Linux/C2/File-System/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:45, 2 December 2012 by Pravin1389 (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
0:04 | હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. |
0:07 | અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. |
0:13 | જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. |
0:25 | નોંધ રાખો કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. |
0:28 | જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . |
0:36 | લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે. |
0:39 | તો ફાઈલ છે શું?ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી-પત્રક(ડોક્યુમેન્ટ્સ) અને અન્ય પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ. |
0:47 | આ જ પ્રમાણે લિનક્સમાં ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. |
0:53 | હવે ડિરેક્ટરી શું છે? |
0:56 | આપણે ડિરેક્ટરીને ફાઈલો અને બીજી અન્ય નિમ્ન(સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. |
1:02 | ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગેનાઈઝ) કરવામાં મદદ કરે છે. |
1:08 | વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ એના જેવું છે. |
1:12 | તે જુદા-જુદા ઉપયોગકર્તાઓને તેમની પોતાની ડિરેક્ટરીઓ રાખવા પરવાનગી આપે છે,જે બીજા કોઈ ખોલી કે બદલી ન શકે તેવી ફાઈલો ધરાવે છે. |
1:20 | જો કોઈ ડિરેક્ટરીઓ ન હોય,તો સિસ્ટમ પરની બધી ફાઈલોના નામ અનન્ય(unique) હોવા જરૂરી છે,જેને જાળવવું ઘણું મુશ્કેલ છે. |
1:31 | ફાઈલો અને ડિરેક્ટરીઓની આ વ્યાખ્યા પૂરી રીતે યોગ્ય ન હોવા છતાં પણ તે સામાન્ય સમજણ પૂરી પાડે છે. |
1:42 | વળી તેના સમાવિષ્ટો જોઈએ તો ફાઈલ;નામ અને તેના ગુણ(properties) અથવા "વહીવટી માહિતી";જે,ફાઈલના નિર્માણ/બદલાવની તારીખ અને તેની પરવાનગીઓ ધરાવે છે. |
1:55 | ફાઈલના ગુણ તેના આઈનોડમાં સંગ્રહિત છે,તે ફાઈલ સિસ્ટમમાં માહિતી ધરાવતું એક ખાસ સ્થળ છે જે ફાઈલનું પરિમાણ અને ડિસ્ક ઉપર ફાઈલ ક્યાં સંગ્રહિત છે તેની માહિતી આપે છે. |
2:08 | સિસ્ટમ ફાઈલના આઇનોડના આકડાનો ઉપયોગ કરે છે;ડિરેક્ટરી રચના આપણી સુવિધા માટે ફાઈલને નામ આપે છે કારણકે આપણા માટે વિશાળ આકડાઓને બદલે નામ યાદ રાખવું સરળ છે. |
2:23 | તેની આ સરળતાભરી વ્યાખ્યાથી વિપરીત,ડિરેક્ટરી અન્ય ફાઈલોને વાસ્તવમાં સંગ્રહિત નથી કરતી,તે પોતે જ એક ફાઈલ છે જે આઇનોડના આકડા અને અન્ય ફાઈલોના નામ ધરાવે છે. |
2:37 | વાસ્તવમાં લિનક્સમાં ત્રણ પ્રકારની ફાઈલો છે: |
2:41 | ૧. નિયમિત ફાઈલો અથવા સામાન્ય ફાઈલો:જે અક્ષરોની હારમાળા રૂપે માહિતી ધરાવે છે. |
2:48 | ૨. ડિરેક્ટરીઓ:જે આપણે આગલી બારી(સ્લાઈડ)માં જોઈ. |
2:52 | ૩. ડિવાઇઝ(ઉપકરણ) ફાઈલો:લિનક્સમાં બધા હાર્ડવેર ડિવાઇઝ અને પેરીફેરલ ફાઈલ રૂપે સંબોધિત થાય છે. |
2:59 | સીડી,હાર્ડડિસ્ક કે યુએસબી સ્ટીક આ બધું જ લિનક્સમાં ફાઈલ છે.પણ એમ કેમ છે?તે સામાન્ય ફાઈલની રીતે જ આ બધા ડિવાઇઝને વાચવા અને લખવામાં મદદ કરે છે. |
3:15 | લિનક્સની બધી ફાઈલો સંબંધિત છે,ટુકમાં એ પણ આપણી જેમ એક પરિવાર રૂપે હોય છે. |
3:22 | ડિરેક્ટરી જેમાં થોડીક ફાઈલ અને સબ-ડિરેક્ટરીઓ સંગ્રહિત છે તે એકબીજા સાથે વડીલ-વારસનો સંબંધ ધરાવશે.આ "લિનક્સ ફાઈલ સિસ્ટમ ટ્રી"ને સ્વરૂપ આપે છે. |
3:34 | સૌથી ઉપર મૂળ(રૂટ) આવે (જે ફ્રન્ટસ્લેશ / થી દર્શાવેલ છે).તે બધી અન્ય ફાઈલ અને ડિરેક્ટરીઓ ધરાવે છે. |
3:42 | જો આપણે સાચો માર્ગ જાણતા હોઈએ,તો તે એક ફાઈલ કે ડિરેક્ટરીથી બીજા ઉપર જવા સરળ માર્ગદર્શન આપે છે. |
3:51 | આપણે લિનક્સ ફાઈલ સિસ્ટમ ઉપર કાર્ય કરી રહ્યા હોવાથી આપણને લાગે છે કે આ વૃક્ષ(ટ્રી) ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. |
3:56 | એક આદેશ અને તમે એક સ્થાનેથી બીજા સ્થાને પોહચી જશો. |
4:01 | રસપ્રદ છેને!! તે સાચે એમ કરે છે.આપણે જોઈશું. |
4:05 | જયારે લિનક્સ સિસ્ટમમાં લોગિન થઈએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ. |
4:11 | હવે ટર્મિનલ ઉપર જઈએ. |
4:13 | "Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. |
4:17 | જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. |
4:27 | હોમ ડિરેક્ટરી જોવા,કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME કેપિટલમાં" લખીએ અને એન્ટર કળ દબાવીએ. |
4:40 | આ આપણી હોમ ડિરેક્ટરીનું પંથનામ(પાથનેમ) આપે છે. |
4:44 | આપણે એક ડિરેક્ટરીથી બીજી તરફ જઈ શકીએ. |
4:47 | પણ એક સમયે આપણે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ અને આ ડિરેક્ટરી કરન્ટ(વર્તમાન) ડિરેક્ટરી કે વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે.હવે બારીઓ(સ્લાઈડ) પર પાછા જઈએ. |
4:56 | "pwd" આદેશ વર્તમાન ડિરેક્ટરી જોવા મદદ કરે છે."pwd" નો મતલબ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે. |
5:03 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.હવે આ આપણી વર્તમાન ડિરેક્ટરી છે. |
5:13 | આપણે હમણાં કહ્યું કે આપણે એક ડિરેક્ટરીથી બીજા ઉપર જઈ શકીએ. |
5:17 | પણ આપણે તે કેવી રીતે કરી શકીએ? તેના માટે આપણી પાસે "cd" આદેશ છે. |
5:22 | તમારે જે ડિરેક્ટરી ઉપર જવું હોય તેનું પંથનામ "cd" આદેશ સાથે આપવું પડશે. |
5:28 | ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "pwd" આદેશ લખી અને એન્ટર દબાવી ફરી આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ. |
5:37 | તો હવે આપણે આ ડિરેક્ટરીમાં સ્થાન પામેલ છીએ. |
5:41 | હવે આપણને /usr ડિરેક્ટરીમાં જવું છે."cd ખાલી જગ્યા /usr" લખીએ.અહીં યાદ રાખો કે લિનક્સમાં સ્લેશ મતલબ ફ્રન્ટસ્લેશ અને એન્ટર દબાવીએ. |
5:56 | હવે આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ."pwd" લખીએ અને એન્ટર દબાવીએ. |
6:03 | હા આપણે /usr ડિરેક્ટરી ઉપર આવી ગયા છીએ. |
6:08 | અહીં મુશ્કેલી બહું લાંબા પંથનામની છે, આનું કારણ તે સળંગ(એબ્સોલ્યુટ) પંથનામ છે જે મૂળ(રૂટ) ડિરેક્ટરીથી શરુ થતો આખો પંથ દર્શાવે છે. |
6:18 | તેના બદલામાં આપણે સાપેક્ષ(રીલેટીવ) પંથનામ ઉપયોગ કરી શકીએ જે વર્તમાન ડિરેક્ટરીથી શરુ થાય છે. |
6:23 | અહીં આપણે બે વિશિષ્ટ અક્ષરો જોઈશું: "બિંદુ(દોટ)" જે વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે અને "બિંદુ બિંદુ" જે વડીલ ડિરેક્ટરી દર્શાવે છે. |
6:36 | ચાલો હવે "cd" આદેશ ઉપર સંક્ષિપ્ત સત્ર(સેશન) લઈએ. |
6:40 | કોઈ પણ શબ્દ વગરના "cd" આદેશનો ઉપયોગ હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા માટે થાય છે. |
6:46 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cd" લખી અને એન્ટર દબાવીએ. |
6:51 | હવે "pwd" આદેશથી આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. |
6:55 | તો હવે આપણે આપણી હોમ ડિરેક્ટરી /home/gnuhataમાં છીએ. |
7:01 | ચાલો હવે મ્યુઝીક ડિરેક્ટરી ઉપર જઈએ.આદેશ "cd ખાલી જગ્યા Music(કેપિટલમાં M) સ્લેશ" લખી અને એન્ટર દબાવીએ. |
7:13 | હવે આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસવા આદેશ "pwd" લખી અને એન્ટર દબાવીએ.જુઓ,આપણે /home/gnuhata/Music ઉપર આવી ગયા છીએ. |
7:26 | મ્યુઝીક ડિરેક્ટરીની પેરેન્ટ ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે તમારે બિંદુ બિંદુ સાથેના "cd" આદેશનો ઉપયોગ કરવો પડશે. |
7:33 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા .." લખી અને એન્ટર દબાવીએ. |
7:40 | હવે આપણી વર્તમાન ડિરેક્ટરી "pwd" લખી તપાસીએ.આપણે ફરી /home/gnuhataમાં છીએ. |
7:51 | હવે એક બિંદુના ઉપયોગથી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરી ઉપર જવા પ્રયત્ન કરીએ. |
7:58 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ./Documents(કેપિટલમાં D)/" લખી અને એન્ટર દબાવીએ. |
8:09 | "pwd" દ્વારા વર્તમાન ડિરેક્ટરી તપાસીએ.આપણે /home/gnuhata/Documents ઉપર છીએ. |
8:19 | ચાલો હું "ctrl+l" દબાવી પડદાને સાફ કરું.તો તમે બરાબર જોઈ શકો. |
8:23 | "cd" આદેશ દ્વારા
હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા "cd" લખી અને એન્ટર દબાવીએ. |
8:32 | pwd દ્વારા ફરી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. આપણે /home/gnuhata ઉપર છીએ. |
8:41 | સાપેક્ષ પંથમાં આપણે "/" દ્વારા અલગ કરેલ કેટલા પણ ".." ને જોડી શકીએ છીએ. |
8:47 | આ સ્લાઈડમાં,આપણે ફાઈલ સિસ્ટમનું સ્તરીકરણ જોઈ શકીએ છીએ.મૂળ સૌથી ઉપર છે."હોમ" અને "બિન" મૂળની સબ-ડિરેક્ટરીઓ છે. યુઝરનેમ,અહીં "નુહાતા" ડિરેક્ટરી હોમની સબ-ડિરેક્ટરી છે. |
9:05 | તો હવે આપણે /home/gnuhata માં છીએ.હવે બિન ડિરેક્ટરીમાં કેવી રીતે જઈ શકાય? |
9:12 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ../../bin" લખી અને એન્ટર દબાવીએ. |
9:23 | આદેશ "pwd" દ્વારા આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ.આપણે "/bin" ઉપર છીએ. |
9:30 | પ્રથમ ".." આપણને /home/gnuhata થી /home ઉપર લઇ જાય છે. |
9:37 | બીજા ".." આપણને /home થી root ઉપર લઇ જાય છે. |
9:43 | હવે "/" કે રૂટથી આપણે /bin ડિરેક્ટરી ઉપર આવ્યા છીએ. |
9:48 | આદેશ "cd" દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જઈએ. |
9:52 | ડિરેક્ટરી બનાવવા આપણે "mkdir" આદેશનો ઉપયોગ કરીશું. |
9:56 | આ માટે તમારે આદેશ અને ડિરેક્ટરીનું નામ આપવું પડશે અને પછી આ ડિરેક્ટરી વર્તમાન ડિરેક્ટરીની અંદર બનશે. |
10:04 | "ટેસ્ટડીઆઈઆર" નામની ડિરેક્ટરી બનાવવા,આદેશ "mkdir ખાલી જગ્યા testdir" લખી એન્ટર દબાવીએ. |
10:15 | આ "ટેસ્ટડીઆઈઆર" ડિરેક્ટરી સફળતાપૂર્વક બનાવે છે. |
10:19 | ધ્યાન આપો,અહીં ડિરેક્ટરી સફળતાપૂર્વક બની કે નાશ પામી એવી કોઈ સુચના મળતી નથી. |
10:25 | જો તમને કોઈ એરર સંદેશ ન મળે તો તે આદેશની સફળતા દર્શાવે છે. |
10:30 | આપણે સાપેક્ષ અથવા સળંગ પંથનામનો ઉપયોગ કરી કશે પણ નવી ડિરેક્ટરી બનાવી શકીએ પણ આ જો આપણને અનુમતિ હોય અને આ ડિરેક્ટરીના નામની બીજી ડિરેક્ટરી પહેલેથી જ ઉપલબ્ધના હોય તો જ શક્ય છે. |
