં ક્યુબને લાવીએ. |
04:50 | Cube પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો. |
04:58 | Selection to cursor પર ડાબું ક્લિક કરો. ક્યુબ 3D કર્સરને દર્શાવે છે. |
05:06 | હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો. |
05:17 | કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો. |
05:23 | 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પરનું ટ્યુટોરીયલ જુઓ. |
05:35 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો. |
05:43 | 3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે. |
05:50 | જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે. |
05:59 | Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે. |
06:07 | ચાલો હું સમજવું. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
06:12 | UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો, તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે. |
06:22 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો. |
06:30 | 3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
06:36 | હવે lamp પર શિફ્ટ અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો |
06:47 | Cursor to selected પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
06:58 | 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું. |
07:07 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. |
07:12 | Cursor to Center પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે. |
07:22 | ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A પર દબાવો. |
07:28 | હવે UV sphere પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે A દબાવો. |
07:39 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. |
07:44 | Cursor to active પર ક્લિક કરો. |
07:47 | 3D કર્સર, છેલ્લા એક્ટીવ પસંદિત, UV sphere ના કેન્દ્રમાં દેખાયછે. |
07:56 | 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે. |
08:03 | પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
08:08 | હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો. |
08:16 | તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ. |
08:26 | તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:31 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
09:02 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
09:06 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
09:11 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
09:17 | જોડાવા બદ્દલ આભાર. |
09:19 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |