GIMP/C2/Setting-Up-GIMP/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 19:44, 5 December 2013 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00.21 Setting up the Gimp પરનાં GIMP ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે.
00.25 આજે હું તમને બતાવવા માંગું છું કે GIMP કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો.
00.30 GIMP એક મોટા વિન્ડોનાં બદલે ઘણા બધા નાના નાના વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે.
00.39 તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે.
00.49 જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમને GIMPshop તરફ જોવું જોઈએ.
00.57 આ એક પ્રોગ્રામ છે જે GIMP નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે.
01.05 હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે.
01.12 આ આજના દિવસની ટીપ છે, જે કે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે.
01.17 અત્યારે, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી કરી શકો છો.
01.26 ઘણી વખતે આ કામ કરે છે.
01.28 એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે.
01.33 હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ.
01.36 અહીં GIMP માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ.
01.41 અને અહીં ઉપર, ટૂલબોક્સ છે.
01.45 ત્યારબાદ આપણી પાસે રંગ બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાવાય અને નીચે છે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો.
01.53 ચાલો આને સેજ પહોળું કરીએ.
01.56 અહીં આપણી પાસે Layers, Channels, Color Channels, Path અને Undo History માટે ડાયલોગ બોક્સ છે.
02.09 આની નીચે રંગ પસંદગી ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો.
02.15 અહીં ઘણા ડાયલોગો છે જેમ કે Brushes, Patterns, Gradient અને ક્રમશ.
02.21 હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું અત્યંત સરળ છે.
02.28 ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ રંગ પીકર ઉપર ખસેડો.
02.39 અને મને આ પ્રકારે એક ટેબ થયેલ ડાયલોગ મળે છે.
02.43 મેં આ Channels સાથે કરીશ.
02.46 મેં આ Paths સાથે કરીશ.
02.52 અને મેં આ Undo History સાથે કરીશ.
02.54 મને નથી લાગતું કે મને Brushes ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ પીંછી ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું.
03.09 પણ મને રંગ થયેલ જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને Undo History આગળ ડ્રેગ કરું છું.
03.16 અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાવાય છે.
03.23 મેં તમામ ડાયલોગ બોક્સો File >> Dialogs મારફતે એક્સેસ કરી શકું છું.
03.30 તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે Tools.
03.38 મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય પણ વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલી કરવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું.
03.48 ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે.
03.51 મને જોઈએ છે Curves, Levels, Threshold. Brightness અને Contrast - હું પસંદ કરવા ઈચ્છતી નથી.
03.58 મને ના તો પરિપ્રેક્ષ્ય ક્લોનની જરૂર છે અથવા તો શાહી અથવા એરબ્રશની જરૂર છે.
04.05 અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે.
04.08 કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછીથી મેં આના પર એક નજર પછીથી ફેરવીશ.
04.16 હવે હું File and Preferences પર જાવ છું.
04.26 મેં પર્યાવરણને એવું જ છોડીશ અને ઈન્ટરફેસ પણ.
04.32 થીમમાં, હું Small પસંદ કરીશ.
04.35 અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે.
04.45 ટૂલ વિકલ્પ પર જાવ અને મૂળભૂત પ્રક્ષેપને SINC માં બદલી કરો, માપ ફેરબદલ કરતી વેળા અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા હેતુ પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે.
05.00 બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો.
05.03 ટૂલબોક્સ પર જાવ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો.
05.12 તમે રંગો અપનાવી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે.
05.19 તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે.
05.29 મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા પુરતું છે કે તમને તે જોઈએ છે કે નહી.
05.36 તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો.
05.42 તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે.
05.45 અને
05.47 મેં માર્ગ બદલી કર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું.
05.52 હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે મને ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ.
06.01 તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ તદ્દન ગીચ છે.
06.06 બસ તેને અહીં આ જગ્યાએ ખેંચો.
06.08 મને લાગે છે કે અહીં નવી હરોળમાં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું.
06.19 તો હું ઉમેરીશ Brightness, Hue-Saturation અને Color Balance
06.24 એ તમામ ટૂલો જે અહીં દેખાડવામાં નથી આવ્યા તેના પર File and Dialogs પર ક્લિક કરીને પહોંચી શકાવાય છે.
06.39 અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ.
06.42 જયારે તમે GIMP બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા.
06.52 અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, GIMP 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ.
07.02 મેં હમણાં જ જોયું કે 2.3.19 આજે વિમોચિત થયું હતું.
07.07 તેને 'unstable દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે બજારમાનાં બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે.
07.22 GIMP સુયોજિત કરવા પર બસ આટલું જ.
07.25 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana