KiCad/C2/Designing-circuit-schematic-in-KiCad/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ.
00:12 પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે.
00:16 બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે.
00:19 ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે.
00:22 અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે.
00:27 આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે,
00:32 જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે.
00:35 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ,
00:40 KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ.
00:49 આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે.
00:56 આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું.
01:04 KiCad શરુ કરવા માટે,
01:05 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ.
01:08 પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે.
01:12 સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો.
01:19 KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે.
01:22 નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે.
01:30 એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો.
01:35 તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1.
01:42 નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે.
01:47 વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે.


01:52 હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો.
01:58 Save ઉપર ક્લિક કરો.
02:01 સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે.
02:06 ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું.
02:10 KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે
02:19 EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે.
02:23 એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી.
02:28 Ok ઉપર ક્લિક કરો.
02:32 આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ.
02:35 EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ.
02:38 Place a component બટન પર ક્લિક કરો.
02:42 હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો.
02:46 component selection વિન્ડો ખુલશે.
02:49 હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું.
02:56 component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો.
03:05 તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે.
03:11 આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03:14 આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે.
03:19 તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે.
03:22 સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો.
03:27 વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો.
03:35 તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો.
03:39 તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો.
03:46 તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી.
03:56 જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ.
04:00 Show hidden pins બટન પર ક્લિક કરો.
04:04 હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું.
04:09 આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
04:13 તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો.
04:21 name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો.
04:26 રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે.
04:32 સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો.
04:37 આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે.
04:39 આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ.
04:42 પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું.
04:48 કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો.
05:01 કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે.
05:05 સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો.
05:11 આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે.
05:16 આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો.
05:22 ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે.
05:27 તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
05:30 શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે.
05:36 અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે.
05:40 આ વિન્ડો બંધ કરો.
05:43 component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો.
05:49 આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે.
05:53 ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06:00 સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06:06 આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે.
06:10 component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો.
06:17 હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.


06:22 EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
06:29 component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો.
06:34 List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો.
06:40 +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો.
06:48 EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો
06:52 એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે,
06:54 યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો
07:01 ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું.
07:08 બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે.
07:14 component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો.
07:19 List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો.
07:24 conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07:31 નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07:41 બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે
07:48 તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો.
07:56 હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું.
08:01 આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું.
08:04 કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો.
08:15 આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું.
08:28 આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું.
08:40 હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું.
08:45 કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ
08:48 EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો.
08:56 હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું.
08:58 આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું.
09:11 હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું.
09:18 આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો.
09:30 નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે.
09:35 મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે.
09:39 હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ.
09:44 હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
09:53 એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો.
10:04 હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ.
10:18 ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ.
10:22 અને પછી હું Open પર ક્લિક કરીશ.
10:29 હું Open પર ક્લિક કરુછું.
10:33 અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે.
10:36 હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું.
10:39 એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે.
10:43 ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે.
10:50 EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો.
10:58 આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે.
11:02 આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો.
11:05 Annotation બટન પર ક્લિક કરો.
11:09 આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે.
11:13 OK ઉપર ક્લિક કરો.
11:15 Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો.
11:20 નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે.
11:30 File ઉપર ક્લિક કરો.
11:37 અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો.
11:43 File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
11:48 આ EESchema વિન્ડો બંધ કરશે.
11:50 હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.


11:53 File પર ક્લિક કરો અને Quit પસંદ કરો.
11:56 આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે.
12:01 ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ,
12:05 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
12:07 સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું,
12:11 સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન.
12:15 નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો.
12:17 component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો.
12:24 શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો.
12:31 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
12:35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
12:37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
12:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:45 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
12:48 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
12:52 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
12:59 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
13:03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
13:09 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
13:13 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
13:20 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
13:25 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Pratik kamble