10:43 | આ પ્રક્રિયા દ્વારા તમે ઘણી બધી ડિરેક્ટરીઓ અથવા ડિરેક્ટરીઓની હારમાળા પણ બનાવી શકો. |
10:49 | "mkdir ખાલી જગ્યા test1 ખાલી જગ્યા test2" લખી અને એન્ટર દબાવીએ.આ આદેશ વર્તમાન ડિરેક્ટરીમાં "test1" અને "test2" નામની બે ડિરેક્ટરીઓ બનાવશે. |
11:06 | "mkdir ખાલી જગ્યા testtree ખાલી જગ્યા testtree/test3" લખીએ. |
11:20 | આ આદેશ "testtree" ડિરેક્ટરી બનાવશે અને તેમાં તેની "test3" નામની સબ-ડિરેક્ટરી બનાવશે. |
11:28 | તો આપણે વર્તમાન ડિરેક્ટરીમાં ચાર ડિરેક્ટરીઓ બનાવી જેના નામ testdir,test1,test2 અને testtree છે,જેમાંની પહેલી ત્રણ ડિરેક્ટરીઓ ખાલી છે અને છેલ્લી ડિરેક્ટરી test3 નામની સબ-ડિરેક્ટરી ધરાવે છે. |
11:47 | "mkdir"ની જેમ "rmdir" આદેશ છે જેનો ઉપયોગ ડિરેક્ટરી કે ડિરેક્ટરીઓ રદ કરવા થાય છે. |
11:56 | આદેશ "rmdir ખાલી જગ્યા test1" test1 ડિરેક્ટરીને સફળતાપૂર્વક રદ કરે છે. |
12:09 | પણ આ રદ ત્યારે જ થઇ શકે જયારે ડિરેક્ટરી તમારી હોય,વર્તમાન ડિરેક્ટરી આ રદ કરવાની ડિરેક્ટરીના ક્રમમાં તેની ઉપર હોય,અને વળી રદ કરવાની ડિરેક્ટરી ખાલી હોય. |
12:23 | હવે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા testtree/test3" લખીએ. |
12:35 | તો હવે આપણે test3 ડિરેક્ટરીમાં છીએ જે testtreeની સબ-ડિરેક્ટરી છે. |
12:42 | ચાલો હવે testdir ડિરેક્ટરી રદ કરવા આદેશ "rmdir ખાલી જગ્યા testdir" લખીએ અને એન્ટર દબાવીએ. |
12:55 | આપણે જોઈ શકીએ છીએ કે આ ડિરેક્ટરી રદ નથી થઇ કારણકે વર્તમાન ડિરેક્ટરી ક્રમમાં તેની ઉપર નથી. |
13:02 | તો આપણને testdir ડિરેક્ટરીના ક્રમમાં તેના ઉપરની ડિરેક્ટરીમાં જવું પડશે. |
13:08 | "cd ખાલી જગ્યા .." લખી એન્ટર દબાવીએ. |
13:14 | હવે પેરેન્ટ ડિરેક્ટરીમાં જવા "cd ખાલી જગ્યા .."લખી એન્ટર દબાવીએ. |
13:20 | હવે પહેલાનો "rmdir" આદેશ લખીએ. |
13:24 | "rmdir ખાલી જગ્યા testdir" લખી એન્ટર દબાવીએ. |
13:30 | testdir ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ ચુકી છે.નોંધ રાખો કે testdir ડિરેક્ટરી પણ ખાલી હતી. |
13:38 | ઘણી ડિરેક્ટરીઓ કે ડિરેક્ટરીઓની હારમાળા એક સાથે રદ થઇ શકે છે.તો હવે testtree ડિરેક્ટરી અને તેની સબ-ડિરેક્ટરીને એક સાથે રદ કરવાનો પ્રયત્ન કરીએ. |
13:48 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "rmdir ખાલી જગ્યા testtree ખાલી જગ્યા testtree/test3" લખી એન્ટર દબાવીએ. |
14:02 | જુઓ,તે એરર સંદેશ આપે છે કે 'testtree' ડિરેક્ટરી રદ નહિ થઇ શકે કારણકે તે ખાલી નથી. |
14:11 | પણ તમે જોઈ શકો છો કે testtree/test3 ખાલી હોવાથી તે રદ થઇ ચુક્યું છે. |
14:19 | તે તપાસવા,ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા testtree" લખીએ અને એન્ટર દબાવીએ. |
14:27 | હવે "ls" લખી એન્ટર દબાવો. જુઓ,ડિરેક્ટરીમાં કઈ નથી.મતલબ test3 રદ થઇ ચુકી છે. |
14:36 | તો લિનક્સના આ ટ્યુ્ટોરીઅલમાં આપણે લિનક્સ ફાઈલો અને ડિરેક્ટરીઓ વિષે તથા લિનક્સ ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કાર્ય કરવું તે શીખ્યા.તેને જુઓ,અલગ-અલગ ફાઈલ અને ડિરેક્ટરીઓમાં જાઓ,તેને બનાવો,તેને રદ કરો. |
14:49 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
15:03 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
15:08 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |