Inkscape/C2/Fill-color-and-stroke/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:21, 21 February 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:00 | Inkscape માં “Fill color and stroke” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું.
ઓબ્જેક્ટોમાં રંગ ભરવું ઓબ્જેક્ટોને આઉટલાઈન (રૂપરેખા) આપવી વિવિધ પ્રકારનાં gradients અને સ્ટ્રોક પેઈન્ટ તથા સ્ટાઈલ |
00:20 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી હું વાપરી રહી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ
Inkscape આવૃત્તિ 0.48.4 |
00:29 | ચાલો Inkscape ખોલો. આ માટે, Dash home પર જાવ અને Inkscape ટાઈપ કરો. |
00:35 | તમે લોગો પર ક્લિક કરીને Inkscape ખોલી શકો છો. |
00:40 | ચાલો પહેલા બનાવેલી Assignment.svg ફાઈલ ખોલીએ. મેં તેને મારા Documents ફોલ્ડરમાં સંગ્રહી હતી. |
00:50 | પહેલાંનાં એસાઈનમેંટમાં આપણે આ 3 આકારો બનાવ્યા હતા. |
00:54 | યાદ કરો આપણે ઈન્ટરફેસની નીચેની બાજુએ આવેલ color palette વાપરીને રંગ બદલવાનું શીખ્યા હતા. |
01:01 | હવે આપણે Fill and Stroke વાપરીને વિવિધ પ્રકારનાં રંગો ભરવાનું શીખીશું. |
01:08 | ચાલો Object મેનુમાં જઈએ, અને ડ્રોપડાઉન યાદીમાંથી Fill and Stroke વિકલ્પ પર ક્લિક કરીએ. |
01:13 | નોંધ લો ઈન્ટરફેસની જમણી બાજુએ Fill and Stroke ડાયલોગ બોક્સ ખુલ્યું છે. |
01:20 | આ ડાયલોગ બોક્સમાં 3 ટેબો આવેલા છે: Fill, Stroke paint અને Stroke style |
01:27 | હવે, આપણે canvas ક્ષેત્રમાં લંબચોરસ પર ક્લિક કરીશું. Fill and stroke ડાયલોગ બોક્સમાંનાં વિકલ્પો અને આઈકોનો સક્રીય થાય છે તેનું અવલોકન કરો. |
01:38 | પહેલા, આપણે Fill ટેબ વિશે શીખીશું. |
01:41 | નોંધ લો અહીં Fill ટેબ અંતર્ગત 6 આઈકોનો આવ્યા છે. ચાલો શીખીએ કે આ આઈકોનો શું કરે છે. |
01:48 | પહેલા આઈકોનને No paint કહેવાય છે. આ દર્શાવે છે કે ઓબ્જેક્ટ કોઈપણ રંગથી રંગાશે નહી. |
01:56 | icon પર ક્લિક કરીને લંબચોરસમાં થતા ફેરફારની નોંધ લો. લંબચોરસનો રંગ નીકળી ગયો છે. |
02:03 | આગળ આવેલ આઈકોન Flat color છે. તે ઓબ્જેક્ટમાં ઘટ્ટ રંગ ભરવામાં મદદ કરે છે. |
02:11 | Flat color આઈકોન પર ક્લિક કરીને લંબચોરસ આકારનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
02:17 | Flat રંગ અંતર્ગત, નોંધ લો અહીં 5 ઉપ-ટેબો છે. |
02:21 | મૂળભૂત રીતે, RGB ટેબ પસંદ થયેલું છે. |
02:25 | RGB ટેબ અંતર્ગત, 4 sliders આવેલા છે. |
02:29 | પહેલા 3 સ્લાઈડરો લાલ, લીલા અને ભૂરા રંગોની તીવ્રતા દર્શાવે છે. |
02:36 | આ સ્લાઈડરોને ડાબી કે જમણી દિશામાં ખસેડીને આપણે રંગ બદલી શકીએ છીએ. આવું કરતી વખતે લંબચોરસનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
02:46 | ચોથું સ્લાઈડર Alpha slider છે. આના વડે, આપણે રંગની પારદર્શિતાનાં સ્તરને અપારદર્શિતાથી પૂર્ણ પારદર્શિતા સુધી વધારી કે ઘટાડી શકીએ છીએ. |
02:57 | જેમ હું આ 4 સ્લાઈડરોને ખસેડું છું, અવલોકન કરો કે
આ બોક્સમાં દર્શાવેલ, રંગની RGBA વેલ્યુ આપમેળે બદલાય છે. |
03:06 | ચાલો હું ફરીથી સ્લાઈડરો ખસેડું જેથી કરીને તમે આ ફેરફાર જોઈ શકો. |
03:12 | આપણે સ્લાઈડરોની જમણી બાજુએ આવેલ બોક્સમાં
દરેક રંગની વેલ્યુઓ બદલીને જાતેથી રંગને બદલી શકીએ છીએ. |
03:20 | ચાલો હું લાલની વેલ્યુ બદલીને 100, લીલાની 50 અને ભૂરાની 150 કરું. નોંધ લો લંબચોરસનો રંગ બદલાઈને હવે જાંબુડી થઇ ગયો છે. |
03:32 | હું Alpha સ્તરને 255 રાખું છું કારણ કે હું ઓપેસીટી (પારદર્શિતા) સ્તરને ઘટાડવા ઈચ્છતી નથી. |
03:40 | આગળ આવેલ ટેબ HSL છે અને તે અનુક્રમે Hue, Saturation અને Lightness માટે છે. |
03:49 | બેઝ (મૂળ) રંગ મેળવવા માટે આપણે Hue slider નો ઉપયોગ કરી શકીએ છીએ. લીલા રંગનો બેઝ મેળવવા માટે હું સ્લાઈડરને ડાબી દિશામાં ખસેડું છું. |
03:59 | આપણે Saturation slider વાપરીને બેઝ રંગની સેચ્યુરેશન સંતુલિત કરી શકીએ છીએ. |
04:04 | સ્લાઈડરને ડાબી અને જમણી દિશામાં ખસેડીને સેચ્યુરેશન સ્તરમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
04:12 | Lightness slider બેઝ રંગની પ્રકાશીયતા સંતુલિત કરે છે. |
04:16 | આ વિકલ્પ વડે આપણે બેઝ રંગની છટા વધારી શકીએ છીએ.
ચોક્ખા સફેદમાંથી ઘટ્ટ કાળામાં અથવા તો તે વચ્ચેની છટામાં. |
04:26 | પહેલાની જેમ જ, Alpha slider નો ઉપયોગ ઓપેસીટી સ્તરને અપારદર્શકથી પૂર્ણ પારદર્શક
સુધી વધારવા કે ઘટાડવા માટે થાય છે. |
04:35 | આગળનું ટેબ CMYK છે જે અનુક્રમે Cyan, Magenta, Yellow અને Black સંબોધે છે. |
04:44 | આ સ્લાઈડરોને ખસેડવાથી, આપણે બેઝ રંગોની તીવ્રતા અથવા ઊંડાઈ વધારી કે ઘટાડી શકીએ છીએ. |
04:52 | આ ભેળસેળ વિકલ્પ ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યાપારી સામયિકોમાં ડીઝાઈન પ્રોજેક્ટો પ્રીંટ કરવા હોય છે. |
05:00 | આગળ છે Wheel ટેબ. આ HSL રંગ મિક્સરની એક વૈકલ્પિક રજૂઆત છે. |
05:07 | આપણે મૂળ રંગ ચક્ર પર આધારિત રંગ વલય પર ક્લિક કરીને બેઝ હ્યુ પસંદ કરી શકીએ છીએ. |
05:14 | તો, હું પીળા રંગની બેઝ પસંદ કરવા માટે પીળી છટા પર ક્લિક કરીશ. |
05:19 | રંગ વર્તુળ અંતર્ગત, આંતર વર્તુળ ધરાવતો એક ત્રિકોણ આવેલ છે. તેના પર ક્લિક કરીને તેને ત્રિકોણની અંદર ડ્રેગ કરો અને લંબચોરસનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
05:31 | CMS ટેબ બદ્દલ રંગ વ્યવસ્થાપન વાતાવરણમાં કામ કરતા લોકોની જ અત્યંત અભિરુચિ રહેશે. |
05:38 | અત્યાર માટે, આપણે આ ટેબને અવગણીશું. |
05:43 | આગળ, ચાલો Linear gradient બનાવવાનું શીખીશું. |
05:47 | canvas પર જઈને વર્તુળ પર ક્લિક કરો. |
05:50 | હવે Fill and Stroke ડાયલોગ બોક્સ પર પાછા આવો અને Linear gradient આઇકોન પર ક્લિક કરો. |
05:57 | વર્તુળમાં ગ્રેડીએન્ટ ભરેલ જુઓ. |
06:00 | ગ્રેડીએન્ટ માટે નામ અપાશે જેમાં છેલ્લે કોઈપણ સંખ્યા ક્રમાંકો રહેશે. |
06:05 | મારા ઇન્ટરફેસમાં, સંખ્યા linearGradient3794 છે. તમારામાં, તે જુદી હોઈ શકે છે. |
06:14 | Edit બટન ક્લિક કરીને
આપણે ગ્રેડીએન્ટ બદલી કરી શકીએ છીએ, જે linear gradient સંખ્યા બટનની તુરત નીચે આવેલું છે. |
06:21 | આનાથી Gradient editor ડાયલોગ બોક્સ ખુલશે. |
06:26 | આ બોક્સમાં ટોંચનાં બટનનું નામ stop છે તેની આગળ અમુક સંખ્યા આવેલી છે અને તે ડ્રોપ ડાઉન મેનુ ધરાવે છે. |
06:34 | તમે જો આ ડ્રોપ ડાઉનમાં આવેલ બાણ ચિન્હ પર ક્લિક કરો છો તો, તમને બે stop વિકલ્પો દેખાશે. |
06:39 | પહેલુંવાળુ શુદ્ધ બેઝ રંગ દર્શાવે છે. બીજુંવાળુ half checker board છે, જે કે દર્શાવે છે કે તે પારદર્શક છે. |
06:48 | બીજો વિકલ્પ પસંદ કરો, જે કે પારદર્શક stop વિકલ્પ છે. |
06:53 | નીચે આવેલ Stop Color પર જાવ. sliders ખસેડીને, તમને જોઈતા કોઈપણ રંગ માટે RGB વેલ્યુઓ બદલી કરો. |
07:00 | gradient ને પૂર્ણ દૃશ્યિત બનાવવા માટે, Alpha વેલ્યુ 255 પર રાખો, Gradient editor ડાયલોગ બોક્સ બંધ કરો. |
07:09 | હવે આપણે gradient angle બદલી કરી શકીએ છીએ. આવું કરવા માટે, ઈન્ટરફેસની ડાબી બાજુએ, ટૂલબોક્સમાં Node tool પર ક્લિક કરો. આ Selector tool ની તુરત નીચે આવેલું છે. |
07:21 | આનાથી વર્તુળ પર એક લાઈન દેખાશે. આ લાઈન ગ્રેડીએન્ટ રજુ કરે છે.
|
07:29 | આ અત્યારે વર્તુળનાં arc handles અને square handle સાથે ઓવરલેપ છે. |
07:33 | આપણે gradient line handles સેજ ખસેડવા પડશે, જેથી કરીને આપણે handles સ્પષ્ટપણે જોઈ શકીએ. |
07:40 | gradient જ્યાંથી શરુ અને જ્યાં અંત થાય છે એ જગ્યાને બદલવા માટે circular handle અથવા square handle પર ક્લિક કરીને ડ્રેગ કરો. |
07:50 | ડેમોનસ્ટ્રેટ કર્યા પ્રમાણે, આપણે circular handle ખસેડીને ગ્રેડીએન્ટની દિશાને ફેરવી પણ શકીએ છીએ. |
07:58 | હવે આપણે Radial gradient વાપરવાનું શીખીશું. icon પર ક્લિક કરો અને વર્તુળમાં gradient ફેરફાર જુઓ. |
08:06 | Radial gradient વર્તુળ આકારમાં બને છે. |
08:10 | 1 square handle અને 2 circular handles ની નોંધ લો. |
08:15 | gradient' નું શરૂઆતી પોઈન્ટ ખસેડવા માટે મધ્યમાં આવેલ square handle પર ક્લિક કરો. હું તેને નીચે ડાબી બાજુએ ખસેડીશ. |
08:22 | gradient માં ફેરફાર કરવા માટે, કોઈપણ એક circular handles પર ક્લિક કરીને ડ્રેગ કરો. |
08:28 | gradient આકારનાં ઉંચાઈ અને પહોળાઈમાં થયેલ બદલનું અવલોકન કરો. |
08:37 | Gradient tool આપણને Tool box માં પણ મળી શકે છે. |
08:42 | ચાલો તેના પર ક્લિક કરીએ અને પાછા આપણા વર્તુળ પર આવીએ. |
08:45 | નોંધ લો, કર્સર હવે capital I સહીત plus ચિન્હમાં બદલાઈ ગયો છે. |
08:51 | હવે, વર્તુળની અંદર કોઈપણ જગ્યાએ ક્લિક કરીને ડ્રેગ કરો. gradient માં થયેલ ફેરફારની નોંધ લો. |
09:00 | હવે, વર્તુળની બહાર કોઈપણ જગ્યાએ ક્લિક કરીને ડ્રેગ કરો. |
09:04 | gradient માં થયેલ ફેરફારની નોંધ લો. |
09:06 | આગળ આપણે વિવિધ પેટર્નોને આકારો પર બીછાવવાનું શીખીશું. |
09:11 | Tool box પર જાવ, Selector tool પર ક્લિક કરો ત્યારબાદ તારા (સ્ટાર) આકાર પર ક્લિક કરો. |
09:17 | Fill and stroke ડાયલોગ બોક્સમાં, Pattern આઈકોન પર ક્લિક કરો. નોંધ લો, તારાનો રંગ પટ્ટી પેટર્નમાં બદલાઈ ગયો છે. |
09:26 | Pattern fill અંતર્ગત એક ડ્રોપ ડાઉન મેનુ આવેલ છે. ઉપલબ્ધ પેટર્નો જોવા માટે બાણ ચિન્હ પર ક્લિક કરો. |
09:32 | ચાલો Checkerboard પર ક્લિક કરીએ અને તારાનાં આકારમાં થતા ફેરફારનું અવલોકન કરીએ. અહીં બતાવેલ આ કોઈપણ પેટર્ન તમે વાપરી શકો છો. |
09:44 | Swatch વિશે આપણે આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. |
09:48 | Unset paint કહેવાતા છેલ્લા આઈકોનનો ઉપયોગ પસંદ કરેલ ઓબજેક્ટનાં રંગને અનસેટ કરી કાળો બનાવવા માટે થાય છે. |
09:54 | આઈકોન પર ક્લિક કરીને તારાનાં રંગમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. તે કાળામાં બદલાઈ ગયું છે. |
10:01 | હવે, ચાલો ઓબજેક્ટમાં સ્ટ્રોક (છાટ) અથવા આઉટલાઈન આપતા શીખીએ. આવું કરવા માટે, આપણે Stroke paint ટેબનો ઉપયોગ કરવો પડશે. |
10:09 | હવે, Stroke paint ટેબ પર ક્લિક કરો અને લંબચોરસ પર ક્લિક કરો. |
10:14 | Stroke paint ટેબ અંતર્ગત આવેલ આઈકોનો Fill ટેબની સમાન છે. |
10:19 | તે સમાન રીતે જ કાર્ય કરે છે. |
10:22 | પહેલા આઈકોન વડે, જે કે No paint છે, આપણે આકારની આઉટલાઈન રદ્દ કરીએ છીએ. |
10:26 | આગળ, આપણે Flat color આઈકોન પર ક્લિક કરીશું. લંબચોરસ આકાર ફરતે આપણને કાળા રંગની આઉટલાઈન દેખાય છે. |
10:33 | Stroke style ટેબ વાપરીને આપણે આઉટલાઈનની જાડાઈ વધારી કે ઘટાડી શકીએ છીએ. |
10:44 | ચાલો પહોળાઈ પેરામીટર 10 રાખીએ. આપણે એકમને percentage, point, વગેરેમાં પણ બદલી શકીએ છીએ. જે આપણી જરૂરીયાત પર આધાર રાખે છે. |
10:54 | હું એકમ તરીકે Pixels રાખીશ. |
10:56 | ચાલો ફરીથી Stroke paint ટેબ પર જઈએ. RGB ટેબ અંતર્ગત આવેલ સ્લાઈડરો ખસેડીને, આપણે સ્ટ્રોકનાં રંગ બદલી કરી શકીએ છીએ. |
11:04 | આમ કરતી વખતે, આઉટલાઈનનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
11:09 | અન્ય Flat color વિકલ્પો જેવા કે HSL, CMYK, Wheel અને CMS નું અન્વેષણ પોતેથી કરો. |
11:17 | હવે, ચાલો હું Linear gradient પર ક્લિક કરું. આ લંબચોરસ આકારને ગ્રેડીએન્ટ આઉટલાઈન આપે છે. |
11:24 | આપણે પહેલા ઉપયોગમાં લીધેલી ગ્રેડીએન્ટો, અહીં ડ્રોપ-ડાઉન યાદીમાં દૃશ્યમાન થશે. આપણે આમાંની પણ, કોઈપણ વાપરી શકીએ છીએ. |
11:32 | ચાલો હું મારા લંબચોરસને લાલ અને ભૂરી gradient આઉટલાઈન આપું. |
11:38 | એજ પ્રમાણે, આપણે બચેલા સ્ટ્રોક આઈકોનોનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા ઓબ્જેક્ટોને અમુક રસપ્રદ પેટર્નો તથા gradient આઉટલાઈનો આપી શકીએ છીએ. |
11:46 | આગળ આપણે Stroke style વિશે શીખીશું. તેના પર ક્લિક કરો. |
11:50 | આપણે stroke ની પહોળાઈને મોડીફાય કરવાનું પહેલાજ શીખી ચુક્યા છીએ. |
11:54 | હવે, ચાલો 3 Joint icons તરફે જોઈએ જેના નામ છે, Miter join, Round join અને Bevel join. મૂળભૂત રીતે, સ્ટ્રોક Miter join માં છે. |
12:08 | સારી રીતે જોવા માટે ચાલો લંબચોરસનાં એક ખૂણે ઝૂમ ઈન કરીએ. |
12:12 | હવે, ચાલો stroke ને ગોળ ખૂણો આપવા માટે, Round join પર ક્લિક કરીએ. stroke ની કિનારીઓ પર થતા ફેરફારનું અવલોકન કરો. |
12:21 | આગળ, Bevel ખૂણા બનાવવા માટે આપણે Bevel join વિકલ્પ પર ક્લિક કરીશું. |
12:26 | Dashes ડ્રોપ-ડાઉન મેનુમાં વિવિધ ડેશ પેટર્નો ઉપલબ્ધ છે. આ વાપરીને, આપણે સ્ટ્રોકને વિભિન્ન ડેશ પેટર્નો આપી શકીએ છીએ, તેમજ પહોળાઈ પણ વધારી શકીએ છીએ. |
12:38 | આગળ Cap વિકલ્પ છે. સામાન્ય રીતે આ લાઈન strokes પર કામ કરે છે. |
