KiCad/C2/Designing-circuit-schematic-in-KiCad/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:30, 14 March 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.01 "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ.
00.12 પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે.
00.16 બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે.
00.19 ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે.
00.22 અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે.
00.27 આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે,
00.32 જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે.
00.35 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ,
00.40 KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ.
00.49 આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે.
00.56 આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું.
01.04 KiCad શરુ કરવા માટે,
01.05 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ.
01.08 પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે.
01.12 સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો.
01.19 KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે.
01.22 નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે.
01.30 એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો.
01.35 તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1.
01.42 નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે.
01.47 વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે.


01.52 હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો.
01.58 Save ઉપર ક્લિક કરો.
02.01 સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે.
02.06 ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું.
02.10 KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે
02.19 EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે.
02.23 એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી.
02.28 Ok ઉપર ક્લિક કરો.
02.32 આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ.
02.35 EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ.
02.38 Place a component બટન પર ક્લિક કરો.
02.42 હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો.
02.46 component selection વિન્ડો ખુલશે.
02.49 હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું.
02.56 component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો.
03.05 તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે.
03.11 આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03.14 આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે.
03.19 તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે.
03.22 સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો.
03.27 વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો.
03.35 તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો.
03.39 તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો.
03.46 તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી.
03.56 જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ.
04.00 Show hidden pins બટન પર ક્લિક કરો.
04.04 હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું.
04.09 આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
04.13 તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો.
04.21 name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો.
04.26 રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે.
04.32 સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો.
04.37 આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે.
04.39 આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ.
04.42 પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું.
04.48 કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો.
05.01 કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે.
05.05 સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો.
05.11 આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે.
05.16 આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો.
05.22 ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે.
05.27 તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
05.30 શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે.
05.36 અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે.
05.40 આ વિન્ડો બંધ કરો.
05.43 component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો.
05.49 આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે.
05.53 ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06.00 સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06.06 આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે.
06.10 component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06.17 હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.


06.22 EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
06.29 component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો.
06.34 List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો.
06.40 +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો.
06.48 EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો
06.52 એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે,
06.54 યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો
07.01 ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું.
07.08 બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે.
07.14 component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો.
07.19 List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો.
07.24 conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07.31 નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07.41 બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે
07.48 તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
07.56 હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું.
08.01 આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું.
08.04 કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો.
08.15 આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું.
08.28 આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું.
08.40 હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું.
08.45 કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ
08.48 EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો.
08.56 હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું.
08.58 આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું.
09.11 હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું.
09.18 આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો.
09.30 નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે.
09.35 મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે.
09.39 હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ.
09.44 હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
09.53 એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો.
10.04 હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ.
10.18 ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ.
10.22 અને પછી હું Open પર ક્લિક કરીશ.
10.29 હું Open પર ક્લિક કરુછું.
10.33 અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે.
10.36 હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું.
10.39 એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે.
10.43 ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે.
10.50 EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો.
10.58 આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે.
11.02 આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો.
11.05 Annotation બટન પર ક્લિક કરો.
11.09 આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે.
11.13 OK ઉપર ક્લિક કરો.
11.15 Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો.
11.20 નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે.
11.30 File ઉપર ક્લિક કરો.
11.37 અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો.
11.43 File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
11.48 આ EESchema વિન્ડો બંધ કરશે.
11.50 હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.


11.53 File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
11.56 આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે.
12.01 ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ,
12.05 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
12.07 સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું,
12.11 સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન.
12.15 નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો.
12.17 component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો.
12.24 શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો.
12.31 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
12.35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
12.37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
12.43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12.45 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
12.48 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
12.52 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
12.59 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
13.03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13.09 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
13.13 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13.20 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
13.25 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Pratik kamble