Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:28, 11 July 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration'
00.05 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે.
00.09 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
00.28 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
00.35 Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
00.44 Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.
00.57 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
01.01 જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
01.10 Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
01.16 આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
01.23 ચાલો Properties વિંડોમાં આગામી પેનલ જોઈએ. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
01.33 Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
01.43 હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01.47 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે How to Change Window Types in Blender તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
01.57 Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
02.03 chain આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Object Constraints પેનલ છે.
02.12 Add constraint પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
02.19 અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે - Transform, Tracking and Relationship.
02.31 Copy location એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
02.38 3D view ઉપર જાઓ. lamp પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
02.45 Object Constraints પેનલ ઉપર પાછા જાઓ.
02.49 add constraint પર ડાબું ક્લિક કરો.
02.52 Transform હેઠળ copy location પસંદ કરો.
02.57 Add constraint મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
03.05 આ પેનલ Copy location કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
03.06 શું તમે copy location પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?
03.12 Target bar છે. અહીં આપણે આપણા target object માટે નામ ઉમેરીશું.
03.21 target bar પર ડાબું ક્લિક કરો.
03.24 યાદીમાંથી cube પસંદ કરો.
03.29 copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
03.37 પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
03.42 Copy location પેનલની જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ડાબું ક્લિક કરો.
03.50 કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ આવે છે.
03.58 તો આ રીતે object constraint કામ કરે છે.
04.02 પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે object constraints નો ઉપયોગ ઘણી વખત કરીશું.
04.07 હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. 3D view ઉપર જાઓ.
04.16 ક્યુબ પસંદ કરવા માટે cube ઉપર જમણું ક્લિક કરો.
04.19 પ્રોપેરટીશ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો.
04.26 તે Modifiers panel છે.
04.29 Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે. ચાલો હું બતાઉ.
04.36 Modifiers પેનલ પર પાછા જાઓ.
04.40 ADD modifier ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -Generate, Deform અને Simulate
04.54 મેનુના તળિયે ડાબા ખૂણે Subdivision surface ડાબું ક્લિક કરો.
05.02 ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે.
05.10 આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે.
05.16 View 1 ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો.
05.25 હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે.
05.28 subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
05.35 સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ક્લિક કરો.
05.43 modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે.
05.49 તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી.
05.54 આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું.
05.59 Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર inverted triangle આઇકોન પર ડાબું ક્લિક કરો.
06.07 Object Data પેનલ છે.
06.10 Vertex groups પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે.
06.15 વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે Vertex groups કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું.
06.22 Shape Keys એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે.
06.28 શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ plus sign જુઓ છો?
06.34 આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે.
06.39 plus sign પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી Basis છે.
06.50 આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ.
06.55 તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી.
06.58 ફરીથી અન્ય કી ઉમેરવા માટે plus sign પર ડાબું ક્લિક કરો. Key 1 એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે.
07.10 3D view પર ફરીથી જાઓ.
07.13 એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર tab ડબાઓ.
07.18 ક્યુબ માપવા માટે S ડબાઓ. માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો.
07.29 ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે tab ડબાઓ.
07.33 ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું?
07.40 Object Data પેનલ માં Shape keys box પર પાછા જાઓ.
07.45 Key 1 સક્રિય કી અને blue માં પ્રકાશિત થયેલ છે.
07.50 જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે.
07.57 0.000 વેલ્યુ પર ડાબું ક્લિક કરો.
08.03 તમારા કી બોર્ડ પર 1 ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ.
08.12 જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ.
08.17 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ.
08.26 આગામી સેટિંગ UV texture છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે.
08.33 આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું.
08.38 હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો;
08.42 Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો;
08.49 Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો.
09.00 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09.09 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09.30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09.32 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09.35 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09.40 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09.47 જોડાવા બદ્દલ આભાર.
09.49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, Ranjana