12:44 | Tool box પર જાવ. Freehand tool પર ક્લિક કરો. તો, ચાલો Freehand tool ની મદદથી એક લાઈન દોરીએ. |
12:50 | હવે, લાઈનની અંતમાં ઝૂમ ઈન કરીએ. |
12:54 | મૂળભૂત રીતે, Butt cap પસંદ થયેલું છે અને તે છેડે ફ્લેટ કિનારી આપે છે. |
12:59 | હવે ગોળ કિનારી આપવા માટે હું Round cap પર ક્લિક કરીશ. |
13:04 | આગળ, Square cap છે તે લાઈનનાં અંતે ફ્લેટ તેમજ વધેલી કિનારી આપે છે. |
13:13 | Dashes ટેબની તુરત નીચે આ 3 Markers આવેલ છે, જે પાથની મધ્યમાં માર્કરો મુકે છે. |
13:20 | ઉપલબ્ધ યાદીઓ જોવા માટે દરેક Marker ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો. |
13:25 | Start Markers અંતર્ગત, ચાલો હું Torso પસંદ કરું. |
13:29 | Mid markers તરીકે આપણે Curvein પસંદ કરીશું. |
13:33 | End Markers માટે, આપણે Legs પસંદ કરીશું. |
13:39 | canvas પર કાર્ટૂન આકાર બને છે તે અવલોકન કરો. |
13:44 | છેલ્લે, Fill and stroke ડાયલોગ બોક્સની નીચે આવેલ 2 સ્લાઈડરોની નોંધ લો, જેનું નામ છે, Blur અને Opacity. |
13:53 | ચાલો પહેલા ફરીથી લંબચોરસ પસંદ કરીએ. |
13:56 | Blur સ્લાઈડરનો ઉપયોગ ઓબજેક્ટને બ્લર (ઝાંખી અસ્પષ્ટ) અસર આપવા માટે થાય છે. હું સ્લાઈડર પર ક્લિક કરીશ અને તેને જમણી બાજુએ ખસેડીશ. |
14:04 | હું જેમ જેમ વધારે જમણી તરફ સ્લાઈડર ખસેડું છું, લંબચોરસ બ્લર થતું જાય છે તે અવલોકન કરો. |
14:15 | Opacity સ્લાઈડરનો ઉપયોગ આકારને પારદર્શિતા આપવા માટે થાય છે. સ્લાઈડરને જમણી બાજુએ ખસેડો અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
14:27 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા |
14:31 | Fill and Stroke વિકલ્પ વાપરીને, ઓબ્જેક્ટોમાં રંગ ભરવું
આકારોને સ્ટ્રોક અથવા રૂપરેખાઓ આપવી વિવિધ પ્રકારનાં ગ્રેડીએન્ટો અને સ્ટ્રોક પેઈન્ટ અને સ્ટ્રોક સ્ટાઈલ |
14:44 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે |
14:47 | 1. લાલ અને પીળા રંગની Linear gradient થી ભરેલ અને 5 પીક્સલ પહોળી ભૂરી છટા ધરાવતો એક પંચકોણ બનાવો. |
14:57 | 2. Wavy પેટર્નથી ભરેલ એક અંડાકૃતિ બનાવો અને opacity 70% બદલી કરો. |
15:04 | 3. 10 પહોળાઈની એક લાઈન બનાવો, જેને Start Markers તરીકે Arrow1Lstart અને End Markers તરીકે Tail હોય. |
15:15 | તમે પૂર્ણ કરેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
15:18 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
15:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:37 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
15:55 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
16:05 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |