Inkscape/C2/Fill-color-and-stroke/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape માં “Fill color and stroke” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું.

ઓબ્જેક્ટોમાં રંગ ભરવું, ઓબ્જેક્ટોને આઉટલાઈન (રૂપરેખા) આપવી, વિવિધ પ્રકારનાં gradients અને સ્ટ્રોક પેઈન્ટ તથા સ્ટાઈલ

00:20 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી હું વાપરી રહી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓએસ Inkscape આવૃત્તિ 0.48.4
00:29 ચાલો Inkscape ખોલો. આ માટે, Dash home પર જાવ અને Inkscape ટાઈપ કરો.
00:35 તમે લોગો પર ક્લિક કરીને Inkscape ખોલી શકો છો.
00:40 ચાલો પહેલા બનાવેલી Assignment.svg ફાઈલ ખોલીએ. મેં તેને મારા Documents ફોલ્ડરમાં સંગ્રહી હતી.
00:50 પહેલાંનાં એસાઈનમેંટમાં આપણે આ 3 આકારો બનાવ્યા હતા.
00:54 યાદ કરો આપણે ઈન્ટરફેસની નીચેની બાજુએ આવેલ color palette વાપરીને રંગ બદલવાનું શીખ્યા હતા.
01:01 હવે આપણે Fill and Stroke વાપરીને વિવિધ પ્રકારનાં રંગો ભરવાનું શીખીશું.
01:08 ચાલો Object મેનુમાં જઈએ, અને ડ્રોપડાઉન યાદીમાંથી Fill and Stroke વિકલ્પ પર ક્લિક કરીએ.
01:13 નોંધ લો ઈન્ટરફેસની જમણી બાજુએ Fill and Stroke ડાયલોગ બોક્સ ખુલ્યું છે.
01:20 આ ડાયલોગ બોક્સમાં 3 ટેબો આવેલા છે: Fill, Stroke paint અને Stroke style
01:27 હવે, આપણે canvas ક્ષેત્રમાં લંબચોરસ પર ક્લિક કરીશું. Fill and stroke ડાયલોગ બોક્સમાંનાં વિકલ્પો અને આઈકોનો સક્રીય થાય છે તેનું અવલોકન કરો.
01:38 પહેલા, આપણે Fill ટેબ વિશે શીખીશું.
01:41 નોંધ લો અહીં Fill ટેબ અંતર્ગત 6 આઈકોનો આવ્યા છે. ચાલો શીખીએ કે આ આઈકોનો શું કરે છે.
01:48 પહેલા આઈકોનને No paint કહેવાય છે. આ દર્શાવે છે કે ઓબ્જેક્ટ કોઈપણ રંગથી રંગાશે નહી.
01:56 icon પર ક્લિક કરીને લંબચોરસમાં થતા ફેરફારની નોંધ લો. લંબચોરસનો રંગ નીકળી ગયો છે.
02:03 આગળ આવેલ આઈકોન Flat color છે. તે ઓબ્જેક્ટમાં ઘટ્ટ રંગ ભરવામાં મદદ કરે છે.
02:11 Flat color આઈકોન પર ક્લિક કરીને લંબચોરસ આકારનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો.
02:17 Flat રંગ અંતર્ગત, નોંધ લો અહીં 5 ઉપ-ટેબો છે.
02:21 મૂળભૂત રીતે, RGB ટેબ પસંદ થયેલું છે.
02:25 RGB ટેબ અંતર્ગત, 4 sliders આવેલા છે.
02:29 પહેલા 3 સ્લાઈડરો લાલ, લીલા અને ભૂરા રંગોની તીવ્રતા દર્શાવે છે.
02:36 આ સ્લાઈડરોને ડાબી કે જમણી દિશામાં ખસેડીને આપણે રંગ બદલી શકીએ છીએ. આવું કરતી વખતે લંબચોરસનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો.
02:46 ચોથું સ્લાઈડર Alpha slider છે. આના વડે, આપણે રંગની પારદર્શિતાનાં સ્તરને અપારદર્શિતાથી પૂર્ણ પારદર્શિતા સુધી વધારી કે ઘટાડી શકીએ છીએ.
02:57 જેમ હું આ 4 સ્લાઈડરોને ખસેડું છું, અવલોકન કરો કે આ બોક્સમાં દર્શાવેલ, રંગની RGBA વેલ્યુ આપમેળે બદલાય છે.
03:06 ચાલો હું ફરીથી સ્લાઈડરો ખસેડું જેથી કરીને તમે આ ફેરફાર જોઈ શકો.
03:12 આપણે સ્લાઈડરોની જમણી બાજુએ આવેલ બોક્સમાં દરેક રંગની વેલ્યુઓ બદલીને જાતેથી રંગને બદલી શકીએ છીએ.
03:20 ચાલો હું લાલની વેલ્યુ બદલીને 100, લીલાની 50 અને ભૂરાની 150 કરું. નોંધ લો લંબચોરસનો રંગ બદલાઈને હવે જાંબુડી થઇ ગયો છે.
03:32 હું Alpha સ્તરને 255 રાખું છું કારણ કે હું ઓપેસીટી (પારદર્શિતા) સ્તરને ઘટાડવા ઈચ્છતી નથી.
03:40 આગળ આવેલ ટેબ HSL છે અને તે અનુક્રમે Hue, Saturation અને Lightness માટે છે.
03:49 બેઝ (મૂળ) રંગ મેળવવા માટે આપણે Hue slider નો ઉપયોગ કરી શકીએ છીએ. લીલા રંગનો બેઝ મેળવવા માટે હું સ્લાઈડરને ડાબી દિશામાં ખસેડું છું.
03:59 આપણે Saturation slider વાપરીને બેઝ રંગની સેચ્યુરેશન સંતુલિત કરી શકીએ છીએ.
04:04 સ્લાઈડરને ડાબી અને જમણી દિશામાં ખસેડીને સેચ્યુરેશન સ્તરમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
04:12 Lightness slider બેઝ રંગની પ્રકાશીયતા સંતુલિત કરે છે.
04:16 આ વિકલ્પ વડે આપણે બેઝ રંગની છટા વધારી શકીએ છીએ. ચોક્ખા સફેદમાંથી ઘટ્ટ કાળામાં, અથવા તો તે વચ્ચેની છટામાં.
04:26 પહેલાની જેમ જ, Alpha slider નો ઉપયોગ ઓપેસીટી સ્તરને અપારદર્શકથી પૂર્ણ પારદર્શક, સુધી વધારવા કે ઘટાડવા માટે થાય છે.
04:35 આગળનું ટેબ CMYK છે જે અનુક્રમે Cyan, Magenta, Yellow અને Black સંબોધે છે.
04:44 આ સ્લાઈડરોને ખસેડવાથી, આપણે બેઝ રંગોની તીવ્રતા અથવા ઊંડાઈ વધારી કે ઘટાડી શકીએ છીએ.
04:52 આ ભેળસેળ વિકલ્પ ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યાપારી સામયિકોમાં ડીઝાઈન પ્રોજેક્ટો પ્રીંટ કરવા હોય છે.
05:00 આગળ છે Wheel ટેબ. આ HSL રંગ મિક્સરની એક વૈકલ્પિક રજૂઆત છે.
05:07 આપણે મૂળ રંગ ચક્ર પર આધારિત રંગ વલય પર ક્લિક કરીને બેઝ હ્યુ પસંદ કરી શકીએ છીએ.
05:14 તો, હું પીળા રંગની બેઝ પસંદ કરવા માટે પીળી છટા પર ક્લિક કરીશ.
05:19 રંગ વર્તુળ અંતર્ગત, આંતર વર્તુળ ધરાવતો એક ત્રિકોણ આવેલ છે. તેના પર ક્લિક કરીને તેને ત્રિકોણની અંદર ડ્રેગ કરો અને લંબચોરસનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો.
05:31 CMS ટેબ બદ્દલ રંગ વ્યવસ્થાપન વાતાવરણમાં કામ કરતા લોકોની જ અત્યંત અભિરુચિ રહેશે.
05:38 અત્યાર માટે, આપણે આ ટેબને અવગણીશું.
05:43 આગળ, ચાલો Linear gradient બનાવવાનું શીખીશું.
05:47 canvas પર જઈને વર્તુળ પર ક્લિક કરો.
05:50 હવે Fill and Stroke ડાયલોગ બોક્સ પર પાછા આવો અને Linear gradient આઇકોન પર ક્લિક કરો.
05:57 વર્તુળમાં ગ્રેડીએન્ટ ભરેલ જુઓ.
06:00 ગ્રેડીએન્ટ માટે નામ અપાશે જેમાં છેલ્લે કોઈપણ સંખ્યા ક્રમાંકો રહેશે.
06:05 મારા ઇન્ટરફેસમાં, સંખ્યા linearGradient3794 છે. તમારામાં, તે જુદી હોઈ શકે છે.
06:14 Edit બટન ક્લિક કરીને આપણે ગ્રેડીએન્ટ બદલી કરી શકીએ છીએ, જે linear gradient સંખ્યા બટનની તુરત નીચે આવેલું છે.
06:21 આનાથી Gradient editor ડાયલોગ બોક્સ ખુલશે.
06:26 આ બોક્સમાં ટોંચનાં બટનનું નામ stop છે તેની આગળ અમુક સંખ્યા આવેલી છે અને તે ડ્રોપ ડાઉન મેનુ ધરાવે છે.
06:34 તમે જો આ ડ્રોપ ડાઉનમાં આવેલ બાણ ચિન્હ પર ક્લિક કરો છો તો, તમને બે stop વિકલ્પો દેખાશે.
06:39 પહેલુંવાળુ શુદ્ધ બેઝ રંગ દર્શાવે છે. બીજુંવાળુ half checker board છે, જે કે દર્શાવે છે કે તે પારદર્શક છે.
06:48 બીજો વિકલ્પ પસંદ કરો, જે કે પારદર્શક stop વિકલ્પ છે.
06:53 નીચે આવેલ Stop Color પર જાવ. sliders ખસેડીને, તમને જોઈતા કોઈપણ રંગ માટે RGB વેલ્યુઓ બદલી કરો.
07:00 gradient ને પૂર્ણ દૃશ્યિત બનાવવા માટે, Alpha વેલ્યુ 255 પર રાખો, Gradient editor ડાયલોગ બોક્સ બંધ કરો.
07:09 હવે આપણે gradient angle બદલી કરી શકીએ છીએ. આવું કરવા માટે, ઈન્ટરફેસની ડાબી બાજુએ, ટૂલબોક્સમાં Node tool પર ક્લિક કરો. આ Selector tool ની તુરત નીચે આવેલું છે.
07:21 આનાથી વર્તુળ પર એક લાઈન દેખાશે. આ લાઈન ગ્રેડીએન્ટ રજુ કરે છે.
07:29 આ અત્યારે વર્તુળનાં arc handles અને square handle સાથે ઓવરલેપ છે.
07:33 આપણે gradient line handles સેજ ખસેડવા પડશે, જેથી કરીને આપણે handles સ્પષ્ટપણે જોઈ શકીએ.
07:40 gradient જ્યાંથી શરુ અને જ્યાં અંત થાય છે એ જગ્યાને બદલવા માટે circular handle અથવા square handle પર ક્લિક કરીને ડ્રેગ કરો.
07:50 ડેમોનસ્ટ્રેટ કર્યા પ્રમાણે, આપણે circular handle ખસેડીને ગ્રેડીએન્ટની દિશાને ફેરવી પણ શકીએ છીએ.
07:58 હવે આપણે Radial gradient વાપરવાનું શીખીશું. icon પર ક્લિક કરો અને વર્તુળમાં gradient ફેરફાર જુઓ.
08:06 Radial gradient વર્તુળ આકારમાં બને છે.
08:10 1 square handle અને 2 circular handles ની નોંધ લો.
08:15 gradient' નું શરૂઆતી પોઈન્ટ ખસેડવા માટે મધ્યમાં આવેલ square handle પર ક્લિક કરો. હું તેને નીચે ડાબી બાજુએ ખસેડીશ.
08:22 gradient માં ફેરફાર કરવા માટે, કોઈપણ એક circular handles પર ક્લિક કરીને ડ્રેગ કરો.
08:28 gradient આકારનાં ઉંચાઈ અને પહોળાઈમાં થયેલ બદલનું અવલોકન કરો.
08:37 Gradient tool આપણને Tool box માં પણ મળી શકે છે.
08:42 ચાલો તેના પર ક્લિક કરીએ અને પાછા આપણા વર્તુળ પર આવીએ.
08:45 નોંધ લો, કર્સર હવે capital I સહીત plus ચિન્હમાં બદલાઈ ગયો છે.
08:51 હવે, વર્તુળની અંદર કોઈપણ જગ્યાએ ક્લિક કરીને ડ્રેગ કરો. gradient માં થયેલ ફેરફારની નોંધ લો.
09:00 હવે, વર્તુળની બહાર કોઈપણ જગ્યાએ ક્લિક કરીને ડ્રેગ કરો.
09:04 gradient માં થયેલ ફેરફારની નોંધ લો.
09:06 આગળ આપણે વિવિધ પેટર્નોને આકારો પર બીછાવવાનું શીખીશું.
09:11 Tool box પર જાવ, Selector tool પર ક્લિક કરો ત્યારબાદ તારા (સ્ટાર) આકાર પર ક્લિક કરો.
09:17 Fill and stroke ડાયલોગ બોક્સમાં, Pattern આઈકોન પર ક્લિક કરો. નોંધ લો, તારાનો રંગ પટ્ટી પેટર્નમાં બદલાઈ ગયો છે.
09:26 Pattern fill અંતર્ગત એક ડ્રોપ ડાઉન મેનુ આવેલ છે. ઉપલબ્ધ પેટર્નો જોવા માટે બાણ ચિન્હ પર ક્લિક કરો.
09:32 ચાલો Checkerboard પર ક્લિક કરીએ અને તારાનાં આકારમાં થતા ફેરફારનું અવલોકન કરીએ. અહીં બતાવેલ આ કોઈપણ પેટર્ન તમે વાપરી શકો છો.
09:44 Swatch વિશે આપણે આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું.
09:48 Unset paint કહેવાતા છેલ્લા આઈકોનનો ઉપયોગ પસંદ કરેલ ઓબજેક્ટનાં રંગને અનસેટ કરી કાળો બનાવવા માટે થાય છે.
09:54 આઈકોન પર ક્લિક કરીને તારાનાં રંગમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. તે કાળામાં બદલાઈ ગયું છે.
10:01 હવે, ચાલો ઓબજેક્ટમાં સ્ટ્રોક (છાટ) અથવા આઉટલાઈન આપતા શીખીએ. આવું કરવા માટે, આપણે Stroke paint ટેબનો ઉપયોગ કરવો પડશે.
10:09 હવે, Stroke paint ટેબ પર ક્લિક કરો અને લંબચોરસ પર ક્લિક કરો.
10:14 Stroke paint ટેબ અંતર્ગત આવેલ આઈકોનો Fill ટેબની સમાન છે.
10:19 તે સમાન રીતે જ કાર્ય કરે છે.
10:22 પહેલા આઈકોન વડે, જે કે No paint છે, આપણે આકારની આઉટલાઈન રદ્દ કરીએ છીએ.
10:26 આગળ, આપણે Flat color આઈકોન પર ક્લિક કરીશું. લંબચોરસ આકાર ફરતે આપણને કાળા રંગની આઉટલાઈન દેખાય છે.
10:33 Stroke style ટેબ વાપરીને આપણે આઉટલાઈનની જાડાઈ વધારી કે ઘટાડી શકીએ છીએ.
10:44 ચાલો પહોળાઈ પેરામીટર 10 રાખીએ. આપણે એકમને percentage, point, વગેરેમાં પણ બદલી શકીએ છીએ. જે આપણી જરૂરીયાત પર આધાર રાખે છે.
10:54 હું એકમ તરીકે Pixels રાખીશ.
10:56 ચાલો ફરીથી Stroke paint ટેબ પર જઈએ. RGB ટેબ અંતર્ગત આવેલ સ્લાઈડરો ખસેડીને, આપણે સ્ટ્રોકનાં રંગ બદલી કરી શકીએ છીએ.
11:04 આમ કરતી વખતે, આઉટલાઈનનાં રંગમાં થતા ફેરફારનું અવલોકન કરો.
11:09 અન્ય Flat color વિકલ્પો જેવા કે HSL, CMYK, Wheel અને CMS નું અન્વેષણ પોતેથી કરો.
11:17 હવે, ચાલો હું Linear gradient પર ક્લિક કરું. આ લંબચોરસ આકારને ગ્રેડીએન્ટ આઉટલાઈન આપે છે.
11:24 આપણે પહેલા ઉપયોગમાં લીધેલી ગ્રેડીએન્ટો, અહીં ડ્રોપ-ડાઉન યાદીમાં દૃશ્યમાન થશે. આપણે આમાંની પણ, કોઈપણ વાપરી શકીએ છીએ.
11:32 ચાલો હું મારા લંબચોરસને લાલ અને ભૂરી gradient આઉટલાઈન આપું.
11:38 એજ પ્રમાણે, આપણે બચેલા સ્ટ્રોક આઈકોનોનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા ઓબ્જેક્ટોને અમુક રસપ્રદ પેટર્નો તથા gradient આઉટલાઈનો આપી શકીએ છીએ.
11:46 આગળ આપણે Stroke style વિશે શીખીશું. તેના પર ક્લિક કરો.
11:50 આપણે stroke ની પહોળાઈને મોડીફાય કરવાનું પહેલાજ શીખી ચુક્યા છીએ.
11:54 હવે, ચાલો 3 Joint icons તરફે જોઈએ જેના નામ છે, Miter join, Round join અને Bevel join. મૂળભૂત રીતે, સ્ટ્રોક Miter join માં છે.
12:08 સારી રીતે જોવા માટે ચાલો લંબચોરસનાં એક ખૂણે ઝૂમ ઈન કરીએ.
12:12 હવે, ચાલો stroke ને ગોળ ખૂણો આપવા માટે, Round join પર ક્લિક કરીએ. stroke ની કિનારીઓ પર થતા ફેરફારનું અવલોકન કરો.
12:21 આગળ, Bevel ખૂણા બનાવવા માટે આપણે Bevel join વિકલ્પ પર ક્લિક કરીશું.
12:26 Dashes ડ્રોપ-ડાઉન મેનુમાં વિવિધ ડેશ પેટર્નો ઉપલબ્ધ છે. આ વાપરીને, આપણે સ્ટ્રોકને વિભિન્ન ડેશ પેટર્નો આપી શકીએ છીએ, તેમજ પહોળાઈ પણ વધારી શકીએ છીએ.
12:38 આગળ Cap વિકલ્પ છે. સામાન્ય રીતે આ લાઈન strokes પર કામ કરે છે.
12:44 Tool box પર જાવ. Freehand tool પર ક્લિક કરો. તો, ચાલો Freehand tool ની મદદથી એક લાઈન દોરીએ.
12:50 હવે, લાઈનની અંતમાં ઝૂમ ઈન કરીએ.
12:54 મૂળભૂત રીતે, Butt cap પસંદ થયેલું છે અને તે છેડે ફ્લેટ કિનારી આપે છે.
12:59 હવે ગોળ કિનારી આપવા માટે હું Round cap પર ક્લિક કરીશ.
13:04 આગળ, Square cap છે તે લાઈનનાં અંતે ફ્લેટ તેમજ વધેલી કિનારી આપે છે.
13:13 Dashes ટેબની તુરત નીચે આ 3 Markers આવેલ છે, જે પાથની મધ્યમાં માર્કરો મુકે છે.
13:20 ઉપલબ્ધ યાદીઓ જોવા માટે દરેક Marker ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો.
13:25 Start Markers અંતર્ગત, ચાલો હું Torso પસંદ કરું.
13:29 Mid markers તરીકે આપણે Curvein પસંદ કરીશું.
13:33 End Markers માટે, આપણે Legs પસંદ કરીશું.
13:39 canvas પર કાર્ટૂન આકાર બને છે તે અવલોકન કરો.
13:44 છેલ્લે, Fill and stroke ડાયલોગ બોક્સની નીચે આવેલ 2 સ્લાઈડરોની નોંધ લો, જેનું નામ છે, Blur અને Opacity.
13:53 ચાલો પહેલા ફરીથી લંબચોરસ પસંદ કરીએ.
13:56 Blur સ્લાઈડરનો ઉપયોગ ઓબજેક્ટને બ્લર (ઝાંખી અસ્પષ્ટ) અસર આપવા માટે થાય છે. હું સ્લાઈડર પર ક્લિક કરીશ અને તેને જમણી બાજુએ ખસેડીશ.
14:04 હું જેમ જેમ વધારે જમણી તરફ સ્લાઈડર ખસેડું છું, લંબચોરસ બ્લર થતું જાય છે તે અવલોકન કરો.
14:15 Opacity સ્લાઈડરનો ઉપયોગ આકારને પારદર્શિતા આપવા માટે થાય છે. સ્લાઈડરને જમણી બાજુએ ખસેડો અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો.
14:27 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા
14:31 Fill and Stroke વિકલ્પ વાપરીને, ઓબ્જેક્ટોમાં રંગ ભરવું આકારોને સ્ટ્રોક અથવા રૂપરેખાઓ આપવી વિવિધ પ્રકારનાં ગ્રેડીએન્ટો અને સ્ટ્રોક પેઈન્ટ અને સ્ટ્રોક સ્ટાઈલ
14:44 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે
14:47 1. લાલ અને પીળા રંગની Linear gradient થી ભરેલ અને 5 પીક્સલ પહોળી ભૂરી છટા ધરાવતો એક પંચકોણ બનાવો.
14:57 2. Wavy પેટર્નથી ભરેલ એક અંડાકૃતિ બનાવો અને opacity 70% બદલી કરો.
15:04 3. 10 પહોળાઈની એક લાઈન બનાવો, જેને Start Markers તરીકે Arrow1Lstart અને End Markers તરીકે Tail હોય.
15:15 તમે પૂર્ણ કરેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
15:18 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
15:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15:37 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
15:55 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro.
16:05 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya